Sunday, October 20, 2019

જનરલ સવાલો

જાપાનીઝમાં ગુડબાયને કહેવાય ?
સાયોનારા

જંગલ બુકના લેખક ?
રુડયાર્ડ કિપ્લિંગ

મેકબેથ બુક નાં લેખક?
વિલિયમ શેક્સપિયર

સ્નેહધન કોનું ઉપનામ છે?કુંદનિકા કાપડીયા

ઓ.પી.વી વેક્સિન ક્યા રોગ સામે રક્ષણ આપે છે.
પોલિયો 

અંતરંગ યોગમાં કેટલામું પગલું સમાધિ કેહવાય ?
ત્રીજુ

મકરસંક્રાતિનો તહેવાર ઓડિસામાં ક્યા નામે ઓળખાય છે ?
મકર ચૌલા 

ક્યા મહારાજાએ ગંગાનું પૃથ્વી પર અવતરણ કરાવ્યુ ?
ભગીરથ

પાલીતાણામાં આવેલ શેત્રુંજ્ય ગિરિને અન્ય નામથી ઓળખવામાં આવે છે ?
સિદ્ધગિરિ


બેગમપટ્ટમ એરપોર્ટ ક્યા આવેલ છે ?
હૈદરાબાદ 

કિમ્બરલે હીરાની ખાણ ક્યા આવેલ છે?
દક્ષિણ આફ્રિકા

કોલ્લૂર હીરાની ખાણ ક્યા આવેલી છે ?
આંધ્ર પ્રદેશ

ગુજરાતી સાહિત્ય

નીચેનામાંથી કોનું ઉપનામ 'વલ્કલ' છે?
A. અમૃત નાયક
B. ક.મા. મુંન્શી
C.મકરંદ દવે
D. બ.ક.ઠાકોર(સોનેટ ના પીતા)√

નીચેનામાંથી કયા કવિનું  ઉપનામ "વક્રદર્શી" છે?
A. મધુૂશુદન ઠાકર
B. મધુશુદન પારેખ√*
C.મોહનભાઈ પટેલ
D.મોહનલાલ દવે.

*કિમિયાગાર , પ્રિયદર્ષિ પણ મધુસુદન પારેખ ના જ ઉપનામ છે.

નરસિંહ મહેતાને કોણે આદિ કવિ તરીકે ઓળખાવ્યા છે?
A. કલાપી
B. ગાંધીજી
C. ઉમાશંકર જોશી√
D. ક.મા.મુન્શી

કયા વર્ષથી નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રષ્ટ દ્વારા નરસિહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે?
A.૧૯૯૭
B.૧૯૯૯√
C.૧૯૯૬
D.૧૯૮૯

* પ્રથમ એવોર્ડ રાજેન્દ્ર શાહ ને આપવામાં આવ્યો હતો.
% ૨૦૧૮ નો વિનોદ જોષી ને
₹ ૧૫૧૦૦૦ ની રકમ

કયા કવિને સંસ્કૃતમાં જ્ઞાનના કારણે પુરુષોત્તમ મહારાજ તરીકે ઓળખવામાં  આવતા હતા.?
A. શામળ
B. પ્રેમાનંદ
C. ભાલણ√*
D. હેમચંદ્રાચાર્ય

*આખ્યાનના પીતા તરીકે ભાલણને ઓળખવામાં આવે છે

પરવરદિગાર શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.?
A. રાજા
B. મહારાજા
C. ઈશ્વર√
D. નેતા

જૂમો ભિસ્તી પાઠના લેખકનું ઉપનામ જણાવો.?
A. બેફામ(બરકત વિરાણી)
B. ધૂમકેતુ( ગોરી..જોષી)√
C. કલાપી(સુ.ત.ગોહિલ)
D. પ્રેમભક્તિ(નાનાલાલ)

ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવી સ્થાન ધરાવે છે તેવા કવિનું નામ જણાવો.?
A. ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી√
B. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
C.રઘુવીર દ્લસિહં ચૌધરી
D. નરસિહ મહેતા

ઢોરને ખવડાવવાની વનસ્પતિનો તળપદો શબ્દ જણાવો.?
A. મશક
B. હાડલી
C. ગદપ√
D. લક્ષ

'વિપત' શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.?
A.ખુશી
B. દુઃખ
C. મુશ્કેલી√
D.ધીરજ

એક મુલાકાત નમૂનામાં ગાંધીનગરમાં મંત્રીશ્રીઓના અને સચિવશ્રીઓના કાર્યાલયો કેટલા બ્લોકમાં  વહેંચાયેલા છે?
A.9
B.7√
C.10
D.12

'છાલ ,છોતરા અને ગોટલા ' ના લેખક બકુલ ત્રિપાઠી નો જન્મ કયાં થયો હતો?
A.ઇડર
B. માણસા
C. નડિયાદ√
D. અમદાવાદ

ધાર્મિક બાબતો

સમુદ્ર મંથન વખતે નીકળેલા ઘોડા નું નામ શું હતું
ઉચ્ચૈ:શ્રવા

શિવાજીએ રાવણને ભેટ આપેલી તલવાર નું નામ શું હતું
ચંદ્રહાસ 

સમુદ્ર મંથન વખતે ક્યાં પર્વત નો રવૈયો બનાવ્યો હતો
મંદરાચલ

શ્રી કૃષ્ણ ના શંખ નું નામ શું હતું
પંચજન્ય

મહાભારત ના લહિયા (લેખક) કોણ હતા
ગણપતિ

વર્ષ માં માત્ર એકવાર ખુલતુ  મંદિર ક્યુ છે

કાર્તિકેય સ્વામી મંદિર 
સિદ્ધપુર પાટણ, ગુજરાત

પર્યુષણ ક્યાં ધર્મ ના લોકો નો તહેવાર છે
જૈન

ઇતિહાસ વિશે મહત્વના વર્ષો

760 ગુજરાતની પ્રથમ મસ્જિદ 

1411 અમદાવાદ સ્થાપના 26 ફેબ્રુઆરી

1451 હોજૈ કુત્બ તળાવ ની રચના (કાંકરિયા તળાવ)

1454 ઝુલતા મિનારા (કાલુપુર) કુત્બુદીન અહમદશાહ

1802. વસઈ કરાર થી પૂનાની પેશ્વાઈ નો ગુજરાતમાં અંત આવ્યો

1819 માં કચ્છના ભૂકંપ કારણે સિંધુ નદીનું મુખ લખપત થી પાકિસ્તાન તરફ ફૂટાયું

1834 ગુજ. માં પ્રથમ અંગેજી સ્કુલ (દલપતરામ ભાંગુભાઈ એ)

1836 કચ્છમાં રાવ દેશળજી એ ગુલામી પ્રથા નાબૂદ

1841 કચ્છમાં રાવ દેશળજી એ દૂધપીતી પ્રથા નાબૂદ


1848 વર્નાકુલન સોસાયટી સ્થાપના

1853 રાજકોટ માં સેન્ટ્રલ ઇંગ્લિશ સ્કુલ શરૂ

1863 જૂનાગઢ નું શક્કરબાગ પ્રાણીસંગ્રહાલય ભારતનું સૌથી જૂનું

1881 માં બરોડા કોલેજ ઓફ સાયન્સ ની સ્થાપના (1949થી એમએસ યુનિ.)

1907 માં ધારાસભા ની સ્થાપના

1908 બરોડા બેંક સ્થાપના 

1916 સૌ પ્રથમ ગુજરાતમાં પ્રજા મંડળ ની સ્થાપના

1921. હડપ્પા (દયારામ સાહની)

1922 મોહે જોં દરો (રખાલદાસ બેનર્જી)

1931 રંગપુર મધોસ્વરૂપ વત્સ

9 નવેમ્બર 1947 જૂનાગઢ આઝાદી દિન

1951 કમલા નહેરુ જુઓલોજીકલ પાર્ક (રૂબીન ડેવિડ) ગુજ. સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય

1954 રંગપુર (એસ. આર.રાવ)

1954 લોથલ (એસ. આર.રાવ)

મધ્યસ્થ મગફળી સંશોધન સંસ્થાન :- 1956 જૂનાગઢ

1957/58 આટકોટ પી.પી. પંડ્યા

1964 સૂરકોટડા જગતપતિ જોશી અને એ. કે. શર્મા

1964/65 રાણીની વાવ ASI

1965 ગીરના જંગલ ને અભ્યારણ નો દરજ્જો

1967/68  ધોળાવીરા જગતપતિ જોશી

1975 ગીર અભ્યારણ , np 

1990 ધોળાવીરા આર. એસ. બિષ્ટ

2004 ચાંપાનેર વર્લ્ડ હેરિટજ સાઈટ

2004 જૂનાગઢમાં કૃષિ યુનિ. સ્થાપના

2005 સોમનાથ સંસ્કૃત યુનિ. વેરાવળ (મોદી)

2014 રાણીની વાવ વર્લ્ડ હેરિટજ સાઈટ

2015 ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી  જૂનાગઢ

2017 જુલાઈ 8 અમદાવાદ વર્લ્ડ હેરિટજ સિટી

જનરલ સવાલો

ગુજરાત પંચાયત વિધેયક કોના શાસનકાળમાં લાદવામાં આવ્યું હતું ?
ડો. જીવરાજ મહેતા

દેવસ્થાન ઈનામ નાબૂદી અધિનિયમ ક્યા મુખ્યમંત્રીના શાસનકાળમાં પસાર કરવામાં આવ્યું હતુ ?
હિતેન્દ્રભાઈ દેસાઈ

ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાદવામાં આવ્યું હતું ?
૧૩ મે, ૧૯૭૧

પારડીની ઘાસિયા જમીનનું કોકડું ક્યા મુખ્યમંત્રીના શાસનકાળમાં ઉકેલાયું હતું ?
ઘનશ્યામ ઓઝા

માધ્યમિક શિક્ષણ મફત કરવાનો કાયદો ક્યા મુખ્યમંત્રીના શાસનકાળમાં કરવામાં આવ્યો ?
ઘનશ્યામ ઓઝા

‘નર્મદા બોન્ડ’ ક્યા મુખ્યમંત્રીએ બહાર પાડ્યા હતા ?
ચીમનભાઈ પટેલ

ગરીબી નિવારણ માટે ‘અંત્યોદય યોજના’ ક્યા મુખ્યમંત્રીએ દાખલ કરી ?
બાબુભાઈ જે. પટેલ

ભારતમાં કટોકટી જાહેર કરવામાં આવી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા ?
બાબુભાઈ જે. પટેલ

પછાત વર્ગોને સહાય કરવા ‘કુટુંબ પોથી’ ની પદ્ધતિ ક્યા મુખ્યમંત્રીએ શરૂ કરી હતી ?
માધવસિંહ સોલંકી

યુનિવર્સિટી સુધી કન્યાકેળવણી મફત કરનાર મુખ્યમંત્રી કોણ હતા ?
માધવસિંહ સોલંકી

ગોકુળગામ યોજના ક્યા મુખ્યમંત્રીએ શરૂ કરી હતી ?
કેશુભાઈ પટેલ

નર્મદા બંધ બાંધવાની યોજના ક્યા કમિશને ઘડી હતી ?
ખોસલા કમિશને

નર્મદા બંધનું ખાતમુહૂર્ત કોણે કર્યું હતું ?
પં. જવાહરલાલ નહેરુ

અંદાજપત્રની માંગણી પરના મતદાનમાં હારી જનાર એકમાત્ર સરકારના મુખ્યમંત્રી કોણ હતા ?
બાબુભાઈ જ. પટેલ

જનરલ સવાલો

વિશ્વ સંસ્કૃત દિવસ ૨૦૧૯ ક્યારે ઉજવવામાં આવે છે?
A.14 ઓગષ્ટ
B.15 ઓગષ્ટ √
C.16 ઓગષ્ટ
D.17 ઓગષ્ટ

