Tuesday, February 26, 2019

બાળ સાહિત્યકાર લીલા મજમુદાર

❍ નામ :- લીલા મજમુદાર

❍ જન્મ :- 26 ફેબ્રુઆરી, 1908, કલકત્તા, બંગાળ, ભારત

❍ અવસાન :- 5 એપ્રિલ 2007 (વય 99) કોલકાતા, પશ્ચિમ બંગાળ, ભારત

🦋 લીલા મજમુદાર એ એક જાણીતાં બંગાળી સાહિત્યકાર હતાં.

🦋ખાસ કરીને બંગાળી બાળસાહિત્યના ક્ષેત્રમાં એમનું યોગદાન મહત્વનું રહ્યું છે.

🦋 એમણે પ્રાથમિક શિક્ષણ લોરેન્ટ કોન્વેન્ટ, શિલોંગ ખાતે લીધું હતું,

🦋 ઈ. સ. ૧૯૨૪ના વર્ષમાં તેણીએ કલકત્તા યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી હતી .

🦋 અનુસ્નાતકની ઉપાધિ તેણીએ અંગ્રેજી સાહિત્યના વિષય સાથે મેળવી હતી.

🦋 ઈ. સ. ૧૯૩૧ના વર્ષમાં તેણી દાર્જીલીંગ ખાતે મહારાણી કન્યા શાળામાં શિક્ષિકા તરીકે જોડાયાં હતાં

🦋 રવિન્દ્રનાથ ટાગોરના આગ્રહથી તેણી શાંતિનિકેતનમાં શિક્ષિકા તરીકે જોડાયાં હતાં. એક વર્ષ ત્યાં રહ્યા પછી તેણી આશુતોષ કોલેજ, કલકત્તાના સ્ત્રી વિભાગમાં જોડાયાં હતાં. આ સાથે તેણી ઓલ ઈન્ડિયા રેડિયોમાં પ્રોડ્યુસર તરીકે પણ સેવા આપી હતી.

🦋 બગાળી બાળસાહિત્યમાં ૧૨૫ જેટલાં પુસ્તકો લખ્યાં છે. બાળ સાહિત્ય ક્ષેત્રે એમણે આપેલા યોગદાનની કદર રૂપે એમણે ઘણાં સન્માન અને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મેળવ્યા છે.