Tuesday, February 26, 2019

બાળ સાહિત્યકાર લીલા મજમુદાર

❍ નામ :- લીલા મજમુદાર

❍ જન્મ :- 26 ફેબ્રુઆરી, 1908, કલકત્તા, બંગાળ, ભારત

❍ અવસાન :- 5 એપ્રિલ 2007 (વય 99) કોલકાતા, પશ્ચિમ બંગાળ, ભારત

🦋 લીલા મજમુદાર એ એક જાણીતાં બંગાળી સાહિત્યકાર હતાં.

🦋ખાસ કરીને બંગાળી બાળસાહિત્યના ક્ષેત્રમાં એમનું યોગદાન મહત્વનું રહ્યું છે.

🦋 એમણે પ્રાથમિક શિક્ષણ લોરેન્ટ કોન્વેન્ટ, શિલોંગ ખાતે લીધું હતું,

🦋 ઈ. સ. ૧૯૨૪ના વર્ષમાં તેણીએ કલકત્તા યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી હતી .

🦋 અનુસ્નાતકની ઉપાધિ તેણીએ અંગ્રેજી સાહિત્યના વિષય સાથે મેળવી હતી.

🦋 ઈ. સ. ૧૯૩૧ના વર્ષમાં તેણી દાર્જીલીંગ ખાતે મહારાણી કન્યા શાળામાં શિક્ષિકા તરીકે જોડાયાં હતાં

🦋 રવિન્દ્રનાથ ટાગોરના આગ્રહથી તેણી શાંતિનિકેતનમાં શિક્ષિકા તરીકે જોડાયાં હતાં. એક વર્ષ ત્યાં રહ્યા પછી તેણી આશુતોષ કોલેજ, કલકત્તાના સ્ત્રી વિભાગમાં જોડાયાં હતાં. આ સાથે તેણી ઓલ ઈન્ડિયા રેડિયોમાં પ્રોડ્યુસર તરીકે પણ સેવા આપી હતી.

🦋 બગાળી બાળસાહિત્યમાં ૧૨૫ જેટલાં પુસ્તકો લખ્યાં છે. બાળ સાહિત્ય ક્ષેત્રે એમણે આપેલા યોગદાનની કદર રૂપે એમણે ઘણાં સન્માન અને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મેળવ્યા છે.

મિરાજ 2000

🔥💥પાકિસ્તાન પર મોત વરસાવનાર મિરાજ 2000 વિમાનોને જાણો લો
નવી દિલ્હી, તા .26. ફેબ્રુઆરી 2019, મંગળવાર

☄પી.ઓ.કે. માં આતંકવાદી કેમ્પ પર બનાવેલ સર્જિકલ સ્ટ્રાઇક બાદ ભારતીય વાયુસેનાન મિરાજ 2000 વિમાન ફરી લગામ લાઈટમાં આવી ગયુ છે.

💥💥રસપ્રદ વાત એ છે કે રાફેલ બનાવનાર ફ્રાન્સીની ડસોલ્ટ કંપનીએ આ વિમાનને બનાવ્યું છે. ભારતીય વાયુસેનામાં 1984 માં આ વિમાનોને સમાવવામાં આવ્યા હતા. વિમેનની નીચે તરફ 9 પોઇન્ટ છે જ્યાં બોમ્બ અને મિસાઇલ એટેચ થઈ શકે છે.

🚀મિરાજ 2000 મલ્ટી રોલ ફાઇટર જેટ. જે હવાથી હવા અને હવાથી જમીન પર પણ હુમલો કરે છે. મિરાજની મિસાઇલ સિસ્ટમની રેન્જ 60 કિમી છે.

🚀મિરાજ 4 મિકા મિસાઈલ, 2 મેજિક મિસાઇલ, 3 ડ્રોપ ટેન્ક સાથે સજ્જ કરી શકાય છે. તે લેસર ગાઇડેડ બોમ્બ ફેંકવામાં પણ સક્ષમ છે.

20 વર્ષ પછી ફરીથી ગરજિયા મિરાજ -2000 વિમાનો, કારગીલ યુધ્ધ પણ બતાવવામાં આવી હતી

પાકિસ્તાનના કબજા હેઠળ કાશ્મિર આતંકવાદી કેમ્પોનો સફાયો કરનાર ભારતીય વાયુસેનાના મિરાજ -2000 વિમાનો 20 વર્ષ પછી ફરી ગરજાયા છે.

🚀આ પહેલા 1999 માં કારગીલ યુધ્ધમાં પણ મિરાજ- 2000 વિમાનોએ સચોટ બોમ્બમારો દ્વારા પાકિસ્તાનીઓના દાંત ખાટા કરી નાખ્યાં હતાં. ભારતે પહેલી વખત મિરાજ -2000 દ્વારા કાગિલી યુધ્ધમાં સિકકી લક્ષ્યાંક લેસર ગાઇડેડ બોમ્બનો ઉપયોગ થયો હતો.

મિરાજ યોજનાઓ કારગીલમાં વિવિધ પર્વતો પર ભારતના બંકરો પચાવી બેઠેલા પાકિસ્તાનીઓ પર વરસાવેલા લેસર ગાઇડેડ બોમ્બે યુધ્ધુ પશુ ભારતની તરફેણમાં પલટ્ટા મહત્વનું ભાગ ભજવ્યું હતું. કારગીલ યુધ્ધ વખતે મિરાજ વિમાનોને લેસર બોમ્બથી સજ્જ ઇઝરાયેલે પણ ભારતને મદદ કરી હતી.

