Monday, February 11, 2019

રાષ્ટ્રપિતા : મહાત્મા ગાંધીજી

*👇🏻▪📖"સત્યના પ્રયોગો"પુસ્તકમાંથી📖▪👇🏻*

▪ગાંધીજીએ તેમના પિતાશ્રીએ ખરીદેલ કયું પુસ્તક વાંચ્યું હતું❓
*✔શ્રવણપિતૃભક્તિ નાટક*

▪ગાંધીજીના વિવાહ કેટલી વર્ષની ઉંમરમાં થયા હતા❓
*✔13 વર્ષની*

▪ગાંધીજીની કેટલી વખત સગાઈ થઈ હતી❓
*✔3 વખત*

▪ધો.5 અને ધો.6માં ગાંધીજીને  અનુક્રમે કેટલી શિષ્યવૃત્તિ મળી હતી❓
*✔4 રૂપિયા અને 10 રૂપિયા*

▪ગાંધીજી ધો.7માં ભણતા હતા ત્યારે તે સ્કૂલના હેડમાસ્તર કોણ હતા❓
*✔દોરાબજી એદલજી*

▪ગાંધીજીને સંસ્કૃત શીખવનાર માસ્તરનું નામ❓
*✔કૃષ્ણાશંકર*

▪ગાંધી કુટુંબ કયા સંપ્રદાયનું હતું❓
*✔વૈષ્ણવ સંપ્રદાય*

▪ગાંધીજી નાનપણમાં આપઘાત કરવા માટે શું લઈ આવ્યા હતા પણ આપઘાત કરવાની હિંમત ન આવી❓
*✔ધતુરાના ડોડવાના બી*

▪ગાંધીજી કેટલા વર્ષના હતા ત્યારે તેમના પિતાજી મૃત્યુ પામ્યા❓
*✔16 વર્ષના*

▪ગાંધીજીના પિતાને શાની બીમારી હતી❓
*✔ભગંદર*

▪ગાંધીજીને રામનામ જાપ કોણે આપેલા❓
*✔નોકરાણી રંભાબાઈ*

▪ગાંધીજીએ મેટ્રિક્યુલેશનની પરીક્ષા ક્યારે પાસ કરી❓
*✔1887માં*

▪ગાંધીજી જોશીજી નામે કોને બોલાવતા❓
*✔માવજી દવેને(ગાંધીજીને વિલાયત મોકલનાર)*

▪ગાંધીજી જ્યારે પ્રથમવાર વિલાયત ગયા ત્યારે કોની સાથે ગયા હતા❓
*✔ત્ર્યમ્બકરાય મજમુદાર*

▪ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં વાયોલિન ખરીદવા કેટલા પાઉન્ડ ખર્ચ્યા હતા❓
*✔ત્રણ પાઉન્ડ*

▪"તારું પહેરણ માંગે તેને અંગરખું આપજે, તને જમણે ગાલે તમાચો મારે તો આગળ ડાબો ધરજે" આ વાક્ય ગાંધીજીએ કયા ગ્રંથમાં વાંચ્યું હતું❓
*✔નવા કરાર*

▪ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કોને અંગ્રેજી શીખવ્યું હતું❓ અથવા અંગ્રેજી શીખવા ગાંધીજીને કોણે ભલામણ કરી હતી❓
*✔નારાયણ હેમચંદ્ર*

▪ગાંધીજી પેરિસમાં મહાપ્રદર્શનમાં ક્યારે ગયા હતા❓
*✔1890 (એફિલ ટાવર બે ત્રણ વખત ચડ્યા હતા)*

▪"એફિલ ટાવર મનુષ્યની મૂર્ખાઈનું ચિહ્ન છે" એવું કોણ માનતું હતું❓
*✔ટોલ્સટોય*

▪ગાંધીજી બેરિસ્ટર (વકીલ) ક્યારે કહેવાયા❓
*✔10 જૂન,1891*

▪ટોલ્સટોયના પુસ્તકનું ગાંધીજીએ ભાષાંતર કરીને શું નામ આપ્યું છે❓
*✔'વૈકુંઠ તારા હદયમાં છે'*

▪ગાંધીજી જ્યારે મુંબઈમાં વકીલાત શરૂ કરવા જઈ રહ્યા હતા ત્યારે રસોઈયા તરીકે એક બ્રાહ્મણને રાખ્યો હતો. તેનું નામ શું હતું❓
*✔રવિશંકર*

