Friday, May 3, 2019

ચુનીલાલ વર્ધમાન શાહ

💁‍♂ઉપનામ: સાહિત્યપ્રિય

💁‍♂૨ મે ૧૮૮૭ (વઢવાણ)

💁‍♂ગુજરાતી સાહિત્યકાર અને પત્રકાર હતા. તેમનો જન્મ વઢવાણ ખાતે થયો હતો.

💁‍♂ વ્યવસાયે તેઓ રાજસ્થાન અને જૈનોદય સામાયિકોના સંપાદક હતા.

💁‍♂તેમણે અખંડ આનંદનું સંપાદન કરેલું અને પ્રજાબંધુ સાપ્તાહિકના સહતંત્રી હતા 

💁‍♂૧૯૩૭માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રકપ્રાપ્ત થયો હતો.

♻️ સર્જન ♻️

💠નવલકથા💠

પ્રમોદા અથવા દિલેર દિલારામ,ધારાનગરીનો મુંજ ,ચાણક્ય અને ચંદ્રગુપ્ત,નોકરીનો ઉમેદવાર ,કર્તવ્ય કૌમુદી,પાટણની પડતીનો પારંભ ,ન્યાયના મૂળમાં નીતિ ,મૂળરાજ સોલંકી ,રૂપમતી,વિષચક્ર,કંટક છયો પંથ (બૃહદ નવલકથા),જિગર અને અમી

💠નાટકો💠

ચાંપરાજ હાંડો ,દેવકીનંદન ,સાક્ષર મહાશય

💠નવલિકા સંગ્રહ💠

વર્ષા અને બીજી વાતો ,ચરિત્ર,ધરતીને ખોળે

💠બાળસાહિત્ય💠

હૈયાનું ધામ