🚀મિરાજ વિમાનની આ વિશેષતાઓ પણ જાણો

વિમાનની લંબાઈ 47 ફીટ છે

વિમાન મહત્તમ 2336 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે

68 મીમી 18 રોકેટ પ્રતિ સેકન્ડ લોન્ચ કરવાની ક્ષમતા

હથિયારો સાથે ના ઉડાન જ્યારે વજન 7500 કિલો

હથિયારો સાથેનુ વજન 13800 કિલો

મિરાજ વિમાનનો ઉપયોગ ભારત સહિતનો દુનિયાની બીજી વાયુસેના પણ કરે છે. જેમાં ફ્રાન્સ ઉપરાંત ચીન અને યુએઇ પણ સામેલ છે.

આનંદીબાઇ ગોપાલરાવ જોશી

📌જન્મ : માર્ચ 1865
📌મ્રુત્યુ : 26 ફેબ્રુઆરી 1887

👉 એ પ્રારંભિક ભારતીય સ્ત્રીની ચિકિત્સકોમાંની એક હતી.

👉 તે યુનાઈટેડ સ્ટેટસમાં પશ્ચિમી દવાઓની બે વર્ષની ડિગ્રી સાથે અભ્યાસ અને સ્નાતક થયા  માતે ભારતના અગાઉના બોમ્બે પ્રેસિડન્સીની પ્રથમ મહિલા હતી.

👉તેમને આનંદીબાઈ જોશી અને આનંદી ગોપાલ જોશી તરીકે પણ ઓળખવામાં આવ્યાં હતાં,

👉તેણી ભારતના પ્રથમ મહિલા ડૉક્ટર તરીકે ઓળખાય છે.

વિનાયક દામોદર સાવરકર

📌જન્મ : 28 મે 1883 -
📌મૃત્યુ  26 ફેબ્રુઆરી 1966

👉વીર સાવરકર તરીકે જાણીતા, ભારતીય રાજકારણી, વકીલ અને લેખક હતા,

👉[ભારત ના સાર તરીકે સામૂહિક "હિન્દુ" ઓળખ બનાવવા માટે, ચંદ્રનાથ બસુ દ્વારા અગાઉ નિર્દેશિત, હિન્દુત્વ (હિન્દુનેસ) શબ્દ સાર્વકર દ્વારા લોકપ્રિય થયો હતો.

👉સાવરકર હિન્દુ ફિલસૂફીનો વ્યવહારિક વ્યવસાયી પણ હતો. તેમણે આધુનિક વિજ્ઞાનના પરીક્ષણ સામે ધાર્મિક માન્યતાઓ / અંધશ્રદ્ધાને માન્ય કરવા માટે આગ્રહ કર્યો હતો. તે અર્થમાં તે એક બુદ્ધિવાદી અને સુધારક પણ હતો.

કૈલાસ નાથ વાન્ચૂ

📌જન્મ : 26 ફેબ્રુઆરી 1903 -
📌મૃત્યુ :  1988

👉ભારતના દસમા મુખ્ય ન્યાયમૂર્તિ હતા.

👉 તેનો જન્મ અલ્હાબાદમાં થયો હતો અને તે પંડિત પર્થિ નાથ હાઇ સ્કુલ, કાનપુર, મુર્ર સેન્ટ્રલ કૉલેજ, અલ્હાબાદ અને ઓક્સફર્ડના વાધામ કૉલેજમાં શિક્ષિત હતા

👉 તેઓ 1 લી ડિસેમ્બર, 1926 ના રોજ ઉત્તર પ્રદેશમાં ભારતીય મેજિસ્ટ્રેટ તરીકે ભારતીય સિવિલ સર્વિસમાં જોડાયા.

જનરલ સવાલ

⚜શર્મિષ્ઠા તળાવ ક્યાં શહેરમાં આવેલું છે ?
👉🏻 વડનગરમાં

⚜દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે ?
👉🏻 રાયસણ (ગાંધીનગર)

⚜ખોડિયાર બંધ કઈ નદી પર આવેલ છે ?
👉🏻 શેત્રુંજી નદી પર

⚜ગુજરાતની પ્રથમ રિફાઇનરી કઈ છે ?
👉🏻 કોયલી

⚜ગુજરાતની કઈ નદી સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે ?
👉🏻 તાપી નદી

⚜ચાંદોલ કઈ નદીના કિનારે છે ?
👉🏻 નર્મદા

⚜સુકભાદર નદી ક્યાંથી નીકળે છે ?
👉🏻 ચોટીલા પાસેના ડુંગરમાંથી

⚜ધોળીધજા ડેમ ક્યાં જિલ્લામાં છે ?
👉🏻 સુરેન્દ્રનગર

⚜ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે વસ્તીની ગીચતા છે ?
👉🏻 સુરત

