Thursday, May 30, 2019

જનરલ સવાલ

🔶રાવ રણમલનો ઉલ્લેખ કયા કવિએ રણમલ છંદમાં કર્યો છે ?
✔️શ્રીધરે

🔶ખેડબ્રહ્મા કઈ નદીના કિનારે વસેલું છે ?
✔️હરણાવ

🔶સમગ્ર ભારતમાં બ્રહ્માજીના માત્ર કેટલા મંદિરો છે ?
✔️૨

🔶સાબરમતી નદીના કિનારે કયા મહાદેવનું મંદિર આવેલું છે ?
✔️સપ્તેશ્વર

🔶સાબરકાંઠાની મુખ્ય નદી કઈ છે ?
✔️હાથમતી નદી

🔶શામળાજીનું પ્રાચીન નામ શું છે ?
✔️ગદાધરપુરી

🔶શામળાજી કઈ નદીના કિનારે આવેલું છે ?
✔️મેશ્વો

🔶નર્મદાનદી કયા રાજ્યમાંથી પ્રવેશ કરે છે ?
✔️મહારાષ્ટ્ર

🔶દિગંબર જૈનો માટે જાણીતું તીર્થસ્થળ ક્યુ છે ?
✔️ભિલોડા

🔶સંતોનું જિનાલય ક્યાં આવેલું છે ?
✔️ભિલોડા

જનરલ સવાલ

🔶સૌથી વધુ મેળા કયા માસમાં ભરાય છે ?
✔️શ્રાવણ

🔶સૌથી વધુ મેળા કયા જિલ્લામાં અને કેટલા ભરાય છે ?
✔️સુરત (૧૫૯)

🔶સૌથી ઓછા મેળા કયા જિલ્લામાં અને કેટલા ભરાય છે ?
✔️ડાંગ (૭)

🔶સાબરકાંઠા જિલ્લાનું વડું મથક કયું છે ?
✔️હિંમતનગર

🔶હિંમતનગરનું જૂનું નામ કયું છે ?
✔️અહમદનગર

🔶અડાલજની વાવ બીજા કયા નામથી ઓળખાય છે ?
✔️રૂડાવાવ

🔶વૈજનાથ મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે ?
✔️વાસન

🔶ગાંધીનગરમાં ફેબ્રુઆરીમાં કયો ઉત્સવ ઉજવાય છે ?
✔️વસંતોત્સવ

🔶હિંમતનગરમાં ઇ.સ. ૧૫૨૨ માં બંધાયેલી કઈ વાવ આવેલી છે ?
✔️કાઝીવાવ

🔶ઈડરના શું વખણાય છે ?
✔️રમકડાં

જાહેર વહિવટ

🔵ગુજરાતમાં જાહેર વહીવટ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો?🤔
✔️વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી

🔵વિશ્વમાં સૌપ્રથમ જાહેર વહીવટ ની શરૂઆત કયા થઈ હતી.
✔️અમેરિકામા

🔵જાહેર વહીવટ ના પિતા તરીકે કોણ ઓળખાય છે.
✔️ વુદ્રો વિલ્સન

🔵જાહેર વહીવટ સાથે સંકળાયેલ કેમેરવાદી વિચારસરણી કયા દેશ ની સાથે સંબંધ ધરાવે છે.
✔️ઓસ્ટ્રેલિયા

કોમ્પ્યુટર

📓કોમ્પ્યુટર  ના પિતા કોણ છે ?

📢 ચાલ્સ બેબેજ

📓 કોમ્પ્યુટર સાયન્સ ના પિતા કોણ છે ?

📢 એલન ટ્યુરિગ

📓 વિશ્વનું પ્રથમ કોમ્પ્યુટર ?

📢 ENIAC

📓 વિશ્વનું પ્રથમ સુપર કોમ્પ્યુટર ?

📢 CREY - ૧૯૬૦

📓 ભારતનું  બનાવેલું પ્રથમ કોમ્પ્યુટર ?

📢 સિદ્ધાર્થ

📓 ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર ?

📢 પરમ

Monday, May 27, 2019

એશિયા ખંડ

📌એશિયા યુરેશિયા ખંડનો ભાગ છે.
યુરેશિયા ખંડમાંથી યુરોપનેબાદ કરતાં, મધ્ય તથા પૂર્વ ભાગને એશિયા તરીકે ઓળખાવાય છે.

 📌એશિયા તથા"  આફ્રિકાને સુએઝ નહેર" જુદા પાડે છે.

📌એશિયા તથા યુરોપને જુદા પાડતી કાલ્પનિક રેખા" કાળો સમુદ્ર", કૅસ્પિયન સમુદ્ર, પસાર થાય છે.

