Tuesday, May 7, 2019

મહાત્મા ગાંધી

*મહાત્મા ગાંધી, તેમના વિચાર, સિદ્ધાંતો અને જીવન દર્શન, મહત્વના સત્યાગ્રહ - ગુજરાતના ખેડા, બોરસદ, બારડોલી, ધરાસણા, ધોલેરા, રાજકોટ અને લીંબડી સત્યાગ્રહના વિશેષ સંદર્ભમાં*

૧ ૧૯૨૦ થી ૧૯૪૭ના સમયગાળાને ક્યા નામે ઓળખવામાં આવે છે?
- ગાંધીયુગ કે ગાંધીયુગના આંદોલનોનો યુગ
૨ ગાંધીજીનો જન્મ ક્યા થયો હતો?
- પોરબંદર
૩ ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો?
- ૨ જી ઓક્ટોબર ૧૮૬૯
૪ ગાંધીજીએ ભારતની સ્વાતંત્ર્ય ચળવળને કયા માર્ગે વાળી?
- અહિંસક સત્યાગ્રહના માર્ગે
૫ ગાંધીજીનું પૂરું નામ જણાવો.
- મોહનદાસ કરમચંદ ગાંધી
૬ ગાંધીજી ભાવનગરની કઈ કોલેજમાં ભણ્યા?
- શામળદાસ કોલેજ
૭ ગાંધીજીએ બેરિસ્ટરની પદવી ક્યાંથી લીધી?
- ઇંગ્લેન્ડ
૮ ગાંધીજી વકીલ તરીકે દક્ષિણ આફ્રિકા ક્યારે ગયા?
- ઈ.સ. ૧૮૯૩
૯ ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજોની કઈ નીતિ સામે અહિંસક આંદોલન કર્યું?
- રંગભેદની નીતિ (૧૮૯૩ થી ૧૯૧૪)
૧૦ ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ક્યારે પાછા ફર્યા?
- જાન્યુઆરી, ૧૯૧૫
૧૧ ગાંધીજીનું રાજકારણ શાના પર આધારિત હતું?
- ધર્મ પર
૧૨ ગાંધીજી હિંદુ ધર્મને કયા દ્રષ્ટિકોણથી જોતા?
- માનવધર્મ 
૧૩ ગાંધીજી અહિંસાને શાનું પ્રતિક ગણતા?
- વીરતાનું પ્રતિક
૧૪ ગાંધીજી શેમાં અતૂટ વિશ્વાસ રાખતા?
- સત્ય અને અહિંસા
૧૫ ગાંધીજીએ શાની માટે રાષ્ટ્રવાદી ઝુંબેશ ચલાવી હતી?
- અસ્પૃશ્યતા નિવારણ માટે
૧૬ હરિજનોની સ્થિતિ સુધારવા ગાંધીજીએ શાની સ્થાપના કરી?
- હરિજન સેવક સંઘ
૧૭ અસ્પૃશ્યતા એ હિંદુ જાતિનું કલંક છે એવું કોણે કહ્યું?
- ગાંધીજીએ
૧૮ હિંદુ મુસ્લિમ એકતા લાવવાનું ભગીરથ કર્યા કોણે કર્યું?
- ગાંધીજીએ
૧૯ ગાંધીજીએ કયા આંદોલનને મહત્વનું સ્થાન આપ્યું છે?
- સ્વદેશી આંદોલન
૨૦ ભારતીય મહિલાઓને રાજકારણમાં ખેંચી લાવવાનું શ્રેય કોણે ફાળે જાય છે?
- ગાંધીજી
૨૧ કોના પ્રયત્નોથી લોકો રેંટિયા કાંતતા થયા?
- ગાંધીજી
૨૨ ગાંધીજી હિંદમાં શાની સ્થાપના કરવા ઇચ્છતા હતા?
- રામરાજ્ય
