Friday, May 17, 2019

 જનરલ સવાલ

🌹જળ સંસાધનનો મુખ્ય સ્રોત ક્યો છે ?
👉🏻વૃષ્ટિ

🌹'પૃષ્ઠીય જળ'નો મુખ્ય સ્રોત ક્યો છે ?
👉🏻નદીઓ

🌹કાવેરી નદીમાંથી કઇ નહેરનું નિર્માણ થયું ?
👉🏻નર્મદા નહેર

🌹ઓરિસ્સાની કઇ નદી મુખત્રિકોણ પ્રદેશ બનાવે છે ?
👉🏻મહાનદી

🌹કૃષ્ણા નદી ક્યા રાજ્યની નદી છે ?
👉🏻આંધ્ર પ્રદેશ

🌹 દમોદર નદી ક્યા રાજ્યની નદી છે ?
👉🏻ઝારખંડ

🌹કોસી નદી ક્યા રાજ્યની નદી છે ?
👉🏻બિહાર

🌹ઝારખંડ રાજ્યની સૌથી વધુ મહત્વની બહુહેતુક યોજના કઇ છે ?
👉🏻દમોદર ખીણ

🌹ઊંચી જાતની લોખંડની કાચી ધાતુનો સૌથી મોટો  જથ્થો ક્યા દેશમાં છે ?
👉🏻બ્રાઝિલ

🌹હઝારીબાગ શાની ખાણો માટે જાણીતું છે ?
👉🏻અબરખની

🌹ક્યા સાહિત્યકારે 'સત્યાર્થપ્રકાશ' નામના સમાચાર પત્રનું તંત્રીપદ શોભાવ્યું હતું ?
👉🏻કરસનદાસ મૂળજી

🌹ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) દ્રારા 'ઓપરેશન કલીન અપ' અંતર્ગત કોની લોકપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે ?
👉🏻એ.પી.શાહ

🌹દેશના કુલ વિદેશી મુદ્રા ભંડોળમાં ક્યા ઘટકનો સમાવેશ થતો નથી ?
👉🏻વર્લ્ડ બેન્ક પાસે સુરક્ષિત રકમ

🌹જો લિપ વર્ષ હોઇ તો શકસવંત મુજબ પ્રથમ દિવસ ક્યો હશે ?
👉🏻21 માર્ચ

🌹કઇ સમિતિએ પંચાયતી સંસ્થાઓ માટે વિકાસના કાર્યો અને નિયંત્રણની કાર્યવાહી અલગ કરવાની ભલામણ કરી હતી ?
👉🏻જી.વી.કે.રાવ સમિતિ

🌹રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (NABARD)ની સ્થાપના કઇ સમિતિના ભલામણના આધારે કરવામાં આવી હતી ?
👉🏻શિવરામન સમિતિ

🌹ભરુચમાં ભરાતો મેઘરાજાની છડીનો ઉત્સવની શરુઆત યાદવ-વંશની કઇ પેટા-જ્ઞાતિ દ્રારા કરવામાં આવી હતી ?
👉🏻ભાઇ

🌹શ્રી વાજપેઇ બેંકબલ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શો છે ?
👉🏻શહેરી અને ગ્રામીણ બેરોજગારોને રોજગાર

🌹ડાંગી આદિવાસીઓમાં પ્રખ્યાત 'પાવરી'એ કેવા પ્રકારનું વાઘ ગણાય છે ?
👉🏻સૂષિર વાઘ

🌹નેશનલ અર્બન લાઇવલીહૂડ મિશને (NULM) હવેથી ક્યા નામે ઓળખવામાં આવશે ?
👉🏻દિન દયાળ અંત્યોદય યોજના

🌹નર્મદા કાંઠાના પ્રદેશોમાં પુરુષો લાંબી લાકડીઓ પર ઘુઘરા બાંધી લાકડીઓનો એક છેડો હાથમાં રાખી ક્યું નૃત્ય કરે છે ?
👉🏻આગવા નૃત્ય

🌹રસિકલાલ પરીખનું 'શર્વિલક' નાટક ક્યા સંસ્કૃત નાટકના આધારે રચવામાં આવ્યું છે ?
👉🏻મૃચ્છકટિકમ્

🌹' કચ્છનું લોક સંસ્કૃત  દર્શન' નામના પુસ્તકના લેખક કોણ છે ?
👉🏻રાઠોડ રામસિંહ

🌹કિસાનોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાસભર વીજપુરવઠો પૂરો પાડવા ગુજરાત સરકાર દ્રારા યોજના અમલમાં છે ?
👉🏻ખુશી યોજના

🌹મૃણાલિની સારાભાઇએ કઇ નાટયકળામાં વીરશ્રીકલા બનનાર પ્રથમ મહિલાનું બિરુદ મેળવ્યું હતું ?
👉🏻કથકલી

🌹કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ની સ્થાપના ક્યા કેન્દ્રીય ધારા અંતર્ગત કરવામાં આવી છે ?
👉🏻પાણી(પ્રદુષણ અટકાવ અને અંકુશ) ધારો, 1974