📌ઉત્તર માં :- ધ્રુવ સમુદ્ર
દક્ષિણ :- હિન્દ મહાસાગર
પૂર્વ :- પેસિફિક મહાસાગર
વાયવ્ય :- આફ્રિકા ખંડ

📌કુલ ક્ષેત્રફળ :- 4,38,10,000 ચો કિમિ

📌વિશ્વ નું સૌથી ઉંચુ શિખર માઉન્ટ એવરેસ્ટ (8848મી ) એશિયામાં આવેલ છે

📌 દુનિયાનું છાપરું અને વિશ્વ નો સૌથી ઉચ્ચ પ્રદેશ  - તિબેટ

📌વિશ્વના સૌથી વધારે વરસાદી ભાગ :- ચેરાપુંજી અને મોન્સિનરમ

📌રણ :- ગોબી, થર, અરેબિયા નું રણ

📌બરફ આચ્છાદિત :- વર્ખોયાન્સ્ક  (સાયબીરિયા )

📌નદી :- ગંગા,બ્રહ્મપુત્ર,સિંધુ,યમુના,ઓબ, લીના વગેરે

📌મીઠાં પાણીના સરોવર :-વુલર
દલ, ઢેબર,બૈકલ (કઝાકિસ્તાન )

📌ખારા પાણી ના સરોવર :- ચિલ્કા,પુલીકટ, કાસ્પિયન,મૃત (જોર્ડન )

📌એશિયા માં કુલ 48 દેશ આવેલા છે.

ગુણભાખરી 【 ચિત્ર વિચીત્રનો મેળો 】

🏔 ખેડબ્રહ્મા તાલુકાના *ગુણભાખરી* ગામે આવેલા મહાભારતના પ્રાચિન કાળના ચિત્ર - વિચીત્ર મહાદેવના મંદિર નજીક સાબરમતી ,  આકુળ , વ્યાકુળ એમ ત્રણ નદીઓના સંગમ સ્થાને યોજાતો *આદીવાસીઓનો ભાતીગણ મેળો એટલે ચિત્ર-વિચીત્ર નો મેળો*

🏔 આ મેળા વિશે દંત કથા છે કે આજથી છ હજાર વર્ષ પુર્વે હસ્તીનાપુરમાં શાતનું નામે રાજા રાજપાટ કરતો હતો.

🏔 તેમને *મત્સગંધા અને ગંગા* નામની બે રાણીઓ હતી.

🏔 રાણી ગંગાજીનો પુત્ર ગાંગેયજી અને મત્સયગંધાના બે પુત્ર *ચિત્રવીર અને વિચીત્રવીર* શાતાનું અવસાન બાદ ચિત્રવીર અને વિચીત્રવીર તેની માતાની સેવા કરતા ન હતા.

🏔 પરતું ગાયગેજી હમેશા તેની ઓરમાન માતાની ભકિતપુર્વક સેવા કરતા હતા.

🏔 તેની ગાંગયેજી પોતાની માતાની સેવા પ્રત્યે ખોટી શંકા જાગી. આ શંકાના પ્રયાશ્રિત રૂપે ચિત્રવીર અને વિચીત્રવીરે આ સ્થળે અગ્નિસ્નાન કરી દેહનું દહન કરી દોષ નિવારણ કયું હતું.

ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી

શ્રી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. એટલે શ્રી ધૂમકેતુ.

ગૌરીશંકર એ ગોવર્ધનરામ જોશી ના ત્રીજા પુત્ર હતા. તેઓશ્રી નો જન્મ તા. 12 મી ડિસેમ્બર 1892 ના રોજ , સૌરાષ્ટ માં જલાબાપાની તપોભૂમિ, વીરપુર ગામે થયો હતો. પ્રાથમિક શિક્ષણ વીરપુરમાં જ . 1914 માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી. પછીનું ઉચ્ચ શિક્ષણ જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં. 1920 માં મંબઇ યુનિવર્સિટીના સ્નાતક થયા, સંસ્કૃત અને અંગ્રેજી મુખ્ય વિષયો સાથે.

એમનું અપૂર્વ કહી શકાય એવું સર્જન તો ટૂંકી વાર્તાનું જ. એકસાથે 19 વાર્તાઓનો નમૂનેદાર વાર્તાસંગ્રહ ‘તણખા-1 ’ 1926 મા પ્રકાશીત થયો . અમદાવાદમાં શિક્ષક તરીકે રહેલા ધૂમકેતુ સૌરાષ્ટ્રના ગોંડલ શહેરમાં પણ શિક્ષક તરીકે ફરજ બજાવી હતી.

📢🎯અમેરીકા માં પ્રકાશીત થતુ “ stories from many lands” માં , તણખા મંડળ -1 માંથી “ પોસ્ટ ઓફીસ” નામક વાર્તા ને સ્થાન મળ્યુ છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી એ ‘ટેનટેલ’ નામની શ્રેષ્ઠ પસંદ કરેલી 10 વાર્તામાં પણ “પોસ્ટ ઓફીસ” નુ સ્થાન છે.

📢📢🔚  “પોસ્ટ ઓફીસ” વાર્તામાં અલીડોસાના પુત્રી-પત્ર વિરહ નો વલોપાત આલેખાયેલો છે તે વિચારબીજ ગોંડલની એક જૂની પોસ્ટઓફીસ પરથી છે.

