Showing posts with label જનરલ બાબતો. Show all posts
Showing posts with label જનરલ બાબતો. Show all posts

Sunday, October 20, 2019

જનરલ સવાલો

ગુજરાત પંચાયત વિધેયક કોના શાસનકાળમાં લાદવામાં આવ્યું હતું ?
ડો. જીવરાજ મહેતા

દેવસ્થાન ઈનામ નાબૂદી અધિનિયમ ક્યા મુખ્યમંત્રીના શાસનકાળમાં પસાર કરવામાં આવ્યું હતુ ?
હિતેન્દ્રભાઈ દેસાઈ

ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાદવામાં આવ્યું હતું ?
૧૩ મે, ૧૯૭૧

પારડીની ઘાસિયા જમીનનું કોકડું ક્યા મુખ્યમંત્રીના શાસનકાળમાં ઉકેલાયું હતું ?
ઘનશ્યામ ઓઝા

માધ્યમિક શિક્ષણ મફત કરવાનો કાયદો ક્યા મુખ્યમંત્રીના શાસનકાળમાં કરવામાં આવ્યો ?
ઘનશ્યામ ઓઝા

‘નર્મદા બોન્ડ’ ક્યા મુખ્યમંત્રીએ બહાર પાડ્યા હતા ?
ચીમનભાઈ પટેલ

ગરીબી નિવારણ માટે ‘અંત્યોદય યોજના’ ક્યા મુખ્યમંત્રીએ દાખલ કરી ?
બાબુભાઈ જે. પટેલ

ભારતમાં કટોકટી જાહેર કરવામાં આવી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા ?
બાબુભાઈ જે. પટેલ

પછાત વર્ગોને સહાય કરવા ‘કુટુંબ પોથી’ ની પદ્ધતિ ક્યા મુખ્યમંત્રીએ શરૂ કરી હતી ?
માધવસિંહ સોલંકી

યુનિવર્સિટી સુધી કન્યાકેળવણી મફત કરનાર મુખ્યમંત્રી કોણ હતા ?
માધવસિંહ સોલંકી

ગોકુળગામ યોજના ક્યા મુખ્યમંત્રીએ શરૂ કરી હતી ?
કેશુભાઈ પટેલ

નર્મદા બંધ બાંધવાની યોજના ક્યા કમિશને ઘડી હતી ?
ખોસલા કમિશને

નર્મદા બંધનું ખાતમુહૂર્ત કોણે કર્યું હતું ?
પં. જવાહરલાલ નહેરુ

અંદાજપત્રની માંગણી પરના મતદાનમાં હારી જનાર એકમાત્ર સરકારના મુખ્યમંત્રી કોણ હતા ?
બાબુભાઈ જ. પટેલ

Friday, October 18, 2019

રાષ્ટ્રીય ઓપરેશનો

ઓપરેશન કેતુ : કાળા નાણાં પકડવા માટે 1986 માં ભારતના નાણાં મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું .

ઓપરેશન કાળભૈરવ : ભારત સરકાર દ્વારા માદક અને નશીલા પદાર્થોના પ્રસાર રોકવા માટે ઓપરેસન કરવામાં આવ્યું હતું .

ઓપરેશન કોબરા : બિહારમાં ઉગ્રવાદીઓને સમાપ્ત કરવા માટે

ઓપરેશન ક્રેક્ટ્સ : ભારતીય લશ્કરી દ્વારા 1988 માં માંલદીવમાં કરાયું હતું .

ઓપરેશન જેબરા : રાજસ્થાનમાં પચ્ચીમી સરહદમાં ચોરીનો ત્રાસ રોકવા ચોરો માટે ઓપરેશન કરાયું હતું .

ઓપરેશન ગ્રીન સ્ટાર : ચંબલ (મ .પ.) ના ડાકૂઓ માટે .

ઓપરેશન ગ્રીન ગોલ્ડ : દેશમાં વાંસનું ઉત્પાદન વધારવા માટે ભારત સરકાર દ્વારા આ ઓપરેશન ચલાવાયુ હતું .

ઓપરેશન ધન્વન્તરી : બિહારમાં ગેરકાયદેસર અને નકલી દવાઓના ઉત્પાદનના નિયંત્રણ માટે ચલાવાયુ હતું .