શ્રી દેવી: ગલૅ સુપરસ્ટાર વુમન પુસ્તક ના લેખક કોણ છે?
A.ચેતન ભગત
B.સત્યાથૅ નાયક√
C.સુધા મુતિ 
D. રવિન્દ્ર સિંહ

બિન રાજયવાસીઓની નામ બદલીને રોકવા માટે કઈ સરકારે હાલમાં કાયદો બનાવ્યો છે?
A.ગોવા√
B.આસામ
C.જમમુ કાશ્મીર
D.તામિલનાડુ

દિલ્હી સરકારે કઈ બસ સેવા બંધ કરેલ છે?
A.દિલ્હી-ઢાકા બસ સેવા
B.દિલ્હી-લદાખ બસ સેવા
C.દિલ્હી-લાહોર બસ સેવા√
D.દિલ્હી-શ્રીનગર બસ સેવા

હાઇકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corps)રીટની  સત્તા બંધારણના ક્યા અનુચ્છેદ મુજબ છે?
A.અનુચ્છેદ ૨૫૦
B.અનુચ્છેદ ૨૨૬√
C.અનુચ્છેદ ૨૦૦
D.અનુચ્છેદ ૩૨

 બંધારણ સભાની પ્રથમ બેઠક કયારે મળી હતી
A.૧૨ ડિસેમ્બર ૧૯૪૯
B.૯ ડિસેમ્બર ૧૯૪૬√
C.૧૦ ડિસેમ્બર ૧૯૪૮
D.૧૩ ડિસેમ્બર ૧૯૪૯

ભારતીય રાષ્ટ્રિય કોન્ગ્રેસે સૌ પ્રથમ બંધારણ ઘડવાની માંગ ક્યારે કરી હતી.?
A.૧૯૩૦
B.૧૯૩૫√
C.૧૯૪૦
D.૧૯૪૯

રાજયની આવકનું સાધન કયું છે ?       
A.વિવિધ વેરાઓ
B.સ્ટેમ્પ ડ્યુટી
C.જમીન મહેસૂલ
D.આપેલ તમામ√

ભારતમાં અંદાજપત્ર પ્રથાની શરૂઆત ક્યારથી થઈ ?       
A.ઇ . સ . 1860√
B.ઈ . સ . 1853
C.ઈ . સ . 1868
D.ઈ . સ . 1900

1947માં શરૂઆતમાં કેબિનેટ સચિવાલયમાં મુખ્ય કઈ શાખા હતી ?       
A.નાગરિક શાખા
B.લશ્કરી શાખા
C.જાસૂસી શાખા
D.આપેલ તમામ√

કેબિનેટ સચિવાલય ઔપચારિક રીતે કોને જવાબદાર હોય છે ?       
A.વડા પ્રધાન√
B.રાષ્ટ્રપતિ
C.ઉપરાષ્ટ્રપતિ
D.સ્પીકર

બે ઘરનો પરોણો ભૂખ મરે, આ કહેવતનો અર્થ શો થાય છે .       
A.માણસ ભુખ્યો રહે છે
B.થોડું થોડું કરતાં ભારે મોટું કામ કરવું પડે છે
C.અનિશ્ચિતતાથી વર્તનાર માણસ મુશ્કેલીમાં મૂકાય√
D.અગમચેતી યા દીર્ધ દ્રષ્ટિ વાપરવી

હદયના ધબકારા માપવા માટે કયું સાધન વપરાય છે ?       
A.સિસ્મોગ્રાફ
B.લેકટોમીટર
C.એન્ડોસ્કોપ
D.સ્ટેથોસ્કોપ√

અછબડાનો રોગ શાના કારણે થાય છે ?       
A.બેકટેરિયા
B.જીવાણું
C.વાઈરસ√
D.મચ્છર

વાળનો કાળો રંગ કયા તત્ત્વને આભારી હોય છે ?      
A.મેલેનીન√
B.કેરોટીન
C.ટાટેનિક
D.ટાઈલીન

સામાન્ય તાપમાને પ્રવાહી રહેતી અધાતુ કઈ છે ?      
A.બ્રોમિન√
B.પારો
C.સિલિકોન
D.જસત

દ્વિગુણી રસી કયા રોગ સામે રક્ષણ આપે છે ?       
A.ટિટેનસ
B.ઊંટાટિયું
C.ડિપ્થેરિયા
D.ઉપરના બધા√

ભારતમાં વિજ્ઞાન દિવસ કયા વૈજ્ઞાનિકની યાદમાં મનાવવામાં આવે છે ?       
A.સી . વી . રામન√
B.ડો . હરગોવિંદ ખુરાના
C.એરિસ્ટોટલ
D.ગ્રેહામ બેલ

પારાને બાળીને તેનો ઔષધ તરીકે ઉપયોગ કરવાની રીત શોધનાર પ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા ?      
A.આર્યભટ્ટ
B.નાગાર્જુન√
C.ગેલેલિયો
D.એરિસ્ટોટલ

કેન્દ્રશાસિત દાદરાનગર હવેલીનું વડુ મથક - મુખ્ય શહેર કયું છે ?       
A.દાહોદ
B.સાપુતારા
C.સેલવાસ√
D.જંબુસર

નદીને જો કોઈ સૌથી યોગ્ય ઉપમા છાજે તેવી હોય તો તે કઈ છે ?       
A.ગ્રામ્યમાતા
B.લોકમાતા√
C.અન્નદાતા
D.પવિત્રમાતા

તળ ગુજરાતની ત્રણ નદીઓ ઓળખી બતાવો       
A.ભાદર, સુકભાદર, આજી
B.રૂકમાવતી, કનકાવતી, નાગમતી
C.બનાસ, રૂપેણ, સરસ્વતી
D.તાપી, મહી, નર્મદા√

કચ્છમાંથી કઈ ખનીજ વધુ માત્રામાં પ્રાપ્ત થાય છે ?       
A.બોક્સાઈટ
B.લિગ્નાઈટ
C.કેલ્સાઈટ√
D.ફલોરાઈટ ( ફલોરસ્પાર )

મોટો વનસ્પતિ ઉદ્યાન       
A.ઈંડિયન બોટનીક ગાર્ડન
B.નેશનલ બોટનિક ગાર્ડન
C.રોયન ગાર્ડન
D.વઘઈ√

સૌથી મોટું પક્ષીગૃહ  ક્યાં આવેલું છે?      
A.ઈન્દ્રોડા નેચરલ એજ્યુકેશન પાર્ક , ગાંધીનગર√
B.કમલા નહેરુ જિયોલોજિકલ પાર્ક,કાંકરીયા
C.સુંદરવન, અમદાવાદ
D.કમાટીબાગ,વડોદરા

સૌથી મોટું નાટ્યગૃહ  ?    
A.હેમુ ગઢવી નાટ્યગૃહ , રાજકોટ√
B.સુરસિંહ ગોહિલ નાટ્યગુહ,વડોદરા
C.રણજીતસિંહ ગઢવી નાટ્યગ્રુહ, ભાવનગર
D.રમેશ મહેતા નાટ્યગ્રુહ, નવસારી

પ્રથમ રાજ્યપાલ બનનાર ગુજરાતી ?    
A.ગુલઝારીલાલ નંદા
B.મંગળદાસ પકવાસા√
C.સરદાર પટેલ
D.જવાહરલાલ નહેરુ

ભારતીય લશ્કરના ભૂમિદળના પ્રથમ ગુજરાતી સરસેનાપતિ       
A.મહારાજા રણજીતસિંહ
B.સયાજીરાવ ગાયક્વાડ
C.ક્રુષ્ણસિંહજી
D.જનરલ માણેશા√

સર્વોચ્ચ અદાલતના પ્રથમ ગુજરાતી મુખ્ય ન્યાયમૂર્તિ      
A.હરિલાલ કણિયા√
B.મોતીલાલ નહેરુ
C.ગાંધીજી
D.વી.એમ. સંપથ

નીચેના વાક્યમાં ક્રિયાપદ કયા પ્રયોગમાં છે 'ઘર વીસ ડગલા દૂર હોવા છતાં, રમણથી ચલાયું નહીં'      
A.કર્તરી
B.ભાવે√
C.કર્મણી
D.પ્રેરક

સંયોજક્નો પ્રકાર લખો.'એમણે મને કહ્યું કે, મારે એમને ત્યાં જવાનું છે'      
A.શરતવાચક
B.પરિણામવાચક
C.સમુચ્ચયવાચક
D.અવતરણવાચક√

ભારતના કેટલાંક મહત્વનાં અભ્યારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો

રાજ્ય: અસમ
માનસ
કાઝીરંગા
ગરમપાની

આંધ્ર પ્રદેશ
એતુરનાગરમ
કવાલ
પોચારમ
કોલેરુ

ઓડિશા
ચાંદકા દામપરા
સિમલીપાલ

ઉત્તર પ્રદેશ
ડુડવા
ચંદ્રપ્રભા

ઉત્તરાખંડ
રાજાજી
કોર્બેટ
નંદાદેવી

કર્ણાટક
બાંદીપુર
બનીરઘટ્ટા
રંગાનાથિટ્ટુ

કેરલ
પેરિયાર
મડુમલાઈ

ગુજરાત
ગીર
વેળાવદર
નળ સરોવર
બરડીપાડા

જમ્મુ-કશ્મીર
દચિગામ

તમિલનાડુ
ગુઈન્ડી
વેદાનથાંગલ
મુડુમલાઈ

પશ્ચિમ બંગાળ
ગોરુમારા
જલદાપાડા
સુંદરવન

મધ્ય પ્રદેશ
શિવપુરી
કાન્હા
બાંધવગઢ

મહારાષ્ટ્ર
સંજય ગાંધી (કંહેરી)
તાડોબા

રાજસ્થાન
સરિસ્કા
કેવલાદેવ
રણથંભોર

Saturday, October 19, 2019

ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ

(1) ગુજરાત વર્નાકયુલર સોસાયટી / ગુજરાત વિઘાવિઘાસભા.
સ્થાપના : 26 ડિસેમ્બર 1848
સ્થળ : અમદાવાદ
પ્રકાશન : બુધ્ધિપ્રકાશ
બુધ્ધિપ્રકાશ એ સંસ્થાનુ મુખપત્ર છે.
આ સંસ્થા દ્વારા ’વરતમાત' નામતુ મુખપત્ર શરૂ કરવામાં આવ્યુ હતુ
ગુજરાતની પ્રથમ સાહિત્ય સંસ્થા અને સૌથી જુની.
પાછળથી ગુજરાત વિધાસભા તરીકે ઓળખાઈ.

(2) ગુજરાત સાહિત્ય સભા :
સ્થાપના : 1904
સ્થાપક : રણજિતરામ વાવાભાઈ મહેતા
સ્થળ : અમદાવાદ
પુરસ્કાર : રણજિતરામ સુવર્ણચંદ્રક
1928 થી આપવામાં આવે છે.
પ્રથમ - ઝવેરચંદ મેઘાણી
ઉદ્દેશ્ય ' ગુજરાતી સાહિત્યનો બને તેટલો બહોળો વિસ્તાર કરવો. તેમજ બનતા પ્રયાસેલોકપ્રિય કરવાનો " હતો.

(3) ગુજરાત સાહિત્ય પરિષદ:
સ્થાપના : 1905
સ્થાપક : રણજિતરામ વાવાભાઈ મહેતા
સ્થળ : અમદાવાદ
પ્રકાશન : પરબ (માસિક), ભાષાવિમર્શ (ત્રિમાસિક)
પ્રથમ અધ્યક્ષ : ગોવર્ધનરામ ત્રિપાઠી

(4) પ્રેમાનંદ સાહિત્ય સભા :
સ્થાપના : 1916 - વડોદરા સાહિત્ય સભા
1944 - પ્રેમાનંદ સાહિત્ય સભા સ્થળ : વડોદરા
પુરસ્કાર : દર 2 વર્ષે ‘પ્રેમાનંદ ચંદ્રક' આપવામાં આવે છે.

