Monday, May 27, 2019

ગુણભાખરી 【 ચિત્ર વિચીત્રનો મેળો 】

🏔 ખેડબ્રહ્મા તાલુકાના *ગુણભાખરી* ગામે આવેલા મહાભારતના પ્રાચિન કાળના ચિત્ર - વિચીત્ર મહાદેવના મંદિર નજીક સાબરમતી ,  આકુળ , વ્યાકુળ એમ ત્રણ નદીઓના સંગમ સ્થાને યોજાતો *આદીવાસીઓનો ભાતીગણ મેળો એટલે ચિત્ર-વિચીત્ર નો મેળો*

🏔 આ મેળા વિશે દંત કથા છે કે આજથી છ હજાર વર્ષ પુર્વે હસ્તીનાપુરમાં શાતનું નામે રાજા રાજપાટ કરતો હતો.

🏔 તેમને *મત્સગંધા અને ગંગા* નામની બે રાણીઓ હતી.

🏔 રાણી ગંગાજીનો પુત્ર ગાંગેયજી અને મત્સયગંધાના બે પુત્ર *ચિત્રવીર અને વિચીત્રવીર* શાતાનું અવસાન બાદ ચિત્રવીર અને વિચીત્રવીર તેની માતાની સેવા કરતા ન હતા.

🏔 પરતું ગાયગેજી હમેશા તેની ઓરમાન માતાની ભકિતપુર્વક સેવા કરતા હતા.

🏔 તેની ગાંગયેજી પોતાની માતાની સેવા પ્રત્યે ખોટી શંકા જાગી. આ શંકાના પ્રયાશ્રિત રૂપે ચિત્રવીર અને વિચીત્રવીરે આ સ્થળે અગ્નિસ્નાન કરી દેહનું દહન કરી દોષ નિવારણ કયું હતું.