Tuesday, December 25, 2018

ઉદ્યમસિહ

🖍1889 માં *ઉદ્યમસિહ* નો જન્મ(જનરલ ડાયર ની હત્યા કરી)

🖍 *૧૩ એપ્રિલ, ૧૯૧૯ના* રોજ અમૃતસરના જલિયાવાલા બાગમાં દેશભક્ત ડો.સત્યપાલ અને સૈફુદ્દીન કિચલુની ધરપકડ અને રોલટ એક્ટના વિરોધમાં એક સભાનું આયોજન કરાયું હતું.

🖍આ સભામાં લગભગ ૧૦૦૦૦ લોકો હાજર હતા. આ દરમિયાન અંગ્રેજ અધિકારી *જનરલ ડાયરે* પોતાના સિપાહીઓ સાથે આ સભા પર અંધાધૂંધ ગોળીબાર કરતાં હજારો ભારતીયોનાં મોત થયાં હતાં.

🖍 તેનો બદલો લેવા માટે ઉદ્યમસિંહ લંડન ગયો દરમિયાન

🖍 *૧૩ માર્ચ ૧૯૪૦* ના રોજ જનરલ ડાયર લંડના કોક્સટન હોલમાં એક સભામાં સામેલ થવા ગયો હતો.

🖍 જ્યાં તેની પાછળ-પાછળ પહોંચી ગયેલા ઉદ્યમસિંહે એક મોટી ચોપડીનાં પાનાં વચ્ચે રિવોલ્વર છુપાવી રાખી હતી.

🖍 મોકો મળતાં જ તેમણે મંચ પર બેઠેલા ડાયર પર નિશાન તાકીને ૬ ગોળી ચલાવી હતી.

🖍 જેમાં ડાયરને બે ગોળી વાગતાં જ તે ઢળી પડ્યો હતો. ડાયરને મારી નાખીને ભાગી જવાને બદલે ઉદ્યમસિંહે જાતે જ સામે ચાલીને ધરપકડ વ્હોરી લીધી હતી અને પોતાનું જીવન દેશને સમર્પિત કરી દીધું હતું.