જનરલ સવાલ

📚માંડવની ટેકરીઓનું  સૌથી ઉંચુ શિખર ક્યું છે ?
➖ચોટીલા

📚જેસોરની ટેકરીઓનું સૌથી ઉંચુ શિખર ક્યું છે ?
➖આરાસુર

📚ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?
➖સાબરમતી

📚ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ?
➖નર્મદા

📚ગુજરાતમાં સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે ?
➖બનાસકાંઠા

📚"ઘર ઘરની જ્યોત" કટારના લેખક કોણ છે ?
➖વિનોદીની નીલકંઠ

📚ઝુલન ગોસ્વામી કઈ રમત સાથે સંકળાયેલ છે ?
➖ક્રિકેટ

📚ગુજરાતના સૌ પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા ?
➖શ્રીમતિ શારદાબહેન

📚ગુજરાત રાજ્યના સૌ પ્રથમ મહિલા મંત્રી કોણ હતા ?
➖ઇન્દુમતી બહેન

📚નંદિની પંડ્યાનું નામ ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે ?
➖પર્વતા રોહણ

🌺હંસાબહેન મહેતા કયા સાહિત્ય પ્રકાર સાથે સંકળાયેલ છે ?
💥બાળસાહિત્ય

🌺અમદાવાદમાં દર્પણ એકેડેમીની સ્થાપના કોણે કરી ?
💥મૃણાલિનીબહેન સારાભાઈ

🌺ઇલાભટ્ટ કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે ?
💥"સેવા સંસ્થા"

🌺પ્રથમ ગુજરાતી સ્નાતક મહિલા કોણ ?
💥વિદ્યાગૌરી નીલકંઠ

🌺ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું અભયારણ્ય ક્યું છે ?
💥સુરખાબનગર

🌺શરદબાગ પેલેસ ક્યાં આવેલ છે ?
💥ભૂજ

🌺બારમી સદીના સંત ગોરખનાથે કયા પંથની સ્થાપના કરી ?
💥કાનફટા પંથ

🌺ગરબો શબ્દ શાના પરથી બનેલો છે ?
💥ગર્ભદીપ

🌺કોટાયની પાસે ક્યું ડુંગર છે ?
💥હવા ડુંગર

🌺નાગમતિ નદી ક્યાં આવેલી છે ?
💥કચ્છ

🌺કચ્છનો સૌથી મોટો બંધ કયો છે ?
💥રૂદ્રમાતા બંધ

🌺રાખદાની,પાનદાની,ફૂલદાની ક્યાં બને છે ?
💥ભુજમાં

🌺મોચીભરતને કઈ ભરત પણ કહે છે ?
💥આરીભરત

🌺ચિકારા અભયારણ્ય કયા તાલુકામાં છે ?
💥લખપત

🌺ગ્રામીન લોકકલા સંગ્રહાલય ક્યાં છે ?
💥ભૂજ

🌺બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય વડું મથક ક્યું છે ?
💥પાલનપુર

🌺બટાટાનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ?
💥બનાસ

🌺ભવાઇના વેશમાં બે થી ત્રણ પાત્રો એક સાથે જે જગ્યામાં આવે છે તેને શું કહેવાય ?
💥ચાચર

🌺કયા ઉધોગ માટે પાલનપુર જાણીતુ છે ?
💥અત્તર ઉધોગ

🌺બનાસનદી પર કયો ડેમ આવેલો છે ?
💥દાંતીવાડા

🌺સીપ ડેમ કયા જિલ્લામાં આવેલો છે ?
💥બનાસકાંઠા

🌺મુક્તેશ્વર ડેમ કઈ નદી પર આવેલો છે ?
💥સરસ્વતી નદી પર

🌺ભોજા ભગત મૂળ ક્યાંના છે ?
💥ફતેહપુર (અમરેલી)

🌺ગંગા સરોવર કયા જિલ્લામાં છે ?
💥બનાસકાંઠા

🌺એશિયામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી ડેરી કઈ છે ?
💥બનાસડેરી

🌺મૂક સેવક તરીકે કોણ જાણીતા છે ?
💥રવિશંકર મહારાજ

🌺પાટણની મુખ્ય નદી કઈ છે ?
💥સરસ્વતી

🌺પાટણમાં કોનું જ્ઞાનમંદિર આવેલું છે ?
💥શ્રી હેમચંદ્રાચાર્ય જૈન

🌺રંગઅવધૂત મહારાજનો આશ્રમ ક્યાં આવેલો છે ?
💥નારેશ્વર (વડોદરા)

🌺કપિલમુનિનો આશ્રમ ક્યાં આવેલો છે ?
💥સિદ્ધપુરમાં

🌺સિદ્ધપુરને બીજું શું કહેવાય ?
💥માતૃ ગયા

🌺શંખેશ્વરનું પ્રાચીનનામ જાણવો
💥શંખપુર

🌺સુફી સંત ''મીરાદાતાર '' મૂળ ક્યાંના છે ?
💥પળીગામ (પાટણ)

