Showing posts with label સાહિત્ય. Show all posts
Showing posts with label સાહિત્ય. Show all posts

Thursday, August 8, 2019

સાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતી

👉આ સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હોય તેવા ગુજરાતી લેખકોની યાદી છે. ૧૯૫૭, ૧૯૫૯, ૧૯૬૬ અને ૧૯૭૨માં આ પુરસ્કાર આપવામાં આવ્યો નહોતો.[૧] ૧૯૬૯માં સ્વામી આનંદે અને ૧૯૮૩માં સુરેશ જોશીએ આ પુરસ્કારનો અસ્વીકાર કર્યો હતો.

👉વર્ષ સર્જક કૃતિ સાહિત્યપ્રકાર👈

👉૧૯૫૫ મહાદેવભાઈ દેસાઈ મહાદેવભાઈની ડાયરી ડાયરી
👉૧૯૫૬ રામનારાયણ વિ. પાઠક બૃહદ્ પિંગળ પિંગળશાસ્ત્ર
👉૧૯૫૮ સુખલાલ સંઘવી દર્શન અને ચિંતન તત્વજ્ઞાન
👉૧૯૬૦ રસિકલાલ પરીખ શર્વિલક નાટક
👉૧૯૬૧ રામસિંહજી રાઠોડ ક્ચ્છનું સંસ્કૃતિદર્શન સંસ્કૃતિ
👉૧૯૬૨ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ઉપાયન વિવેચન
👉૧૯૬૩ રાજેન્દ્ર શાહ શાંત કોલાહલ કાવ્યસંગ્રહ
👉૧૯૬૪ ડોલરરાય માંકડ નૈવેદ્ય નિબંધ
👉૧૯૬૫ કાકાસાહેબ કાલેલકર જીવનવ્યવસ્થા નિબંધ
👉૧૯૬૭ પ્રબોધ પંડિત ગુજરાતી ભાષાનુ ધ્વનિ સ્વરૂપ
અને ધ્વનિ પરાવર્તન ભાષાશાસ્ત્ર
👉૧૯૬૮ સુંદરમ્ અવલોકન વિવેચન
👉૧૯૬૯ સ્વામી આનંદ (અસ્વીકાર) કુળકથાઓ રેખાચિત્રો
👉૧૯૭૦ નગીનદાસ પારેખ અભિનવનો રસવિચાર વિવેચન
👉૧૯૭૧ ચંદ્રવદન મહેતા (ચં. ચી. મહેતા) નાટ્ય ગઠરિયાં પ્રવાસકથા
👉૧૯૭૩ ઉમાશંકર જોષી કવિની શ્રદ્ધા વિવેચન
👉૧૯૭૪ અનંતરાય રાવળ તારતમ્ય વિવેચન
👉૧૯૭૫ મનુભાઈ પંચોળી 'દર્શક' સોક્રેટીસ નવલકથા
👉૧૯૭૬ નટવરલાલ કે. પંડ્યા 'ઉશનસ્' અશ્વત્થ  કાવ્યસંગ્રહ
👉૧૯૭૭ રઘુવીર ચૌધરી ઉપરવાસ કથાત્રયી નવલકથા
👉૧૯૭૮ હરીન્દ્ર દવે હયાતી કાવ્યસંગ્રહ
👉૧૯૭૯ જગદીશ જોષી વમળનાં વન કાવ્યસંગ્રહ
👉૧૯૮૦ જયન્ત પાઠક અનુનય કાવ્યસંગ્રહ
👉૧૯૮૧ હરિવલ્લભ ભાયાણી રચના અને સંરચના વિવેચન
👉૧૯૮૨ પ્રિયકાંત મણિયાર  લીલેરો ઢાળ કાવ્યસંગ્રહ
👉૧૯૮૩ સુરેશ જોષી (અસ્વીકાર) ચિન્તયામિ મનસા નિબંધ
👉૧૯૮૪ રમણલાલ જોષી વિવેચનની પ્રક્રિયા વિવેચન
👉૧૯૮૫ કુંદનિકા કાપડિયા સાત પગલાં આકાશમાં નવલકથા
👉૧૯૮૬ ચંદ્રકાન્ત શેઠ ધૂળમાંની પગલીઓ  સંસ્મરણો
👉૧૯૮૭ સિતાંશુ યશશ્ચન્દ્ર જટાયુ કાવ્યસંગ્રહ
👉૧૯૮૮ ભગવતીકુમાર શર્મા અસૂર્યલોક નવલકથા
👉૧૯૮૯ જોસેફ મેકવાન આંગળિયાત નવલકથા
👉૧૯૯૦ અનિલ જોશી સ્ટેચ્યુ નિબંધસંગ્રહ
👉૧૯૯૧ લાભશંકર ઠાકર ટોળાં, અવાજ, ઘોંઘાટ કાવ્યસંગ્રહ
👉૧૯૯૨ ભોળાભાઈ પટેલ દેવોની ઘાટી પ્રવાસવર્ણન
👉૧૯૯૩ નારાયણ દેસાઈ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ જીવનચરિત્ર
👉૧૯૯૪ રમેશ પારેખ વિતાન સુદ બીજ કાવ્યસંગ્રહ
👉૧૯૯૫ વર્ષા અડાલજા અણસાર નવલકથા
👉૧૯૯૬ હિમાંશી શેલત અંધારી ગલીમાં સફેદ ટપકાં ટૂંકી વાર્તાઓ
👉૧૯૯૭ અશોકપુરી ગોસ્વામી કૂવો નવલકથા
👉૧૯૯૮ જયંત કોઠારી વાંક દેખાં વિવેચન વિવેચન
👉૧૯૯૯ નિરંજન ભગત ગુજરાતી સાહિત્ય-પૂર્વાધ-ઉતરાર્ધ વિવેચન
👉૨૦૦૦ વીનેશ અંતાણી ધૂંઘભરી ખીણ નવલકથા
👉૨૦૦૨ ધ્રુવ ભટ્ટ તત્વમસિ નવલકથા
👉૨૦૦૩ બિંદુ ભટ્ટ અખેપાતર નવલકથા
👉૨૦૦૪ અમૃતલાલ વેગડ સૌંદર્યની નદી નર્મદા પ્રવાસ
👉૨૦૦૫ સુરેશ દલાલ અખંડ ઝાલર વાગે કવિતા
👉૨૦૦૬ રતિલાલ 'અનિલ' આટાનો સૂરજ નિબંધ
👉૨૦૦૭ રાજેન્દ્ર શુક્લ  ગઝલ સંહિતા કવિતા
👉૨૦૦૮ સુમન શાહ ફટફટિયુ ટૂંકી વાર્તાઓ
👉૨૦૦૯ શિરિષ પંચાલ વાત આપણા વિવેચનની વિવેચન
👉૨૦૧૦ ધીરેન્દ્ર મહેતા છાવણી નવલકથા
👉૨૦૧૧ મોહન પરમાર અંચળો ટૂંકી વાર્તાઓ
👉૨૦૧૨ ચન્દ્રકાન્ત ટોપીવાળા સાક્ષીભાષ્ય વિવેચન
👉૨૦૧૩ ચિનુ મોદી ખરા ઝારણ કવિતા
👉૨૦૧૪ અશ્વિન મહેતા છબી ભીતરની નિબંધ
👉૨૦૧૫ રસિક શાહ અંતે આરંભ (ભાગ ૧ અને ૨) નિબંધ
👉૨૦૧૬ કમલ વોરા અનેકાનેક  કવિતા
👉૨૦૧૭ ઉર્મિ દેસાઈ ગુજરાતી વ્યાકરણનાં બસો વર્ષ વિવેચન
👉૨૦૧૮ શરીફા વીજળીવાળા વિભાજનની વ્યથા નિબંધ