⚜ગુજરાતમાં એક લાખથી વધુ વસ્તી ધરાવતા  શહેરો કેટલા છે ?
👉🏻 ૩૧

Monday, February 25, 2019

ઑસ્કર 2019: વિજેતાઓની સંપૂર્ણ સૂચિ

હોલીવુડમાં ડોલ્બી થિયેટરમાં 91 માં એકેડેમી પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. રામી મલેક, જ્યારે ઓલીવિયા કોલમેનના માટે શ્રેષ્ઠ અભિનેત્રી ઓસ્કાર જીત્યા રેપસોડી માટે અગ્રણી ભૂમિકામાં "બોહેમિયન શ્રેષ્ઠ અભિનેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે 91st એકેડેમી એવોર્ડ ખાતે પ્રિય '.
➖ઇન્ડિયા- 'પીરિયડ' સજાના અંત 'નો શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી શોર્ટ વિષય માટે ઓસ્કાર પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યો છે. ફિલ્મ 25 વર્ષીય ઈરાની-અમેરિકી ફિલ્મ નિર્માત્રી Reyka Jhhatabchi દ્વારા નિર્દેશિત અને તેના સહ ઉત્પાદન ફિલ્મો બનાવવા માંગો Gunit Monga જણાવ્યું હતું કે 'મસાન' અને 'લંચબૉક્સ' છે.

⭕️ વિજેતાઓની સંપૂર્ણ સૂચિ ⭕️

શ્રેષ્ઠ ચિત્ર: ગ્રીનબુક

અગ્રણી ભૂમિકામાં અભિનેતા: રામી માલેક, બોહેમિયન રેપસોડી

અભિનેત્રીમાં અગ્રણી ભૂમિકા: ઓલિવીયા કોલમેન, ધ પ્રિય

ડાયરેક્ટિંગ: આલ્ફોન્સ ક્વારોન, રોમા

શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી: જો બીલ સ્ટ્રીટ વાત કરી શકે

શ્રેષ્ઠ દસ્તાવેજી સુવિધા: ફ્રી સોલો

મેકઅપ એન્ડહેર્સ્ટી: વાઇઝ

કોસ્ચ્યુમ ડિઝાઇન: બ્લેક પેન્થર

ઉત્પાદન ડિઝાઇન: બ્લેક પેન્થર

સિનેમેટોગ્રાફી: રોમા

સાઉન્ડ એડિટિંગ: બોહેમિયન રેપસોડી

સાઉન્ડ મિકસિંગ: બોહેમિયન રેપસોડી

વિદેશી ભાષા ફિલ્મ: રોમા

ફિલ્મ એડિટિંગ: બોહેમિયા રેપસોડી

સહાયક અભિનેતા: મહેશેલા અલી, ગ્રીન બુક

એનિમેટેડ ફિચર ફિલ્મ: સ્પાઇડર મેન: સ્પાઇડર-શ્લોકમાં

એનિમેટેડ શોર્ટ ફિલ્મ: બાઓ

સર ડોનાલ્ડ જ્યોર્જ બ્રેડમેન

📌જન્મ : 27 ઑગસ્ટ, 1908
📌મૃત્યુ : 25 ફેબ્રુઆરી 2001

👉 જેને "ધ ડોન" તરીકે ઓળખવામાં આવે છે

👉 તે ઓસ્ટ્રેલિયન આંતરરાષ્ટ્રીય ક્રિકેટર હતો, જે હંમેશાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેન તરીકે સ્વીકારવામાં આવતો હતો.

👉 બ્રેડમેનની કારકીર્દી 99.94 ની ટેસ્ટબૅટિંગ એવરેજ કોઈપણ મુખ્ય રમતમાં કોઈપણ રમતવીરની સૌથી મોટી સિદ્ધિ તરીકે સૂચવવામાં આવી છે.

શિક્ષણ-દિન vs શિક્ષક-દિવસ vs વિશ્વ શિક્ષક દિવસ

🚀🚀 શિક્ષણ-દિન

ભારતના પ્રથમ શિક્ષણમંત્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદની જન્મતિથિ નિમિત્તે 11 નવેમ્બરનો દિવસ ભારતમાં ‘રાષ્ટ્રીય શિક્ષણ દિન’ (નેશનલ એજ્યુકેશન ડે) તરીકે ઊજવવામાં આવે છે. ઇન્ડિયન સ્કોલર મૌલાના આઝાદ 1947થી 1958 દરમિયાન સ્વતંત્ર ભારતના સૌપ્રથણ શિક્ષણ મંત્રી બન્યા હતા.

🚀🚀 શિક્ષક-દિવસ

ભારતમાં શિક્ષક દિન દર વર્ષની  ૫ સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે.
ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ
ડૉ. સર્વપલ્લીરાધાકૃષ્ણન‎નો
જન્મદિવસ છે, જેને તેમની યાદમાં ભારતમાં શિક્ષક દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન‎ રાષ્ટ્રપતિ બનતા પહેલાં એમની કારકિર્દીમાં સૌપ્રથમ ચેન્નઈની પ્રેસિડેન્સી કોલેજમાં મલયાલમ ભાષાનાં શિક્ષક તરીકે નિમણૂક પામ્યા હતાં.

🚀🚀 વિશ્વ શિક્ષક દિવસ

શિક્ષક દિન વિશ્વમાં શિક્ષકોના માનમાં ઉજવવામાં આવતો દિવસ છે, જે ૫ ઓક્ટોબરના રોજ વિશ્વ શિક્ષક દિન તરીકે મનાવાય છે.