(5) નર્મદ સાહિત્ય સભા :
સ્થાપના: 1923 - ગુજરાત સાહિત્ય મંડળ
1939 - નર્મદ સાહિત્ય સભા
સ્થળ : સુરત
પુરસ્કાર : દર 5 વર્ષે આ સંસ્થા દ્વારા 'નર્મદ  સુવર્ણ ચંદ્રક' એનાયત કરવામાં આવે છે.
1940 થી નર્મદ સુવર્ણ ચંદ્રક આપવામા આવે છે.

(6) ગુજસત સાહિત્ય અકાદમી :
સ્થાપના: 1982
સ્થળ : ગાંધીનગર
સંચાલક : ગુજરાત સરકાર
પ્રકાશન : શબ્ઘ્સૃષ્ટિ
ગૌરવ એવોર્ડ/ આપવામાં આવે છે.
આ સંસ્થા દ્વારા સસ્તા દરે પુસ્તકો વિતરણ કરવામાં આવે છે અને ગામડામાં મોબાઈલ લાઇબ્રેરી દ્વારા સાહિત્યપ્રેમીઓ સુધી પહોંચાડવામાં આવે છે.

(7) બુદ્રિવર્ધક સભા :
સ્થાપના: 1651
સ્થાપક : નર્મદ અને તેના મિત્રોએ સ્થાપી હતી.

(8) ફાર્બસ ગુજરાતી સભા :
સ્થાપના: 1854
સ્થળ :મુંબઈ
સ્થાપક : ફાર્બસ સાહેબની સ્મૃતિમાં મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીના પ્રયાસોથી સ્થપાઈ.

(9) ગુજરાત સંશોધન મંડળ :
સ્થળ :મુંબઈ
સ્થાપક : પોપટલાલ ગો. શાહે સ્થાપના કરી હતી.

(10)  જ્ઞાન પ્રસારક સભા :
સ્થાપક : એલફિન્સ્ટન કોલેજના પ્રાધ્યાપક પેટન અને દાદાભાઈ નવરોજી તથા અન્ય યુવાનોએ સ્થાપી હતી.

(11) સાહિત્ય સંસદ:
સ્થળ : મુંબઈ
સ્થાપક : કનૈયાલાલ માણેકલાલ મુનશીએ સ્થાપના કરી.

(12) ભારતીય વિદ્યાભવન:
સ્થળ : મુંબઈ
સ્થાપક : કનૈયાલાલ માણેકલાલ મુનશીએ સ્થાપના કરી.

સાબરકાંઠા

ખેડબ્રહ્મા પાસે હરણાવ નદી પર હરણાવ બંધ અને ગુહાઈ નદી પર ગુહાઈ ડેમ બાંધવામાં આવ્યો છે.

હિંમતનગરનું જૂનું નામ
અહમદનગર

અહમદનગર એટલે (હિંમતનગર) વસાવનાર
નાસિરુદ્દીન અહમદશાહ (૧૪૨૬)

અહમદનગરમાંથી હિંમતનગર નામ પડ્યું
કુંવર હિંમતસિંહના નામ પરથી

અહમદનગર કઈ નદીના કિનારે વસ્યું હતું
હાથમતી

ચિનાઈ માટી માટેનું જાણીતુ ક્ષેત્ર
આરસોડિયા (ઈડર)

કર્કવૃત પસાર થાય છે
પ્રાંતિજ પાસેથી

ક્રકવૃત પસાર થાય છે
હિંમતનગર અને પ્રાંતિજ વચ્ચેથી

ભારતની સૌપ્રથમ એન્મલ હોસ્ટેલ
આકોદરા

રાજસ્થાનના પુષ્કર સિવાય બીજું એક બ્રહ્માજીનું મંદિર
ખેડબ્રહ્મા

બ્રાહ્મણોના સાત કુળદેવીઓના મંદિર
પ્રાંતિજ

શિલાલેખો મળી આવ્યા હોય તેવું સ્થળ
વડાલી

સાબર ડેરી
હિંમતનગર (સ્થાપના- ભોળાભાઈ પટેલ)

રમકડાં માટે જાણીતું શહેર
ઈડર

સાબરકાંઠા અને બનાસકાંઠા વચ્ચે સરહદ બનાવતી નદી
સાબરમતી

સાબરમતી નદીના કિનારે વસેલું શહેર
સપ્તેશ્વર

સાબરકાંઠા અને મહેસાણા વચ્ચે સરહદ બનાવતી નદી
સાબરમતી

સૌથી મોટો ચિનાઈ માટીને જથ્થો
ઈડરમાં આરસોડિયા અને એકરાલા ખાતે

ઈડરના ડુંગરો કઈ ગિરિનાળાનો જ એક ભાગ છે
અરવલ્લી

રાજમહેલ, જામા મસ્જીદ, કાજીવાવ હિંમતનગરમાં કોને વસાવી
અહમદશાહે

કામધેનું યુનિવર્સિટી
હિમંતનગરમાં

લાખ અને ખરાદી કામ માટે જાણીતુ
ઈડર

ચિત્ર- વિચિત્રનો મેળો, જાદરનો મેળો
પોશીના ગુણ ભાખરી ગામે 

દેશનું પ્રથમ ડિજિટલ ગામ
આકોદરા

ભારતનું એકમાત્ર પ્રાચીન પક્ષી મંદિર
રાયસિંગપુરા, હિંમતનગર પાસે

ભારતના પ્રથમ કાર્યકારી વડાપ્રધાન ગુલજારીલાલ નંદા સાબરકાંઠા સીટ પરથી ચૂંટાયા હતા.

સાબરકાંઠા માં જન્મનાર મહાન લોકો

ઉમાશંકર જોષી-બામણા, ઈડર
પન્નાલાલ પટેલ-માંડલી
ઉપેન્દ્ર ત્રિવેદી-કુકડિયા, ઈડર
અરવિંદ ત્રિવેદી-કુકડિયા, ઈડર
સંતશ્રી જેસંગબાપુ- ગાંઠીયોલ, ઈડર

Friday, October 18, 2019

50 મહત્વના જી.કે. પ્રશ્નો

1. ભગવાન બુદ્ધને જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થયું? બોધગયા
2. આર્ય સમાજની સ્થાપના કોણે કરી? સ્વામી દયાનંદ સરસ્વતી
3. પંજાબી ભાષા માટે લિપિ શું છે? ગુરુમુખી
4. ભારતની દક્ષિણે કિનારે શું છે? કન્યાકુમારી
5. ભારતનાં કયા રાજ્યમાં સૌપ્રથમ સૂર્ય ઉદય થાય છે? અરુણાચલ પ્રદેશ
6.ક્યાં રોગની સારવારમાં ઇન્સ્યુલિનનો ઉપયોગ શું છે? ડાયાબિટીસ
7. બિહુ કયા રાજ્યનો પ્રસિદ્ધ તહેવાર છે? આસામ
8. ક્યુવિટામીન Amla માં પુષ્કળ છે? વિટામિન સી
9. ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? વિલિયમ બાન્તિક
10. કાગળની શોધ કઈ દેશની હતી? ચીન
11. ગૌતમ બુદ્ધના બાળપણનું નામ શું હતું? સિદ્ધાર્થ
12. ભારતમાં સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર કોણ છે? રાષ્ટ્રપતિ
13. રાતણધળાપણું ક્યાં વિટામિન ની ઉણપ ના કારણે થાય છે? વિટામિન એ
14. પૉંગલ કયા રાજ્યનો તહેવાર છે? તમિલનાડુ
15. ગિદ્ધા અને ભાંગડા કયા રાજ્યની લોક નૃત્ય છે? પંજાબ
16. ટેલિવિઝનની શોધ કોણે કરી? જહોન લોગી બૈર્ડ
17. ભારતનાં પ્રથમ મહિલા શાસક કોણ હતા? રજિયા સુલતાન
18. માછલી શ્વાસ શેના દ્વારા લે છે ? - ઝાલર
19 'ઇંકલાબ ઝિંદાબાદ' ના સૂત્રને કોણે આપ્યું? ભગત સિંહ
20 જલીયાંવાલા બાગ હત્યાકાંડ ક્યારે અને ક્યારે કર્યું? 1919 એ.ડી. અમૃતસર
21. 1939 માં કોંગ્રેસ છોડ્યા પછી સુભાષ ચંદ્ર બોઝે કયા પક્ષની સ્થાપના કરી હતી? ફોરવર્ડ બ્લોક
22. 'પંજાબ કેસરી' કોને કહેવાય છે? લાલા લજપત રાય
23. સેન્ડર્સને કોણ માર્યો? ભગતસિંઘ
24. 1857 ની બળવાખોરીમાં પોતાનો બલિદાન કોણે આપ્યુ - મંગલ પાંડે
25. ભારતની પ્રથમ મહિલા ગવર્નર(રાજ્યપાલ) કોણ હતા? સરોજિની નાયડુ
26. માઉન્ટ એવરેસ્ટને બે વાર ચઢી આવનાર પ્રથમ મહિલા કોણ હતી? સંતોષ યાદવ
27. 'બ્રહ્મા સમાજ' કોની સ્થાપના કરી હતી? રાજા રામમોહન રાય
28. સ્વામી દયાનંદ સરસ્વતીનું મૂળ નામ શું હતું? મૂળ શંકર
29. 'વેદ તરફ પાછા વળો' નું સૂત્રને કોણે આપ્યું? દયાનંદ સરસ્વતી
30. 'રામકૃષ્ણ મિશન' ની સ્થાપના કોણે કરી? સ્વામી વિવેકાનંદ
31. જ્યારે વસ્કોદિગમ ભારત આવ્યા ત્યારે? 1498 એડી
32.ક્યાં વોસ્કોડિગમા રહેતો હતો? પોર્ટુગલ
33. હવા મહેલ ક્યાં સ્થિત છે? જયપુર
34. શીખ ગુરુ શું શીખ ધર્મના સ્થાપક છે? ગુરુ નાણક
35. શીખોનું મુખ્ય તહેવાર શું છે? Crutch
36. 'આયર્ન મૅન' ના નામે કોણ જાણીતું છે  ? સરદાર વલ્લભભાઈ પટેલ
37. મહાન નેતા નેતજી કોને કહેવાય છે? સુભાષ ચંદ્ર બોઝ
 38. દિલ્હી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રીની સમાધિનું નામ શું છે? વિજય ઘાટ
39. મહાભારતની રચયિતા કોણ છે? મહર્ષિ વેદવ્યાસ
40. અર્થશાસ્ત્ર નામનું પુસ્તક કોણે લખ્યું હતું? ચાણક્ય (કૌટિલ્ય)
41. 'જય જવાન, જય કિસાન' ના સૂત્રને કોણે આપ્યુ ? લાલ બહાદુર શાસ્ત્રી
42. સંવિધાન વિધાનસભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? ડો. રાજેન્દ્ર પ્રસાદ
43. ડ્રાફ્ટ બંધારણ સમિતિના પ્રમુખ કોણ હતા? ડૉ. ભીમરાવ આંબેડકર
44. વિશ્વની રેડ ક્રોસ ડે કઈ તારીખે ઉજવાય છે? 8 મે
45. "સૂર્યોદય નો દેશ" માટે કયો દેશ પ્રસિદ્ધ છે? જાપાન
46. ​​આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કયા દિવસે ઉજવાય છે? 8 માર્ચ
47. વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં સૌથી નાનું રાજ્ય શું છે? ગોઆ
48. ઓનમ કયા રાજ્યનો પ્રસિદ્ધ તહેવાર છે? કેરળ
49. જ્યારે દિલ્હી ભારતની રાજધાની બની હતી? 1911
50. સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? શુક્ર

ભારતમાં સૌથી વધારે પાક ઉત્પાદક રાજ્યો

ભારતમાં ડાંગર નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- પશ્ચિમ બંગાળ

