Tuesday, February 12, 2019

શબ્દસમૂહ માટે એક શબ્દ

1. જેમાંથી વસ્તુ ખુટે નહિ તેવું પાત્ર –
અક્ષયપાત્ર
2. વૃદ્રાવસ્થા કે મૃત્યુ અ આવે તેવું –
અજરાઅમર
3. જીતી ન શકાય તેવું - અજેય
4. સાચવી રાખવા સોંપેલી વસ્તુ - અનામત
5. મટકું માર્યા વગર – અનિમેષ
6. કોઇની સાથે સરખાવી શકાય નહિ તેવું –
અનુપમ
7. પહેલાં કદી ન બન્યું હોય તેવું – અપૂર્વ
8. કદી પણ ન બની શકે તેવું – અસંભવિત
9. પોતાના વખાણ પોતે કરવાં તે – આત્મ શ્લાઘા
10. આંખ આગળ ખડુંથઇ જાય તેવું – આબેહૂબ
11. લેખકે ધારણ કરેલું બીજું નામ – ઉપનામ ,
તખલ્લુસ
12. એકબીજામાં ભળી ગયેલ – ઓતપ્રોત
13. અશુભ સમાચારનો પત્ર – કાળોતરી
14. જે પત્ની મેળવી શક્યા નથી તે- વાંઢો
15. ઉપકાર ઉપર અપકાર કરનાર – કૃતઘ્ન
16. કરેલા ઉપકારને જાણનાર– કૃતજ્ઞ
17. ચોમાસું પાક – ખરીફ પાક
18. શિયાળું પાક – રવી પાક
19. આકાશમાં ફરનાર – ખેચર
20. જન્મથી પૈસાદાર – ગર્ભશ્રીમંત
21. ગામનો વહીવટ કરનારી સંસ્થા –
ગ્રામપંચાયત
22. પકડેલી વાતને નહિ છોડનાર – જિદ્દી
23. બે જણાને લડાવી મારવાનુંકામ– નારદવેડા
24. જેનું નામ લેવું પવિત્ર છે તે – પુણ્યશ્લોક
25. જેણે તહોમત મૂક્યું છે તે – વાદી, ફરિયાદી
26. જેના ઉપર તહોમત મુકાયુ છે તે– પ્રતિવાદી,
આરોપી
27. જેની ત્રણ બાજુ પાણી હોય
તેવો જમીનનો ભાગ - દ્રીપલ્પ
28. જરૂર જેટલુંખાનાર – મિતાહારી
29. કવિઓનું સંમેલન – મુશાયરો
30. પચ્ચીસ
વર્ષપૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવ – રજત
મહોત્સવ
31. પચાસ વર્ષ પૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવ
– સુવર્ણ મહોત્સવ
32. સાઠ વર્ષ પૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવ –
હીરક મહોત્સવ / ષષ્ટીપૂર્તિ
33. સો વર્ષ પૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવ –
શતાબ્દી મહોત્સવ
34. સચોટ અસર થાય તેવું – રામબાણ
35. એકહથ્થુ સત્તાવાળો વહીવટ –
સરમુખત્યારશાહી
36. હું ઊતરતો છું એવો ભાવ હોવો – લધુતાગ્રંથિ
37. મરણ વખતનું ખતપત્ર – વસિયતનામું
38. એક ચીજ આપીને બીજી લેવી તે –વિનિમય
39. સારાનરસાને પારખવાની
બુધ્ધિ– વિવેકબુધ્ધિ
40. આકાશના પદાર્થોનું નિરીક્ષણકરનારી શાળા –
વેધશાળા
41. ધર્મ કે સ્વદેશને ખાતર પોતાનું
બલિદાનદેનાર – શહીદ
42. વરઘોડામાં આવેલા માણસો – સાજન
43. પથ્થર પર કોતરેલો લેખ – શિલાલેખ
44. સ્મારક તરીકે ઊભો કરેલો પથ્થર – ખાંભી,
પાળિયો
45. એક જ માતાના પેટે જન્મેલ – સહોદર
46. કુદરતી ઉપચાર દ્રારા રોગ
નિવારણની પધ્ધતિ – નિસર્ગોપચાર
47. ઝીણી વસ્તુઓને દેખાડનાર – સૂક્ષ્મદર્શક
48. કામ કર્યા વગર બદલો મેળવનાર – હરામખોર
49. ટચલી આંગળી પાસેની આંગળી – અનામિકા
50. શું કરવું કે કહેવું ન સૂઝે તેવું – દિગ્મૂઢ
51. દિવસનો કાર્યક્રમ – દિનચર્યા
52. ત્રણ કલાકનોસમય – પ્રહર
53. દેખાતો પાણીનો આભાસ – મૃગજળ
54. આકાશ અને ધરતી મળે તે રેખા –ક્ષિતિજ
55. કામધંધા વગરનો – બેરોજગાર
56. છૂપી રીતે દાન કરવું તે – ગુપ્તદાન
56. જેનો મોલ ન હોય તેવું – અણમોલ
57. કોઇની સાથે તુલના ન થાય તેવું – અનુપમ,
અપ્રિતમ
58. મનને હરી લે તેવું – મનોહર
59. સહન ન થાય તેવું – અસહ્ય
60. તિથિ નક્કી કર્યા વિના આવનાર – અતિથિ
61. જેનામાં દોષનથી તે – નિર્દોષ
62. વિધાર્થીઓને રહેવાનું સ્થળ – છાત્રાલય
63. રથ ચલાવનાર માણસ – સારથિ
64. ગાયોને રાખવાની જગ્યા - ગૌશાળા
65. સાચવવા આપેલી વસ્તુ – થાપણ