ઈબ્ન બત્તુતા

આજે 25 ફેબ્રુઆરી

💮ઈબ્ન બત્તુતાનો જન્મ 1304 પ્રવાસી યાત્રી અને લેખક

➡જ્યારે ભારત પર દિલ્હી સલ્તનત નું રાજ હતું. ત્યારે મહમદ બિન તુઘલક ના સમય માં આવેલા હતો.  તેમની બુક "રહેલા"મા લખેલું છે.
➡ભારતમાં આવેલા બીજા પ્રવાસે યાત્રી અને કોના સમયમાં જે નીચે મુજબ છે⬇⬇

1. ફાહિયાન ➡ચંદ્રગુપ્ત બીજો
2. યુ-એન-સાંગ➡ હર્ષવર્ધન
3. સર ટોમસ રો ➡જહાંગીર

💮સર ડોન બ્રેડમેન નું નિધન 2001

➡ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર ,જેમને  "રન મશીન" પણ કહેવામાં આવે છે

💮કિસાન સન્માન નિધિ યોજનાનો ઉત્તરપ્રદેશના ગોરખપુર થી પ્રારંભ. (pm-Kisan)

➡ભારતના નાના ખેડૂતની જેમની બે હેક્ટર કરતા જમીન ઓછી છે. તેઓને વાર્ષિક રૂ. 6000 મળશે.

💮ઝારખંડ રાજય "મીઠી ક્રાંતિ" શરૂ કરી. જે મધમાખીના મધ સબંધી ની ક્રાંતિ છે.

➡ઝારખંડ મુખ્યમંત્રી રઘુવર દાસ, રાજ્યપાલ દ્રૌપદી માર્મુ,  રાજધાની રાંચી

💮સૌરભ ચૌધરી ISSFના શૂટિંગ વર્લ્ડકપ-2019મા 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક મળ્યો.

ઐતિહાસીક સવાલ

🚦હલ્દીઘાટનું યુદ્ધ ક્યારે થયું?
➖૧૫૭૬ ઈ.

🚦હલ્દીઘાટના યુદ્ધમાં મેવાડની સેનાનું નેતૃત્વ કોને કર્યું હતું?
➖મહારાણા પ્રતાપ

🚦હલ્દીઘાટના યુદ્ધમાં મહારાણા પ્રતાપ તરફથી લડવા વાળો એકમાત્ર મુસ્લિમ સરદાર કોણ હતો?
➖હકીમ ખાં સૂરી

🚦હલ્દીઘાટના યુદ્ધમાં મુઘલ સેનાનું નેતૃત્વ કોને કર્યું હતું?
➖માનસિહ તથા આસફ ખાં

🚦હલ્દીઘાટના યુદ્ધમાં કોને પોતાના પ્રાણનો ત્યાગ કરી મહારાણા પ્રતાપને બચાવ્યા?
➖બિંદા કે ઝાલામાન

🚦મેવાડના રાજા મહારાણા પ્રતાપ, કેટલા સમય સુધી શાસન કર્યું હતું?
➖૧૫૭૨ થી ૧૫૯૭

🚦હલ્દીઘાટના યુદ્ધમાં મહારાણા પ્રતાપને કોણે હરાવ્યા હતા?
➖અકબર

🚦મેવાડના રાજા મહારાણા પ્રતાપનો જન્મ ક્યારે થયો હતો?
➖૯ મે ૧૫૪૦

🚦મેવાડના રાજા મહારાણા પ્રતાપનો જન્મ સ્થળ ક્યાં છે?
➖કુંભલગઢ

🚦મહારાણા પ્રતાપનું બચપણનું નામ શું હતું?
➖કીકા

🚦મેવાડના રાજા મહારાણા પ્રતાપના પિતાનું નામ શું છે?
➖ઉદયસિંહ

🚦મેવાડના રાજા મહારાણા પ્રતાપના માતાનું નામ શું છે?
➖જીવંતબાઈ

🚦રાજા મહારાણા પ્રતાપનો ધર્મ કયો છે?
➖હિંદુ

🚦મેવાડના રાજા મહારાણા પ્રતાપનો શાસનકાળ સમય કયો છે?
➖૧૫૬૮-૧૫૯૭

🚦મેવાડના રાજા મહારાણા પ્રતાપનો અવશાન ક્યારે થયું હતું?
➖૧૯ જાન્યુઆરી ૧૫૯૭

🚦મહારાણા પ્રતાપ કયા વંશના રાજા હતા?
➖શિશોદિયા રાજવંશ

🚦મહારાણા પ્રતાપને કોની સાથે સંઘર્ષ કર્યો હતો?
➖મુઘલ સમ્રાટ અશોક

ગુજરાત

💢ગુજરાત ના પુરણિક નામ થી “ગુજરાત” નામ સુધી ની સફર💢

💠પ્રાચીન સમયમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો પ્રદેશ ‘આનર્ત' તરીકે ઓળખાતો હતો.

💠ક્ષત્રપ સમયમાં માત્ર 'ઉત્તર ગુજરાતનો પ્રદેશ ‘આનર્ત' કહેવાતો, વર્તમાન સૌરાષ્ટ્ર માટે ભૂગોળવેત્તાઓ ‘સેરોસ્ટસ' અને સુરાષ્ટ્રીન’ શબ્દનો પ્રયોગ કરતા હતા.

💠મેત્રક યુગના ધ્રુવસેન બીજાના સમય (ઇ, સ, 640)માં આવેલા - ચીની મુસાફર હ્યુએન- ત્સાંગે સૌરાષ્ટ્રનો ઉલ્લેખ ‘સુલ કા' તરીકે કર્યો હતો.