Friday, July 12, 2019

તળપદા શબ્દો

✍️ કને        : પાસે
✍️ નવાણું   : જળાશય
✍️ હડફ      : એકાએક
✍️ ઓલીપા : પેલી બાજુ
✍️ આણીપા: આ બાજુ
✍️ ભળકડે  : સવારે
✍️ ગવન     : સાલ્લો
✍️ જગન    : યજ્ઞ
✍️ ફોડ        : સ્પષ્ટતા
✍️ મગતરું   : મચ્છર
✍️ પડતપે    : તડકામાં
✍️ પ્રથમી     : પૃથ્વી
✍️ ગરવાઈ   : ગૌરવ
✍️ છાક        : નશો
✍️ સેજયા    : પથારી
✍️ અડાળી   : રકાબી
✍️ ઝાંઝરિયા: આભૂષણ
✍️ લાંક        : મરોડ
✍️ કરડાકી    : કટાક્ષ
✍️ સાખ       : સાક્ષી
✍️ ગોજ       : પાપ
✍️ હરવર      : સ્મરણ
✍️ હાપ         : સાપ
✍️ કડછો       : ચમચો
✍️ ઢબૂરવું      : ઓઢાડવું
✍️ ઢોબલું       : વાસણ
✍️ પંડે            : જાતે
✍️ દોઢિયું       : પૈસો
✍️ ફાચર        : વિઘ્ન
✍️ અનભે       : નિર્ભય
✍️ હિમારી      : તમારી
✍️ બુન           : બહેન
✍️ ગલફોરું     : ગલોફું
✍️ ચેટલાં        : કેટલાં
✍️ ભળભાંખડું : મળસ્કું
✍️ આળી        : નરમ
✍️ હોગલી       : પૂળાની ગંજી
✍️ છપનો         : સંવત ૧૯૫૬
✍️ કોશીર         : કરકસર
✍️ ફડચ           : ટુકડો
✍️ ઓઠું           : પડદો
✍️ પોશ            : ખોબો
✍️ કાંધ             : ખભો
✍️ ટીપણું          : પંચાંગ
✍️ મોખ            : મોહ
✍️ કાજગરો      : કામગરો
✍️ મઢયમ         : મેડમ
✍️ રમમાણ       : તલ્લીન
✍️ બૂડથલ        : મૂર્ખ
✍️ વાજ           : કંટાળો
✍️ ઝંખવાણું     :  ભોઠું
✍️ દળકટક       : લશ્કર
✍️ બેપડી          : ઘંટી
✍️ પાશ            : અસર
✍️ સેબ            : સાહેબ
✍️ ઊઘલવું       : વિદાય
✍️ સોંઢવું          : વિદાય થવું
✍️ તોછડ          : ખામી

Saturday, June 29, 2019

નવલકથા વિશેષ

📝➡ગુજરાતી ભાષાની પહેલી નવલકથા ઈ.સ .1866 માં નંદશંકર તળજાશંકર મહેતા દ્વારા લખાયેલ ' કરણ ઘેલો છે.

📝➡જેમાં વાઘેલા વંશના અંતિમ રાજા કરણ વાઘેલા અને દિલ્હી સલ્તનતનાં શાસક અલ્લાઉદીન ખીલજીનું વર્ણન છે.

📝➡કનૈયાલાલ મુનશી જે ગુજરાતી ભાષાના ઉત્તમ નવલકથાકાર છે.જેમણે સૌ પ્રથમ ગુજરાત અસ્મિતાને નવલકથામાં ઉતારી

📝➡ધૂમકેતુએ ભારતનાં મૌર્ય વંશ , ગુપ્તવંશ , ગુજરાતનાં સોલંકીવંશને ધ્યાનમાં રાખી ઐતિહાસિક નવલકથાઓ લખેલી છે .

📝➡ગાંધીયુગનાં સાહિત્યકારોએ સમાજનાં પછાતવર્ગો કે તરછોડાયેલા વર્ગને સાહિત્યમાં સ્થાન આપ્યું.

📝➡નવલકથા મૂળ યુરોપિયન સાહિત્ય કથા છે ,નવલકથાને 'ભાગ'માં વિભાજિત કરવામાં આવે છે.

Thursday, June 27, 2019

ગુજરાતી સાહિત્ય વિશેષ

🍀➡️ગુજરાતી સાહિત્યનો ઉદ્દભવ સંસ્કૃતમાંથી થયો છે, ગુજરાતી આર્યકુળની ભાષા છે .

☘➡️આપણા પ્રાચીન ગ્રંથોની ભાષા સંસ્કૃત હતી . ત્યારબાદ કાળક્રમે પ્રાકૃત , અપભ્રંશ , શિષ્ટ ગુજરાતી અને માન્ય ગુજરાતી અમલમાં આવી.

☘➡️મથુરાથી દ્વારકા સુધીના વિસ્તારમાં શૌરસેની કુળની ભાષા બોલાતી હતી , જેનો એક અલગ ફોટો ગુજરાતી તરીકે ઓળખાયો.

☘➡️ગુજરાતી ભાષાનું મૂળ સંસ્કૃત ભાષામાં રહેલું છે.

