Saturday, February 23, 2019

દુલા ભાયા કાગ

*👉 જન્મ  -::-  ૨૫  નવેમ્બર  ૧૯૦૨,*

*👉 મૃત્યુ -::-  ૨૨  ફેબ્રુઆરી  ૧૯૭૭,*

*ગુજરાતી કવિ, ગીતકાર, લેખક હતા. તેમનો જન્મ સૌરાષ્ટ્રના કાગધામ (મજાદર)[૧] ખાતે થયો હતો. તેઓ ચારણ હતા. તેમની ચારણી ભાષાના માધ્યમથી દલિત, શોષિત, પીડિતના દર્દને વાચા આપી હતી.(સંદર્ભ આપો)*

*તેમના પિતાનું નામ ભાયા ઝાલા કાગ અને માતાનું નામ ધનબાઈ હતું. તેમણે માત્ર ૫ ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું અને ત્યાર બાદ તેમના કૌટુંબિક વ્યવસાય ખેતીમાં જોડાયા. તેમણે તેમની જમીન વિનોબા ભાવેના ભૂદાન આંદોલનમાં અર્પી દીધી હતી.*