💠નવમી અને દસમી સદીમાં વર્તમાન દક્ષિણ ગુજરાત માટે 'લાટ શબ્દનો પ્રયોગ થતો હતો.

💠ટૉલેમીએ પોતાના પુસ્તકમાં ‘લાટ’ માટે ‘લાટિકા' અને મહી નદી માટે ‘મોફિસ’ શબ્દ પ્રયોજ્યો છે.

💠અનુમૈત્રક યુગમાં રાજસ્થાનના ‘ગુર્જરી'ની સત્તા ગુજરાતમાં સ્થપાઈ.

💠પરિણામે ઉત્તર ગુજરાતનો પ્રદેશ 'ગુર્જરભૂમિ', 'ગુર્જરદેશ', ‘ગુર્જરરાષ્ટ્ર વગેરે નામથી ઓળખાવા લાગ્યો.

💠સોલંકી યુગમાં શાસકો ‘ગુર્જરનરેશ' તરીકે ઓળખાયા.

💠સલ્તનત યુગમાં ‘ગુર્જર' શબ્દમાંથી ‘ગજરાત’ શબ્દ, અસ્તિત્વમાં આવ્યો. ‘ગુજરાત' શબ્દનો પ્રથમ ઉલ્લેખ ઈ. સ. 1933માં રચાયેલા ‘આબુરાસ'માં જોવા મળે છે.

💠પંદરમી સદીમાં ચાયેલા 'કાન્હડ દે, પ્રબંધ'માં 'ગુજરાત' શબ્દનો ઉલ્લેખ છે.

આનંદશંકર ધ્રુવ

જન્મ: ૨૫-૨-૧૮૬૯
અવસાન: ૭-૪-૧૯૪૨

🚩‘મુમુક્ષુ’, ‘હિંદહિતચિંતક’

📚સાહિત્યમીમાંસક, દાર્શનિક ગદ્યકાર..

♦️ ૧૮૯૫ થી ૧૯૧૯ સુધી ગુજરાત કૉલેજમાં સંસ્કૃત, અંગ્રેજી, પાશ્ચાત્ય તેમ જ ભારતીય ન્યાયશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનના અધ્યાપક. ત્યારબાદ

👳 વારાણસી યુનિવર્સિટીમાં અધ્યાપક અને ઉપકુલપતિ.
🕵‘સુદર્શન’નું તંત્રીપદ.
🕵૧૯૦૨ માં ‘વસંત’ માસિકનો આરંભ.

🎌 ૧૯૨૮માં નવમી ગુજરાતી સાહિત્ય પરિષદ અને ભારતની ફિલોસૉફિકલ કૉંગ્રેસના પ્રમુખ.

🎌૧૯૩૦માં આંતરયુનિવર્સિટી બોર્ડના અધ્યક્ષ.

🎌🏴૧૯૩૬ માં સર્વધર્મ પરિષદના અને ગુજરાત વિધાસભાના પ્રમુખ.
🎌૧૯૩૭ માં વારાણસી યુનિવર્સિટી દ્વારા ડૉકટર ઑવ લિટરેચરની પદવી.

📍📚સરળ અને લોકભોગ્ય શૈલીએ, ‘હિન્દુધર્મની બાળપોથી’ (૧૯૧૮)માં એમણે હિન્દુ ધર્મનું રહસ્ય બહુજનસમાજ માટે પ્રગટ કર્યું છે. ‘આપણો ધર્મ’ (૧૯૧૬) અને ‘હિન્દુ વેદધર્મ’ (૧૯૧૯) હિન્દુ ધર્મના સિદ્ધાંતો અને દર્શનને સ્પષ્ટ કરતાં પુસ્તકો છે. ‘ધર્મવર્ણન’માં એમણે જગતના મુખ્ય ધર્મોના સિદ્ધાંતોનો પરિચય આપ્યો છે.

નર્મદાશંકર દવે

🔰💠૨૪ ઓગ. ના રોજ જન્‍મેલા ગુજરાતના સપૂત, સાહિત્‍યકાર તથા સુધારક શ્રી નર્મદાશંકર લાલશંકર દવેની અનેક કવિતાઓ જય જય ગરવી ગુજરાત સહિત આજની તારીખમાં પણ સુપ્રસિધ્‍ધ છે.

🔰💠👉કલમને ખોળે માથુ મુકી આજીવિકાની પરવા કર્યા વિના સુધારાલક્ષી માનસ ધરાવતા કવિએ ગુજરાતી ભાષાના વિકાસમાં અમૂલ્‍ય યોગદાન આપ્‍યુ છે. સાથોસાથ તેમનું સુધારાવાદી માનસ અંધશ્રધ્‍ધા ઉપર પ્રહાર સમાન હતું. ૨૬ ફેબ્રુ. ૧૮૮૬ના રોજ તેમનું અવસાન થયું.

🔰🔰સુરતના સાપુતા અને ગુજરાતી અસ્મિતાના અખંડ પહેરીગાર એવા વીર નર્મદ નો જન્મ ૨૪ ઓગષ્ટ ૧૮૩૩ માં સુરતમાં થયો હતો. સાહિત્યકારોના મતે નર્મદાનું વ્યક્તિત્વ એટલું બધુતો વિશાળ હતું કે તેમને એક વ્યાખ્યામાં બાંધી શકાય તેમાં નથી.