🌺કોને 'સદાવ્રતના સંત' કહેવામાં આવે છે ?
💥જલારામ

🌺શિક્ષાપત્રી અને વચનામૃત એ કોના પુસ્તકો છે ?
💥સહજાનંદ સ્વામી

🌺મહેસાણા જિલ્લાના કેટલા તાલુકા છે ?
💥૧૧

🌺મહેસાણામાં કેટલી કોઠાની વાવ જાણીતી છે ?
💥૭૨

🌺મહેસાણામાં કઈ ડેરી આવેલી છે ?
💥 દૂધ સાગર ડેરી

🌺મોઢેરાનું પ્રાચીન નામ કયું છે ?
💥ભગવદ્ ગામ

🌺મોઢેરામાં દર વર્ષ જાન્યુઆરી માસમાં કયો મહોત્સવ યોજવામાં આવે છે ?
💥ઉત્તરાર્ધ

🌺ભક્ત જલારામે કોને ગુરૂ બનાવ્યા હતા ?
💥ભોજા ભગત

🌺તારંગા ડુંગરમાં કઈ ગુફા આવેલી છે ?
💥જોગીડાની ગુફા

🌺તારંગાની પાસે કયો બંધ બાંધવામાં આવ્યો છે ?
💥ધરોઈબંધ

🌺ગુજરાતમાં મસાલાનું શહેર કયું છે ?
💥ઉંઝા

🌺મીરાદાતાર કઈ નદીના કિનારે છે ?
💥પુષ્પાવતી

🌺વડનગર શહેરમાં કેટલા દરવાજા આવેલા છે ?
💥૬

🌺પઢાર નૃત્ય ક્યા પ્રદેશનું જાણીતુ નૃત્ય છે ?
💥નવકાંઠા

🌺વડનગરમાં શાની સમાધિ આવેલી છે ?
💥તાના - રીરીન

🌺કયા નૃત્યમાં લોક સંગીત મુખ્ય છે ?
💥રાસડા

🌺ગુજરાતમાં મુખ્યત્વે કેટલી શક્તિપીઠો આવેલી છે ?
💥૩

🔶 દેળિયુ તળાવ કયા આવેલું છે ?
✔️ વિસનગર

🔶ગૌરીકુંડ ક્યાં આવેલું છે ?
✔️વડનગર

🔶દૂધ સાગર ડેરી ક્યાં આવેલી છે ?
✔️મહેસાણા

🔶ગાંધીનગર જિલ્લાના તાલુકા કેટલા છે ?
✔️૪

🔶માણસા તાલુકો કયા જિલ્લામાં આવેલું  છે ?
✔️ગાંધીનગર

🔶ગુજરાતના મૂળ વતનીઓ કયા નામે ઓળખાય છે ?
✔️આદિવાસી

🔶ગાંધીનગરના ક્યાંના મરચા વખણાય છે ?
✔️શેરથાના

🔶ગુજરાતમાં સૌ પ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી ?
✔️૧૮૭૨

🔶" ધારીયા " કયા ગામના વખણાય છે ?
✔️દહેગામ

🔶ગાંધીનગરને કઈ નગરી કહેવાય છે ?
✔️ઉધાનનગરી

સામાન્ય સવાલ

👉શીતળાની રસી ના શોધક??
✅ એડવર્ડ જેનર

👉રેડિયમ ની શોધ??
✅મેડમ ક્યુરી

👉લિફ્ટ ના શોધક??
✅એલિસા ઓટીસ

👉અભયદીવો ના શોધક?
✅હંફ્રી ડેવી

👉રેડિયો ની શોધ?
✅જી મારકોની

👉હડકવાની રસી શોધક??
✅લુઇ પશ્ચર

👉ટેલિફોન ના શોધક??
✅ગ્રેહામ બેલ

👉ક્ષ કિરણો ના શોધક??
✅રોન્ટજન

👉શીતળા સેના થી થાય ?
✅વાઇરસ થી

👉મરડો સેના થાય ??
✅પ્રજીવ

👉ક્ષય સેના થી થાય??
✅બેક્ટેરિયા

👉શરદી સેના થીં થાય ?
✅વાઇરસ

👉ધનુર સેના થી થાય??
✅બેક્ટેરિયા..