ભારતમાં ઘઉં નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- ઉત્તરપ્રદેશ

ભારતમાં શેરડી નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- ઉત્તરપ્રદેશ

ભારતમાં મગફળી નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- ગુજરાત

ભારતમાં ચા નુ સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- આસામ

ભારતમાં કોફી નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- કર્ણાટક

ભારતમાં શણ નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- પશ્ચિમ બંગાળ

ભારતમાં તમાકુ નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- આંધ્રપ્રદેશ

ભારતમાં કેળા નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- તમિળનાડુ

ભારતમાં કેસર નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- જમ્મુ અને કાશ્મીર

ભારતમાં ડુંગળી નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- મહારાષ્ટ્ર

ભારતમાં મરી નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- કેરળ

ભારતમાં કપાસ નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- ગુજરાત

ભારતમાં વાંસ નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- આસામ

જનરલ સવાલો

૧. હિન્દ મહાસાગરમાં ઉપસ્થિત માલદીવ ની રાજધાની કઈ છે?  -  માલે

૨. શ્રીલંકામાં કઈ મુખ્ય ભાષા વધારે માં વધારે બોલાય છે?  -  સિહલા

૩. દુનિયામાં સૌથી ઉચો પર્વત માઉન્ટ એવરેસ્ટ ભારતના નજીકના ક્યાં દેશમાં આવેલો છે?  -  નેપાળ

૪. અફગાનિસ્તાનની રાજધાનીનું નામ શું છે?  -  કાબુલ

૫. ભારતના ક્યાં પડોસી દેશને “લૈંડ ઓફ થંડરબોલ્ટ” કહેવામાં આવે છે?  -  ભૂતાન

૬. ‘ડ્રેગન’ ના નામથી ભારતના ક્યાં પડોસી દેશને ઓળખવામાં આવે છે?  -  ચીન

૭. ક્યાં દેશથી અલગ થઇ વર્ષ ૧૯૭૧મા બાંગ્લાદેશનું નિર્માણ થયું?  -  પાકિસ્તાન

૮. ચીનનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે?  -  જાયન્ટ પાડા

૯. પાકિસ્તાનનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે?  -  બકરી
 
૧૦. સંયુક્ત રાષ્ટ્ર સંઘના સદસ્ય દેશોની સંખ્યા કેટલી છે?  -  ૧૯૨

૧૧. સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના ક્યારે થઇ?  -  ૨૪ ઓક્ટોબર ૧૯૪૫

૧૨. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સ્થાઈ સદસ્યોની સંખ્યા કેટલી છે?  -  ૫

૧૩. અંતરરાષ્ટ્રીય શ્રમ સંઘઠનનું
મુખ્યાલય ક્યાં છે?  -  જીનીવા

૧૪. યુનેસ્કોનું મુખ્યાલય ક્યાં છે?  -  પેરિસ

૧૫. મોસાદ ક્યાં દેશની ગુપ્તચર સંસ્થા છે?  -  ઇઝરાયેલ

૧૬. સોડીયમને કેમાં રાખવામાં આવે છે?  -  માટીના તેલમાં

૧૭. કઈ બેન્કનું જુનું (પૂર્વ) નામ “ઈમ્પીરીયલ બેંક ઓફ ઇન્ડિયા” હતું?  -  સ્ટેટ બેંક નું 

૧૮. ગદર પાર્ટીની સ્થાપના ક્યારે થઇ?  -  ૧૯૧૩મા

૧૯. ચંદ્રગુપ્તમૌર્યએ ક્યાં ગ્રીક શાસકને પરાજિત કર્યો હતો?  -  સેલ્યુકસ

૨૦. હીતોપદેશના લેખકનું નામ શું હતું?  -  નારાયણ પંડિત

૨૧. જવાહર રોજગાર કોના દ્વારા અમલમાં મુકવામાં આવ્યો?  -  કેન્દ્રીય સરકાર દ્વારા

૨૨. ભારતની જનસંખ્યા લગભગ કેટલા કરોડ છે?  -  ૧૨૧

૨૩. સંયુક્તરાષ્ટ્ર સંઘનું મુખ્યાલય ક્યાં છે?  -  ન્યુયોર્ક

૨૪. નાગાર્જુન સાગર યોજના કઈ નદી પર આવેલ છે?  -  કૃષ્ણા નદી પર

૨૫. યોજના આયોગના મુખ્ય અધ્યક્ષ કોણ હોય છે?  -  પ્રધાનમંત્રી

૨૬. કેનેડાની રાષ્ટ્રીય રમત કઈ છે?  -  આઈસ હોકી

૨૭. ક્યાત ક્યાં દેશની મુદ્રા છે?  -  મ્યાનમાર

૨૮. વિધાન પરિષદના સદસ્ય માટેની ન્યુનતમ આયુ કેટલી છે?  -  ૩૦ વર્ષ

૨૯. પાકિસ્તાન શબ્દનો પહેલી વાર ઉપયોગ કોને કર્યો?  -  ચૌધરી રહમત અલીએ

૩૦. કોણાર્કનું સૂર્ય મંદિર કોને બનાવ્યું છે?  -  નરસિહ દેવ પ્રથમ

૩૧.    ૧૯૫૯મા ઇસ્લામાબાદ પાકિસ્તાનની રાજધાની બની, ૧૯૫૯ સુધી પાકિસ્તાનની રાજધાની કઈ હતી?  -  કરાચી

૩૨. સાંચીનો સ્તૂપ ક્યાં રાજ્યમાં આવેલો છે?  -  મધ્યપ્રદેશ

૩૩. ભારતની સૌથી મોટી સીમા ક્યાં દેશ સાથે જોડાયેલ છે?  -  બાંગ્લાદેશ

૩૪. ત્રિપરિમાણીય ફિલ્મ જોવા માટે કેવા પ્રકારના ચશ્માનો ઉપયોગ કરવામાં આવે છે?  -  પોલેરાઈડ ગ્લાસ યુક્ત ચશ્માં

૩૫. વાતાવરણમાં નાઈટ્રોજનની ટકાવારી કેટલી હોય છે?  -  ૭૮%

૩૬. સિંધુ ઘાટી સભ્યતાનું કયું શહેર પાણી વ્યવસ્થાપન માટે જાણીતું છે?  -  ધોળાવીરા

૩૭. ભારતીય લોકતંત્રમાં લોકસભાની શરૂઆત ક્યારે થઇ?  -  ૧૩ મેં ૧૯૫૨મા

૩૮. લગાતાર બે વાર એવરેસ્ટ વિજય પ્રાપ્ત કરવાવાળી પહેલી મહિલા કોણ હતી?  -  સંતોષ યાદવ

૩૯. ખજુરાહોનું મંદિર ક્યાં રાજ્યમાં આવેલું છે?  -  મધ્યપ્રદેશ

૪૦. સ્વતંત્ર ભારતના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા?  -  સી. રાજગોપાલાચારી

૪૧. કુતુબ-દિન-એબક ની રાજધાની કઈ હતી?  -  લાહોર

૪૨. કોની ખામીના કારણે મધુમેહ થાય છે?  -  ઇન્સુલીન

૪૩. જાપાનની મુદ્રા કઈ છે? -  યેન

૪૪. ફ્યુઝ ના તારમાં મુખ્ય શું હોય છે?  -  સીસા

૪૫. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે?  -  બુધ

૪૬. ‘પક્ષીઓનો મહાદ્વીપ’ કોને કહેવામાં આવે છે?  -  દક્ષિણ અમેરિકાને

૪૭. ભાષાના આધાર ઉપર કયું રાજ્ય સૌથી પહેલા બન્યું?  -  આંધ્રપ્રદેશ

૪૮. બોકસાઇટ કઈ ધાતુનું અયસ્ક છે?  -  એલ્યુમિનિયમ

૪૯. વાતાવરણમાં સૌથી વધારે માત્રામાં કયો ગેસ જોવા મળે છે?  -  નાઈટ્રોજન

૫૦. ભારતમાં રબડ બોર્ડનું મુખ્યાલય ક્યાં છે?  -  કોટ્ટાયમ

ભૌગોલિક ઉપનામ - શહેર

૧. રાજસ્થાનનું ગૌરવ – ચિત્તોડગઢ

૨. ઈશ્વરનું નિવાસ સ્થાન – પ્રયાગ

૩. પાંચ નદીઓની ભૂમિ – પંજાબ

૪. સાત ટાપુઓનું નગર – મુંબઈ

૫. બુનકરોનું શહેર – પાનીપત

૬. અંતરીક્ષનું શહેર – બેંગ્લોર

૭. ડાયમંડ હાર્બર – કોલકત્તા

૮. ઇલેક્ટ્રોનિક નગર – બેગ્લોર

૯. ત્યોહારનું શહેર – મદુરાઈ 

૧૦. સુવર્ણ મંદિરોનું શહેર – અમૃતસર

૧૧. મહેલોનું શહેર – કોલકત્તા

૧૨. નવાબોનું શહેર – લખનૌ

૧૩. સ્ટીલ નગરી – જમશેદપુર

૧૪. પર્વતોની રાની – મસુરી

૧૫. રૈલિયોનું નગર – નવી દિલ્લી

૧૬. ભારતનું પ્રવેશ દ્વાર – મુંબઈ

૧૭. પૂર્વનું વેનિસ – કોચ્ચિ

૧૮. ભારતનું પીટ્સબર્ગ – જમશેદપુર

૧૯. ભારતનું મૈનચેસ્ટર – અમદાવાદ

૨૦. મસાલોનો બગીચો – કેરળ

૨૧. ગુલાબી નગર – જયપુર

૨૨. ક્વીન ઓફ ડેક્કન – પુણે

૨૩. ભારતનું હોલીવુડ – મુંબઈ

૨૪. ઝીલોનું નગર – શ્રીનગર

૨૫. ફળના ઝાડોનું સ્વર્ગ – સિક્કિમ

૨૬. પહાડોની રાણી – નેતરહાટ

૨૭. ભારતનું ડેટ્રોઈટ – પીથમપુર

૨૮. પૂર્વનું પેરીસ – જયપુર

૨૯. મીઠાનું સીટી – ગુજરાત

૩૦. સોયાનો પ્રદેશ – મધ્યપ્રદેશ

૩૧. દક્ષિણ ભારતની ગંગા – કાવેરી

૩૨. બ્લુ માઉન્ટેન – નીલગીરી પહાડીયા

૩૩. રાજસ્થાન નું હ્રદય – અજમેર

૩૪. સૂરમાં નગરી – બરેલી

૩૫. ખુશ્બુઓનું શહેર – કન્નૌજ

૩૬. કાશીની બહેન – ગાજીપુર

૩૭. રાજસ્થાનનું શિમલા – માઉન્ટ આબુ

૩૮. કર્ણાટકનું રત્ન – મૈસુર

૩૯. અરબ સાગરની રાની – કોચ્ચી

૪૦. ભારતનું સ્વિટ્ઝર્લૅન્ડ – કશ્મીર

૪૧. મંદિરો અને ઘાટોનું નગર – વારાણસી

૪૨. ભારતનું પેરીસ – જયપુર

૪૩. વરસાદનું ઘર – મેઘાલય

૪૪. બગીચોનું શહેર – કપૂરથલા

૪૫. પૃથ્વીનું સ્વર્ગ – શ્રીનગર

૪૬. પહાડોની નગરી – ડુંગરપુર

૪૭. ગોલ્ડન સીટી – અમૃતસર

૪૮. સુતરાઉ કપડાની રાજધાની – મુંબઈ

૪૯. પવિત્ર નદી – ગંગા

૫૦. વૃદ્ધ ગંગા – ગોદાવરી

૫૧. પશ્ચિમ બંગાળનો શોક – દામોદર

૫૨. કોટ્ટાયમની દાદી – મલયાલા

૫૩. તાળા નગરી – અલીગઢ

૫૪. વન નગર – દહેરાદુન

૫૫. સૂર્ય નગરી – જોધપુર

૫૬. રાજસ્થાનનું ગૌરવ – ચિત્તોડગઢ

રાષ્ટ્રીય ઓપરેશનો

ઓપરેશન કેતુ : કાળા નાણાં પકડવા માટે 1986 માં ભારતના નાણાં મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું .

ઓપરેશન કાળભૈરવ : ભારત સરકાર દ્વારા માદક અને નશીલા પદાર્થોના પ્રસાર રોકવા માટે ઓપરેસન કરવામાં આવ્યું હતું .

ઓપરેશન કોબરા : બિહારમાં ઉગ્રવાદીઓને સમાપ્ત કરવા માટે

ઓપરેશન ક્રેક્ટ્સ : ભારતીય લશ્કરી દ્વારા 1988 માં માંલદીવમાં કરાયું હતું .

ઓપરેશન જેબરા : રાજસ્થાનમાં પચ્ચીમી સરહદમાં ચોરીનો ત્રાસ રોકવા ચોરો માટે ઓપરેશન કરાયું હતું .

ઓપરેશન ગ્રીન સ્ટાર : ચંબલ (મ .પ.) ના ડાકૂઓ માટે .

ઓપરેશન ગ્રીન ગોલ્ડ : દેશમાં વાંસનું ઉત્પાદન વધારવા માટે ભારત સરકાર દ્વારા આ ઓપરેશન ચલાવાયુ હતું .

ઓપરેશન ધન્વન્તરી : બિહારમાં ગેરકાયદેસર અને નકલી દવાઓના ઉત્પાદનના નિયંત્રણ માટે ચલાવાયુ હતું .

ઓપરેશન પવન : 1987 માં શ્રીલંકામાં સ્થાયી તમિલોના સંગઠન (એલ , ટી .ટી.ઈ . ) ને ની:શસ્ત્ર કરવાના હેતુ માટે ભારતની શાંતિસેના દ્વારા કરવામાં આવેલ આક્રમક કાર્યવાહીને ઓપરેશન પવન કહેવામાં આવે છે .

ઓપરેશન ફ્લડ : 1970 પછી ભારત સરકારે જે પશુ વિકાસ , દૂધ , ઉત્પાદન તથા દૂધ પદાર્થો ના ઉત્પાદનમાં સહકારી ક્ષેત્રના વિકાસ માટે આંનદ યોજના દેશના જુદા – જુદા વિભાગોમાં લાગુ પાડવામાં આવી . જે ઓપરેશન ફ્લડ – 1 ના નામથી ઓળખવામાં આવે છે . 

1979 માં ઓપરેશન ફ્લડ -2 શરૂ કરવામાં આવ્યું અને 1986 માં ઓપરેશન ફ્લડ -3 શરૂ થયું . જે 1992 સુધી ચાલ્યું .

ઓપરેશન ફેથ : ભોપાલમાં 1984 માં યુનિયન કાર્બાઈડ કંપનીમાં મિથાઈલ આઈસોસાઈ નાઈટ ગેસ લીક થવાથી હજારાં માણસો મૃત્યુ પામ્યા . બાકી વધેલા જે મિથાઈલ અઈસોસાઈ નાઈટ ગેસ હતાં તે નિષ્ક્રિય કરવા બદલ જે ઓપરેશન કરવામાં આવ્યું , તેણે ઓપરેશન ફેથ કહેવામાં આવે છે .

ઓપરેશન બ્લ્યુ સ્ટાર : 3 જૂન , 1984 ના રોજ અમૃતસરમાં આવેલ સુવર્ણ મંદિરમાં આતંકવાદીઓની સામે ચલાવવામાં આવ્યું .

ઓપરેશન મીડનાઈટ : 18 જાન્યુઆરી , 1987 ના રોજ મદ્યરાત્રી ના સમયે સુવર્ણ મંદિર , અમૃતસરમાં પંજાબ પોલીસ અને કેન્દ્રીય રીઝર્વ પોલીસે આતંકવાદીઓને પકડવા માટે જે કાર્યવાહી કરી , તેણે ઓપરેશન મીડ નાઈટ કહેવામાં આવે છે .

ઓપરેશન બ્લેક થન્ડર : 18 મેં ,1988 ના રોજ સુવર્ણ મંદિરને ફરીવાર આતંકવાદીઓથી મુક્ત કરવા માટે ઓપરેશન બ્લેક થન્ડર ચલાવવામાં આવ્યું હતું .

ઓપરેશન વુડ રોજ : પંજાબ રાજ્યમાં ગ્રામીણ ક્ષેત્રમાં આતંકવાદીઓની ઓળખાણ અને પકડવા માટે જે કાર્યવાહી કરવામાં આવી , તેણે ઓપરેશનનું વુડ રોજ કહેવામાં આવે છે .

ઓપરેશન બ્લેકબોર્ડ : નવી શિક્ષણનીતિ 1986 અનુસાર પ્રાથમિક શિક્ષણનું ધોરણ ઊંચું લાવવા માટે આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું . જેમાં પ્રાથમિક વિધાલયોની ન્યુનતમ જરૂરિયાતો પૂરી કરવાનો ઉદ્દેશ છે .

ઓપરેશન બ્લ્યુ રિવોલ્યુશન : ભારત સરકાર દ્વારા મત્સ્યપાલન અને માછલી પકડવા માટે જે અભિયાન ચલાવાયુ હતું . તેણે ઓપરેશન રિવોલ્યુશન કહેવામાં આવે છે .

ઓપરેશન બ્લેક પૈથર : બિહારના પચ્ચીમમાં ચંપારણ જિલ્લામાં ડાકુઓની સામે જે અભિયાન ચલાવાયું હતું . તેણે ઓપરેશન બ્લેક પૈથર કહેવામાં આવે છે .

ઓપરેશન બ્રાસટૈક્સ : રાજસ્થાનમાં ભારતીય સરહદ પર સૈનિક અભ્યાસ ઓપરેશન બ્રાસ ટૈક્સ કહેવામાં આવે છે . જે 1987 માં કરવામાં આવ્યું હતું .

ઓપરેશન બ્લેક રોજ : વૈશાખી તહેવાર પર 13 એપ્રિલ , 1986 ના રોજ આતંકવાદીઓ પર કડક નજર રાખવા દિલ્હી પોલીસ દ્વારા આ અભિયાન ચલાવાયુ હતું .

ઓપરેશન બજરંગ : 28 નવેમ્બર , 1990 માં આસામમાં ઉલ્ફા ઉગ્રવાદીઓ વિરુદ્ધ ભારત સરકાર જે અભિયાન ચલાવાયું હતું . તેણે ઓપરેશન બજરંગ કહે છે .

ઓપરેશન વરૂણ : બિહારમાં ધનબાદ જિલ્લામાં પાણીની સમસ્યા ઉકેલવા ઓપરેશન વરુણ નામનું અભિયાન ચલાવાયું હતું ,

ઓપરેશન વિક્રમ : કાશ્મીરની ખીણમાં આતંકવાદીઓની ગતિવિધિ પર નિયંત્રણ રાખવા અને કાયમી શાંતિ સ્થાપવા જે અભિયાન ચલાવાયુ હતું , તેણે ઓપરેશન વિક્રમ કહે છે .

ઓપરેશન રાઈનો : આસામમાં ઉલ્ફા ઉગ્રવાદી સામે 1991 માં ચલાવાયું હતું ,

ઓપરેશન બ્લ્યુ પ્રિન્ટ : આસામમાં ઉલ્ફા ઉગ્રવાદીઓ પર અંકુશ રાખવાના હેતુથી આ ઓપરેશન કરવામાં આવ્યું હતું .

ઓપરેશન ક્લાઉડ બસ્ટર : આસામમાં ઉલ્ફા ઉગ્રવાદીઓને સાફ કરવાના હેતુથી આ ઓપરેશન કરવામાં આવ્યું હતું .

ઓપરેશન રક્ષક : ભારતીય લશ્કરી દ્વારા પંજાબમાં હિંસાત્મક ગતીવિધિ અટકાવવા આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું .

ઓપરેશન રીસર્ચ : આ ઓપરેશન દ્વારા દિલ્હી , મુંબઈ , કલકત્તા , ચેન્નઈ , હૈદરાબાદ , અને બંગ્લોરમાં દૂરદર્શન કાર્યકમો પર સવેક્ષણ કરવામાં આવ્યું .

ઓપરેશ ચેકમેટ : ભારતીય શાંતિસેનાએ શ્રીલંકામાં એલ . ટી . ટી . ઈ . સામે ચાલુ રાખેલા અભિયાનને ઓપરેશન ચેક્મેટ કહેવામાં આવે છે .

ઓપરેશન એક્સીલેસ : આંતરરાષ્ટ્રીય સ્તર પર એશિયાડ ખેલ 1990 બેઝીંગ અન્વયે ભારતીય ખેલાડીઓનું પ્રદર્ષણ સુધારવા માટે ભારત સરકારે જે ખેલાડીયોને તાલીમ આપી તેણે ઓપરેશન એક્સીલેસ કહેવામાં આવે છે .

અલગ અલગ ક્રાંતિઓ

હરિયાળી ક્રાંતિ -ઘઉં & ચોખા.

પીળી ક્રાંતિ - તેલીબિયાં ઉત્પાદન

શ્વેત ક્રાંતિ - દૂધ ઉત્પાદન

નીલી ક્રાંતિ - મત્સ્ય ઉત્પાદન

ભૂરી ક્રાંતિ - ખાતર ઉત્પાદન

ગુલાબી ક્રાંતિ - ઝિંગા ઉત્પાદન

સોનેરી ક્રાંતિ - ફળ ઉત્પાદન

ગોળ ક્રાંતિ - બટાકા ઉત્પાદન

સિલ્વર ક્રાંતિ - ઈંડા ઉત્પાદન

લાલ ક્રાંતિ - માંસ & ટામેટા ઉત્પાદન

બ્લેક ક્રાંતિ - વૈકલ્પિક ઉજાઁ ઉત્પાદન

મેઘધનુષ ક્રાંતિ - સવાઁગિક વિકાસ

કૃષ્ણ ક્રાંતિ - પેટ્રોલ ઉત્પાદન

Thursday, October 17, 2019

શબ્દ સમૂહ માટે એક શબ્દ

જળ ઉપર બેસીને જવાનો માર્ગ 
- જળમાર્ગ

બીજાની જોખમદારી પોતાના પર લે તે
 – જામીન

આરોપ મૂક્યો બાબતનું લખાણ 
– તહોમતનામું

મુખપરંપરાથી ચાલી આવતી વાર્તા
 - દંતકથા

કોઇ ના દુ:ખ જોઇ દિલમાં થતી લાગણી 
- દિલસોજી

ધર્મની બાબતમાં વિચારી આગ્રહ વાળુ
 - ધર્માંધ

ત્રણેય કાળ નું જ્ઞાન ધરાવનાર 
- ત્રિકાળજ્ઞાની

પંચ સમક્ષ કરેલ તપાસ ની નોંધ 
- પંચનામુ (પંચક્યાસ)

અધૂરો શ્લોક પૂરો કરી આપવો તે 
- પાદપૂર્તિ

એકની એક વાત વારંવાર કરવી તે 
– પિષ્ટપેષણ

ઉપકાર ના બદલામાં સામે ઉપકાર 
- પ્રત્યુપકાર

મરણ તિથી કે તેની ઉજવણી
 - પુણ્યતિથી

લોકો માં ચાલતો વ્યવહાર કે રૂઢિ 
- લોકાચાર

જેનો પતિ મૃત્યુ પામ્યા હોય તેવી સ્ત્રી 
- વિધવા

ગામ નો વહીવટ કરનારી સંસ્થા 
- ગ્રામપંચાયત

પાપી મનુષ્ય ને પવિત્ર કરનાર 
- પતિત પાવન

જેમાંથી રસ ચાલ્યો ગયો હોય તેવું
 - રસહીન ( નીરસ)