☘➡️અગિયારમી સદીમાં થયેલા જૈન સાહિત્યકાર હેમચંદ્રાચાર્યથી ગુજરાતી ભાષાનાં બીજ રોપાયા છે.

☘➡️ગુજરાતી સાહિત્યને ' મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ' અને : અર્વાચીન ગુજરાતી સાહિત્ય એમ બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે.

☘➡️મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સમયગાળો ઈ.સ.185 ,થી 1850 તથા અર્વાચીન ગુજરાતી સાહિત્યનો સમયગાળ 1850 થી આજદિન સુધીનો ગણવામાં આવે છે .

Tuesday, May 7, 2019

ગુજરાતી સાહિત્યનાં પ્રકાર

🎙 *ગઝલ* 💥

🏅 *વિદેશી સાહિત્ય પ્રકાર.*
🏅અરબી અને ફારસી ભાષા પરથી ગુજરાતીમાં.
🏅પ્રેમ, વિરહ, પ્રેમભક્તિ મુખ્ય વિષય.
🏅બે પ્રકાર:
*ઇશ્કેહકીકી* = ઈશ્વર તરફનો પ્રેમ
*ઇશ્કેમિજાજી* = પ્રિયતમ તરફનો પ્રેમ
🏅પ્રત્યેક પંક્તિ શેર કહેવાય.
🏅ગઝલનો પહેલો શેર *"મત્લા"* કહેવાય.
🏅ગઝલનો છેલ્લો શેર *"મક્તા"* કહેવાય.

🎙 *સોનેટ* 💥

🏅 *"ઈટાલિયન"* સાહિત્ય પ્રકાર.
🏅 *14 પંક્તિ.*
🏅વિભાજન
*શેક્સપિયરશાહી સોનેટ* (4+4+4+2)
*મિલ્ટનશાહી સોનેટ* (અનિયમિત)
*પેટ્રોકશાહી સોનેટ (8+6)*
🏅ગુજરાતીમાં પ્રથમ સોનેટ *"ભણકારા"* (ઇ. સ. 1887) બ.ક.ઠાકોર

🎙 *ખંડકાવ્ય* 💥

🏅સંસ્કૃત સંજ્ઞા.
🏅પ્રકૃતિનું આલેખન.
🏅ગુજરાતીમાં પ્રથમ ખંડકાવ્ય *"પૂર્વાલાપ"* મણિશંકર રત્નજીભટ્ટ.

🎙 *ગરબી* 💥

🏅ગરબીના પિતા *"દયારામ"*
🏅પદ માંથી જન્મ. *સ્ત્રીપ્રધાન* સાહિત્ય પ્રકાર.
🏅 *શામળે* પણ રચના કરી છે.

🎙 *ગરબો* 💥

🏅વલ્લભ મેવાડો (ભટ્ટ)
🏅ધોળા મેવાડા (ભટ્ટ)

🎙 *ભવાઈ* 💥

🏅ગદ્ય સાહિત્ય પ્રકાર.
🏅ભવાઇના મેવાડીને *"નાયક"* કહેવાય.
🏅સ્ત્રી પાત્રો પુરૂષ ભજવે.
🏅ભવાઇની રચના *"અસાઈત ઠાકરે"* (ત્રાગાળા) કરેલી.
🏅360 ભવાઈ વેશ આપ્યા. *"રામદેવપીરનો વેશ"* સૌથી જૂનો.

🎙 *પદ્ય વાર્તા* 💥

🏅પદ્યવાર્તાના પિતા *"શામળ ભટ્ટ".*
🏅ગુજરાતીમાં પ્રથમ પદ્યવાર્તા *"પદ્માવતી"* (1718).
🏅શામળે છપ્પામાં પદ્યવાર્તા લખી છે.

🎙 *આખ્યાન* 💥

🏅મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી પ્રચલિત સાહિત્ય પ્રકાર.
🏅આખ્યાન કહેનાર *"માણભટ્ટ".*
🏅આખ્યાનને *કડવામાં વિભાજિત ભાલણે* કર્યું. કડવાને ત્રણ ભાગમાં પ્રેમાનંદે વિભાજિત કર્યું.
🏅 *આખ્યાનનો પિતા "ભાલણ"*.
*આખ્યાન શિરોમણી "પ્રેમાનંદ"*
🏅આધુનિક માણભટ્ટ *"ધાર્મિકલાલ પંડ્યા"* (વડોદરા)

🎙 *રાજિયા/મરશિયા*💥

🏅 *શોકપ્રધાન* સાહિત્ય પ્રકાર
🏅રાજિયાના પિતા *"બાપુસાહેબ ગાયકવાડ"*
🏅સંસ્કાર ગીતો જન્મથી લઈને મૃત્યુ સુધી પર *"મહાવીર સિંહ ગોહિલે"* સંશોધન કર્યું છે.

🎙 *કાફી* 💥

🏅ધર્મ પ્રધાન /ભક્તિ પ્રધાન સાહિત્ય પ્રકાર.
🏅રચયિતા *"ધીરા ભગત".*
🏅કાફી *14 લીટીનું કાવ્ય* છે પણ સોનેટ નથી.

🎙 *ચાબખા* 💥

🏅કટાક્ષમય શૈલી.
🏅રચના *"ભોજલરામ* (ભોજાભગત)".

🎙 *છપ્પા*💥

🏅છ પંક્તિનું પદ પ્રધાન સાહિત્ય પ્રકાર.
🏅રચના *"અખા ભગત"*.

🎙 *પદ* 💥

🏅મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો *સૌથી નાનો સાહિત્ય પ્રકાર.*
🏅પદની રચના *"નરસિંહ મહેતા"* એ કરી.
🏅પદના પ્રકાર. *1. પ્રભાતીયા 2. ભજન*

🎙 *સ્તવન* 💥

🏅 *24 તીર્થકરોની સ્તુતિ કરતો સાહિત્ય પ્રકાર* એટલે "સ્તવન".

🎙 *પ્રબંધ* 💥

🏅મુખ્ય રસ *"વીર"* છે.
🏅પ્રથમ પ્રબંધ કાવ્ય *"કાન્હડદે પ્રબંધ"* (1456) *પહ્મનાભ* રચિત.

