Sunday, March 28, 2021

હોળી તહેવારનું નામ - રાજ્ય

● યાઓસંગ - મણિપુર
● ફાકુવાહ - આસામ
● માંજલકુલી - કેરળ
● હોલા મોહલ્લા - પંજાબ
● લઠમાર હોલી - ઉત્તરપ્રદેશ
● ખાદી હોળી - ઉત્તરાખંડ
● ફાગુવા - બિહાર
● શિગ્મો - ગોવા
● રોયલ હોલી - રાજસ્થાન
● રંગપંચમી - મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ
● બસંત ઉત્સવ અને ડોલ જાત્રા - પશ્ચિમ બંગાળ

Saturday, March 27, 2021

ભારતના પ્રખ્યાત નૃત્યો

■ પેરિની - તેલંગાણા
■ કુચિપુડી - આંધ્રપ્રદેશ
■ ભરતનાટ્યમ - તમિલનાડુ
■ કથક - ઉત્તરપ્રદેશ
■ કથકાલી - કેરળ
■ મણિપુરી - મણિપુર
■ ઓડિસી - ઓડિશા
■ ભાંગડા - પંજાબ
■ ગરબા - ગુજરાત
■ રૌફ - કાશ્મીર
■ ઘૂમર - રાજસ્થાન
■ બિહુ - આસામ
■ લાવાણી - મહારાષ્ટ્ર
■ મોહિનીઅટ્ટમ - કેરળ
■ સાત્રિય - આસામ

ગુજરાતમાં ખનીજ

● ગુજરાતમાં ધાતુમય ખનીજોનું પ્રમાણ બહુ જ ઓછું છે, પણ અધાતુમય ખનીજો મોટા પ્રમાણમાં મળે છે.
● ગુજરાતમાં ડેક્કન ટ્રેપની ભૂસ્તરીય રચનાવાળા તથા ટર્શિયરી યુગના નવા રચાયેલા ખડક પ્રદેશોમાંથી એનાં ઘણાંખરાં ખનીજો મળે છે.
● ગુજરાત દરિયાના પાણીમાંથી મીઠાનું ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં કરે છે.
● ખનીજ ખાણોની સંખ્યાની દૃષ્ટિએ દેશમાં આંધ્રપ્રદેશ પછી ગુજરાત બીજે નંબરે આવે છે.
● ગુજરાતમાં કાયદેસર નોંધાયેલી ૪૩૦ જેટલી ખાણો છે.
●  ગુજરાતમાં કુલ ૨૯  ખનીજો મળે છે, તેમાંથી ૧૨ ખનીજો જેવી કે, ચૂનાનો પથ્થર, બૉકસાઈટ, મેંગેનીઝ, ફેલ્સપાર, કૅલ્સાઈટ, ડોલોમાઈટ, ફાયર ક્લે, ફ્લોરાઈટ, કેઓલીન, ક્વાર્ટ્ઝ, સિલિકાલેન્ડ અને લિગ્નાઈટ વ્યાપારી ધોરણે મેળવાય છે.
● ખનીજ ઉત્પાદન મૂલ્યની દૃષ્ટિએ ₹ 14,444.53 કરોડની કિંમતની ખનીજો ઉત્પન્ન કરી, દેશમાં ગુજરાત છઠ્ઠે નંબરે આવે છે.