👉કોલેરા સેના થી થાય??
✅બેક્ટેરિયા

👉રક્તપિત્ત સેના થી થાય?
✅બેક્ટેરિયા

👉ડીપથેરિયા શેનાથી થાય છે?
✅બેક્ટેરિયા

👉ગ્લુકોમાં ક્યાં અંગમાં ??
✅આંખ

👉આર્થરાઈટીસ ક્યાં અંગમાં ?
✅સાંધાઓ માં

👉કમળો ક્યાં અંગ માં??
✅યકૃત

👉એક્ઝિમાં ક્યાં અંગ માં??
✅ચામડી

👉રુમેટિઝમ કયા અંગ માં??
✅સાંધા

👉ટાઈફોડ ક્યાં અંગ માં?
✅આંતરડાં

👉પોલિયો કયા અંગ માં?
✅પગ અને નસ બને માં

👉ઓટીસ ક્યાં અંગ માં??
✅કાનમાં

👉પ્લુરસી ક્યાં અંગ માં ?
✅ફેફસાં

👉ન્યુમોનિયા કયા અંગ માં??
✅ફેફસાં

👉ટીબી ક્યાં અંગમાં??
✅ફેફસાં

👉પેરાલિસિસ કયા અંગમાં??
✅જ્ઞાનતંતુઓ માં

👉4 ફેબ્રુઆરી ક્યો દિવસ??
✅વિશ્વ કેન્સર દિવસ

👉28 ફેબ્રુઆરી કયો દીવસ??
✅રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

👉22 માર્ચ કયો દિવસ??
✅વિશ્વ જળ દિવસ

👉7 એપ્રિલ કયો દિવસ??
✅વિશ્વ સ્વાસ્થ્ય દિવસ

👉22 એપ્રિલ કયો દિવસ??
✅વિશ્વ પૃથ્વી દિવસ

👉8 મેં કયો દિવસ??
✅વિશ્વ રેડક્રોસ દિવસ

👉31 મેં કયો દિવસ??
✅વિશ્વ તમાકુ વિરોધ દિવસ

👉5 જૂન કયો દિવસ??
✅વિશ્વ પર્યાવરણ દિવસ

👉14 જૂન કયો દિવસ ?
✅વિશ્વ રકત દાન દિવસ

👉1 જુલાઈ કયો દિવસ??
✅વિશ્વ ડોક્ટર દિવસ

👉1 ડિસેમ્બર કયો દિવસ??
✅વિશ્વ એઇડ્સ દિવસ

👉23 ડિસેમ્બર કયો દિવસ ?
✅રાષ્ટ્રીય કિસાન દિવસ

👉ગતિના નિયમો કોણે આપીયા??
✅ન્યુટન

👉સપેક્ષતા નો સિદ્ધાંત કોણે આપ્યો ?
✅આઈન્સ્ટાઈન

👉લોલક નો નિયમ ??
✅ગેલેલીયો

👉વસ્તી નો નિયમ ?
✅Malthos

👉તરવાનો સિદ્ધાંત??
✅આર્કિમીન્ડિઝ

Wednesday, May 22, 2019

રાજા રામમોહનરાય

📌જન્મ :- 22 મેં 1772 માં બંગાળના હુગલી જિલ્લા ના રાધાનગર ગામ માં થયો.

📌નવા યુગના અગ્રદૂત અને જયોતિર્ધર પણ કહેવાય છે

📌1821 માં બંગાળીમાં 'સંવાદ કૌમુદી '
📌1822 માં ફારસીમાં મિરાત-ઉલ-અખબાત ' નામના સમાચાર પત્રો શરુ કર્યા

📌તેમણે ઇ.સ 1828 માં  'આત્મીય સભા' નામે સંસ્થા સ્થાપી, પાછળથી આ સંસ્થા બ્રહ્મોસમાજ તરીકે પ્રચલિત બની.

📌રાજા રામમોહનરાય સતીપ્રથાના વિરોધમાં ઝુંબેશ ચલાવી હતી.

📌1829 માં અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટીકે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મુકતો કાયદો ઘડ્યો.

📌મુગલ બાદશાહે(અકબર બીજો ) ૧૮૩૧માં તેમને ‘રાજા’નો ઇલકાબ આપીને પોતાના વકીલ તરીકે ઇંગ્લેન્ડ મોકલ્યા

📌1933 માં બ્રિસ્ટોલ મુકામે તેમનું અવસાન થયું.

Tuesday, May 21, 2019

જનરલ સવાલ

📚ઇડરિયો ગઢ ભારતની કઈ ગિરિમાળાનો ભાગ છે ?
➖અરવલ્લી

📚ગુજરાતમાં રાજ્યસભાની કેટલી બેઠકો છે ?
➖૧૧

📚ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
➖૧૮ ઓક્ટોબર,૧૯૨૦

📚રાજપીપળાની ટેકરીઓનું સૌથી ઉંચુ શિખર ક્યું છે ?
➖માથાસર

📚ગુજરાતમાં સૌથી વધુ ગ્રેફાઈટ કયા જિલ્લામાં મળી આવે છે ?
➖જાંબુઘોડા

📚ગુજરાતમાં સૌથી વધુ જંગલો ધરાવતો જિલ્લો કયો છે ?
➖ડાંગ

📚ગુજરાતમાં સૌથી ઓછા જંગલો ધરાવતો જિલ્લો કયો છે ?
➖કચ્છ

📚ગુજરાતમાં સૌ પ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે ?
➖દાહોદ

📚ગુજરાતનું રાજ્યગીત ક્યું છે ?
➖જય જય ગરવી ગુજરાત

📚ભાવનગર જિલ્લામાં કયો જાણીતો ધરો આવેલો છે ?
➖તાતણીયો ધરો

જનરલ સવાલ

🌹 ઉત્તર ગુજરાતની લાંબામાં લાંબી નદી કઈ છે ?

✔️ બનાસ નદી

🌹 બનાસ નદી ક્યાં ક્યાં જિલ્લાઓમાંથી પસાર થાય છે ?

✔️ બનાસકાંઠા | પાટણ | કચ્છ

🌹 બનાસ નદીની સહાયક નદી કઈ છે ?

✔️ શીપુ

🌹 બનાસ નદી બીજા કયા નામથી ઓળખાય છે ?

✔️ પર્ણાસા

🌹 સરસ્વતી નદી ક્યાં ક્યાં જિલ્લાઓમાંથી પસાર થાય છે ?