🎙 *બારમાસી* 💥

🏅મુખ્ય રસ *"વિરહ"* છે.
🏅 *"નેમિનાથ ચતુષ્પદીકા"* (1353) વિનયચંદ્રસૂરી રચિત.
🏅બાવીસમા તીર્થકર નેમિનાથ અને તેની પ્રેમિકા *"રાજુલ"*ના વિરહનું વર્ણન.

🎙 *ફાગુ* 💥

🏅મુખ્ય રસ *"શૃંગાર".*
🏅ફાગુને *"ભાસ/ઉલ્લાસ/ખંડ"*માં વિભાજિત કરવામાં આવે છે.
🏅પ્રથમ ફાગુકાવ્ય *"વસંતવિલાસ"*(1400) અજ્ઞાત.
*"સ્થૂલિભદ્ર ફાગુ"* (1330) જિન પહ્મસૂરી રચિત.

🎙 *રાસ* 💥

🏅મુખ્ય રસ *"ભક્તિ "* . મુખ્ય ભાગ *"ઠવણી"* માં પડે છે.
🏅પ્રથમ સાહિત્યમાં *"ભરતેશ્વર બાહુબલિરાસ"* શાલિભદ્રશૂરિ રચિત.
અબ્દુલ રહેમાન રચિત *"સંદેશરાસ"* જાણીતો છે.

સાહિત્ય

સ્વર્ગ અને પૃથ્વિ👉ઝીણાભાઈ દેસાઈ✍
પૃથ્વી અને સ્વર્ગ👉ગૌરીશંકર જોશી✍
જનમટીપ 👉🏿 ઈશ્વર પેટલીકર✍
મરણ ટીપ 👉🏿 જયંતિ ગોહેલ✍
લોહીની સગાઈ👉ઇશ્વર પેટલીકર.✍
લોહીનું ટીંપુ👉 જ્યંત ખત્રી✍
કાશ્મીર નો પ્રવાસ 👉🏿 કવિ કલાપિ✍
હિમાલય નો પ્રવાસ 👉🏿 કાકા સાહેબ કાલેલકર✍
કવિશ્વર 👉🏿 દલપતરામ
કવિવર 👉🏿 ન્હાના લાલ
માનવીની ભવાઈ.👉 પન્નાલાલ પટેલ✍
ભવની ભવાઈ.👉 ઘીરુબેન પટેલ✍
માનવીનો માળો👉પુષ્કર ચંદરવાકર✍
દલપત પિંગળ 👉🏿 દલપતરામ✍
બૃહદ પિંગળ  👉🏿  રામનારાયણ વિશ્વનાથ પાઠક✍
આદિ કવિ 👉🏿 નરસિંહ મહેતા
મહા કવિ  👉🏿 પ્રેમાનંદ
ભક્ત કવિ  👉🏿 દયારામ
લીલુંડી ધરતી👉 ચુંનીલાલ મડીંયા ✍
લીલુંડા લેજો👉 પુષ્કર ચંદરવાકર✍
આખ્યાન ના પિતા 👉🏿 ભાલણ
આખ્યાન શિરોમણી  👉🏿 પ્રેમાનંદ
ઇંગ્લેન્ડનો પ્રવાસ👉 મહિપતરામ નીલકંઠ✍
બારી બહાર👉 પ્રહલાદ પારેખ✍
ઉઘાડી બારી👉 ઉમાશંકર જોશી. ✍
ગતિ અને ધ્વનિ👉 જયન્તં ખત્રી✍
ધ્વનિ👉રાજેન્દ્ર શાહ✍
મસ્ત 👉🏿  બાલશંકર ઉલ્લાસરામ કંથારિયા
મસ્ત કવિ 👉🏿 ત્રિભુવન ભટ્ટ
બેકાર 👉🏿 ઈબ્રાહીમ પટેલ
બેફામ 👉🏿 બરકતઅલી વિરાણી
પ્રેમભક્ત👉  નન્હાલાલ
ભક્તકવિ👉દયારામ

