Tuesday, December 25, 2018

સર આઇઝેક ન્યૂટન

*જન્મ - ૨૫ ડિસેમ્બર ૧૬૪૨*

*અવસાન - ૨૦ માર્ચ ૧૭૨૭*

ઇંગ્લેન્ડના મહાન ભૌતિક વિજ્ઞાની, ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, ફિલસૂફ, રસાયણવિજ્ઞાની અને ધર્મશાસ્ત્રી હતા જેમની ગણના અનેક વિદ્વાનો અને સમાજના પ્રતિષ્ઠિત સભ્યો દ્વારા માનવીય ઇતિહાસમાં સૌથી વધુ પ્રભાવશાળી પુરુષોમાંના એક પુરૂષ તરીકે થાય છે. 1867માં પ્રકાશિત થયેલા તેમના સંશોધનપત્ર "ફિલોસોફી નેચરેલિસ પ્રિન્સિપયા મેથેમેટિકા " (સામાન્ય રીતે પ્રિન્સિપિયા તરીકે જાણીતું છે)ની ગણતરી વિજ્ઞાનના ઇતિહાસમાં સૌથી વધુ પ્રભાવશાળી પુસ્તકોમાંના એક પુસ્તકમાં થાય છે, જેણે પરંપરાગત યંત્રવિજ્ઞાનનો પાયો નાખ્યો. તેમાં ન્યૂટને સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અને ગતિના નિયમોની સમજૂતી આપી છે, જેનું વર્ચસ્વ આગામી ત્રણ સદી માટે ભૌતિક બ્રહ્માંડના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પર રહ્યું હતું. ન્યૂટને કેપ્લરના ગ્રહીય ગતિના નિયમો અને પોતાના ગુરુત્વકર્ષણના સિદ્ધાંતો વચ્ચે સાતત્ય સ્થાપિત કરી દર્શાવ્યું હતું કે પૃથ્વી પર ચીજવસ્તુઓની ગતિ અને અવકાશી પદાર્થોની ગતિનું નિયંત્રણ કે સંચાલન કુદરતી નિયમોની સમાન સમુચ્ચય દ્વારા થાય છે.