૨૩ ચંપારણ સત્યાગ્રહ ક્યારે થયું?
- ઈ.સ. ૧૯૧૭
૨૪ ચંપારણ સત્યાગ્રહ શાના માટે થયું? - ગળીના વાવેતર
૨૫ ચંપારણ સત્યાગ્રહમાં કોનો વિજય થયો?
- ગાંધીજીનો
૨૬ ગાંધીજી સૌપ્રથમ સફળ સત્યાગ્રહ હતો?
- ચંપારણ સત્યાગ્રહ
૨૭ ખેડા સત્યાગ્રહ ક્યારે થયો?
- ૧૯૧૭ - ૧૯૧૮
૨૮ ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ ક્યારે થઇ?
- ઈ.સ. ૧૯૧૭
૨૯ ખેડા સત્યાગ્રહ કોની આગેવાની હેઠળ કર્યો?
- ગાંધીજી
૩૦ વલ્લભભાઈએ કોના કારણે વકીલાત છોડી રાજકારણમાં ઝંપલાવ્યું?
- ગાંધીજીની
૩૧ વલ્લભભાઈ કઈ લડતથી આઝાદીની લડતમાં જોડાયા?
- ખેડા સત્યાગ્રહ
૩૨ ખેડા સત્યાગ્રહ ક્યારે થયો?
- ઈ.સ. ૧૯૧૮
૩૩ ખેડા સત્યાગ્રહથી કયા કયા નેતા મળ્યા?
- ગાંધીજી અને વલ્લભભાઈ પટેલ
૩૪ કયા સ્થળે મિલમજૂરોએ હડતાલ પાડી?
- અમદાવાદ
૩૫ અમદાવાદમાં મજૂર મહાજનની સ્થાપના કયારે થઇ?
- ૧૯૨૦માં
૩૬ કઈ હડતાળથી કોંગ્રેસ અને મજૂર કામદારો વચ્ચે અતૂટ સ્નેહ બંધાયો?
- અમદાવાદના મિલમજૂરોની હડતાળથી
૩૭ રોલેટ એક્ટ ક્યારે પસાર થયો?
- ૧૯૧૯
૩૮ હિંદ સંરક્ષણ ધારો ક્યારે ઘડાયો?
- ૧૯૧૯
૩૯ ગાંધીજીએ રોલેટ એક્ટને કયો કાયદો કહ્યો?
- કાળો કાયદો
૪૦ રોલેટ એક્ટમાં કેવી જોગવાઈ હતી?
- કોઈ પણ વ્યક્તિની કારણ આપ્યા વીણા ધરપકડ કરી શકાય
૪૧ કયો કાયદો ઇતિહાસમાં કાળા કાયદા તરીકે ઓળખાય છે?
- રોલેટ એક્ટ
૪૨ જલિયાવાલા બાગનો હત્યાકાંડ ક્યારે થયો?
- ૧૯૧૯
૪૩ જલિયાવાલા બાગમાં ગોળીબાર ક્યા અધિકારીએ કર્યો?
- જનરલ ડાયર
૪૪ જલિયાવાલા બાગના હત્યાકાંડની તપાસ કોને સોંપવામાં આવી?
- હંટર કમિશન
૪૫ જલિયાવાલા બાગના હત્યાકાંડના વિરોધમાં રવીન્દ્રનાથ ટાગોરે કયો ખિતાબ પાછો આપ્યો?
- નાઈટ
૪૬ કયા ભારતીય આગેવાને વાઈસરોયની કારોબારીમાંથી રાજીનામું આપ્યું?
- સર શંકરન નાયર
૪૭ પ્રથમ વિશ્વયુદ્ધમાં તુર્કી ક્યા પક્ષે જોડાયું?
- જર્મનીના પક્ષે
૪૮ ઇસ્લામનો ખલીફા તે સમયે કોણ હતો?
- તુર્કીનો સુલતાન
૪૯ ખિલાફત આંદોલનના મુખ્ય નેતા કોણ હતા?
- મૌલાના સૌકતઅલી અને મૌલાના મોહંમદઅલી
૫૦ અસહકાર આંદોલનના મુખ્ય પાસા કેટલા હતા?
- બે (નકારાત્મક અને સકારાત્મક)