ઓપરેશન પવન : 1987 માં શ્રીલંકામાં સ્થાયી તમિલોના સંગઠન (એલ , ટી .ટી.ઈ . ) ને ની:શસ્ત્ર કરવાના હેતુ માટે ભારતની શાંતિસેના દ્વારા કરવામાં આવેલ આક્રમક કાર્યવાહીને ઓપરેશન પવન કહેવામાં આવે છે .

ઓપરેશન ફ્લડ : 1970 પછી ભારત સરકારે જે પશુ વિકાસ , દૂધ , ઉત્પાદન તથા દૂધ પદાર્થો ના ઉત્પાદનમાં સહકારી ક્ષેત્રના વિકાસ માટે આંનદ યોજના દેશના જુદા – જુદા વિભાગોમાં લાગુ પાડવામાં આવી . જે ઓપરેશન ફ્લડ – 1 ના નામથી ઓળખવામાં આવે છે . 

1979 માં ઓપરેશન ફ્લડ -2 શરૂ કરવામાં આવ્યું અને 1986 માં ઓપરેશન ફ્લડ -3 શરૂ થયું . જે 1992 સુધી ચાલ્યું .

ઓપરેશન ફેથ : ભોપાલમાં 1984 માં યુનિયન કાર્બાઈડ કંપનીમાં મિથાઈલ આઈસોસાઈ નાઈટ ગેસ લીક થવાથી હજારાં માણસો મૃત્યુ પામ્યા . બાકી વધેલા જે મિથાઈલ અઈસોસાઈ નાઈટ ગેસ હતાં તે નિષ્ક્રિય કરવા બદલ જે ઓપરેશન કરવામાં આવ્યું , તેણે ઓપરેશન ફેથ કહેવામાં આવે છે .

ઓપરેશન બ્લ્યુ સ્ટાર : 3 જૂન , 1984 ના રોજ અમૃતસરમાં આવેલ સુવર્ણ મંદિરમાં આતંકવાદીઓની સામે ચલાવવામાં આવ્યું .

ઓપરેશન મીડનાઈટ : 18 જાન્યુઆરી , 1987 ના રોજ મદ્યરાત્રી ના સમયે સુવર્ણ મંદિર , અમૃતસરમાં પંજાબ પોલીસ અને કેન્દ્રીય રીઝર્વ પોલીસે આતંકવાદીઓને પકડવા માટે જે કાર્યવાહી કરી , તેણે ઓપરેશન મીડ નાઈટ કહેવામાં આવે છે .

ઓપરેશન બ્લેક થન્ડર : 18 મેં ,1988 ના રોજ સુવર્ણ મંદિરને ફરીવાર આતંકવાદીઓથી મુક્ત કરવા માટે ઓપરેશન બ્લેક થન્ડર ચલાવવામાં આવ્યું હતું .

ઓપરેશન વુડ રોજ : પંજાબ રાજ્યમાં ગ્રામીણ ક્ષેત્રમાં આતંકવાદીઓની ઓળખાણ અને પકડવા માટે જે કાર્યવાહી કરવામાં આવી , તેણે ઓપરેશનનું વુડ રોજ કહેવામાં આવે છે .

ઓપરેશન બ્લેકબોર્ડ : નવી શિક્ષણનીતિ 1986 અનુસાર પ્રાથમિક શિક્ષણનું ધોરણ ઊંચું લાવવા માટે આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું . જેમાં પ્રાથમિક વિધાલયોની ન્યુનતમ જરૂરિયાતો પૂરી કરવાનો ઉદ્દેશ છે .

ઓપરેશન બ્લ્યુ રિવોલ્યુશન : ભારત સરકાર દ્વારા મત્સ્યપાલન અને માછલી પકડવા માટે જે અભિયાન ચલાવાયુ હતું . તેણે ઓપરેશન રિવોલ્યુશન કહેવામાં આવે છે .

ઓપરેશન બ્લેક પૈથર : બિહારના પચ્ચીમમાં ચંપારણ જિલ્લામાં ડાકુઓની સામે જે અભિયાન ચલાવાયું હતું . તેણે ઓપરેશન બ્લેક પૈથર કહેવામાં આવે છે .

ઓપરેશન બ્રાસટૈક્સ : રાજસ્થાનમાં ભારતીય સરહદ પર સૈનિક અભ્યાસ ઓપરેશન બ્રાસ ટૈક્સ કહેવામાં આવે છે . જે 1987 માં કરવામાં આવ્યું હતું .

