🐄ગાય ગોહરીનો મેળો🐄
🔹ગરબાડા ,દાહોદ🔹
દાહોદ જિલ્લાના સરહદી વિસ્તારમાં અનોખી રીતે દિપાવલીની ઉજવણીની પરંપરા ચાલી આવે છે. પશ્યાતાપના ભાગરૂપે માણસો જમીન પર સૂતા રહે છે તેમના પરથી ગાયના ઘણના ઘણ દોડતા હોય તેવો જીવસટોસટીના જંગ સમાન આ તહેવારને લાહવો લેવા માટે દૂર દૂર થી આદિવાસીઓની વિશેષ હાજરી રહેતી હોય છે.
💥દિવાળી હોય કે હોળી દાહોદમાં આ તહેવારોની ઉજવણીની અનોખી પરંપરા છે. દિવાળીના તહેવારે સરહદી વિસ્તારના એવા ગરબાડામાં ગાય ગોહરીના નામે ઉજવણી થતી હોય છે. ગરબાડાના ગંગારડીના ગામે યોજાયેલા આ મેળામાં મેઇન બજારથી શરુ કરવામાં આવેલી ગાય ગોહરી તળે અનેક લોકો ગાયને દંડવત પ્રણામ કરીને સૂઇ ગયા હતા. તેમના પર દારૂખાના ધડાકાન અવાજના કારણે તોડતી ગાયો પસાર થતી હોય છે. જેમના પરથી ગાય ગોહરી પડી હોય તેઓની બાધા આખડીઓ પૂર્ણ થતી હોય તેવી એક પરંપરા છે.
👩👩👧👦મોટી સંખ્યામાં ગાયને સજાવીને લાવવામાં આવે છે, તેની પૂજા કરવામાં આવતી હોય છે બાદમાં દારૂખાનુ ફોડીને ગાયને તેના અવાજથી ગાયને દોડાવવામાં આવતી હોય છે. જ્યારે ગાય દોડતી હોય ત્યારે તેની નીચે અનેક લોકો સૂઇ જતા હોવા છતાં કોઇ જ વ્યક્તિ ઘાયલ થઇ હોવાના કોઇ કિસ્સા બહાર આવતાં નથી.
🐄ગાય ગોહરીને જોવા ગરબાડા સહિત નજીકના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટતાં ગંગારડી ના બજારો લોકોથી છલકાયા હતા. જિલ્લાના ગંગારડીમાં ગાય ગોહરીનું આયોજન મોટા પાયે કરવામાં આવ્યુ હતુ. આ જિલ્લાની આ પરંપરા છે અને પ્રતિ વર્ષ આ જ રીતે નવા વર્ષના દિવસે ગાય ગોહરી પડવામાં આવે છે.
મેળામાં ભાગ લેવા આવેલા ખેડૂતના કહેવા મુજબ વર્ષ ની અંદર ગાયો સાથે ખેતી દરમ્યાન ગાયો ને સોટી કે કઈ પણ માર્યું હોય તો હાથ જોડી દંડવત કરી ગાયનાં ટોળાની નીચે સુઈ જઈ પશ્યતાપ કરતા હોય છે. તેની સાથે આવનાર વર્ષ માં સારી ખેતી પાકે તે માટે ખેડૂતો પોતાની બાધા આખડીઓ પૂર્ણ કરી હતી.
🐎ગોળ ગધેડાનો મેળો🐎
જેસવાડા,દાહોદ
🔥હોળી પર્વની ઉજવણીના ભાગરૂપે દાહોદ જિલ્લામાં એક અનોખો ગોળ ગધેડાના મેળાની ઉજવણી થતી આવી છે. જેમાં યુવતીઓ યુવકો પર સોટીઓનો મારો ચલાવે છે તેમ છતાય હિંમત દાખવીને યુવકો એક થાંભલા પર ચઢીને ગોળનો કબ્જો કરતા હોય છે.
🕺આદિવાસીઓની હોળી પર્વની થતી ઉજવણીની માફક દાહોદ જિલ્લામાં આદિવાસીઓની પરંપરાઓ અને પ્રથાઓ પણ અનેરી હોય છે, તે જ પ્રણાલી મુજબ તહેવારની ઉજવણી થતી હોય છે. આ જ પરંપરા મુજબ ગોળ ગધેડાનો મેળો દાહોદ નજીક જેસાવાડા ગામે થતો હોય છે. હોળી પછી છઠ્ઠા દિવસે થતા આ મેળાનું આકર્ષણ જબરજસ્ત હોય છે. તે જોવા માટે પણ લોકો દૂર દૂર થી આવે છે. આદિવાસીઓની હોળી પર્વની થતી ઉજવણીની માફક દાહોદ જીલ્લામાં આદિવાસીઓની પરંપરાઓ અને પ્રથાઓ પણ અનેરી હોય છે, તે જ પ્રણાલી મુજબ તહેવારની ઉજવણી થતી હોય છે. આમાની જ એક પરંપરા એટલે કે ગોળ ગધેડાનો મેળો છે
🌪આ અનોખા મેળાનો ભરપૂર આનંદ લોકો ઉઠાવે છે. અનેક આદિવાસી યુવકો હાથોમાં ઢોલ લઈને ગામની વચ્ચો વચ્ચ એક સીમળાનાં ઝાડનું થડ રોપેલું હોય છે. જેને લીસ્સું કરવા માટે તેની છાલ કાઢી નાખવામાં આવે છે અને તેની ટોચ પર એક ગોળ ભરેલી પોટલી લટકાડવામાં આવે છે. આજુબાજુનાં તમામ ગામના યુવકો તથા યુવતીઓ આ સિમળાનાં ઝાડના થડની આજુબાજુ ઢોલ નગારા સાથે ફરે છે અને આદિવાસી નૃત્ય કરે છે.હાથોમાં સોટીઓ લઈને યુવતીઓ નૃત્ય કરે છે અને ઉભેલા યુવકો પર સોટીઓનો મારો પણ ચલાવે છે. જોકે આ રીતે ઢોલ વગાડીને નૃત્ય કરવાનું કેટલાય કલાકો સુધી ચાલે છે. અને ત્યાર બાદ શરુ થાય છે ખરો ખેલ ગામના કુવારા યુવકો સિમળાના ઝાડના થડની આજુ બાજુ ગોઢવાઈ જાય છે
🙎♀યુવતી ઓ પણ હાથોમાં સોટી ઓ લઈને આ યુવકો ને ઘેરી લે છે જો કોઈ પણ યુવક આ થડ પર ચઢવાની કોશીશ કરે કે તરતજ યુવતીઓ સોટીઓ નો અસહ્ય મારો ચલાવે છે અને તેમ છતાય જો કોઈ યુવક ટોચ પર ચડી ને ગોળ ની પોટલી મેળવી લે તો તેને મનપસંદ યુવતી સાથે લગ્ન કરવા નો મોકો મળે છે જોકે હાલ આ પ્રથા રહી નથી પરંતુ વર્ષો પહેલા જે કોઈ યુવક ગોળની પોટલી લેવામાં સફળ નીવડે તે ગામની કોઈપણ યુવતી સાથે લગ્ન કરી શકતો હતો હાલ તો ગોળ ગધેડાનો મેળો માત્ર મનોરંજન પુરતોજ રહ્યો છે