મરી ગયેલ માણસ ને ઓઢાડવાનું કાપડ
 - કફન

ઈન્દ્રિયો વડે ન અનુભવી શકાય તેવું 
– અતીન્દ્રિય

બીજા ને સારું ન ખમાય તેવી લાગણી 
- અદેખાઈ

આંગળીથી દર્શાવવાની ક્રિયા
 - અંગુલીનિર્દેશ

પાછળથી અધિકાર પર આવનારી
 - ઉત્તરાધિકારી

મુખ્ય કથાઓમાં આવતી નાની કથા
 – ઉપકથા

આ એ જ વ્યક્તિ છે એવું પ્રમાણ પત્ર
 - ઓળખપત્ર

પોતાના કર્તવ્ય નિષ્ઠા પૂર્વક કરનાર
 - કર્તવ્યનિષ્ઠ

વૃદ્ધા અવસ્થા કે મૃત્યુ ન આવે તેવું
 - અજરામર

પોતાના વખાણ પોતે કરવા તે
 – આત્મશ્લાઘા

આંખ આગળ ખાડા થઈ જાય તેવું
 – આબેહૂબ

ઉપકાર ઉપર અપકાર કરનાર
 – કૃતઘ્ન - કૃતઘ્ની

અમુક વસ્તુ જોવા જાણવા ઉત્કંઠા 
- કુતૂહલ

વર્તમાનપત્રોમાં સમાચાર મોકલનાર 
- ખબર પત્રી

Monday, October 14, 2019

શબ્દસમૂહ માટે એક શબ્દ

અતિ મૂશ્કેલ કે મોટું કામ
જગન

અવધિ કે હદ બહારનું
નિરવધિ

કાગળ બનાવનાર કારીગર
કાગદી

કિલ્લાની આસપાસ રક્ષણ માટે કરાતી પાણીની ખાડી
પરિખા

ખજૂરીના પાંદડાંની ગૂંથેલી ઝોળી
જંબીલ

ખોદીને પડતર રાખેલું ખેતર
ચારુ

ગદ્ય અને પદ્ય બંન્નેવાળી સાહિત્યકૃતિ
ચંપૂ

ઘસડાઇને આવેલો કાદવ
ચગું

ઘોડાનો દાબડાનો અવાજ
પડઘી
    
ચતુર, સુંદર અને ગુણવાન સ્ત્રી
ચિત્રિણી

ચિત્રકામ કરનારો
ચિતારો

ચીરેલો લાકડાનો ટૂકડો
ચિતાળ

ચોરનું પગલું
પગેરૂ

જન્મ આપનારી
જનયિત્રી

જમાઉધારનું તારણ
તારીજ

તપ વડે પાપ ક્ષીણ કરવું તે
નિર્જરા

ત્રણ થાંભલાવાળું વહાણ
તરકોશી

દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડનું મિશ્રણ
પંચામૃત

દેવોને ધરાવેલી ખાવાની વસ્તુ
નેવેદ

ધાર કાઠેલું
નિશિત

નદી પાસેની નીચી જમીન
કાછઇ

નદીના પ્રવાહની વચ્ચે તરી આવેલો
પુલિન

નદીમાં દૂરથી વહી આવતો કાષ્ઠસમૂહ
તરાપો

નવી ખેડાયેલી જમીનનું પ્રથમ વર્ષ
તાવરસું

નાશ પામે તેવું
નશ્વર

પડછાયારૂપ આકૃતિ
પ્રતિચ્છંદ

પવિત્ર હોવાનો ઢોંગ કરતું
ચાગલું

પહાડની તળેટીનો પ્રદેશ
તરાઇ 
    
પાછા આવવું તે
પ્રત્યાગમન

પાણી ભરી લાવવાની ચામડાની ગૂણ કે થેલી
પખાલ

પાણીમાં બાંધેલો કિલ્લો
જંજીરો 

પૈસાનો ચોથો ભાગ
દમડી

બળદને અપાતો સૂકો દાણો
ચંદી

બે પાંપણ મળવી કે ભેગી થવી તે
કસો

માખીઓ વિનાનું
નિર્માક્ષિક

માત્ર એક જ
તન્માત્ર

મોરના પીંછનો સમૂહ
કલાપ

રણમા રેતી ઊડીને થતો ઢગલો
ઢૂવો

વાક્યના શબ્દનો વર્ગ કહેવો તે
પદચ્છેદ

પ્રથમ બનેલી ઘટનાઓ

કયા દેશે દેશની પ્રથમ આર્યન ઓર ખાણકામ શોધ્યું?
બાંગ્લાદેશ

દેશમાં જલનીતી બનાવનાર પ્રથમ રાજ્ય
મેઘાલય

ભારતમાં પ્રથમ ડોલ્ફિન અનુસંધાન કેન્દ્ર ખોલશે
પટના વિશ્વ વિદ્યાલય

GAFA TAX લગાડનાર પ્રથમ દેશ બન્યો
ફ્રાન્સ

ભારત દેશમાં સૌ પ્રથમ સોલાર બોટ લોન્ચ કરશે
કેરળ

FATF ની પૂર્ણ સદસ્ય પ્રાપ્ત કરનાર પ્રથમ આરબ દેશ
સાઉદી આરબ

હાથી માટે દેશનું પ્રથમ હોસ્પિટલ
મથુર

દેશનો પ્રથમ ડિજિટલ પાર્ક ક્યાં બનશે
કેરળ

ક્યું રાજ્ય પ્રથમ વખત હિમાલયી રાજ્ય સંમેલન નું આયોજન કરશે
ઉત્તરાખંડ

No Cast No Religion Certificate પ્રાપ્ત કરનારી પ્રથમ મહિલા
સ્નેહા (TN)

ભારતનો પ્રથમ સ્પેસ ટેક પાર્ક 
કેરળ

ભારતનો પ્રથમ ગારબેજ કેફે
છત્તીસગઢ

પ્રેસિડેન્ટ કપ માં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય
શિવ થાપા

પોતાના રાજ્યના લોકોને નોકરીમાં 75% અનામત આપનાર દેશનું પ્રથમ રાજ્ય
આંધ્ર પ્રદેશ

ભારતનો પ્રથમ જિલ્લા કૂલિંગ સિસ્ટમ ક્યા બનશે?
આંધ્રપ્રદેશ (અમરાવતી)માં બનશે

ક્યો દેશ પ્રથમ વખત indspace ex. કરશે
ભારત

Thursday, October 10, 2019

ઓઝોન અને પર્યાવરણ

*🔘☑️ઓઝોન એટલે શું?❓❔❓*
ઓઝોન એ ઓક્સીજનનું એક રૂપ છે.પણ ઓક્સીજનથી ભિન્ન રીતે,ઓઝોન એ એક ઝેરી ગેસ છે.ઓઝોનનો પ્રત્યેક પરમાણું ત્રણ ઓક્સીજન અણુઓનો બનેલો છે,જેથી તેનું રાસાયણિક સૂત્ર 03 છે.જ્યારે અલ્ટ્રાવાયોલેટ વિકિરણ વાતાવરણના ઉપલા સ્તરોમાંના ઓક્સીજન પરમાણુઓને (02) વિભાજીત કરે છે ત્યારે ઓઝોનનું નિર્માણ થાય છે.જો મુક્ત ઓક્સીજન અણુ (O) ઓક્સીજન પરમાણુ(02) સાથે ટકરાય છે,ત્યારે ત્રણ ઓક્સીજન અણુઓ ઓઝોન (03) તરીકે નવનિર્મિત થાય છે.

*⭕️💢 સારો અને ખરાબ ઓઝોન👇*
સમોષ્ણતાવરણમાં (પૃથ્વીની સપાટીથી ઉપર લગભગ 15 - 50 કિ.મીનું સ્તર), જ્યાં ઓઝોન કુદરતીપણે વિદ્યમાન છે,તે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વી સુધી પહોંચતા અટકાવે છે અને તેથી જીવનનું
સંરક્ષણ કરે છે.

👁‍🗨👉પૃથ્વીની સપાટીથી સૌથી નજીકના વાતાવરણીય સ્તરમાં,વાહનો દ્વારા થતા પ્રદૂષણને કારણે,નાઈટ્રોજન ઓક્સાઈડ્સ અને હાયડ્રોકાર્બનનું સ્તર વધે છે.સૂર્યપ્રકાશની હાજરીમાં,આ રસાયણો ઓઝોન બનાવે છે.આ ઓઝોન ખાંસી,શ્વાસનળીમાં બળતરા,અસ્થમા,શ્વાસનળીમાંનો સોજો ઈત્યાદિમાં વધારો જેવી સ્વાસ્થય સમસ્યાઓ ઊભી કરે છે.તે પાકને પણ નુકસાન કરી શકે છે.

👉સમોષ્ણતાવરણમાંનુ ઓઝોન સૂર્યથી થતા અલ્ટ્રાવાયોલેટ વિકિરણને રોકવા દ્વારા પૃથ્વી પરના જીવનને ફાયદાકારક છે,જ્યારે નીચલા વાતાવરણમાંનું ઓઝોન સ્વાસ્થય સમસ્યાઓ નિર્માણ કરે છે.

*💠♻️ઓઝોન અવક્ષય એટલે શું?👇*
ક્લોરોફ્લોરોકાર્બન્સ (CFCs) એ ઓઝોનનો અવક્ષય કરનારા પ્રાથમિક રસાયણો છે.તેઓને રેફ્રિજરેટરો,એર કંડીશનરો ઈત્યાદિમાં તાપકો તરીકે વપરાય છે.તેઓમાં ક્લોરીન હોય છે.
ઓઝોન અવક્ષય પ્રક્રિયા Ozone depletion process

1⃣ચરણ 1 : માનવીય પ્રવૃતિઓના પરિણામે પેદા થયેલું CFCs વાતાવરણમાંના ઓઝોનના સ્તર સુધી પહોંચે છે

2⃣ચરણ 2 : સૂર્યમાંના UV વિકિરણો CFCs ને તોડે છે અને ક્લોરીન બહાર છોડે છે.

3⃣ચરણ 3 : ક્લોરીનના અણુઓ ઓઝોનના પરમાણુંઓનો નાશ કરે છે અને તેથી ઓઝોનનો અવક્ષય થાય છે
ઓઝોનનો અવક્ષય આપણને કેવી રીતે અસર કરે છે?

🎯👉જ્યારે ઓઝોનના સ્તરનો અવક્ષય થાય છે,ત્યારે પૃથ્વી પર અથડાતા સૂર્યનું UV વિકિરણ વધે છે.આના પરીણામે જનનીય હાનિ,આંખને હાનિ કે દરિયાઈ જીવોને હાનિ થઈ શકે છે.