ગુજરાતી ભાષાની જાણીતી પંક્તિ અને તેના લેખકો

1.    ભાષાને શું વળગે ભૂર,રણમાં જે જીતે તે શુર.    - અખો    
2.    મને એ જોઇને હસવું હજારો વાર આવે છે,
પ્રભુ ! તારા બનાવેલા તને આજે બનાવે છે.    - હરજી લવજી દામાણી   
3.    જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની,  - કવિ કલાપી  
4.    યા હોમ કરીને પડો,ફતેહ છે આગે.  - કવિ નર્મદ    
5.    અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ  ફેરવીશું બાગમાં.....  - શેખાદમ આબુવાલા    
6.    હેજી તારા આંગણીયે કોઈ આવે તો
એને આવકારો  મીઠો આપજે રે......   - દુલા કાગ    
7.    ઉપરવાળી બેંક બેઠી છે આપની માલામાલ;
આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. - મકરંદ દવે    
8.    હું માનવી માનવ થાઉં તો ધણું.    - સુન્દરમ્    
9.    જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.   - અરદેશર ખબરદાર    
10.    જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત અરુણું          પ્રભાત.   - કવિ નર્મદ    
11.    જ્યાં સુધી ગુજરાતી ભાષાને ને હું ઉચ્ચ સ્થાન પર નહી
મુકુ ત્યાં સુધી હું પાધડી નહીં બાંધુ.       - પ્રેમાંનદ
12.    ગુણવંતી ગુજરાત,અમારી ગુણવંતી ગુજરાત નમીએ
નમીએ માત,અમારી ગુણવંતી ગુજરાત.      - કવિ અરદેશર ખબરદાર
13.    મળતાં મળી ગઈ મોંધેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે.    - ઉમાશંકર જોશી    
14.    ધન્હો ! ધન્ય જ પુણ્ય પ્રદેશ અમારો ગુણીયન ગુર્જર-દેશ   - ન્હાનાલાલ    
15.    હા ! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.  - કલાપી    
16.    જનનીની જોડ સખી ! નહિ જડે રે લોલ !    - કવિ બોટાદકર    
17.    રામ રાખે તેમ રહીએ,ઓધવજી રામ રાખે તેમ રહીએ..    - મીરાંબાઈ    
18.    જીવન અંજલી થાજો ! મારું જીવન અંજલી થાજો,
ભૂખ્યા કાજે ભોજન બનજો,તરસ્યાનું જળ થાજો.              - કરસનદાસ માણેક
19.    છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ !
સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ !             - ઝવેરચંદ મેધાણી
20.    રે પંખીડા ! સુખથી ચણજો,ગીતવા કાઈ ગાજો,
શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો.           -  કવિ કલાપી
21.    હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ છાનો?  - દલપતરામ
22.    તુજ મહેફિલમાં સૌને નોતરજે જમને અશ્રુનો થાળ એકલો.    - કવિ કલાપી
23.    આવે છે મને યાદ દિવસરાત ખુદાની લાગે છે હવે જિંદગી સોગાત ખુદાની.                         - બરકત વિરાણી
24.    રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના? - અમૃત ધાયલ    
25.    ત્રણ વાનાં મુજને મળ્યાં,હૈયું ,મસ્તક, હાથ;
બહુ આપી દીધું નાથ, જા,ચોથું નથી માગવું .  - ઉમાશંકર જોશી
26.    સિંહને શસ્ત્ર શાં ! અને વીરને મુત્યુ શાં ! -કવિ ન્હાનાલાલ
27.    ભરત ભૂમિની ગુણવંતી લધુ પુણ્યવતી રસભૂમિ
સત્યાગ્રહની કર્મભૂમિતું,ઝઝૂમીએ જહાં ધૂમી જય ગાન
ગજવના માન ! તુજને વંદન જય ગુજરાત- બચુભાઈ રાવત
28.    મંગલ મંદિર ખોલો ! દયામય મંગલ મંદિર ખોલો !          - નરસિંહરાવ દિવેટિયા
29.    બનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું
નિખાલસ પ્રેમથી પારો જગત,તો ઝેર પી જાશું.    -  ગની દહીંવાલા  
30.    વ્યક્તિ મટી બનું હું વિશ્વમાનવી. - ઉમાશંકર જોશી
31.    મારા નયણામાંની આળસ રે ન નીરખ્યા હરિને જરી
એક મટકુ ન માંડ્યું રે,ન ઠરિયા ઝાંખી કરી. - ન્હાનાલાલ
32.    સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે,સૌદર્ય પામવા
માટે સુંદર બનવું પડે. - કલાપી     
33.    વૈષ્ણવજન તો તેને રે કહીએ...... - નરસિંહ મહેતા
34.    એક મુરખને એવી ટેવ,પત્થર એટલા પૂજે દેવ....        - અખો
35.    હરિનો માર્ગ છે શૂરાનો,નહીં કાયરનું કામ જો ને .  - પ્રીતમ
36.    શ્યામ રંગ સમીપે ન જાઉં,              - દયારામ    
37.    મેરૂ રે ડગેને જેનાં મનના ડગે.... - ગંગાસતી    
38.    વ્રજ વહાલું રે,વૈકુંઠ નહીં આવું, - દયારામ    
39.    અંધેરી નગરી ને ગંડુ રાજા.... - દલપતરામ    
40.    આ વાધને કરૂણ ગાન વિશેષ ભાવે... - નરસિંહરાવ દિવેટિયા
41.    નિશાન ચૂફ માફ નહી નીચું નિશાન.. - બ.ક.ઠાકર   
42.    મને એ સમજાતું નથી કે આવું શાને થાય છે.- કરસનદાસ માણેક
43.    માનવી ભૂંડો નથી,ભૂખ ભૂંડી છે,      - પન્નાલાલ પટેલ
44.    ઈંધના વીણવા ગઈતી મોરી સહિયર, - રાજેન્દ્ર શાહ
45.    પાન લીલુ જોયું ને તમે યાદ આવ્યા,જાણે મોસમનો
પહેલો વરસાદ ઝીલ્યો રામ,એક તરણું કોળ્યું ને તને
યાદ આવ્યા, - હરીન્દ્ર દવે
46.    મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...  - રાવજી પટેલ
47.    ઉંબરે ઉભી સાંભળું રે બોલ વાલમ... - મણિલાલ દેસાઈ
48.    શોધતો હતો ફૂલને ફોરમ શોધવી હતી.. - ચંદ્રકાન્ત શેઠ.

Monday, May 6, 2019

લોક સાહિત્ય

*પાળિયા ના પ્રકાર :*

*ખાંભી:* કોતરકામ વગર બાંધવામાં આવેલ મૃત વ્યક્તિનું સ્મારક,

*થેસા:* પાળિયા નજીકના નાનાં પથ્થરો,

*ચાગીયો:*  પત્થરોના ઢગલા,

*સુરાપુરા:* અન્યના જીવન માટે યુદ્ધમાં ખપી જનાર યોદ્ધાઓ.

*સુરધન :* આકસ્મિક મૃત્યુ, જેમ કે હત્યા, આત્મહત્યા, અકસ્માતની યાદમાં બાંધવામાં આવેલા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે તેમાંના કેટલાકને સતીમાતા અથવા ઝુઝાર મસ્તિષ્ક વગરનાં યોદ્ધાઓ કહે છે.

*યોદ્ધાઓના પાળિયા:*
આ પ્રકારના સ્મારકો સૌથી સામાન્ય હોય છે જે મોટે ભાગે લડાઈના નાયકોની પૂજા કરતા સમુદાય અને લોકજાતિઓ સાથે સંકળાયેલ હોય છે.

તેઓ મર્યાદિત વિસ્તારમાં મોટી સંખ્યામાં મળી આવે છે અને રણ ખાંભી તરીકે ઓળખાય છે. તે યુદ્ધસ્થળ અથવા જ્યાં યોદ્ધા મૃત્યુ પામ્યો હોય ત્યાં બાંધવામાં આવે છે. શરૂઆતમાં આ પાળિયા, સમુદાય, સ્ત્રી અથવા પશુધનને બચાવવાના સત્કાર્યોને સન્માનવા બાંધવામાં આવતા હતા અને પછીથી તે યુદ્ધ સંબંધિત પરંપરા બની ગઈ.

આ સ્મારકો મોટે ભાગે યોદ્ધાને હથિયારો જેવા કે તલવાર, ગદા, ધનુષ્ય અને તીર અને પછીના પાળિયાઓમાં બંદૂકો સાથે પણ દર્શાવે છે. આ યોદ્ધાઓ વિવિધ પરિવહનો જેમ કે ઘોડા, ઊંટ, હાથી અને રથ પર હોય છે. ક્યારેક તે પાયદળ સાથે હોય છે. કેટલીક વખત રાજકિય ચિહ્નો લઈ જતા અથવા યુદ્ધમાં નગારા વગાડતા લોકોના પાળિયા પણ દર્શાવવામાં આવે છે.