ઓપરેશન બ્લેક રોજ : વૈશાખી તહેવાર પર 13 એપ્રિલ , 1986 ના રોજ આતંકવાદીઓ પર કડક નજર રાખવા દિલ્હી પોલીસ દ્વારા આ અભિયાન ચલાવાયુ હતું .

ઓપરેશન બજરંગ : 28 નવેમ્બર , 1990 માં આસામમાં ઉલ્ફા ઉગ્રવાદીઓ વિરુદ્ધ ભારત સરકાર જે અભિયાન ચલાવાયું હતું . તેણે ઓપરેશન બજરંગ કહે છે .

ઓપરેશન વરૂણ : બિહારમાં ધનબાદ જિલ્લામાં પાણીની સમસ્યા ઉકેલવા ઓપરેશન વરુણ નામનું અભિયાન ચલાવાયું હતું ,

ઓપરેશન વિક્રમ : કાશ્મીરની ખીણમાં આતંકવાદીઓની ગતિવિધિ પર નિયંત્રણ રાખવા અને કાયમી શાંતિ સ્થાપવા જે અભિયાન ચલાવાયુ હતું , તેણે ઓપરેશન વિક્રમ કહે છે .

ઓપરેશન રાઈનો : આસામમાં ઉલ્ફા ઉગ્રવાદી સામે 1991 માં ચલાવાયું હતું ,

ઓપરેશન બ્લ્યુ પ્રિન્ટ : આસામમાં ઉલ્ફા ઉગ્રવાદીઓ પર અંકુશ રાખવાના હેતુથી આ ઓપરેશન કરવામાં આવ્યું હતું .

ઓપરેશન ક્લાઉડ બસ્ટર : આસામમાં ઉલ્ફા ઉગ્રવાદીઓને સાફ કરવાના હેતુથી આ ઓપરેશન કરવામાં આવ્યું હતું .

ઓપરેશન રક્ષક : ભારતીય લશ્કરી દ્વારા પંજાબમાં હિંસાત્મક ગતીવિધિ અટકાવવા આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું .

ઓપરેશન રીસર્ચ : આ ઓપરેશન દ્વારા દિલ્હી , મુંબઈ , કલકત્તા , ચેન્નઈ , હૈદરાબાદ , અને બંગ્લોરમાં દૂરદર્શન કાર્યકમો પર સવેક્ષણ કરવામાં આવ્યું .

ઓપરેશ ચેકમેટ : ભારતીય શાંતિસેનાએ શ્રીલંકામાં એલ . ટી . ટી . ઈ . સામે ચાલુ રાખેલા અભિયાનને ઓપરેશન ચેક્મેટ કહેવામાં આવે છે .

ઓપરેશન એક્સીલેસ : આંતરરાષ્ટ્રીય સ્તર પર એશિયાડ ખેલ 1990 બેઝીંગ અન્વયે ભારતીય ખેલાડીઓનું પ્રદર્ષણ સુધારવા માટે ભારત સરકારે જે ખેલાડીયોને તાલીમ આપી તેણે ઓપરેશન એક્સીલેસ કહેવામાં આવે છે .

અલગ અલગ ક્રાંતિઓ

હરિયાળી ક્રાંતિ -ઘઉં & ચોખા.

પીળી ક્રાંતિ - તેલીબિયાં ઉત્પાદન

શ્વેત ક્રાંતિ - દૂધ ઉત્પાદન

નીલી ક્રાંતિ - મત્સ્ય ઉત્પાદન

ભૂરી ક્રાંતિ - ખાતર ઉત્પાદન

ગુલાબી ક્રાંતિ - ઝિંગા ઉત્પાદન

સોનેરી ક્રાંતિ - ફળ ઉત્પાદન

ગોળ ક્રાંતિ - બટાકા ઉત્પાદન

સિલ્વર ક્રાંતિ - ઈંડા ઉત્પાદન

લાલ ક્રાંતિ - માંસ & ટામેટા ઉત્પાદન

બ્લેક ક્રાંતિ - વૈકલ્પિક ઉજાઁ ઉત્પાદન

મેઘધનુષ ક્રાંતિ - સવાઁગિક વિકાસ

કૃષ્ણ ક્રાંતિ - પેટ્રોલ ઉત્પાદન