ગુજરાતની સંગીતકળા

શ્રીકૃષ્ણની વાંસળીનો વારસો ગુજરાતની કઈ કોમે આજે પણ જાળવી રાખ્યો છે
'ગોપ'

વલભીકાળ,ચાવડા વંશ,સોલંકી-વાઘેલા વંશ વગેરેના સમયમાં સંગીતને જુદી જુદી રીતે પ્રોત્સાહન મળતું રહ્યું.આ સમય દરમિયાન સંગીત માટે કયો ગ્રંથ રચાયો હતો
'સંગીત સુધારણા'

ગુજરાત સલ્તનત કાળમાં કયા બાદશાહનો સમયગાળો સંગીત માટે મહત્વપૂર્ણ સાબિત થયો હતો
બહાદુર શાહનો

બૈજુ બાવરા અને બક્ષુ જેવા મહાન સંગીતકારો કયા બાદશાહના દરબારમાં હતા
બહાદુર શાહ

બૈજુ બાવરા મૂળ ક્યાંનો હતો
ચાંપાનેર (ગુજરાત)

બૈજુ બાવરાનું મૂળ નામ શું હતું
પંડિત વૈદ્યનાથ

બૈજુ બાવરા અને કોની વચ્ચે હરીફાઈ યોજાઈ હતી જેમાં બૈજુ બાવરા વિજયી થયા હતા
અકબરના સંગીતકાર તાનસેન

વડનગરની બે નાગર કન્યાઓ તાના અને રીરી સંગીતના કયા રાગમાં જાણીતી હતી
મલ્હાર

ઇ.સ.1916માં અખિલ ભારતીય સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું
વડોદરા

સંગીત ક્ષેત્રે કચ્છને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં કોનો ફાળો મહત્વનો રહ્યો છે
ઉસ્તાદ લાલ ખાં

કચ્છના લોકગીતોના ગાયક તરીકે કોણ જાણીતા છે
સૈયદ કાસમશા અને નગારચી સુલેમાન જુમ્મા

'કચ્છીબાજ' તરીકે ઓળખાયેલી તબલાવાદનની શૈલીના તબલાવાદક કોણ છે
ઓસમાન ખાં

ઇ.સ.1921માં અમદાવાદમાં 'ગાંધર્વ વિદ્યાલય' અને 'રાષ્ટ્રીય સંગીત મંડળ'ની સ્થાપના કોણે કરી હતી
નારાયણરાવ ખરેએ

નંદન મહેતા તબલાવાદન

નંદન મહેતાના પત્ની મંજુલાબહેન સંગીત અને સિતારવાદન

દામોદરલાલ કાબરા સરોદવાદન

બ્રિજભૂષણ કાબરા ગિટારવાદક

હરિપ્રસાદ ચૌરસિયા બંસરીવાદક

શિવકુમાર સંતૂરવાદન

અલી અકબર ખાંના શિષ્ય વસંત રાયજી સરોદવાદક

પંડિત ઓમકારનાથજીનો જન્મ કયાં થયો હતો
ભરૂચમાં

ઓમકારનાથ કોની સાથેની સ્પર્ધામાં વિજયી થયા હતા
બાબાપ્રસાદ

ઓમકારનાથને કઈ ઉપાધિ આપવામાં આવી છે
'સંગીત મહામહોદય'

ભારતના પ્રતિનિધિ તરીકે ઈટાલીના ફ્લોરેન્સમાં આંતરરાષ્ટ્રીય સંગીત પરિષદમાં ઓમકારનાથજીએ ક્યારે ભાગ લીધો હતો
1933માં

1934માં ઓમકારનાથજીએ મુંબઈમાં કઈ સંસ્થા સ્થાપી હતી
સંગીત નિકેતન

ઈટાલીના સરમુખત્યાર ................ પણ ઓમકારનાથજીના સંગીતથી પ્રભાવિત થયા હતા
મુસોલિની

પંડિત ઓમકારનાથની ગાયકી કયા ઘરાનાની હતી
ગ્વાલિયર ઘરાના

1953માં બુડાપેસ્ટની 'વિશ્વશાંતિ પરિષદ' તથા 1954માં સ્ટોકહોમની 'અણુબોમ્બ' વિશેની પરિષદમાં કોણે ભાગ લીધો હતો
પંડિત ઓમકારનાથજી

ભારતની આઝાદી પછી ફૈયાઝ ખાં, અબ્દુલ કરીમ ખાં, ફૈઝ મહમ્મદ ખાં, લક્ષ્મીબાઈ જાદવ જેવા ગાયકોએ સંગીત સાધનાને આગળ ધપાવી છે.આ બધા ગાયકો ક્યાંના હતા
વડોદરા

રઝાહુસેન ખાં જલતરંગવાદક

ગુલામ રસુલ ખાં હાર્મોનિયમ

દેવીભક્ત તથા સંગીતજ્ઞ ઠાકોર જશવંતસિંહ ક્યાંના હતા
સાણંદ

'સંગીત ભાવ' ગ્રંથની રચના કોણે કરી હતી
ધરમપુરના મહારાજાએ

સપ્તકલા મંડળ ક્યાં આવેલું છે
ભાવનગર

'ગુજરાતનું સંગીત અને સંગીતકારો' પુસ્તક કોણે લખ્યું છે
હરકાંત શુક્લ

ગાંધીજીના ભત્રીજા પુરુષોત્તમ ગાંધીએ કયો ગ્રંથ લખ્યો છે
ગુજરાતમાં સંગીતનું પુનરૂત્થાન

હવેલી સંગીતનો પ્રારંભ કોણે કર્યો
પુષ્ટિ માર્ગના સ્થાપક વલ્લભાચાર્ય

મુંબઈમાં વલ્લભદાસજીએ કઈ વિદ્યાલયની સ્થાપના કરી હતી
વલ્લભ સંગીત આશ્રમ સંગીત વિદ્યાલય

પારસી સંગીતકાર ઝરીન દારૂવાલા હાર્મોનિયમ વાદક

કુ.આબાનબહેન પારડીવાળા તબલાંવાદક

સપ્તક નામના કાર્યક્રમનું આયોજન ક્યાં કરવામાં આવે છે?
અમદાવાદ

જનરલ સવાલ

હંસાબહેન મહેતા કયા સાહિત્ય પ્રકાર સાથે સંકળાયેલ છે ?
બાળસાહિત્ય

અમદાવાદમાં દર્પણ એકેડેમીની સ્થાપના કોણે કરી ?
મૃણાલિનીબહેન સારાભાઈ

ઇલાભટ્ટ કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે ?
"સેવા સંસ્થા"

પ્રથમ ગુજરાતી સ્નાતક મહિલા કોણ ?
વિદ્યાગૌરી નીલકંઠ

ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું અભયારણ્ય ક્યું છે ?
સુરખાબનગર

શરદબાગ પેલેસ ક્યાં આવેલ છે ?
ભૂજ

બારમી સદીના સંત ગોરખનાથે કયા પંથની સ્થાપના કરી ?
કાનફટા પંથ

ગરબો શબ્દ શાના પરથી બનેલો છે ?
ગર્ભદીપ

કોટાયની પાસે ક્યું ડુંગર છે ?
હવા ડુંગર

નાગમતિ નદી ક્યાં આવેલી છે ?
કચ્છ

Sunday, October 6, 2019

ગુજરાત નદીતંત્ર

કચ્છ ના અખાત ને મળતી સૌરાષ્ટ્ર ની સૌથી મોટી નદી
A. ભાદર
B. શેત્રુંજી
C. આજી√
D. મચ્છુ

અરબ સાગર ને મળતી સૌરાષ્ટ્ર ની સૌથી મોટી નદી
A. ભાદર√
B. શેત્રુંજી
C. આજી
D. મચ્છુ

ખંભાત ના અખાત ને મળતી સૌરાષ્ટ્ર ની સૌથી મોટી નદી
A. ભાદર
B. શેત્રુંજી√
C. આજી
D. મચ્છુ

ચીમનભાઈ બંધ કઈ નદી પર છે
A. સુખી
B. રૂપેણ√
C. કરજણ
D. નાયરા

ઘોડાપુરી કઈ નદી ને કહેવાય  છે
A. તાપી
B. શેઢી
C. દમણગંગા√
D. પૂર્ણા

સુકભાદર કિનારે નીચેના માંથી કયું સ્થળ આવેલું  છે
A. ધોરાજી
B. ઉપલેટા
C. રાણપુર√
D. ધ્રાંગધ્રા

ભાવનગરનુ ઉમરાળાની લોકમાતા કઈ નદી ને કહેવાય છે
A.શેત્રુંજી
B. કાળુભાર
C. રંધોળી√
D. ઘેલો

સંત માંડવ્ય મુનિના તપને લીધે કઈ નદી ને ઉન્મત્ત ગંગા કહેવાય છે
A. શેત્રુંજી
B. ઘેલો√
C. બ્રાહ્મણો
D. ઉંડ

જનરલ સવાલ

નર્મદા નદી કયા શહેરની બન્ને કાંઠે વહેતી હતી?
૧ ચાંદોદ
૨ રાજપીપળા
૩ ભરૂચ √
૪ એક પણ નહિ
# અત્યારે એક જ કાંઠે વહે છે

ભરૂચ શહેરના આધુનિક સ્થાપક કોણ છે?
૧ કનૈયાલાલ મુનશી
૨ ચંદુલાલ દેસાઈ√
૩ રા'ખેંગાર
૪ જામ રાવળ

ત્ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે આવું કોણે કહ્યું છે?
૧ શંકરાચાર્ય√
૨ વિશ્વામિત્ર
૩ પૂજયશ્રી મોટા
૪ શ્રી રંગવધૂત

ઝીલ્યો અમે પડકાર પુસ્તકના લેખક કોણ છે?
૧ કુંદનીકા કપાડીયા
૨ ધ્રુવકુમાર પંડ્યા√
૩ અમૃતલાલ વેગડ
૪ વિનોદ ભટ્ટ

ભારતના બંધારણમાં હાલમાં કુલ કેટલા ભાગ છે?
૧ ૨૫
૨ ૨૪√
૩ ૨૨
૪ ૨૦
#૨૫ હતા પણ ગુજરાત હાઈકોર્ટે ૨૦૧૩ માં (ભાગ ૯ ક ) રદ કર્યો છે જેનો કેસ સુપ્રીમમાં ચાલુ છે એટલે અત્યારે ૨૪ જ ગણવા

ઉત્તરાંચલ નું નામ ફેરવીને કયા વર્ષે ઉત્તરાખંડ થયું?
૧ ૨૦૦૪
૨ ૨૦૦૫
૩ ૨૦૦૬√
૪ ૨૦૦૮

ઇન્ડિયન એવીડેન્ટ્સ એકટના ક્યાં પ્રકરણમાં સાક્ષીઓને તપાસવાની વાત કરવામાં આવી છે?
૧ પ્રકરણ-૮
૨ પ્રકરણ-૯
૩ પ્રકરણ-૧૦√
૪ પ્રકરણ-૧૧

નીચેનામાંથી કોણ આત્મહત્યા કરવા નર્મદા નદીમાં પડ્યું હતું?
૧ અમૃતલાલ વેગડ
૨ ચુનીલાલ આશારામ ભાવસાર√
૩ રંગ અવધૂત મહારાજ
૪ ધ્રુવપંડ્યા

કેળવે તે કેળવણી પુસ્તકના રચયિતા કોણ છે?
૧ આનંદશંકર ધ્રુવ
૨ નરેન્દ્ર મોદી√
૩ ગિજુભાઈ બધેકા
૪ ઇન્દુલાલ યાજ્ઞિક

કલમ નંબર ૩૭૭માં કયા વ્યવહારોને અપવાદમાં ગણવામાં આવેલ છે અથવા એ ગુનો બનતો નથી?
૧ સમલૈંગિક વ્યવહારો ગુનો બનતો નથી
૨ સૃષ્ટિક્રમ વિરુદ્ધનું કૃત્ય
૩ માત્ર ૧√
૪ આપેલ બન્ને

ઇન્ડિયન એવીડેન્ટ્સ એકટની  કલમ નંબર ૧૩૮ મુજબ સાક્ષીઓને તપાસવાનો ક્રમ શુ?
૧ સરતપાસ,ઉલટતપાસ,ફેરતપાસ√
૨ ઉલટતપાસ,ફેરતપાસ,સરતપાસ
૩ સરતપાસ,ફેરતપાસ,ઉલટતપાસ
૪ એક પણ નહિ

ભારતનું બંધારણ ૨૦ ભાગો સાથે કેટલા વર્ષ સુધી અમલમાં રહ્યું?
૧ ૪૬
૨ ૩૬
૩ ૨૦√
૪ ૧૬
# સાતમા બંધારણીય સુધારામાં ભાગ -૭ અને ભાગ ૯ રદ થયા હતા 1976 સુધી કોઈ ભાગ સમાવેશ નહતો થયો

