Friday, December 28, 2018

જનરલ સવાલ

1) 27 ડિસેમ્બર ક્યા મહાન ઉર્દૂ ગઝલકાર,કવિ નો જન્મદિવસ છે?
જવાબ.. મિર્ઝા ગાલિબ..

2) મિર્ઝા ગાલિબ નો જન્મ ક્યાં સ્થળે થયો હતો?
જવાબ.. આગ્રા..

3) રાષ્ટ્રગાન જન,ગણ,મન.. સૌ પ્રથમવાર ક્યારે ગવાયેલું હતું?
જવાબ.. 27 ડિસેમ્બર 1911 ના રોજ.. રાષ્ટ્રીય કોંગ્રેસનાં સત્રમાં..

4) રાષ્ટ્રગાન જન,ગણ,મન ... ને રાષ્ટ્રગાન તરીકે ક્યારે સ્વીકારવામાં આવ્યું હતું?
જવાબ.. 24 જાન્યુઆરી 1950..

5) તાજેતરમાં વાજપેઈ ઈન્ટરનેશનલ સ્કુલો ની શરૂઆત ક્યાં રાજ્ય માં કરવામાં આવી?
જવાબ.. મહારાષ્ટ્ર માં..

6) હાલમાં RBI નાં નવા બનેલ ગવર્નર શક્તિકાંત દાસ કેટલામાં ગવર્નર બન્યાં?
જવાબ.. 25 માં..

7) હડકવા ની રસી ની શોધ કોણે કરી હતી?
જવાબ.. લૂઈ પાશ્વરે..

8) 7 એપ્રિલ 2018 ના રોજ "70 મો વિશ્વ સ્વાસ્થ્ય દિવસ" ઉજવવામાં આવ્યો તેની થીમ શું રાખવામાં આવી હતી?
જવાબ.. Health for all..

9) હાલમાં બહાર પડેલ રૂ.100 ના સિક્કા માં બાજપેયીજી નું નામ કેટલી લિપિ માં લખાયેલ છે?
જવાબ.. 2 લિપિ માં.. દેવનાગરી અને રોમન..

10) ભારતનાં પ્રથમ સંગીત સંગ્રહાલયની સ્થાપના ક્યાં કરવામાં આવી?
જવાબ.. તમિલનાડુ..

11) દિવ્યાંગ લોકો માટે "મોબાઈલ કોર્ટ" નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે?
જવાબ.. ભરૂચ ખાતે..

12) બાબ આમ્ટે  ક્યાં ક્ષેત્રની કામગીરી બદલ ખૂબ જ સન્માનિત હતાં?
જવાબ.. રક્તપિત્તગ્રસ્ત લોકોની સેવા ક્ષેત્રે..

Part 2

1) મિર્ઝા ગાલિબ નું પૂરું નામ જણાવો?
- મિર્ઝા અસદલ્લા બેગ ખાન

2) મિર્ઝા ગાલિબ કઇ ભાષા ના કવિ હતા?
- ઉર્દુ અને પર્શિયન

3) મિર્ઝા ગાલિબ કયા મુઘલ શાસક ના દરબારી કવિ હતા?
- બહાદુર શાહ ઝફર

4) બહાદુર શાહ ઝફરે મિર્ઝા ગાલિબ ને કયા નામ નું બિરુદ આપ્યું હતું?
- મિર્ઝા નોસા

5) ગ્રહો ની ગતિ ના નિયમો કોણે આપ્યા હતા?
- જોન્શન કેપ્લર

6) હડકવા ની રસી ના શોધક કોણ?
- લુઇ પાશ્વર

7) હાલ માં દેશ ના સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશન ની યાદી કયા કેબિનેટ મંત્રી દ્વારા જાહેર કરવામાં આવી?
- ગૃહ મંત્રી રાજનાથસિંહ દ્વારા

8) હાલ માં મહારાજા જગજીતસિંહ પર લખાયેલ પુસ્તક નું વિમોચન કોણે કર્યું?
-પંજાબ ના મુખ્યમંત્રી અમરીંદરસિંહ

9) ઈરાન ના ચા બહાર બંદર નું સંચાલન કયો દેશ કરશે?
- ભારત

10) હાલ માં કયા દેશે IWC માંથી બહાર નીકળી જવાની ઘોષણા કરી છે?
- જાપાન

11) IWC નું પૂરું નામ જણાવો?
- ઇન્ટરનેશનલ વ્હેલિંગ કમિશન

12) હાલ માં કોને પુરુષ બોક્સિંગ ના મુખ્ય કોચ તરીકે નિયુક્તિ કરવામાં આવી?
- સી.એ.કટુપ્પા

13) હાલ માં કયો ક્રિકેટર ટેસ્ટ ક્રિકેટ માં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બન્યો?
- ડેલ સ્ટેન

14) અંદમાન માં આવેલ 'રોસ' આઇલેન્ડ નું કયું નવું નામ અપાશે?
- નેતાજી સુભાષચંદ્ર બોઝ

15) નિસ આઇલેન્ડ ના કયું નામ અપાશે?
- શહીદ દ્વીપ

16) હેવલોક આઇલેન્ડ નું ક્યુ નવું નામ અપાશે?
- સ્વરાજ દ્વીપ

17) આ ત્રણેય આઇલેન્ડ ના નામ કરણ કયા પ્રસંગે કરાયા?
- આઝાદ હિંદ ફોજ ની 75 મી વર્ષગાંઠ નિમિતે

18) 75 મી આઝાદ હિન્દ ફોજ ની વર્ષગાંઠ નિમિતે પોર્ટબ્લેર ખાતે કેટલા મી ઊંચો તિરંગો ફરકાવવા માં આવશે?
- 150 મી

19) ઈરાન દેશ નું ચલણ કયું છે?
- રિયાલ

20) ડેલ સ્ટેન કયા દેશ તરફ થી ક્રિકેટ રમે છે?
- સાઉથ આફ્રિકા