આ સ્મારકોનાં ઉદાહરણો ભુચર મોરીના પાળિયા અને સોમનાથ મંદિર નજીકના હમીરજી ગોહિલ અને અન્યોના પાળિયાઓ છે.

*સતીના પાળિયા:*
આ સ્મારકો મોટે ભાગે રાજવી પરિવારો સાથે સંકળાયેલા હોય છે જે સતી થઈ હોય અથવા જૌહર કરીને મૃત્યુ પામી હોય તેવી સ્ત્રીઓને સમર્પિત હોય છે. તે લોકસાહિત્ય સાથે પણ સંબંધિત હોઈ શકે છે અને તેમની દેવી તરીકે પૂજા થાય છે.

આ સ્મારકો મોટે ભાગે જમણી બાજુ ૪૫ કે ૯૦ અંશના ખૂણે વળેલો આશીર્વાદ આપતો જમણો હાથ દર્શાવે છે. ક્યારેક આ પાળિયા પર હાથ અને અન્ય પ્રતીકો જેમ કે મોર અને કમળ હોય છે. કેટલાક પાળિયામાં આશીર્વાદ આપતી અથવા નમસ્કાર મુદ્રામાં ઊભેલી સંપૂર્ણ સ્ત્રીની આકૃતિ હોય છે. કેટલાક સ્મારકોમાં એક હાથમાં કમંડળ અને બીજામાં જાપમાળા હોય એવા સ્ત્રીના આકારો હોય છે. કેટલાક સ્મારકોમાં જ્વાળાઓમાં દાખલ થતી સ્ત્રી અને પોતાના પતિના શરીરને ખોળામાં લઈ બેઠેલી હોય તેવી સતી પ્રથા દર્શાવતી આકૃતિઓ પણ દર્શાવવામાં આવે છે.

આ સ્મારકોનાં ઉદાહરણમાં ભુચર મોરીના સુરજકુંવરબાના પાળિયાનો સમાવેશ થાય છે.આ પ્રકારના પાળિયા પાકિસ્તાનના સિંધ પ્રદેશ અને ભારતના રાજસ્થાન રાજ્યમાં પણ જોવા મળે છે.

*ખલાસીઓના પાળિયા:*
ગુજરાત લાંબો દરિયાઈ ઇતિહાસ ધરાવે છે. આ સ્મારકો તેમની સમુદ્ર સફર દરમિયાન મૃત્યુ પામેલા ખલાસીઓની યાદ અપાવે છે. તેમના સ્મારકો પર ક્યારેક જહાજ દર્શાવવામાં આવે છે.

*લોકસાહિત્યના પાળિયા:*
અનેક સ્મારકો લોકસાહિત્ય સાથે સંકળાયેલ ધાર્મિક સંતો-ભક્તો, પ્રેમ કથાઓ, બલિદાન, મિત્રતા, વિરોધ, વગેરે માટે કરેલો દેહત્યાગ દર્શાવે છે.આ સ્મારકનું ઉદાહરણ ભાણવડ નજીક ભુતવડ પર આવેલો વીર માંગડા વાળાનો પાળિયો છે.

*પ્રાણીઓના પાળિયા:*
પ્રાણીઓ જેવા કે ઘોડા, કૂતરાં અને ઊંટ દર્શાવતા પાળિયાઓ પણ બાંધવામાં આવ્યા હતા.

*ક્ષેત્રપાળના પાળિયા:*
આ પાળિયા ક્ષેત્રપાળ (ક્ષેત્રનું રક્ષણ કરતાં)ને સમર્પિત હોય છે, જે જમીનના દેવ છે. તે સ્મારક નથી પરંતુ લગભગ સરખો અહોભાવ ધરાવે છે. તેમને સામાન્ય રીતે ખેતરની નજીક અથવા ગામની બહાર મૂકવામાં આવે છે. કેટલીક કોમમાં પૂર્વજોની પૂજા ક્ષેત્રપાળ તરીકે થાય છે. તે જમીન અને પાકનું રક્ષણ કરે છે તેમ માનવામાં આવે છે. આ પાળિયા પર સાપ અથવા કેટલીક વખત માત્ર આંખો રક્ષણના પ્રતીક તરીકે દર્શાવવામાં આવે છે..