લોકસભામા ચૂંટાયેલા સભ્ય કેટલા હોય છે?
૧ ૫૩૦
૨ ૫૪૩√
૩ ૫૪૫
૪ ૫૫૨

લોકસભામાં રાજ્યોમાંથી કેટલા સભ્યો પ્રતિનિધિત્વ ધરાવે છે?
૧ ૫૩૦√
૨ ૫૪૩
૩ ૫૪૫
૪ ૫૫૨

લોકસભામાં હાલના સભ્યોની સંખ્યા કેટલી છે?
૧ ૫૩૦
૨ ૫૪૩
૩ ૫૪૫√
૪ ૫૫૨

પાંડવોની શાળા અને ભીમનું રસોડું ગુજરાતના કયા શહેરમાં આવેલું છે?
૧ જૂનાગઢ
૨ ભદ્રેશ્વર
૩ ધોળકા√
૪ ખંભાત

ગંગાસર તળાવ ગુજરાતના ક્યાં જિલ્લામાં આવેલું છે?
૧ સાબરકાંઠા
૨ અરવલ્લી
૩ અમદાવાદ√
૪ પાટણ
#વિરામગામ અમદાવાદમાં આવેલું છે

ડભોઈના ઐતિહાસિક કિલ્લાનો દક્ષિણનો દરવાજો કઈ ભાગોળ તરીકે ઓળખાય છે?
૧ વડોદરી ભાગોળ (પશ્ચિમ નો દરવાજો)
૨ નાદોરી ભાગોળ (દક્ષિણ નો દરવાજો√
૩ હીરા ભાગોળ (પૂર્વનો દરવાજો)
૪ મુહુડી ભાગોળ (ઉત્તર નો દરવાજો)

ગંગાસર તળાવ કોણે બંધાવ્યું હતું?
૧ વિસલદેવ વાઘેલાએ
૨ ગંગુ વણઝારાએ√
૩ વિરમસિંહે
૪ મીનળદેવીએ

ડૉ જીવરાજ મહેતાનું પૂરું નામ જણાવો?
૧ ડૉ. જીવરાજ શંકરભાઇ મહેતા
૨  ડૉ. જીવરાજ નારાયણભાઈ મહેતા√
૩  ડૉ. જીવરાજ ચંદુભાઈ મહેતા
૪  ડૉ. જીવરાજ બાબુભાઇ મહેતા

નાગાલેન્ડના ગાંધી તરીકે કોણ જાણીતું છે?
૧ નટવર ઠક્કર√
૨ નટવર શાહ
૩ નટવર પરીખ
૪ નટવર પ્રસાદ

ઉત્તરાખંડમાં કઈ જગ્યાએ ગરમપાણી ના ઝરા આવેલા છે?
૧ બદ્રીનાથ
૨ યમનોત્રી
૩ ગંગોત્રી√
૪ ઋષિકેશ

ઉત્તરાખંડમાં કઈ જગ્યાએ ગરમપાણી ના કુંડ આવેલા છે?
૧ બદ્રીનાથ
૨ યમનોત્રી√
૩ ગંગોત્રી
૪ ઋષિકેશ

ભારતનું કયું શહેર રજવાડી સ્થાપત્યો માટે પ્રખ્યાત છે?
૧ ભોપાલ√
૨ વડોદરા
૩ જૂનાગઢ
૪ વિજયવાડા

ટીપું સુલતાનના મહેલ નું નામ શું છે ?
૧ આઈના મહેલ
૨ શીશ મહેલ
૩ દરિયા દોલત મહેલ√
૪ સુલતાન મહેલ

જનરલ સવાલ

બાબુ જગજીવનરામનો જન્મદિવસ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
રાષ્ટ્રીય ક્ષમતા દિવસ

આતંકવાદી વિરોધી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
21 મે

વિશ્વ ડાયાબિટીસ દિન ક્યારે ઉજવવામાં આવે છે ?
14 નવેમ્બર

WHOનું વડુંમથક ક્યાં આવેલું છે ?
જીનીવા

દર્શના ઝવેરી નું નામ ક્યાં નૃત્ય સાથે સંકળાયેલ છે
મણિપુરી

સૌ પ્રથમ ગુજરાતી કરમુક્ત ફિલ્મ
અખંડ સૌભાગ્યવતી

વાસુકી નાગ ની ભૂમિ તરીકે કયો પ્રદેશ ઓળખાય છે
તરણેતર

કાન્જી બારોટ નું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે
લોક વાર્તાકાર

કઈ ગુજરાતી ફિલ્મ 9 ભાષાઓ માં બની હતી
મૈયર ની ચૂંદડી

તરનાઈ ની કલા ક્યાં શહેર સાથે સંકળાયેલ છે
સુરત

શ્રી કૃષ્ણ ની બાબરી ક્યાં થઈ હતી
અંબાજી

નરસિંહ મહેતા ની હૂંડી ક્યાં સ્વીકારવામાં આવી હતી
દામોદર કુંડ

વ્યક્તિનું નામવિશેષ ઓળખ

પૂર્ણિમા પકવાસા : ડાંગનીદીદી

નરસિહ દિવેટિયા : જાગૃત ચોકીદાર

જુગતરામ દવે : વેડછીનો વડલો

ઠકકરબાપા : સેવાના સાગર

મોહનલાલ પંડ્યા : ડુંગળી ચોર

કાકાસાહેબ કાલેલકર : સવાઈ ગુજરાતી

ઉમાશંકર જોશી : વિશ્વશાંતિના કવિ

પ્રેમાનંદ : મહાકવિ

હેમચંદ્રાચાર્ય : કલિકાલસર્વજ્ઞ

નરસિહ મહેતા  : ગુજરાતી ભાષાના આદિકવિ

મીરાં : જન્મજન્મની દાસી

શામળ : પદ્યવાર્તાકાર

દયારામ : ભક્તકવિ

કવિનર્મદ : ગદ્યસાહિત્યના પિતા

અખો : જ્ઞાની કવિ

મણીલાલ દ્રિવેદી : બ્રહ્મનિષ્ઠ

ગોવર્ધનરામ ત્રિપાઠી : પંડિતયુગના પુરોધા

મણિશંકર ભટ્ટ : ઊર્મિ કવિ

આનંદશંકર ધ્રુવ : પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ

નરસિહ દિવેટિયા : સાહિત્ય દિવાકર

કલાપી : સુરતાની વાડીનો મીઠો મોરલો

ન્હાનાલાલ :ગુજરાતી કવિવર

સુખલાલજી: પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડ પંડિત

સ્વામી આનંદ : જ્ઞાની અને પ્રબુદ્ધ

Saturday, October 5, 2019

જનરલ સવાલ

નેપોલીયનનુ મૃત્યુ કયા સ્થળે થયુ હતુ?
1. એલ્બા ટાપુ
2. વોટર લુ મેદાનમાં
3. સેન્ટ હેલેના ટાપુ✅
4. એક પણ નહી

કયા મુઘલના સમયમાં ચિત્રશાળા શરૂ થઈ ??
1. અકબર
2. હુમાયુ
3. બહાદુરશાહ
4. જહાંગીર✅

ગંગા- ગંડક ના સંગમ સ્થાને ક્યો મેળો ભરાય 6?
1. ઉર્સનો મેળો
2. સોનપુર મેળો✅
3. કંસ મેળો
4. પુષ્કર નો મેળો

ઇલોરાની ની કયા નંબર ની ગુફા "વિશ્વકર્મા ની ગુફા" તરીકે ઓળખાય 6?
1. 12
2. 10
3. 15
4. 16✅

કાદંબરી' કથાની રચના કોણે કરી ?
1. બાણ✅
2. ભવભૂતિ
3. શ્રીહર્ષ
4. કાલિદાસ

ગુજરાતમાં પતંગ મ્યૂઝિયમ કયાં આવેલું છે ?
1. સુરત
2. રાજકોટ
3. વડોદરા
4. અમદાવાદ✅

સરહદના ગાંધી'નું બિરુદ કોને મળ્યું છે ?
1. મહમ્મદ અલી ઝીણા
2. ખાન અબ્દુલ ગફારખાન✅
3. લીયાકાત અલીખાન
4. શેક અબ્દુલ્લા

ગુજરાત રાજ્યની સ્થાપના કોના હસ્તે થઈ ?
1. રવિશંકર મહારાજ✅
2. જવાહરલાલ નહેરુ
3. જીવરાજ મહેતા
4. વલ્લભભાઈ પટેલ

ગુજરાતને પ્રથમ શબ્દકોશ કોણે આપ્યો ?
1. નર્મદ✅
2. ન્હાનાલાલ
3. દલપતરામ
4. ગાંધીજી

જયાં જયાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની' એ પંક્તિ કોની છે ?
1. કવિ કલાપી✅
2. કવિ ન્હાનાલાલ
3. કવિ નર્મદ
4. કવિ દલપતરામ

માતૃશ્રાદ્ધ મહિમાનો પૂર્ણિમાનો મેળો કયાં ભરાય છે ?
1. પાટણ
2. સિદ્ધપુર✅
3. કરનાળી
4. શામળાજી

ગુજરાતમાં સૌ પ્રથમ વીજળી આધારિત ટ્રેન કઈ ?
1. અમદાવાદ - દિલ્હી
2. અમદાવાદ - વેરાવળ
3. અમદાવાદ-ત્રિવેન્દ્રમ
4. અમદાવાદ-મુંબઈ✅

વરાહમિહિરનું નામ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે ?
1. શિલ્પકળા
2. સાહિત્ય
3. આરોગ્યચિકિત્સા
4. ખગોળશાસ્ત્ર✅

વૈષ્ણવજન તો તેને રે કહીએ ...' કોણે રચેલી પંક્તિઓ છે ?
1. નરસિંહ મહેતા✅
2. મહાત્મા ગાંધી
3. કવિ દયારામ
4. નરસિંહરાવ

ગુજરાત વિધાનસભા વર્તમાન અધ્યક્ષ છે.
1. રાજેન્દ્ર ત્રિવેદી✅
2. અશોક ભટ્ટ
3. પ્રો. ધીરૃભાઈ શાહ
4. ગણપતભાઈ વસાવા

ગુજરાતની સીમામાંથી કયું વૃત્ત પસાર થાય છે ?
1. વિષુવવૃત્ત
2. મકરવૃત્ત
3. એકપણ નહીં
4. કર્કવૃત્ત✅

ગુજરાતી ગીત 'કોઈનો લાડકવાયો'ના રચયિતા છે.
1. રાવજી
2. કવિ દલપતરામ
3. ઝવેરચંદ મેઘાણી✅
4. કવિ સુંદરમ્

શરીરના કયા અંગ દ્વારા દેડકું પાણી પીએ છે ?
1. જડબું
2. મોં વળે
3. ચામડી✅
4. કાન

નીચે કયો એસિડ પ્રોટીનમાં હોય છે ?
1. ફોલિક
2. એમિનો✅
3. નાઈટ્રિક
4. ફોર્મિક

સાહિત્ય અકાદમીના વર્તમાન અધ્યક્ષ છે.
1. ભોળાભાઈ પટેલ
2. વિષ્ણું પંડ્યા✅
3. વિશ્વનાથ પ્રસાદ તિવારી
4. રઘુવીર ચૌધરી

ધન્વંતરિ એવોર્ડ' કયાં ક્ષેત્રના પ્રદાન માટે અપાય છે ?
1. વિજ્ઞાન
2. કૃષિ
3. સમાજસેવા
4. તબીબી✅

રાજધાની દિલ્હીથી દોલતાબાદ ખસેડનાર બાદશાહ કોણ ?
1. ઔરંગઝેબ
2. અકબર
3. જહાંગીર
4. મહમદબિન તઘલખ✅

ડૉ. વિક્રમ સારાભાઈએ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની અમદાવાદમાં સ્થાપના કયા વર્ષમાં કરી ?
1. 1965
2. 1963
3. 1950
4. 1947✅

વેળાવદર નેશનલ પાર્ક ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?
1. જામનગર
2. અમરેલી
3. જૂનાગઢ
4. ભાવનગર✅