Friday, December 21, 2018

રેલવે પોલીસ

➖ગુજરાતમાં રેલવે પોલીસનું વડુમથક વડોદરા અને DIG સાહેબની કચેરી ગાંધીનગર ખાતે આવેલી છે.

➖ રેલ પોલીસને GRP તરીકે પણ ઓળખવામાં આવે છે.

➖ રેલવે પોલીસનું મુખ્ય કાર્ય રેલવે ગુનાઓની તપાસ અને રેલવે મુસાફરોનું રક્ષણ કરવાનું છે.

➖રેલવે પોલીસ રેલવે પોલીસ ફોર્સ (RPF) સાથે મળીને કાર્ય કરે છે.

📚📚 ATS (એન્ટી ટેરેરિઝમ સ્કોડ)

➖ ગુજરાતમાં ATSની વળી કચેરી અમદાવાદ ખાતે આવેલી છે.

➖ ગુજરાતમાં ATS વિભાગ DIG કક્ષાના દરજ્જામાં અધિકારી હેઠળ કાર્યરત છે.

➖ATSનું મુખ્ય કાર્ય રાજ્યના આંતકવાદી પ્રવૃત્તિઓની ભાળ મેળવી તેના પર કાર્ય કરવાનું છે.

📚📚 સ્ટેટ IB (રાજ્યની ઇન્ટેલિજન્સ બ્યુરો શાખા)

➖ સ્ટેટ IBનું મુખ્ય કાર્ય વિરોધ પક્ષના કાર્યક્રમો અને વિરોધના કારણો તપાસી માહિતીઓ રાજ્ય સરકારને સોંપવાની છે.

➖ સરકાર સામે ચાલતા આંદોલનો વગેરે બાબતો ઉપર સ્ટેટ IB નજર રાખે છે.

➖ સ્ટેટ IB આંતકવાદી પ્રવૃત્તિઓ ઉપર પણ નજર રાખે છે.

➖ સ્ટેટ IBનું વડુમથક ગાંધીનગર ખાતે આવેલું છે.