Friday, May 3, 2019

છંદ

📌 શિખરીણી :-  17 અક્ષર

સૂત્ર :-  ય મ ન સ ભ લ ગા

📌પૃથ્વી  :- 17 અક્ષર

સૂત્ર :-  જ સ જ સ ય લ ગા 

📌મંદાક્રાન્તા :- 17 અક્ષર

સૂત્ર :-  મ ભ ન ત ત ગા ગા

📌 શાર્દુલવિક્રીડિત :-  19 અક્ષર

સૂત્ર :- મ સ જ સ ત ત ગા

📌 સ્ત્રગ્ધરા :-  21 અક્ષર

સૂત્ર :- મ ર ભ ન ય ય ય

📌મનહર :- 31 અક્ષર

📌અનુષ્ટુપ :- 32 અક્ષર

Monday, April 29, 2019

ગુજરાતી સાહિત્યકારોના ઉપનામો

1.ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક – ‘પામદત્ત’, ‘સમાજશાસ્ત્રી
2.ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ – ‘ઈશ્વર પેટલીકર’, ‘નારાયણ’, ‘પરિવ્રાજક’
3.ઈબ્રાહીમ દાદાભાઈ પટેલ- બેકાર
4.ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ – શંકર
5.ઈન્દુલાલ ગાંધી – પિનાકપાણિ
6.ઈબ્રાહીમ દાદાભાઈ પટેલ – બેકાર
7.ઈમામુદ્દીનખાન મુર્તઝાખાન બાબી – રુસ્વા મઝલૂમી
8.ઉમરભાઈ ચાંદભાઈ કુરેશી – કિસ્મત કુરેશી
9.ઉમાશંકર જોશી – ‘વાસુકિ’, ‘શ્રવણ’
10.અનંતરાય પરમાનંદ ઠક્કર -: શાહબાઝ
11.અનંતરાય રાવળ – શૌનક
12.અબ્દુલઅઝીઝ ઓહમદમિયાં કાદરી – અઝીઝ કાદરી
13.અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા – ગની દહીંવાલા
14.અબ્દુલમજીદ ગુલામરસૂલ શેખ – સાગર નવસારવી
15.અબ્બાસ અબ્દુલઅલી વાસી – મરીઝ
16.અરદેશર ખબરદાર – અદલ, મોટાલાલ
17.અરદેશર બમનજી ફરામરોજ – બિરબલ
18.અરવિંદભાઈ લીલચંદભાઈ શાહ – ધૂની માંડલિયા
19.અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન સૈયદ – જલનમાતરી
20.અલીખાન ઉસ્માનખાન બલૂચ – શૂન્ય પાલનપુરી
21.અંબાલાલ હાલચંદ ભાવસાર – ડાયર
22.અંબુભાઈ પટેલ – સ્નેહી
   23.અરદેશજી ફરામજી ખબરદાર – અદલ
24.અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન સૈયદ – જલનમાતરી
25.આનંદશંકર બાપુભાઈ ધ્રુવ – ‘મુમુક્ષુ’, ‘હિંદહિતચિંતક’
26.અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ – ‘અમૃત ઘાયલ’
27.અલીખાન ઉસ્માનખાન બલોચ – શૂન્ય
28.ફકીરમહમ્મદ ગુલામનબી મન્સૂરી – ‘આદિલ’
29.કરસનદાસ નરસિંહ માણેક – ‘પદ્મ’, ‘વૈશંપાયન’, ‘વ્યાસ’
30.કરસનદાસ ભીખાભાઈ લુહાર – નિરંકુશ
31.કનૈયાલાલ અ. ભોજક – સત્યાલંકાર
32.કરસનદાસ ભીખાભાઈ લુહાર – નિરંકુશ
33.કરસનદાસ માણેક – વૈશંપાયન
34.કંચનલાલ મહેતા – મલયાનિલ
35.કાન્તિલાલ મો. પટેલ – પ્રસન્નકાન્તિ
36.કાલોસ જોસે વાલેસ – ફાધર વાલેસ
37.કિશનસિંહ ચાવડા – જિપ્સી
38.કેશવલાલ .કા.શાસ્ત્રી – કાઠિયાવાડી, વિદુર
39.કનૈયાલાલ માણેકલાલ મુનશી – ‘ઘનશ્યામ વ્યાસ’
40.કેશવલાલ હર્ષદરાય ધ્રુવ – ‘વનમાળી’
41.કેશવલાલ ધનેશ્વર ત્રિવેદી – શનિ
42.કુન્દનિકા નરોત્તમદાસ કાપડિયા – ‘સ્નેહધન’
43.કિશોરલાલ મશરૂવાળા – આશ્રમનો ઉલ્લુ
44.ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી – ‘ધૂમકેતુ’, વિહારી
45.ગિજુભાઈ બધેકા – મૂછાળી મા, વિનોદી
46.ગુલાબદાસ બ્રોકર – કથક
47.ગુલામ મહીયુદ્દીન રસૂલભાઈ મનસુરી – સુમન યશરાજ
48.ગોવિંદ રામજી અરજણ – બકુલેશ
49.ગૌરીપ્રસાદ ઝાલા – ઉપેન્દ્ર
50.ઘનશંકર ત્રિપાઠી – અઝીઝ
51.નરહરિ દ્રારકાદાસ પરીખ – ‘એક પિતા’
52.નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા – ‘જ્ઞાનબાલ’, ‘દૂરબીન’, ‘નરકેસરી’, ‘પથિક’, ‘મુસાફર’, ‘વનવિહારી’,‘શંભુનાથ’,જાગૃત ચોકીદાર
53.નવલરામ લક્ષ્મીરામ પંડ્યા – વૈદ્ય ‘નિર્દભકર આનંદકર’
54.નવલરામ જગન્નાથ ત્રિવેદી – ‘ડાબેરી’, ‘પોણીપચીસ’, ‘વૈનેતેય’
55.નટવરલાલ કુબેરદાસ પંડ્યા – ‘આરણ્યક’, ‘ઉશનસ’
56.ન્હાનાલાલ દલપતરામ કવિ – ‘પ્રેમભક્તિ’
57.નગીનદાસ નારણદાસ પારેખ – ગ્રંથકીટ, જનાર્દન, મોટાભાઈ
58.નટુભાઈ ર. ઠક્કર – કલ્યાણયાત્રી, યાત્રિક
59.નવનીત મદ્રાસી – પલાશ
60.નસીરુદ્દીન પીરમહંમદ ઈસ્માઈલી – નસીર ઈસ્માઈલી
61.નૃસિંહપ્રસાદ કાલીદાસ ભટ્ટ – નાનાભાઈ
62.નિરંજન ભગત – ભગત સાહેબ
63.છોટાલાલ માસ્તર – વિશ્વવંદ્ય
64.જગન્નાથ દા. ત્રિપાઠી – સાગર
65.જન્મશંકર મહાશંકર બૂચ – લલિત
66.જમનાદાસ મોરારજી સંપત – જામન
67.જમિયતરામ કૃપારામ પંડયા – જિગર
68.જયંતિ પટેલ – રંગલો
69.જયંતિલાલ દવે – વિશ્વરથ
70.જયંતીલાલ રતિલાલ ગોહેલ – માય ડિયર જયુ
