Tuesday, May 21, 2019

જનરલ સવાલ

🌹 ઉત્તર ગુજરાતની લાંબામાં લાંબી નદી કઈ છે ?

✔️ બનાસ નદી

🌹 બનાસ નદી ક્યાં ક્યાં જિલ્લાઓમાંથી પસાર થાય છે ?

✔️ બનાસકાંઠા | પાટણ | કચ્છ

🌹 બનાસ નદીની સહાયક નદી કઈ છે ?

✔️ શીપુ

🌹 બનાસ નદી બીજા કયા નામથી ઓળખાય છે ?

✔️ પર્ણાસા

🌹 સરસ્વતી નદી ક્યાં ક્યાં જિલ્લાઓમાંથી પસાર થાય છે ?

✔️ બનાસકાંઠા | પાટણ | કચ્છ

🌹 કઈ નદી માતૃશ્રાદ્ધ માટે જાણીતી છે ?

✔️ સરસ્વતી નદી

🌹 કઈ નદી પિતૃશ્રાદ્ધ માટે જાણીતી છે ?

✔️ નર્મદા

🌹 કયુ સરોવર માતૃશ્રાદ્ધ માટે જાણીતુ છે ?

✔️ બિંદુ સરોવર

🌹 સૌથી વધારે ધાર્મિક યાત્રાસ્થળો કઈ નદીના કિનારા પર આવેલા છે ?

✔️ નર્મદા

🌹 ગુજરાતની સૌથી પ્રાચીન નદી કઈ છે ?

✔️ સરસ્વતી