Saturday, December 22, 2018

જનરલ સવાલ

1) કઈ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ને રાજ્યપાલ કોહલી દ્રારા 8 એવોર્ડ એનાયત કરવામાં આવશે?
જવાબ.. ભાવનગર ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ને..

2) હાલમાં ગોલ્ડન શૂ એવોર્ડ 5મી
વખત કોને આપવામાં આવ્યો?
જવાબ.. લિયોનેલ મેસ્સી..

3) "ગોવા મુક્તિ દિવસ" તરીકે ક્યો દિવસ ઉજવવામાં આવે છે?
જવાબ.. 19 ડિસેમ્બર ને..

4) ગોવા ના મુખ્યમંત્રી કોણ છે?
જવાબ.. મનોહર પારિકર..

5) ગોવા ના રાજ્યપાલ કોણ છે?
જવાબ.. મૃદુલાસિંહ

6) તાજેતરમાં નિવૃત્તિ લેનાર અનુપ કુમાર કઈ રમત ક્ષેત્રે સંકળાયેલા હતાં?
જવાબ.. કબડ્ડી.. ભારતીય કબડ્ડી ટીમ નાં ભૂતપૂર્વ સુકાની..

7) હાલમાં "પેટા ઈન્ડિયા-2018" પર્સન ઓફ ધ યર એવોર્ડ માટે કોની પસંદગી કરવામાં આવી છે?
જવાબ.. સોનમ કપૂર..

8) PETA પેટા નું આખું નામ શું છે?
જવાબ.. પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ..

9) 20 ડિસેમ્બર ના દિવસ ને ક્યાં દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
જવાબ.. વિશ્વ માનવ એકતા દિવસ..

10) હાલમાં હોકી વર્લ્ડ કપ માં વિજેતા કોણ બન્યું?
જવાબ.. બેલ્જિયમ..

11) હાલમાં વિમોચન પામેલ "ટાઈમલેસ લક્ષ્મણ" નામની કોફી ટેબલબુક કોની છે?
જવાબ.. કાર્ટૂનિસ્ટ આર,કે, લક્ષ્મણ..

12) RBI માં કેટલાં ડેપ્યુટી ગવર્નર હોય છે?
જવાબ.. 04..

13) હાલમાં ચર્ચિત LCU L55 શું છે?
જવાબ.. ભારતીય નૌ સેનામાં સામેલ જહાજ..

14) 19 ડિસેમ્બર નાં દિવસે ક્યાં ગુજરાતી કવિ,ગઝલકાર નો જન્મદિવસ છે?
જવાબ.. શૂન્ય પાલનપુરી..

15) "શૂન્ય પાલનપુરી" નું પૂરુ નામ જણાવો..
જવાબ.. અલીખાન ઉસ્માનખાન બલોચ..

16) તાજેતરમાં "દર્શક સાહિત્ય સન્માન એવોર્ડ" કોને એનાયત કરવામાં આવશે?
જવાબ.. કવિ શ્રી હર્ષદ ચંદારાણા - અમરેલી..

17) વિશ્વ નું સૌથી મોટું વોટર પમ્પિંગ સ્ટેશન ક્યાં આવેલું છે
- સુરેન્દ્રનગર

18) જાહેર વહીવટ ના પિતા
- વુડ્રો વિલસન

19) વણાકબોરી બંધ ક્યાં જિલ્લામાં આવેલો છે
- મહીસાગર

20) ગુજરાત માં સૌ પ્રથમ આયુર્વેદ કોલેજ ક્યાં શરૂ કરવામાં આવી
- પાટણ

21) પોયણીના ધોધ ક્યાં જિલ્લા માં આવેલ છે
- પંચમહાલ

22) જેસલ તોરલ ની સમાધિ ક્યાં સ્થળે આવેલી છે
- અંજાર

23) હિસાબોમાં વ્યવહારની નોંધ કરવા કયા આધારની જરૂર પડે છે?
- વાઉચર

24) ગંગા નદીના કિનારે વસેલા શહેરો?
- વારાણસી, પટણા અને હરદ્વાર

25) ચાવડા વંશની સ્થાપના કોણે કરી હતી?
- વનરાજ ચાવડા

26) હિન્દીને રાજભાષા તરીકે કયા અનુચ્છેદમાં સ્વીકારવામાં આવી છે?
- અનુચ્છેદ ૩૪૩

27) હઠીસીંહના દેરા ક્યાં આવેલા છે?
- અસારવા, અમદાવાદ

28) મહાબળેશ્વર ટેકરીમાંથી કઈ નદી નીકળે છે ?
- કૃષ્ણા નદી

29) બરહ્મગીરી પર્વતમાળામાંથી કઈ નદી નીકળે છે ?
- કાવેરી નદી

30) ખીણમાંથી પસાર થતી નદીઓ કઈ કઈ છે ?
- નર્મદા | તાપી | દામોદર

31) તાપી નદી ક્યાંથી નીકળે છે ?
- મહાદેવની ટેકરીમાંથી

32) મહાદેવની ટેકરીનું સૌથી ઉંચુ શિખર ક્યુ છે ?
- ધપગઢ