Monday, February 18, 2019

નર્મદ

★ નર્મદ ની ૧૭૯ મી જન્મ જયંતિ ★
તારીખ 12 ફેબ્રુઆરી ના રોજ

🧣 સુરતના સાપુતા અને ગુજરાતી અસ્મિતાના અખંડ પહેરીગાર એવા વીર નર્મદ નો જન્મ ૨૪ ઓગષ્ટ ૧૮૩૩ માં સુરતમાં થયો હતો. સાહિત્યકારોના મતે નર્મદાનું વ્યક્તિત્વ એટલું બધુતો વિશાળ હતું કે તેમને એક વ્યાખ્યામાં બાંધી શકાય તેમાં નથી.

🧣 પોતાની માતૃભુમી ગુજરાતને પોતાના સોલંકી યુગના સોનેરી વૈભાવને પુનઃ સ્થાપિત કરવાનું સ્વપ્ન આપનાર માં ભોમના આ પનોતા પુત્ર વીર નર્મદાની ૧૭૯ મી જનમ જયતિ ગઈ. એના જન્મને આજે ૧૭૯ વર્ષના વાયરા વાઈ ગયા. અને એના વિનાની ધરતીએ પણ ૧૨૬ દિવાળીઓને વધાવી લીધી. પણ આટલા વર્ષના વાણા વાઈ ગયા હોવા છતાં હજી સુધી આ ધરતી ઉપર એના માપની નજીક પણ પહોચી શકે તેવો કવિ પાક્યો નથી. કવિ તો દુર પણ માં ગુજરાતીનો આવો આરાધક પણ આ ધરતી ઉપર જનમ્યો નથી. અને એટલેજાતો નર્મદ બધા ગુર્જ્જર સંતાનોને આટલો પોતીકો લાગે છે. એવું કહીએતો પણ નવાઈ નહિ કે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો પ્રારંભ કવિ નર્મદથી જ થયો હતો.

🧣 મધ્યકાળના ધર્મપારાયણતામાંથી સાહિત્યને સંસારાભીમુખ કરવાનો પ્રયાસ હોયકે સાહિત્ય સમજ અને સાહિત્ય વિષયોમાં આમૂલ પરિવર્તન કરવાનો પુરુષાર્થ હોય બન્નેમાં વીર નર્મદનું પ્રદાન ધન્યવાદને પાત્ર છે. વિવિધ પધ સ્વરૂપો અને ગધ સ્વરૂપોમાં નર્મદે કરેલ પહેલાના કારણેજ તો આજે ગુજરાતી સાહિત્ય પાસે પોતાનો કહી શકાય તેવો વિપુલ ભંડાર છે.

🧣 અને એટલેજ તો નર્મદ ને અર્વાચીન સાહિત્યકારોના આધપીતામહ અને નવયુગના પ્રહરી તરીકે ઓળખવામાં આવે છે. નર્મદનું પ્રદાન માત્ર સાહિત્ય અને આદર્શ રચનાઓ પુરતુજા  સીમિત નથી. પરંતુ તેમણે જે આદર્શો એક સાહિત્યકાર તરીકે પોતાના સાહિત્યમાં વર્ણવ્યા એજ આદર્શોને એક ઉમદા સમાજ સુધારક તરીકે જીવી પણ બતાવ્યા.

🧣 તેમણે દાંડીયો નામનું સાપ્તાહિક શરુ કરી સમાજ સુધારણા કાર્યક્રમની આક્રમક શરૂઆત કરી. પરંતુ અંતે તેમનો સુધારણા અંગેનો ભ્રમ ભાગતા અંતે તેમણે ઉત્તર વયે વિચાર પરિવર્તન કરી આર્યધર્મ અને સાંસ્કુતિના પુનરૂત્થાનને સ્વધર્મ ગણાવ્યો. અને પોતાની પ્રતિજ્ઞા ત્યજી ધર્માદા ખાતામાં મંત્રી પદે નોકરી સ્વીકારી.. પરંતુ મનનું સમાધાન ન મળતા

🌹મૃત્યુ 🌹

૨૫ ફેબ્રુઆરી ૧૮૮૬ નાં રોજ આઠ મહિનાની લાંબી માંદગી પોતાનો દેહ ત્યજી દીધો. આ સાથેજ ગુજરાતી ભાષાએ પોતાનો એક પનોતો પુત્ર અને કુળ દીપક ગુમાવી દીધો.