Friday, December 28, 2018

જનરલ માહિતી

🔥ગુજરાત સરકારની ભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે?
💥– રાજભાષા

🔥ગુજરાત સરકારે ગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસ તેમજ જાહેર ગ્રંથાલયોના વહીવટ અને સંચાલન માટે કયા ખાતાની રચના કરી છે ?
💥– ગ્રંથાલય ખાતું

🔥ગુજરાત સાહિત્યસભાની સ્થાપના કોણે અને કઇ સાલમાં કરી હતી ?
💥–  રણજીતરામ વાવાભાઇ મહેતા (૧૯૦૪)

🔥ગુજરાતના આદિવાસીઓનું ર્ધામિક પરંપરા ભીંતચિત્ર કયા નામે ઓળખાય છે?
💥– પીછોરા

🔥ગુજરાતના ઈતિહાસમાં કયા ગ્રંથની સન્માનયાત્રા સુપ્રસિદ્ધ છે?
💥– સિદ્ધહેમ શબ્દાનુશાસન

🔥ગુજરાતના કબીરપંથી સંત મોરાર સાહેબ કયાંના રાજકુંવર હતા?
💥– થરાદ

🔥ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં નિયામક હતા?
💥– ડૉ. આઇ. જી. પટેલ

🔥ગુજરાતના કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે?
💥– દિવાળીબેન ભીલ