✔️ બનાસકાંઠા | પાટણ | કચ્છ

🌹 કઈ નદી માતૃશ્રાદ્ધ માટે જાણીતી છે ?

✔️ સરસ્વતી નદી

🌹 કઈ નદી પિતૃશ્રાદ્ધ માટે જાણીતી છે ?

✔️ નર્મદા

🌹 કયુ સરોવર માતૃશ્રાદ્ધ માટે જાણીતુ છે ?

✔️ બિંદુ સરોવર

🌹 સૌથી વધારે ધાર્મિક યાત્રાસ્થળો કઈ નદીના કિનારા પર આવેલા છે ?

✔️ નર્મદા

🌹 ગુજરાતની સૌથી પ્રાચીન નદી કઈ છે ?

✔️ સરસ્વતી

જનરલ સવાલ

🍎 'ઓનમ' કયા રાજ્યનો તહેવાર છે ?

✅ કેરલ

🍎 ભવનાથનો મેળો કયા સ્થળે ભરાય છે ?

✅ જૂનાગઢ

🍎 ગણગોર કયા રાજ્યનો ઉત્સવ છે ?

✅ રાજસ્થાન

🍎 હમ્પી કયા રાજ્યની રાજધાની હતું ?

✅ વિજયનગર

🍎 વિરૂપક્ષનું મંદિર ક્યાં આવેલું છે ?

✅ વિજયનગર

🍎 ૬૪ યોગીનીનું મંદિર ક્યાં આવેલું છે ?

✅ ખજુરાહો

🍎 દોલતાબાદનો કિલ્લો કયા રાજયમાં આવેલો છે ?

✅ મહારાષ્ટ્ર

🍎 રોહતાસનો કિલ્લો ક્યાં આવેલો છે ?

✅ બિહાર

🍎 રંગમહેલ કયા આવેલ છે ?

✅ દિલ્હી

🍎 દિલ્હીમાં આવેલ મોતી મસ્જિદનું નિર્માણ કોણે કરાવ્યું હતું ?

✅ ઔરંગઝેબ

જનરલ સવાલ

📚ક્યા સમયગાળા દરમિયાન ગુજરાતમાં ચાવડાવંશનું શાસન હતું ?
➖ઇ.સ.૭૪૬ થી ૯૪૨

📚યાત્રાળુ વેરો ક્યા વર્ષથી નાબૂદ કરવામાં આવ્યો ?
➖૧૯૯૦

📚શ્યામ સરોવર બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે ?
➖મેશ્વો

📚ક્યા ખણીજનો ઉપયોગ ગ્રીસ અને ચરબીના શુદ્ધિકરણમાં થાય છે ?
➖મુલતાની માટી

📚ક્યા ખનીજનો ઉપયોગ ખાંડના શુદ્ધિકરણ માટે થાય છે ?
➖તાંબા

📚ગુજરાતમાં ચાવડાવંશની રાજધાની કઈ હતી ?
➖પાટણ
➖પ્રથમ રાજધાની - પંચાસર

📚ગુજરાતમાં સૌથી વધુ દાડમનું ઉત્પાદન   ક્યાં થાય છે ?
➖ભાવનગર

📚ઔધોગિક ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં ક્યું સ્થાન ધરાવે છે ?
➖બીજું

📚ગુજરાતમાં કુલ કેટલા ખનીજો મળી આવે છે ?
➖૨૬

📚ક્યા રાજવીએ ગુજરાતની અસ્મિતામાં વૃદ્ધિ કરી ?
➖કુમારપાળ

ભારતીય કળા અને સંસ્કૃતિ

▪કયા વિદેશી યાત્રીએ હીરા અને હીરાની ખાણની વિસ્તૃત ચર્ચા કરી છે❓
*✔જીન-બેપટિસ્ટ તાવેર્નીયર*

▪ભારતના સાંસ્કૃતિક ઇતિહાસના સંદર્ભમાં પંચાયતન શબ્દ કોની સાથે સંબંધિત છે❓
*✔મંદિર નિર્માણ માટેની એક કળા*

▪પર્વતોને કાપીને બનાવવામાં આવેલી કેટલીક બૌદ્ધ ગુફાઓનો ચૌત્ય કહેવાય છે. જો કે  બીજાને વિહાર કહેવામાં આવે છે. બંને વચ્ચે શું તફાવત છે❓
*✔ચૌત્ય એક ઉપાસના સ્થળ, વિહાર ભિક્ષુઓનું નિવાસસ્થાન*

▪નાગર,દ્રવિડ અને બેસર શું છે❓
*✔ભારતીય મંદિર વાસ્તુકલાના ત્રણ મુખ્ય પ્રકાર*

▪પ્રાચીન ભારતમાં ગુપ્તકાળની ગુફા ચિત્રકારીના બે જાણીતા ઉદાહરણ છે. બંનેમાંથી એક અજંતાની ગુફા છે અને હાલ ઉપસ્થિત બીજી ગુફા કઈ છે❓
*✔વાઘ ગુફા*

