Tuesday, December 25, 2018

પંડિત રામ નારાયણ

➡️જન્મ: ૨૫ નવેમ્બર ૧૯૨૭

➡️ શાસ્ત્રીયસંગીત ક્ષેત્રે સારંગીવાદક

🔷➡️પંડિત રામ નારાયણનો જન્મ ડિસેમ્બર ૨૫, ૧૯૨૭ થયો હતો.

🔷➡️હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે સારંગીવાદક તરીકે ખૂબ જ લોકપ્રિય છે.. એમના શાસ્ત્રીય સંગીતમાં આંતર રાષ્ટ્રીય પ્રદાન બદલ, તેઓ પંડિત તરીકે ઓળખાયા.

🔷➡️એમના થકી સારંગી સંગીતવાદ્ય તરીકે લોકપ્રિય બની છે.. તેઓ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રથમ સફળ સારંગીવાદક બન્યા તેમજ ઘણા કાર્યક્રમો પણ સફળતાપૂર્વક કર્યા છે..

🔷➡️પંડિત રામ નારાયણનો ભારત દેશના રાજસ્થાન રાજ્યમાં આવેલા ઉદેપુર ખાતે થયો હતો, અને તેઓ બાળવયે જ સારંગી વગાડવાનું શીખી ગયા હતા.

🔷➡️તેઓએ સારંગી વાદકો અને શાસ્ત્રીય ગાયકો પાસે નાની ઉંમરમાં જ તાલિમ મેળવી અને સંગીત શિક્ષક તેમ જ સંગીતકાર પણ નાની ઉંમરમાં જ બન્યા હતા.

🔷➡️તેમને શાસ્ત્રીય ગાયકોના સહાયક તરીકે ઓલ ઇન્ડીયા રેડિઓ, લાહોર ખાતે ઇ.સ. ૧૯૪૪ના વર્ષમાં રોકવામાં આવ્યા હતા.

🔷➡️ત્યારબાદ તેઓ ઇ.સ. ૧૯૪૭ના વર્ષમાં ભારત-પાકિસ્તાનના ભાગલા પડવાને કારણે ભારતમાં દિલ્હી ખાતે આવ્યા ત્યારબાદ તેઓ ઇ.સ. ૧૯૪૭ના વર્ષમાં ભારત-પાકિસ્તાનના ભાગલા પડવાને કારણે ભારતમાં દિલ્હી ખાતે આવ્યા અને તેમને કોઈની સાથમાં નહીં પણ હવે પોતાના બલબૂતા પર કામ કરવાની ઈચ્છાને કારણે તેઓ ભારતીય સિનેમામાં કામ કરવા ઇ. સ. ૧૯૪૯માં મુંબઈ આવ્યાં.

🔷➡️ઈ. સ. ૧૯૫૪ના અસફળ પ્રયત્ન પછી, નારાયણ એક એકલ કલાકાર બન્યા. તેમણે ૧૯૫૬થી એકલ કાર્યક્રમ આપવા શરૂ કર્યાં.

🔷➡️એમણે એકલ આલ્બમ રેકોર્ડ કરવા શરૂ કર્યાં અને ૧૯૬૦માં અમેરિકા અને યુરોપનો પ્રવાસ કર્યો. નારાયણ ભારતીય અને વિદેશી વિદ્યાર્થીને શીખવાડતા અને સન ૨૦૦૦ મોટે ભાગે ભારત બહાર કાર્યક્રમ કરતાં.

🔷➡️તેમને ૨૦૦૫માં ભારતનો બીજો સૌથી મોટો રાષ્ટ્રીય પુરસ્કાર પદ્મવિભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો