Saturday, March 27, 2021

ગુજરાતમાં ખનીજ

● ગુજરાતમાં ધાતુમય ખનીજોનું પ્રમાણ બહુ જ ઓછું છે, પણ અધાતુમય ખનીજો મોટા પ્રમાણમાં મળે છે.
● ગુજરાતમાં ડેક્કન ટ્રેપની ભૂસ્તરીય રચનાવાળા તથા ટર્શિયરી યુગના નવા રચાયેલા ખડક પ્રદેશોમાંથી એનાં ઘણાંખરાં ખનીજો મળે છે.
● ગુજરાત દરિયાના પાણીમાંથી મીઠાનું ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં કરે છે.
● ખનીજ ખાણોની સંખ્યાની દૃષ્ટિએ દેશમાં આંધ્રપ્રદેશ પછી ગુજરાત બીજે નંબરે આવે છે.
● ગુજરાતમાં કાયદેસર નોંધાયેલી ૪૩૦ જેટલી ખાણો છે.
●  ગુજરાતમાં કુલ ૨૯  ખનીજો મળે છે, તેમાંથી ૧૨ ખનીજો જેવી કે, ચૂનાનો પથ્થર, બૉકસાઈટ, મેંગેનીઝ, ફેલ્સપાર, કૅલ્સાઈટ, ડોલોમાઈટ, ફાયર ક્લે, ફ્લોરાઈટ, કેઓલીન, ક્વાર્ટ્ઝ, સિલિકાલેન્ડ અને લિગ્નાઈટ વ્યાપારી ધોરણે મેળવાય છે.
● ખનીજ ઉત્પાદન મૂલ્યની દૃષ્ટિએ ₹ 14,444.53 કરોડની કિંમતની ખનીજો ઉત્પન્ન કરી, દેશમાં ગુજરાત છઠ્ઠે નંબરે આવે છે.