Tuesday, May 21, 2019

ભારતીય કળા અને સંસ્કૃતિ

▪કયા વિદેશી યાત્રીએ હીરા અને હીરાની ખાણની વિસ્તૃત ચર્ચા કરી છે❓
*✔જીન-બેપટિસ્ટ તાવેર્નીયર*

▪ભારતના સાંસ્કૃતિક ઇતિહાસના સંદર્ભમાં પંચાયતન શબ્દ કોની સાથે સંબંધિત છે❓
*✔મંદિર નિર્માણ માટેની એક કળા*

▪પર્વતોને કાપીને બનાવવામાં આવેલી કેટલીક બૌદ્ધ ગુફાઓનો ચૌત્ય કહેવાય છે. જો કે  બીજાને વિહાર કહેવામાં આવે છે. બંને વચ્ચે શું તફાવત છે❓
*✔ચૌત્ય એક ઉપાસના સ્થળ, વિહાર ભિક્ષુઓનું નિવાસસ્થાન*

▪નાગર,દ્રવિડ અને બેસર શું છે❓
*✔ભારતીય મંદિર વાસ્તુકલાના ત્રણ મુખ્ય પ્રકાર*

▪પ્રાચીન ભારતમાં ગુપ્તકાળની ગુફા ચિત્રકારીના બે જાણીતા ઉદાહરણ છે. બંનેમાંથી એક અજંતાની ગુફા છે અને હાલ ઉપસ્થિત બીજી ગુફા કઈ છે❓
*✔વાઘ ગુફા*

▪જાણીતું વિરૂપાક્ષ મંદિર ક્યાં આવેલું છે❓
*✔હમ્પી*

▪સંગીતના સુરનું પ્રદાન કરવાવાળા પ્રસિદ્ધ 56 નક્કાસીકાર સ્તંભોવાળુ વિજય વિઠ્ઠલ મંદિર ક્યાં આવેલુ છે❓
*✔હમ્પી*

▪અલ્હાબાદ સ્તંભ શિલાલેખ કોની સાથે સંબંધિત છે❓
*✔સમુદ્રગુપ્ત*

▪કયા વિશાળ મંદિરની શરૂઆતની અભિકલ્પના અને નિર્માણ સૂર્યવર્મન બીજાના શાસનકાળમાં થઈ❓
*✔અંગકોરવાટ*

▪હોયસલ સ્મારક ક્યાં ઉપસ્થિત છે❓
*✔હેલેબિડ અને બેલુરમાં*

▪લિંગરાજ મંદિર કયા શહેરમાં આવેલ છે❓
*✔ભુવનેશ્વર*

▪પ્રખ્યાત ચિત્રકળા 'બની-ઠની'નો સમાવેશ શેમાં થાય છે❓
*✔કિશનગઢ સ્કૂલ*

▪ભારતના સાંસ્કૃતિક ઇતિહાસના સંદર્ભમાં ઇતિવૃત્ત, રાજવંશીય ઇતિહાસો તથા વિરગાથાઓને કંઠસ્થ કરવાનો કોનો વ્યવસાય હતો❓
*✔માગધ*

▪મંગની યાર્સ તરીકે જાણીતા લોકોનું સમુદાય શેનાં માટે પ્રસિદ્ધ છે❓
*✔મધ્ય ભારતમાં પોતાની પિત્રા ડરદુરા પરંપરા માટે*

▪ભારતીય ધર્મો અનુસાર, 'સ્થાનકવાસી' કયા ધર્મ સાથે જોડાયેલ છે❓
*✔જૈન ધર્મ*

▪અનેકાન્તવાદ કયા ધર્મનું મૂળ સિદ્ધાંત અને દર્શન છે❓
*✔જૈન ધર્મ*

▪પ્રાચીન ભારતના કયા પુસ્તકમાં શુંગ રાજવંશના સ્થાપકના પુત્રની પ્રેમકથા છે❓
*✔માલવિકાગ્નિમિત્ર*

▪કયા વેદમાં જાદુ અને સંમોહનની વિદ્યાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે❓
*✔અથર્વ વેદ*

▪શૂદ્રક દ્વારા લખેલ પ્રાચીન ભારતીય પુસ્તક 'મૃચ્છકટિકમ'માં શેનો ઉલ્લેખ છે❓
*✔વેશ્યાની છોકરી સાથે ધનિક વેપારીના પ્રેમ પ્રસંગનું વર્ણન*

▪પોતાના સંદેશનો પ્રચાર પ્રસાર માટે હિંદીનો ઉપયોગ કરનાર પ્રથમ ભક્તિમાર્ગી સંત કોણ હતા❓
*✔રામાનંદ*