▪મુંબઈમાં ગાંધીજીને પહેલો કેસ કોનો મળ્યો હતો❓
*✔મમીબાઈનો*

▪ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં દાદા અબ્દુલ્લાનો કેસ લડવા ગયા હતા તે કેસ કેટલા પાઉન્ડનો હતો❓
*✔ચાળીસ હજાર પાઉન્ડ (છ લાખ)*

▪દાદા અબ્દુલ્લાનાં ભાગીદાર કોણ હતું❓
*✔શેઠ અબ્દુલ કરીમ ઝવેરી*

▪અબ્દુલ્લા શેઠે ગાંધીજીને આવવા જવાનું ભાડું તથા રહેવા તથા ખાધા ખર્ચ ઉપરાંત કેટલા પાઉન્ડ આપવાનું કહ્યું હતું❓
*✔105 પાઉન્ડ*

▪દાદા અબ્દુલ્લાનો કેસ લડવા ગાંધીજી ક્યારે ભારતમાંથી દક્ષિણ આફ્રિકા ગયા❓
*✔એપ્રિલ 1893માં*

▪દરિયાઈ માર્ગે દક્ષિણ આફ્રિકા જતા કયા બંદરો આવતા હતા❓
*✔લામુ,મોમ્બાસા અને ઝાંઝીબાર*

▪દાદા અબ્દુલ્લાનો કેસ કોની સામે ચાલતો હતો❓
*✔તૈયબ શેઠ*

▪ગાંધીજીએ વાંચેલું પુસ્તક 'એનેલૉજી'ના લેખક❓
*✔બટલર*

▪ગાંધીજીએ વાંચેલું પુસ્તક 'મૅની ઇનરફાલિબલ પ્રુફ્સ' ના લેખક❓
*✔પિયર્સન*

▪દક્ષિણ આફ્રિકાના નાતાલમાં જે સ્થાન દાદા અબ્દુલ્લાનું હતું તે સ્થાન પ્રિટોરિયામાં કોનું હતું❓
*✔શેઠ તૈયબ હાજી ખાનમહમદ*

▪ગાંધીજીને દાદા અબ્દુલ્લાનો શાની ઉપરનો કેસ લડવાનો હતો❓
*✔પ્રોમિસરી નોટ ઉપર તે કેટલોક ભાગ પ્રોમિસરી નોટ આપવાનું વચન પડાવવા ઉપર હતો.બચાવ એ હતો કે પ્રોમિસરી નોટ ફરેબથી લેવામાં આવી હતી*

▪દક્ષિણ આફ્રિકામાં હિંદીઓને થતા અત્યાચાર વિશે કયા છાપામાં વાંચ્યું હતું❓
*✔ઇન્ડિયન ફ્રેન્ચાઈઝ ('હિન્દી મતાધિકાર' અર્થ થાય)*

▪'નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ'ની સ્થાપના❓
*✔22/05/1894*

▪ગાંધીજીએ વાંચેલું 'ધર્મ વિચાર' પુસ્તકના લેખક❓
*✔નર્મદાશંકર*

▪ગાંધીજીએ વાંચેલું 'હિંદુસ્તાન શું શીખવે છે' પુસ્તકના લેખક❓
*✔મૅક્સમુલર*

▪1896માં ભારત આવવા ગાંધીજી કયા સ્ટીમરમાં બેઠા હતા❓
*✔પોન્ગોલા*

▪1896માં ગાંધીજી ભારત આવ્યા ત્યારે 'મુંબઈના સિંહ', 'મુંબઈના બેતાજ બાદશાહ' તરીકે કોણ જાણીતું હતું❓
*✔ફિરોજશા*

▪1896માં ભારત આવ્યા પછી દક્ષિણ આફ્રિકા પાછા ધર્મપત્ની અને બે બાળકો સાથે ગયા હતા ત્યારે પત્ની કસ્તુરબા બે બાળકો સાથે કોના ઘરે ગયા હતા❓
*✔રૂસ્તમજી શેઠ (ગાંધીજી જહાજમાં જ રહ્યા હતા)(પછીથી ગાંધીજી મિ. લોટન સાથે ઉતર્યા હતા)*

▪પારસી રૂસ્તમજીની સખાવતને લીધે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કોના હાથ નીચે હોસ્પિટલ ખોલી હતી❓
*✔ડૉ. બુથના*

▪બાળ ઉછેરને લગતું પુસ્તક 'માને શિખામણ' ગાંધીજીએ વાંચ્યું હતું.આ પુસ્તકના લેખકનું નામ❓
*✔ત્રિભુવનદાસ*

▪બ્રહ્મચર્યનું વ્રત ગાંધીજીએ ક્યાં લીધું હતું❓
*✔ફિનિક્સ*