🌹એક સમયે મહાત્મા ગાંધી સાથે તેના સહયોગી રહી ગયેલા જેણે અલગ થઇને એક આમૂલ પરિવર્તનવાદી આત્મ સન્માન આંદોલન ચલાવ્યું હતું તે કોણ ?
👉🏻રામાસ્વામી નાયકર

🌹કૃષિ ક્ષેત્રમાં વિવિધ પાકોની ફસલ માટે ન્યૂનત્તમ સમર્થન મૂલ્યની ભલામણ કોના દ્રારા કરવામાં આવે છે ?
👉🏻કૃષિ ખર્ચ અને કિંમત આયોગ

🌹સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત ભારતનું પરમાણુ રિએક્ટર……… છે.
👉🏻કલ્પક્કમ

🌹લોકસભાનું સચિવાલય કોની સીધી દેખરેખ અને અંકુશ હેઠળ કાર્ય કરે છે ?
👉🏻સ્પીકર

🌹ક્યા શિખ ગુરૂએ પ્રત્યેક શીખ પાસેથી દશાંશ ધાર્મિક કર વસુલ કરવાની શરુઆત કરી અને સાધુ વસ્ત્ર ત્યાગી રાજસી વસ્ત્ર પહેરવાની શરૂઆત કરી ?
👉🏻ગુરૂ અર્જુનદેવ

🌹ભારતની ચાર તેલ સંશોધન શાળાના સ્થળો   પશ્વિમથી પૂર્વ બાજુની દિશામાં ગોઠવો.
👉🏻કોયલિ, કોચિ, પાણીપત, મથુરા

🌹ભારતમાં સૌથી વધુ કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે છે ?
👉🏻માળખાગત બેરોજગારી

🌹ભારતની પ્રથમ સમુદ્રી મોજા આધારીત વિધુત પરિયોજના ક્યા સ્થળે સ્થાપવામાં આવી છે ?
👉🏻વિઝિંગમ

🌹બંધારણના ક્યા અનુચ્છેદ અંતર્ગત હિન્દી ભાષાને રાજભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે ?
👉🏻અનુચ્છેદ - 343(1)

🌹આંતર યુનિવર્સિટી ખેલોને પ્રોત્સહન આપવા ભારત સરકાર દ્રારા રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ યુનિવર્સિટીને કઇ ટ્રોફી આપવામાં આવે છે ?
👉🏻મૌલાના અબ્દુલ કલામ આઝાદ ટ્રોફી

🌹ઇ.સ.1798માં લોર્ડ વેલેસ્લી દ્રારા પ્રાસ્તાવિત સહાયકારી નીતિનો સ્વીકાર કરનાર સૌપ્રથમ ભારતીય શાસક કોણ હતું ?
👉🏻હૈદરાબાદના નિઝામ

🌹તારકુંડે સમિતિ તથા ગોસ્વામી સમિતિનો સંબંધ શું છે ?
👉🏻ચુંટણી વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન

🌹શ્યામાપ્રસાદ મુખરજી રાષ્ટ્રીય રુર્બન મિશનનો પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો ?
👉🏻કુરુભાત

🌹પત્રકાર તરીકેની ભૂમિકાના કારણે જેલ જનાર પ્રથમ ભારતીય કોણ છે ?
👉🏻બાળગંગાધર ટિળક

🌹ભારતમાં કૃષિ પછી ક્યો ઉધોગ સૌથી વધુ રોજગારી પૂરી પાડી રહ્યો છે ?
👉🏻કાપડ ઉધોગ

🌹ઉમાશંકર જોષીએ વિસાપુર જેલમાંથી સૌપ્રથમ ક્યું એકાંકી લખ્યું હતું ?
👉🏻શહીદનું સ્વપ્ન

🌹કેન્દ્ર સરકાર દ્રારા શરુ કરાયેલ પ્રોજેક્ટ મોસમ ક્યા મંત્રાલય હેઠળ કાર્યરત થયો છે ?
👉🏻સંસ્કૃતિ મંત્રાલય

🌹સૌથી મોટા આદિવાસી મેળા તરીકે પ્રખ્યાત શામળાજીનો મેળો ક્યારે ભરાય છે ?
👉🏻કાર્તિક પૂર્ણિમા

🌹હિમાલય ક્ષેત્રમાં શંકુવન જોવા મળે છે…………
👉🏻2500 થી 4500 મિટરની ઊંચાઈ પર

🌹ભારતમાં સૌથી વધુ ખનિજોનું ઉત્પાદન કરતું રાજ્ય ક્યું છે ?
👉🏻ઓડિશા

🌹જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આવેલ ઉરી કઇ નદીના  કિનારે આવેલું છે ?
👉🏻ઝેલમ

🌹ભારતના ક્યા રાજ્યની સીમા સૌથી વધુ અન્ય રાજ્યોની સીમા સાથે જોડાયેલી છે ?
👉🏻ઉત્તર પ્રદેશ

🌹આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ કઇ તારીખે ઉજવાય છે ?
👉🏻22 મે

🌹'ગઢપાટણ' તરીકે ઓળખાતું પ્રાચિન શહેર હાલ ક્યા નામે ઓળખાય છે ?
👉🏻અડાલજ