Monday, February 25, 2019

ગુજરાત

💢ગુજરાત ના પુરણિક નામ થી “ગુજરાત” નામ સુધી ની સફર💢

💠પ્રાચીન સમયમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો પ્રદેશ ‘આનર્ત' તરીકે ઓળખાતો હતો.

💠ક્ષત્રપ સમયમાં માત્ર 'ઉત્તર ગુજરાતનો પ્રદેશ ‘આનર્ત' કહેવાતો, વર્તમાન સૌરાષ્ટ્ર માટે ભૂગોળવેત્તાઓ ‘સેરોસ્ટસ' અને સુરાષ્ટ્રીન’ શબ્દનો પ્રયોગ કરતા હતા.

💠મેત્રક યુગના ધ્રુવસેન બીજાના સમય (ઇ, સ, 640)માં આવેલા - ચીની મુસાફર હ્યુએન- ત્સાંગે સૌરાષ્ટ્રનો ઉલ્લેખ ‘સુલ કા' તરીકે કર્યો હતો.

💠નવમી અને દસમી સદીમાં વર્તમાન દક્ષિણ ગુજરાત માટે 'લાટ શબ્દનો પ્રયોગ થતો હતો.

💠ટૉલેમીએ પોતાના પુસ્તકમાં ‘લાટ’ માટે ‘લાટિકા' અને મહી નદી માટે ‘મોફિસ’ શબ્દ પ્રયોજ્યો છે.

💠અનુમૈત્રક યુગમાં રાજસ્થાનના ‘ગુર્જરી'ની સત્તા ગુજરાતમાં સ્થપાઈ.

💠પરિણામે ઉત્તર ગુજરાતનો પ્રદેશ 'ગુર્જરભૂમિ', 'ગુર્જરદેશ', ‘ગુર્જરરાષ્ટ્ર વગેરે નામથી ઓળખાવા લાગ્યો.

💠સોલંકી યુગમાં શાસકો ‘ગુર્જરનરેશ' તરીકે ઓળખાયા.

💠સલ્તનત યુગમાં ‘ગુર્જર' શબ્દમાંથી ‘ગજરાત’ શબ્દ, અસ્તિત્વમાં આવ્યો. ‘ગુજરાત' શબ્દનો પ્રથમ ઉલ્લેખ ઈ. સ. 1933માં રચાયેલા ‘આબુરાસ'માં જોવા મળે છે.

💠પંદરમી સદીમાં ચાયેલા 'કાન્હડ દે, પ્રબંધ'માં 'ગુજરાત' શબ્દનો ઉલ્લેખ છે.