Friday, December 21, 2018

સામાન્ય માહિતી

▪ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ઝડપી 200 વિકેટ ઝડપવાનો રેકોર્ડ કોણે કર્યો❓
*✔પાકિસ્તાનના સ્પિનર યાસિર શાહે , 33 મી ટેસ્ટમાં*
*✔ઓસ્ટ્રેલિયાના ક્લેરી ગ્રિમેટ નો (36 ટેસ્ટ) રેકોર્ડ તોડ્યો*

▪શહેરીકરણ અંગેની વૈશ્વિક સ્થિતિ રજૂ કરતો 'ઓક્સફર્ડ ઇકોનોમિક્સ' ના રિપોર્ટ અનુસાર 2035 સુધીમાં વિશ્વમાં સૌથી વધુ વિકાસ પામતું શહેર કયું બનશે❓
*✔સુરત*
*✔વિશ્વના સૌથી વધુ વિકસતા ટોપ-10 શહેરોમાં સુરત (પ્રથમ) અને રાજકોટ (7મા ક્રમે)*

▪વાર્ષિક ક્લાયમેન્ટ ચેન્જ કોન્ફરન્સ કોપ24 (COP24) ક્યાં  યોજાઈ❓
*✔પોલેન્ડના કાટોવિત્સે ખાતે*

▪ગ્લોબલ કાર્બન પ્રોજેક્ટના અહેવાલ મુજબ વિશ્વમાં સૌથી વધુ કાર્બન ડાયોક્સાઈડ ઓકતા દેશોમાં પ્રથમ દેશ કયો❓
*✔ચીન (27% સાથે પ્રથમ)*
*✔ભારત 7% કાર્બન ડાયોક્સાઈડના ફેલાવા માટે જવાબદાર*

▪બિહારના કોંગ્રેસના નેતા જેમનું હાલમાં નિધન થયું❓
*✔મૌલાના અસરાર થુલહક કાસમી*

▪દેશના આર્થિક સલાહકાર કોણ બનશે❓
*✔નોટબંધીનું સમર્થન કરનાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ*

▪ઇસ્કોન મંદિર સંસ્થા દ્વારા દિલ્હીના ઇસ્કોન મંદિરમાં કેટલા કિલો વજનની ભગવદ્દગીતાનું PM મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે❓
*✔800 કિલો*

▪આધુનિક હિન્દી કથા સાહિત્યના બહુચર્ચિત લેખિકા ચિત્રા મૂદગલની કઈ નવલકથા માટે સાહિત્ય એકેડેમી એવોર્ડ માટે જાહેરાત કરવામાં આવી❓
*✔પોસ્ટ બોક્સ નં.-203-નાલા સોપારા*

▪ફોર્બ્સે દુનિયાની સૌથી શક્તિશાળી અને પ્રભાવશાળી મહિલાઓની યાદી જારી કરી. જેમાં વિશ્વની સૌથી શક્તિશાળી મહિલા કઈ❓
*✔ચંદા કોચર (પ્રભાવશાળીમાંથી બાકાત)*
*✔વિશ્વની 100 સૌથી શક્તિશાળી અને પ્રભાવશાળી મહિલામાં 4 ભારતીય, રોશની નાદર -રેન્ક 51, કિરણ મજમુદાર શો-60, શોભના ભરતિયા-88, પ્રિયંકા ચોપરા-94*

▪દુનિયાની પ્રથમ રેડિયો જોકી રોબોટ કોણ બની❓
*✔રાંચીની રશ્મિ*

▪આ વર્ષનો સૌથી સર્વશ્રેષ્ઠ એથ્લિટનો એવોર્ડ કોણે એનાયત કરવામાં આવ્યો❓
*✔કેન્યાના એલિયડ કીપચોંગ અને કોલંબિયાની કેટરીના ઇબ્રાર્ગ્યુનને*

▪પાકિસ્તાન જતું પાણી રોકવા માટે પંજાબમાં રાવી નદી પર કયા ડેમને મંજૂરી આપવામાં આવી❓
*✔શાહપુરકંડી ડેમને*

▪જાહેર પરિવહનની મફત સેવા આપનારો પ્રથમ દેશ કયો બનશે❓
*✔યુરોપિયન દેશ લક્ઝમબર્ગ*

▪NPS (નેશનલ પેંશન સ્કીમ)માં સરકારનો ફાળો 10% થી વધારી કેટલો કરાયો❓
*✔14%*

▪ચીનના હ્યેનાન પ્રાંતના સાન્યા શહેરમાં યોજાયેલી 68મી મિસ બ્યુટી કોન્ટેસ્ટમાં મિસ વર્લ્ડ 2018 કોણ બન્યું❓
*✔મેક્સિકોની વનિસા પોન્સ ડી લિયોન*
*✔32 દેશોની સુંદરીઓએ ભાગ લીધો હતો*

▪ભારત ક્રૂડ આયાત કરનારો વિશ્વનો કેટલામો મોટો દેશ છે❓
*✔ત્રીજો*

▪કચ્છના કયા બંદરેથી કતલ માટે અરબ દેશોમાં મોકલાતા ઘેટાં-બકરાંની નિકાસ માટે ગુજરાતમાં જનઆક્રોશ ફેલાયો❓
*✔તુણા બંદરેથી*

▪નાસાના કયા મિશને મંગળનો અવાજ રેકોર્ડ કર્યો જે ઇતિહાસની પ્રથમ ઘટના બની❓
*✔'ઈન્સાઈટ' મિશન*

▪ચીને ચંદ્રની બીજી બાજુએ રોવર મોકલનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો.આ રોવરનું નામ શું છે❓
*✔ચાંગ-ઈ-4*
*✔શિચાંગના પ્રક્ષેપણ કેન્દ્રથી લોન્ગ માર્ચ 3વી રોકેટ દ્વારા*

▪કારકિર્દીની પ્રથમ ફર્સ્ટ ક્લાસ મેચમાં સૌથી વધુ રન ફટકારી કયા બેટ્સમેને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો❓
*✔મધ્ય પ્રદેશના અજય રોહેરાએ અણનમ 267 રન કર્યા , હૈદરાબાદ સામે રણજી મેચમાં*
*✔1994માં મુંબઈના અમોલ મઝમુદારનો 260 રનનો રેકોર્ડ તોડ્યો*

▪નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેનનો હંગામી ચાર્જ કોણે સોંપવામાં આવ્યો❓
*✔દિલીપ રથને*

▪એશિયન ટુર ઓર્ડર ઓફ મેરિટ જીતનાર સૌથી યુવા ભારતીય કોણ બન્યો❓
*✔શુભંકર શર્મા*

▪ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજીના વિજ્ઞાનીઓએ વીજળી પડતાની 40 મિનિટ પહેલા એલર્ટ કરતી કઈ એપ બનાવી❓
*✔દામિની*

▪ભારત અને રશિયાનો સયુંકત સૈન્ય અભ્યાસ એવીએન્ડર ડ્રિલ ક્યાં શરૂ થયો❓
*✔જોધપુરમાં*

▪ભારત અને ચીન કયા શહેરમાં સૈન્ય અભ્યાસ કરશે❓
*✔ચીનના ચેંગદુ શહેરમાં*

▪રાજ્યમાં સૌપ્રથમ કયા દેશના કોન્સૂલનો CM રૂપાણીના હસ્તે આરંભ કરાશે❓
*✔કઝાકિસ્તાન*

▪ચાર ઇન્ટરનેશનલ એરપોર્ટ ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું❓
*✔કેરળ*
*✔કેરળના ચોથા કુન્નુર એરપોર્ટનું ઉદ્દઘાટન*