👁‍🗨🎯પોતાની માતૃભુમી ગુજરાતને પોતાના સોલંકી યુગના સોનેરી વૈભાવને પુનઃ સ્થાપિત કરવાનું સ્વપ્ન આપનાર માં ભોમના આ પનોતા પુત્ર વીર નર્મદાની ૧૮૪ મી જનમ જયતિ ગઈ. એના જન્મને આજે ૧૮૪ વર્ષના વાયરા વાઈ ગયા. અને એના વિનાની ધરતીએ પણ ૧૩૨ દિવાળીઓને વધાવી લીધી. પણ આટલા વર્ષના વાણા વાઈ ગયા હોવા છતાં હજી સુધી આ ધરતી ઉપર એના માપની નજીક પણ પહોચી શકે તેવો કવિ પાક્યો નથી. કવિ તો દુર પણ માં ગુજરાતીનો આવો આરાધક પણ આ ધરતી ઉપર જનમ્યો નથી. અને એટલેજાતો નર્મદ બધા ગુર્જ્જર સંતાનોને આટલો પોતીકો લાગે છે. એવું કહીએતો પણ નવાઈ નહિ કે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો પ્રારંભ કવિ નર્મદથી જ થયો હતો.

🔰💠👉મધ્યકાળના ધર્મપારાયણતામાંથી સાહિત્યને સંસારાભીમુખ કરવાનો પ્રયાસ હોયકે સાહિત્ય સમજ અને સાહિત્ય વિષયોમાં આમૂલ પરિવર્તન કરવાનો પુરુષાર્થ હોય બન્નેમાં વીર નર્મદનું પ્રદાન ધન્યવાદને પાત્ર છે. વિવિધ પધ સ્વરૂપો અને ગધ સ્વરૂપોમાં નર્મદે કરેલ પહેલાના કારણેજ તો આજે ગુજરાતી સાહિત્ય પાસે પોતાનો કહી શકાય તેવો વિપુલ ભંડાર છે. અને એટલેજ તો નર્મદ ને અર્વાચીન સાહિત્યકારોના આધપીતામહ અને નવયુગના પ્રહરી તરીકે ઓળખવામાં આવે છે. નર્મદનું પ્રદાન માત્ર સાહિત્ય અને આદર્શ રચનાઓ પુરતુજા સીમિત નથી. પરંતુ તેમણે જે આદર્શો એક સાહિત્યકાર તરીકે પોતાના સાહિત્યમાં વર્ણવ્યા એજ આદર્શોને એક ઉમદા સમાજ સુધારક તરીકે જીવી પણ બતાવ્યા.

👏⭕️👏⭕️તેમણે દાંડીયો નામનું સાપ્તાહિક શરુ કરી સમાજ સુધારણા કાર્યક્રમની આક્રમક શરૂઆત કરી. પરંતુ અંતે તેમનો સુધારણા અંગેનો ભ્રમ ભાગતા અંતે તેમણે ઉત્તર વયે વિચાર પરિવર્તન કરી આર્યધર્મ અને સાંસ્કુતિના પુનરૂત્થાનને સ્વધર્મ ગણાવ્યો. અને પોતાની પ્રતિજ્ઞા ત્યજી ધર્માદા ખાતામાં મંત્રી પદે નોકરી સ્વીકારી.. પરંતુ મનનું સમાધાન ન મળતા ૨૫ ફેબ્રુઆરી ૧૮૮૬ નાં રોજ આઠ મહિનાની લાંબી માંદગી પોતાનો દેહ ત્યજી દીધો. આ સાથેજ ગુજરાતી ભાષાએ પોતાનો એક પનોતો પુત્ર અને કુળ દીપક ગુમાવી દીધો.

જન્મ 24 ઓગષ્ટ – 1833 , સુરત

અવસાન
25 ફેબ્રુઆરી – 1886, સુરત
કુટુમ્બ

માતા –  નવદુર્ગા ;   પિતા – લાલશંકર (મુંબાઇમાં લહિયાનો વ્યવસાય )
પત્ની – પ્રથમ –  ગૌરી ( 1844, 11 વર્ષની વયે !, 1853 માં અવસાન પામ્યા ) ; બીજું લગ્ન ડાહીગૌરી સાથે (1856) ; ત્રીજું લગ્ન – વિધવા સ્ત્રી નર્મદાગૌરી સાથે (1869)

🎯અભ્યાસ સુરત અને મુંબઇ

👉1850 એલ્ફિંસ્ટન ઇન્સ્ટિટ્યુટ, મુંબાઇમાંથી અભ્યાસ અધૂરો મૂક્યો.
વ્યવસાય

1858 સુધી શિક્ષણ
👉1864- ‘ડાંડિયો’ પાક્ષિક શરુ કર્યું.
                                                           *જીવનઝરમર*

