Monday, May 27, 2019

જનરલ સવાલ

📚માંડવની ટેકરીઓનું  સૌથી ઉંચુ શિખર ક્યું છે ?
➖ચોટીલા

📚જેસોરની ટેકરીઓનું સૌથી ઉંચુ શિખર ક્યું છે ?
➖આરાસુર

📚ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?
➖સાબરમતી

📚ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ?
➖નર્મદા

📚ગુજરાતમાં સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે ?
➖બનાસકાંઠા

📚"ઘર ઘરની જ્યોત" કટારના લેખક કોણ છે ?
➖વિનોદીની નીલકંઠ

📚ઝુલન ગોસ્વામી કઈ રમત સાથે સંકળાયેલ છે ?
➖ક્રિકેટ

📚ગુજરાતના સૌ પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા ?
➖શ્રીમતિ શારદાબહેન

📚ગુજરાત રાજ્યના સૌ પ્રથમ મહિલા મંત્રી કોણ હતા ?
➖ઇન્દુમતી બહેન

📚નંદિની પંડ્યાનું નામ ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે ?
➖પર્વતા રોહણ

🌺હંસાબહેન મહેતા કયા સાહિત્ય પ્રકાર સાથે સંકળાયેલ છે ?
💥બાળસાહિત્ય

🌺અમદાવાદમાં દર્પણ એકેડેમીની સ્થાપના કોણે કરી ?
💥મૃણાલિનીબહેન સારાભાઈ

🌺ઇલાભટ્ટ કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે ?
💥"સેવા સંસ્થા"

🌺પ્રથમ ગુજરાતી સ્નાતક મહિલા કોણ ?
💥વિદ્યાગૌરી નીલકંઠ

🌺ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું અભયારણ્ય ક્યું છે ?
💥સુરખાબનગર

🌺શરદબાગ પેલેસ ક્યાં આવેલ છે ?
💥ભૂજ

🌺બારમી સદીના સંત ગોરખનાથે કયા પંથની સ્થાપના કરી ?
💥કાનફટા પંથ

🌺ગરબો શબ્દ શાના પરથી બનેલો છે ?
💥ગર્ભદીપ

🌺કોટાયની પાસે ક્યું ડુંગર છે ?
💥હવા ડુંગર

🌺નાગમતિ નદી ક્યાં આવેલી છે ?
💥કચ્છ

🌺કચ્છનો સૌથી મોટો બંધ કયો છે ?
💥રૂદ્રમાતા બંધ

🌺રાખદાની,પાનદાની,ફૂલદાની ક્યાં બને છે ?
💥ભુજમાં

🌺મોચીભરતને કઈ ભરત પણ કહે છે ?
💥આરીભરત

🌺ચિકારા અભયારણ્ય કયા તાલુકામાં છે ?
💥લખપત

🌺ગ્રામીન લોકકલા સંગ્રહાલય ક્યાં છે ?
💥ભૂજ

🌺બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય વડું મથક ક્યું છે ?
💥પાલનપુર

🌺બટાટાનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ?
💥બનાસ

🌺ભવાઇના વેશમાં બે થી ત્રણ પાત્રો એક સાથે જે જગ્યામાં આવે છે તેને શું કહેવાય ?
💥ચાચર

🌺કયા ઉધોગ માટે પાલનપુર જાણીતુ છે ?
💥અત્તર ઉધોગ

🌺બનાસનદી પર કયો ડેમ આવેલો છે ?
💥દાંતીવાડા

🌺સીપ ડેમ કયા જિલ્લામાં આવેલો છે ?
💥બનાસકાંઠા

🌺મુક્તેશ્વર ડેમ કઈ નદી પર આવેલો છે ?
💥સરસ્વતી નદી પર

🌺ભોજા ભગત મૂળ ક્યાંના છે ?
💥ફતેહપુર (અમરેલી)

🌺ગંગા સરોવર કયા જિલ્લામાં છે ?
💥બનાસકાંઠા

🌺એશિયામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી ડેરી કઈ છે ?
💥બનાસડેરી