▪જાણીતું વિરૂપાક્ષ મંદિર ક્યાં આવેલું છે❓
*✔હમ્પી*

▪સંગીતના સુરનું પ્રદાન કરવાવાળા પ્રસિદ્ધ 56 નક્કાસીકાર સ્તંભોવાળુ વિજય વિઠ્ઠલ મંદિર ક્યાં આવેલુ છે❓
*✔હમ્પી*

▪અલ્હાબાદ સ્તંભ શિલાલેખ કોની સાથે સંબંધિત છે❓
*✔સમુદ્રગુપ્ત*

▪કયા વિશાળ મંદિરની શરૂઆતની અભિકલ્પના અને નિર્માણ સૂર્યવર્મન બીજાના શાસનકાળમાં થઈ❓
*✔અંગકોરવાટ*

▪હોયસલ સ્મારક ક્યાં ઉપસ્થિત છે❓
*✔હેલેબિડ અને બેલુરમાં*

▪લિંગરાજ મંદિર કયા શહેરમાં આવેલ છે❓
*✔ભુવનેશ્વર*

▪પ્રખ્યાત ચિત્રકળા 'બની-ઠની'નો સમાવેશ શેમાં થાય છે❓
*✔કિશનગઢ સ્કૂલ*

▪ભારતના સાંસ્કૃતિક ઇતિહાસના સંદર્ભમાં ઇતિવૃત્ત, રાજવંશીય ઇતિહાસો તથા વિરગાથાઓને કંઠસ્થ કરવાનો કોનો વ્યવસાય હતો❓
*✔માગધ*

▪મંગની યાર્સ તરીકે જાણીતા લોકોનું સમુદાય શેનાં માટે પ્રસિદ્ધ છે❓
*✔મધ્ય ભારતમાં પોતાની પિત્રા ડરદુરા પરંપરા માટે*

▪ભારતીય ધર્મો અનુસાર, 'સ્થાનકવાસી' કયા ધર્મ સાથે જોડાયેલ છે❓
*✔જૈન ધર્મ*

▪અનેકાન્તવાદ કયા ધર્મનું મૂળ સિદ્ધાંત અને દર્શન છે❓
*✔જૈન ધર્મ*

▪પ્રાચીન ભારતના કયા પુસ્તકમાં શુંગ રાજવંશના સ્થાપકના પુત્રની પ્રેમકથા છે❓
*✔માલવિકાગ્નિમિત્ર*

▪કયા વેદમાં જાદુ અને સંમોહનની વિદ્યાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે❓
*✔અથર્વ વેદ*

▪શૂદ્રક દ્વારા લખેલ પ્રાચીન ભારતીય પુસ્તક 'મૃચ્છકટિકમ'માં શેનો ઉલ્લેખ છે❓
*✔વેશ્યાની છોકરી સાથે ધનિક વેપારીના પ્રેમ પ્રસંગનું વર્ણન*

▪પોતાના સંદેશનો પ્રચાર પ્રસાર માટે હિંદીનો ઉપયોગ કરનાર પ્રથમ ભક્તિમાર્ગી સંત કોણ હતા❓
*✔રામાનંદ*

જુના નગરો બાબતે

🔥હડપ્પીય સભ્યતા માં આવેલ નગરો ના નામ નો અર્થ

🎴'હડપ્પા'નો અર્થ શું થાય❓
♦શિવ નું ભોજન

🎴'મોહેં જો દારો' નો અર્થ શું થાય❓
♦મરેલા નો ટેકરી

🎴'લોથળ' નો અર્થ શું થાય❓
♦લાશ ની ઢગલી

🎴'કાલીબંગા' નો અર્થ શું થાય❓
♦કાલા રંગ ની બંગડીઓ

🎴'બનાવલી' નો અર્થ શું થાય❓
♦વન નો પ્રદેશ

🎴'ધોળાવીરા' નો અર્થ શું થાય❓
♦સફેદ કૂવો

એક્ઝિટ પોલ

📺📺📢એક્ઝિટ પોલની શરૂઆત આ દેશમાં થઇ📺📺📢

દેશમાં ખાસ કરીને વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી ઘણી મહત્વની માનવામાં આવે છે. આ ચૂંટણીઓના તમામ બેઠકો પર મતદાન પૂર્ણ થયા બાદ વિવિધ સર્વે એજન્સીઓના એક્ઝિટ પોલ રજૂ થતા હોય છે. ત્યારે એક્ઝિટ પોલ કેવી રીતે થાય છે તેની શરૂઆત ક્યાંથી થઈ તે પણ રસપ્રદ છે.  નેધરલેન્ડના એક સમાજશાસ્ત્રી અને પૂર્વ રાજનેતા માર્સેલ વાન ડૈમને એક્ઝિટ પોલના જનક માનવામાં આવે છે. અને સૌથી પહેલી વખત 15 ફેબ્રુઆરી 1967માં કરાયા હતા. આ ઓપિનિયન પોલથી અલગ હોય છે. જ્યારે મતદાતા મતદાન કરી ચૂક્યો હોય છે ત્યારે તેને પૂછાય છે કે તેણે કોને મત આપ્યો. અને તેના આધાર પર કરાયેલા સર્વેથી જે વ્યાપક પરિણામ સામે આવે છે તેના આધાર પર પરિણામો તૈયાર કરાય છે. જોકે નિશ્ચિત સંખ્યામાં સર્વે કરાય છે. તેથી આ અનુમાન દરેક સમયે સાચુ સાબિત થતું નથી.   