👉1838 –  પાંચ વર્ષની વયે ભુલેશ્વરની ગામઠી શાળામાં શિક્ષણની શરુઆત
♦️1843-44– સુરતમાં દુર્ગારામ મહેતાજી ની શાળામાં અભ્યાસ
🔰1845 – મુંબાઇમાં અભ્યાસ
🔰1850– કોલેજમાં ‘બુધ્ધિવર્ધક સભા’ ની સ્થાપના, તેમાં આપેલા વ્યાખ્યાન ‘ મંડળીઓમાં જવાથી થતા લાભ ‘  ઉપરથી પહેલો લેખ લખવા પ્રેરણા મળી. કદાચ આ ગુજરાતી સાહિત્યનો પ્રથમ લેખ હતો !
🔰1856 –  અભ્યાસ અધૂરો મૂકીને  શિક્ષણ વ્યવસાય
🔰પ્રથમ કાવ્ય -આત્મબોધ
તે વખતના બહુ ખ્યાતનામ કવિ દલપતરામ સાથેની સ્પર્ધામાં જૂદો ચાલ પાડવા નવા ઢબની કવિતાઓ લખવી શરુ કરી.
🔰1858 – 23મી નવેમ્બરે પચીસ વર્ષની ઉમ્મરે નોકરીમાંથી રાજીનામું અને પૂર્ણ રીતે સરસ્વતીની સેવામાં આત્મસમર્પણ” મેં ઘેર આવી આંખમાં ઝળઝળીયા સાથે તેને અરજ કરી કે હવે હું તારે ખોળે છું.” – ગુજરાતી સાહિત્યને એક મહાન ઘટના
🔰1860 – વૈષ્ણવ મહારાજ જદુનાથ સાથે વાદ વિવાદ , જ્ઞાતિ તરફથી બહિષ્કાર
🔰1865 – આર્થિક કટોકટી , મુંબાઇ છોડી સુરતમાં નિવાસ
🔰1860 -66 ઉચ્છેદક  સુધારાનો નાયક , યુગપુરુષ તરીકેના નર્મદના જીવનનો સુવર્ણ કાળ, ઘણી પશ્ચિમી રીતરસમ અપનાવી
🔰1864– ‘ડાંડિયો’ પાક્ષિક શરુ કર્યું
🔰1865- 75  માનસ પરિવર્તન અને સુધારાવાદી વલણ ત્યજી સંરક્ષક સુધારાનો પ્રણેતા
🔰1875- 85 આર્યત્વનો ઉપાસક અને ઉપદેશક
🔰1876– મુંબાઇમાંઆર્થિક સંકટ નીવારવા નાટકો લખવાનો  નિષ્ફળ પ્રયાસ
🔰1886 – તીવ્ર આર્થિક સંકટના કારણે નોકરી ન ક

રવાની પ્રતિજ્ઞા તોડવી પડી અને મુંબાઇમાં ધર્માદા ખાતામાં નોકરીમાં જોડાયા , પણ આઘાત ન જીરવાતાં તરત  સંધિવા થી મૃત્યુ
🔰સંસ્કૃત સાહિત્ય અને નરસિંહ મહેતા થી  લ ઇ દયારામ સુધીના ગુજરાતી 🔰સાહિત્યનો ઊંડો અભ્યાસ, તેના આધારે ગુજરાતીના પ્રથમ વ્યાકરણ અંગેના ગ્રંથો લખ્યા.
🔰ગુજરાતીના પહેલા – ગદ્યકાર, શબ્દકોશકાર, ચરિત્રકાર
🔰નવી શૈલીના કવિ
સમાજ સુધારક
‘ જય જય ગરવી ગુજરાત’ ના  સર્જક કવિ

📝કૃતિઓ📝

નિબંધ – નર્મગદ્ય
કવિતા – નર્મકવિતા- આઠ ભાગ
કોશ –  નર્મકથાકોશ
વ્યાકરણ – અલંકાર પ્રવેશ , રસ પ્રવેશ, પિંગળ પ્રવેશ
આત્મકથા –  મારી હકીકત

મારી હકીકત

💠પુસ્તકનું નામ :-મારી હકીકત (૧૮૬૬)
💠લેખકનુંનામ :-  કવિ નર્મદ
💠સાહિત્ય પ્રકાર :- આત્મકથા
💠 ગુજરાતી ભાષાની સર્વપ્રથમ આત્મકથા-

