Saturday, October 16, 2021

ગુજરાતી પ્રશ્નો

💠 ગુજરાતમાં લગ્ન સમયે ગવાતાં લગ્નગીતો કયા નામે ઓળખાય છે? 
Ans: ફટાણા

💠પ્રથમ ગુજરાતી શાળા કયાં અને કયારે શરૂ થઈ?
 Ans: સુરત – ઈ.સ. ૧૮૩૬
મધ્યકાલીન ગુજરાતી સાહિયમાં 

💠 ‘આખ્યાન શિરોમણિ’ કોણ ગણાય છે ?
 Ans: પ્રેમાનંદ

💠 અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી હતી ? 
Ans: બાદશાહ અહમદશાહ

💠 ‘સંગીત કલાધર’ નામે મહાગ્રંથ કોણે રચેલો છે? 
Ans: ડાહ્યાલાલ શિવરામ નાયક

💠 ‘ચકોર’ તરીકે ઓળખાતાં ગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટનું નામ જણાવો.
 Ans: બંસીલાલ વર્મા

💠 ગુજરાતનું સૌપ્રથમ સૌર ઉર્જા ગામ કયું છે ? 
Ans: ખાંડિયા

💠 સયાજીરાવ ગાયકવાડે સૌપ્રથમ કયા સ્થળે મફત અને ફરજીયાત શિક્ષણનો પ્રયોગ કર્યો હતો?
Ans: અમરેલી

💠 ગુજરાતના કયા જોવાલાયક બંદરનો ફી ટ્રેડ ઝોન તરીકે વિકાસ થયો છે ?
 Ans: કંડલા

💠 ‘જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ – આ પ્રસિદ્ધ કાવ્ય કોણે રચ્યું છે?
Ans: અરદેશર ખબરદાર

💠 ગિરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે ? 
Ans: ઝોંક

💠ગાંધીજીનો નિર્વાણ દિન કયો છે? 
Ans: ૩૦ જાન્યુઆરી ૧૯૪૮

💠 શ્રીકૃષ્ણના જીવન પર આધારિત નવલકથા‘માધવ કયાંય નથી’ કોણે લખી છે?
 Ans: હરિન્દ્ર દવે

💠 ભાવનગરના કયા દીવાનને લોકો આજે પણ તેમની તિક્ષ્ણ બુદ્ધિપ્રતિભા અને લોકોપયોગી કાર્યોને કારણે યાદ કરે છે? 
Ans: પ્રભાશંકર પટ્ટણી