ઓપિનયન પોલ એક્ઝિટ પોલથી અલગ હોય છે. આ સર્વેના જનક અમેરિકાના જ્યોર્જ ગૈલપ અનને ક્લોડ રોબિંસનને માનવામાં આવે છે. સૌથી પહેલા અમેરિકાની ચૂંટણીમાં સર્વે કરાયો હતો. તેનાથી પ્રભાવિત થઈને ઈંગ્લેન્ડે 1937માં અને ફ્રાંસે 1938માં ઓપિનિયન પોલ અપનાવ્યો હતો. ઓપિનિયન પોલના પરિણામો માટે ચૂંટણીના મુખ્ચ મુદ્દાઓ પર જનતામાંથી કેટલાક લોકોના મનની વાત જાણવાનો પ્રયાસ કરાય છે. ક્યા મુદ્દા પર જનતા નારાજ છે અને સંતુષ્ટ છે તેના આધારે અનુમાન લગાવાય છે કે તે કયા પક્ષને કયા નેતાને ચૂંટશે.

🎯📢📢ભારતમાં આવી રીતે શરૂઆત થઇ📢📢🎯

ભારતમાં ચૂંટણી સર્વેના જનક ભારતીય જનમત સંસ્થાના પ્રમુખ એરિક કોસ્ટાને માનવામાં આવે છે. ભારતમાં ચૂંટણી દરમિયાન આ પ્રકારના સર્વેથી જનતાનું વલણ જાણવાનું કામ સૌથી પહેલા એરિક કોસ્ટાએ કર્યું હતું. ભારતમાં તેનું ચલણ વધ્યું તો સૌથી પહેલા તેને પત્રિકાઓના માધ્મયથી પ્રકાશિત કરાતા હતા. બાદમાં ટેલિવિઝનનો જમાનો આવ્યો અને ન્યુઝ ચેનલો વધી. અને દરેક ન્યુઝ ચેનલમાં ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ પ્રસારિત કરવાની પરંપરા શરૂ થઈ.

📢📢🎯ચૂંટણી પંચે લગાવ્યો પ્રતિબંધ🎯📢📢

ચૂંટણી પંચ દ્વારા 1999માં એક આદેશ જારી કરીને ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ પર પ્રતિબંધ લગાવ્યો હતો. બાદમાં એક સમાચાર પત્રએ તેનો વિરોધ કરીને કોર્ટમાં પડકાર્યો હતો. ત્યારે બાદ કોર્ટે પ્રતિબંધ હટાવી લીધો હતો. અને નિયમ લાગુ કરાયો કે જ્યાં સુધી ચૂંટણી પ્રક્તિયામાં અંતિમ મતદાન પૂરુ ન થાય ત્યાં સુધી ચૂંટણી સર્વે પ્રકાશિત ન કરી શકાય અને બતાવી ન શકાય

Friday, May 17, 2019

જનરલ નોલેજ

【૧】ક્યા રાજ્યની સૌ પ્રથમ ભાષાવાર રાજ્ય તરીકે રચના કરવામાં આવી હતી ?
● આંધ્રપ્રદેશ

【૨】ક્યા વર્ષ મહાગુજરાત જનતા પરિષદે ચૂંટણીમાં ભાગ લીધો હતો ?
● ઇ.સ.૧૯૫૭

【૩】ગુજરાતની સૌ પ્રથમ સચિવાલય ક્યાં બનાવવામાં આવ્યું હતું ?
● પોલિટેકની કોલેજ
● આંબાવાડી

【૪】ગુજરાતની સૌ પ્રથમ વિધાનસભા ક્યાં રાખવામાં આવી હતી ?
● સિવીલ હોસ્પિટલ

【૫】ગુજરાતમાં ભૈત્રકવંશનું પાટનગર ક્યું હતું ?
● વલભીપુર

【૬】ગુજરાતમાં ત્રીજું રાષ્ટ્રપતિ શાસન આવ્યું ત્યારે રાજ્યપાલ કોણ હતું ?
● કે.કે.વિશ્વનાથન - રાજ્યપાલ
● ફખરૂદ્દીન અલી અહેમદ - રાષ્ટ્રપતિ

【૭】મૈત્રકવંશનો કુળધર્મ કયો હતો ?
● શૈવ

【૮】'ન્યુ ઇન્ડિયા' નામનું સમાચાર પત્ર અને 'કોમનવીલ' નામનું સાપ્તાહિક શરૂ કરનાર મહિલા કોણ હતા ?
●એની.બેસન્ટ

【૯】ભારતના સૌ પ્રથમ મહિલા ઉપકુલપતિ બનવાનો શ્રેય કોને ફાળે જાય છે ?
● હંસાબહેન મહેતા

【૧૦】ભારતમાં સૌ પ્રથમ સાંધ્ય અદાલતની શરૂઆત ગુજરાતમાં કયા સ્થળે કરવામાં આવી ?
● મિરઝાપુર (અમદાવાદ)