✍✍‘ મારી હકીકત ‘
કવિ નર્મદની આત્મકથા ‘

*🎯👁‍🗨👉 મારી હકીકત ‘ ગુજરાતી ભાષાની સર્વપ્રથમ આત્મકથા છે. નર્મદે આ આત્મકથા ઈ.સ. ૧૮૬૬માં લખી હતી. નર્મદે ૧૮૩૩ થી ૧૮૬૬ સુધીનું પોતાના ૩૩ વર્ષના જીવનની કથા વ્યથા કહેતી જીવની લખી નાખી હતી. આત્મકથા શબ્દ પહેલા પ્રચલિત ન હતો માટે એ ગ્રંથને 🔖‘ સ્વજીવન’ પ્રકારનો ગ્રંથ  ગણવામાં આવતો હતો. પરતું નર્મદ  પોતાની આ કૃતિને આત્મકથા  કરતાં 📋‘ ખરડો’📒 કહેવાનું પસંદ કરે છે. 🗞📇🗞‘મારી હકીકત’ મૂળ તો બે કોલમમાં વહેચાયેલ છે. આત્મકથામાં દસ વિરામ  એટલે કે દસ પ્રકરણો છે. વિરામ ૧માં લેખક પોતાના જન્મ, ગોત્ર અને જ્ઞાતિ વિશે લખ્યું છે.📋 તેમનો જન્મ સંવત ૧૮૮૯ના પહેલા ભાદરવા સુદ દસમને શનિવારે એટલે કે સને ૧૮૩૩ના ઓગસ્ટ મહિનાની ૨૪મી તારીખે સવારે સુરતમાં થયો હતો. ત્યારપછી તેમણે ગોત્ર અને જ્ઞાતિ વિશે વિસ્તૃત માહિતી આપી છે. 🗞બીજા વિરામમાં વડીલો અને માબાપ, ત્રીજા વિરામમાં તેમનું બાળપણ અને પ્રાથમિક શિક્ષણ, ચોથા વિરામમાં અંગ્રજી સ્કુલ અને કોલેજ, પાંચમા વિરામમાં રાંદેરમાં શિક્ષક, છટ્ઠા વિરામમાં કવિપદની તૈયારી, સાતમાં વિરામમાં કલમને ખોળે, આઠમાં વિરામમાં જ્દુનાથજી સાથે પ્રસંગ, નવમા વિરામમાં કીર્તિનો મધ્યાહ્ન અને દસમાં વિરામમાં સરસ્વતીમંદિરમાં ખુબ જ વિસ્તૃત અને રસપ્રદ માહિતી આપી છે. દસ વિરામ પછી ડાયરી, નર્મપત્રધારામાંથી, પોતાની કવિતા વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. 🗃🗳આત્મકથાને અંતે ધર્મ ધ્યાન વિષે આત્મકથનમાં ધર્મતંત્ર,ધ્યાન વિશે વાત કરી છે. વિરામ ૧માંપોતાના જન્મ વિશે લખ્યું છે કે પ્રસવવેળાએ મારી માને ઘણું દુ:ખ થયું હતું. હું જન્મ્યો ત્યારે મારું માથું ઘણું જ લાંબુ હતું. તેથી ચહેરો વિચિત્ર દેખાતો હતો. છ મહિનામાં હું ઘૂટણીયો તાણતો હતો. તો વિરામ ચારમાં પોતાના વાંચનરસ વિશે લખતા કહે છે કે કોલેજમાં દાખલ થયા પછી મરજી મુજબ લેસન કરવાનું  હોવાથી (🎯👉 કેમ કે કોલેજમાં  કંઈ રોજ લેસન આપવાં પડતાં નહિ. ફક્ત પ્રોફેસરો લેક્ચર આપતા તે સાંભળ્યા કરવાનું હતું ) હું મારો તે સમય અંગ્રેજી ચોપડીઓ વાંચવામાં ગાળતો હતો. છટ્ઠા વિરામમાં કવિતા કેવી રીતે લખવાની શરૂઆત કરી તેની છણાવટ કરી છે.
🔰💠🔰આત્મકથા પ્રગટ થયા પછી વિવાદ થશે અને સગાંવ્હાલાઓને નહિ ગમે એ નર્મદને ખબર હતી. માટે તેમણે પોતાના મૃત્યું પછી જ પ્રગટ થાય તેની તકેદારી રાખી હતી. શું લખવાનું છે અને લખ્યા પછી શું થશે એ અંગે નર્મદે બહુ સ્પષ્ટ હતા.માટે તેમણે લખ્યું છે, 🔰💠👉‘ આ હકીકતમાં જે લખવાનું ઘટતું નહિ જ વિચારું તે તો હું નહિ જ લખું.પણ જે જે હું લખીશ તે તો મારી જાણ પરમાણે સાચેસાચું જ લખીશ, પછી તે મારૂ સારું સારું હો કે નરસું હો લોકને પસંદ પડો કે ન પડો’. 💠👉‘ હું ભાંગ પીતો, પાક ખાતો અને બૈરાઓમાં મહાલતો’  લેખકની તટસ્થા અને નિર્ભીકતા આ શબ્દોમાં જોઈ શકાય. આત્મકથા શા માટે લખી છે  તેનો ખુલાશો નર્મદે પ્રથમ વિરામમાં જ કરી દીધો છે. અહી નર્મદના નિર્ભીક સત્ય કથનના દર્શન થાય છે. મારી હકીકત નર્મદની નિખાલસ  જીવનકથા છે. તો બીજી તરફ તેના સમયની પ્રજાનાં આચારવિચાર અને વ્યવહારને રજૂ કરતી પૂરેપૂરી દસ્તાવેજી કથા છે.

🎯બહુ જ નિખાલસતાથી અને હિમ્મતપૂર્વક સત્ય-કથન કહેનારી આ આત્મકથા છે. એમાં કવિ નર્મદના જીવનની અને એમના સમયની અનેક દસ્તાવેજી વિગતો હોવા છતાં, આ કથા આરંભથી અંત સુધી આપણને પકડી રાખે એવી રસપ્રદ પણ છે. ગુજરાતી ભાષાની એક ચિરંજીવ સાહિત્યકૃતિ તરીકે એની ગણના થાય છે.

🔰💠👉અહીં મૂળ આત્મકથા ઉપરાંત નર્મદે લખેલી ડાયરી અને પત્રો પણ છે; વળી, વિવિધ હસ્તાક્ષરો અને ફોટોગ્રાફ પણ સામેલ છે –એ બધું રસપૂર્વક આપણને એમના જમાનામાં લઈ જાય છે.

🔰💠ગુજરાતીની આ પહેલી આત્મકથા – લખાયેલી 1886માં.(ને ત્યારે થોડીક નકલો કવિએ છપાવેલી). પરંતુ, આ પુસ્તક પ્રકાશિત થયું નર્મદના જન્મ-શતાબ્દી વર્ષ 1933માં. દરમિયાન, 1926માં ગાંધીજીની આત્મકથા `સત્યના પ્રયોગો’ પ્રગટ થઈ ગયેલી.