🌺મૂક સેવક તરીકે કોણ જાણીતા છે ?
💥રવિશંકર મહારાજ

🌺પાટણની મુખ્ય નદી કઈ છે ?
💥સરસ્વતી

🌺પાટણમાં કોનું જ્ઞાનમંદિર આવેલું છે ?
💥શ્રી હેમચંદ્રાચાર્ય જૈન

🌺રંગઅવધૂત મહારાજનો આશ્રમ ક્યાં આવેલો છે ?
💥નારેશ્વર (વડોદરા)

🌺કપિલમુનિનો આશ્રમ ક્યાં આવેલો છે ?
💥સિદ્ધપુરમાં

🌺સિદ્ધપુરને બીજું શું કહેવાય ?
💥માતૃ ગયા

🌺શંખેશ્વરનું પ્રાચીનનામ જાણવો
💥શંખપુર

🌺સુફી સંત ''મીરાદાતાર '' મૂળ ક્યાંના છે ?
💥પળીગામ (પાટણ)

🌺કોને 'સદાવ્રતના સંત' કહેવામાં આવે છે ?
💥જલારામ

🌺શિક્ષાપત્રી અને વચનામૃત એ કોના પુસ્તકો છે ?
💥સહજાનંદ સ્વામી

🌺મહેસાણા જિલ્લાના કેટલા તાલુકા છે ?
💥૧૧

🌺મહેસાણામાં કેટલી કોઠાની વાવ જાણીતી છે ?
💥૭૨

🌺મહેસાણામાં કઈ ડેરી આવેલી છે ?
💥 દૂધ સાગર ડેરી

🌺મોઢેરાનું પ્રાચીન નામ કયું છે ?
💥ભગવદ્ ગામ

🌺મોઢેરામાં દર વર્ષ જાન્યુઆરી માસમાં કયો મહોત્સવ યોજવામાં આવે છે ?
💥ઉત્તરાર્ધ

🌺ભક્ત જલારામે કોને ગુરૂ બનાવ્યા હતા ?
💥ભોજા ભગત

🌺તારંગા ડુંગરમાં કઈ ગુફા આવેલી છે ?
💥જોગીડાની ગુફા

🌺તારંગાની પાસે કયો બંધ બાંધવામાં આવ્યો છે ?
💥ધરોઈબંધ

🌺ગુજરાતમાં મસાલાનું શહેર કયું છે ?
💥ઉંઝા

🌺મીરાદાતાર કઈ નદીના કિનારે છે ?
💥પુષ્પાવતી

🌺વડનગર શહેરમાં કેટલા દરવાજા આવેલા છે ?
💥૬

🌺પઢાર નૃત્ય ક્યા પ્રદેશનું જાણીતુ નૃત્ય છે ?
💥નવકાંઠા

🌺વડનગરમાં શાની સમાધિ આવેલી છે ?
💥તાના - રીરીન

🌺કયા નૃત્યમાં લોક સંગીત મુખ્ય છે ?
💥રાસડા

🌺ગુજરાતમાં મુખ્યત્વે કેટલી શક્તિપીઠો આવેલી છે ?
💥૩

🔶 દેળિયુ તળાવ કયા આવેલું છે ?
✔️ વિસનગર

🔶ગૌરીકુંડ ક્યાં આવેલું છે ?
✔️વડનગર

🔶દૂધ સાગર ડેરી ક્યાં આવેલી છે ?
✔️મહેસાણા

🔶ગાંધીનગર જિલ્લાના તાલુકા કેટલા છે ?
✔️૪

🔶માણસા તાલુકો કયા જિલ્લામાં આવેલું  છે ?
✔️ગાંધીનગર

🔶ગુજરાતના મૂળ વતનીઓ કયા નામે ઓળખાય છે ?
✔️આદિવાસી

🔶ગાંધીનગરના ક્યાંના મરચા વખણાય છે ?
✔️શેરથાના

🔶ગુજરાતમાં સૌ પ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી ?
✔️૧૮૭૨

🔶" ધારીયા " કયા ગામના વખણાય છે ?
✔️દહેગામ

🔶ગાંધીનગરને કઈ નગરી કહેવાય છે ?
✔️ઉધાનનગરી