71.જિતુભાઈ પ્ર. મહેતા – દાલચીવડા
72.જીવણરામ લક્ષ્મીરામ દવે – જટિલ
73.જીવરાજભાઈ ગીગાભાઈ પરમાર – પથિક પરમાર
74.જયશંકર ભૂધરદાસ ભોજક – ‘સુંદરી’
75.જયંતી ઘેલાભાઈ દલાલ – ‘અનિલ ભટ્ટ’, ‘ધરમદાસ ફરદી’, ‘નિર્વાસિત’, ‘બંદા’, ‘મનચંગા’
76.જ્યોતીન્દ્ર હરિશંકર દવે – ‘અવળવાણિયા’, ‘ગુપ્તા’
77.જગદીશ રામકૃષ્ણ જોશી – ‘સંજય ઠક્કર’
78.ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી – ‘બુલબુલ’
79.ડાહ્યાલાલ દોલતરામ બારોટ – સારંગ બારોટ
80.શંકરલાલ પંડયા – મણિકાન્ત
81.શંભુપ્રસાદ જોષીપુરા – કુસુમાકર
82.શામળદાસ મૂળદાસ સોલંકી – શ્યામસાધુ
83.શાંતિલાલ ના. શાહ – સત્યમ્
84.શાંતિલાલ મ. શાહ – પ્રશાંત
85.શેખ આદમ મુલ્લાં સુઝાઉદ્દીન આબુવાલા – શેખાદમ
86.સુરેશ પુરુષોત્તમદાસ દલાલ – ‘અરવિંદ મુનશી’, ‘કિરાત વકીલ’, ‘તુષાર પટેલ’, ‘રથિત શાહ’ સરોજ
87.સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – કલાપી
88.સૈફુદ્દીન ખારાવાલા – સૈફ પાલનપુરી
89.રમણલાલ પાઠક – ‘વાચા’
90.સુંદરજી ગોકળદાસ બેટાઈ – ‘દ્વૈપાયન’, ‘મિત્રાવરુણૌ’
91.સુખલાલ સંઘજી સંઘવી – ‘પંડિત સુખલાલજી’
92.મગનભાઈ ભુદરભાઈ દેસાઈ – આનંદ વિચાર
93.મનુભાઈ રાજારામ પંચોલી – ‘દર્શક’
94.મનુભાઈ ત્રિભુવનદાસ ત્રિવેદી – ‘સરોદ’, ‘ગાફિલ’
95.મધુસૂદન હીરાલાલ પારેખ – ‘કીમિયાગર’, ‘પ્રિયદર્શી’, ‘વક્રદર્શી’
96.મોહનભાઈ શંકરભાઈ પટેલ – ‘કૃષ્ણ દ્વૈપાયન’, ‘સનાતન યાત્રી’
97.મુકુન્દરાય વિજયશંકર પટ્ટણી – ‘પારાશર્ય’, ‘મકનજી’, ‘માસ્તર’, ‘અકિંચન’
98.મણિશંકર રત્નજી ભટ્ટ – ‘કાન્ત’
99.મણિલાલ નભુભાઈ દ્વિવેદી – ‘એક બ્રાહ્મણ’, ‘એક વિદ્યાર્થી’, ‘અભેદમાર્ગપ્રવાસી’
100.મગનભાઈ ભૂદરભાઈ પટેલ – પતીલ
101.મગનભાઈ લા. દેસાઈ – કોલક
102.મણિભાઈ મગનલાલ પટેલ – પરાજિત પટેલ
103.મધુકાન્ત વાઘેલા – કલ્પિત
104.મધુસૂદન વલ્લભદાસ ઠક્કર – મધુરાય
105.મનહરલાલ લક્ષ્મીશંકર રાવળ – મનહર દિલદાર
106.મનુ દવે – કાવ્યતીર્થ
107.મનુભાઈ ત્રિવેદી – સરોદ, ગાફિલ
108.મહમુદમિયાં મહંમદ ઈમામ – આસીમ રાંદેરી
109.મહેન્દ્રકુમાર મો. દેસાઈ – કુમાર
110.મુકુંદ પી. શાહ – કુસુમેશ
111.મેઘનાદ હરિશ્ચંદ્ર ભટ્ટ – રાવણદેવ
112.મોહનભાઈ શંકરભાઈ પટેલ – કૃષ્ણ દ્વૈપાયન
113.મોહનલાલ તુ. મહેતા – સોપાન
114.મોહનલાલ પાર્વતીશંકર દવે – તરંગ
115.ધનસુખલાલ કૃષ્ણલાલ મહેતા – ‘દીન’, ‘નર્મદાશંકર વ્યાસ’, ‘ભરથરી’
116.ધનંજય રમણલાલ શાહ – ‘પાર્થ’, ‘અર્જુન’
117.ધીરુભાઈ પ્રેમશંકર ઠાકર – ‘સવ્યસાચી’
118.દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર – ‘કાકાસાહેબ’, સવાઈ ગુજરાતી
119.દાનભાઈ દેશાભાઈ વાઘેલા – દાન વાઘેલા
120.દામોદર કેશવ. ભટ્ટ – સુધાંશુ
121.દિનકર છોટાલાલ દેસાઈ – વિશ્વબંધુ
122.દિનકરરાય કેશવલાલ વૈદ્ય – મીનપિયાસી
123.દેવેન્દ્ર ઓઝા – વનમાળી વાંકો
124.ધનવંત ઓઝા – અકિંચન
125.ધનશંકર ત્રિપાઠી – અઝીઝ
126.ધર્મેન્દ્ર મદનલાલ માસ્તર – મધુરમ્
127.ધીરુભાઈ ઠાકર – સવ્યસાચી
128.બળવંતરાય કલ્યાણરાય ઠાકોર – ‘વલ્કલ’, ‘સેહેની’
129.બચુભાઈ રાવત – શ્યામસુંદર યાદવ
130.બટુકભાઈ ડા. દલીચા – સ્વયંભૂ
131.બરકતઅલી ગુલામઅલી વીરાણી – બેફામ
132.બળવંતરાય ઠાકોર – સેહેની
133.બંસીધર શુકલ – ચિત્રગુપ્ત
134.બંસીલાલ વર્મા – ચકોર
135.બાબુભાઈ અંબાલાલ પટેલ – બાબુ દાવલપરા
136.બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર – કાકાસાહેબ, સવાઈ ગુજરાતી
137.બાલકૃષ્ણ ભાઈશંકર ભટ્ટ – પુનિત
138.બાલાભાઈ વીરચંદ દેસાઈ – જયભિખ્ખુ
139.બળવંતરાય કરસનદાસ ઠાકોર – પ્રયોગવીર
140.બકુલ પદ્મમણીશંકર ત્રિપાઠી –ઠોઠ નિશાળીયો
141.બાળાશંકર કંથારિયા – ક્લાન્ત કવિ, બાલ, નિજાનંદ
142.રણજિત પંડયા – કાશ્મલન
143.રણજિત મો. પટેલ – અનામી
144.રતિલાલ મૂળચંદ રૂપાવાળા – અનિલ
145.રમણભાઈ નીલકંઠ – મકરંદ
146.રમણભાઈ શં. ભટ્ટ – નારદ
147.રમણભારથી દેવભારથી ગોસ્વામી – દફન વીસનગરી
148.રમણિકલાલ દલાલ – પરિમલ
149.રમેશ ચાંપાનેરી – રસમંજન
150.રમેશ રતિલાલ દવે – તરુણપ્રભસૂરિ
151.રવિશંકર વ્યાસ – મહારાજ
152.રવીન્દ્ર સાકરલાલ ઠાકોર – સુકેતુ
153.રાજેન્દ્ર કેશવલાલ શાહ – રામ વૃંદાવની
154.રાજેશ જયશંકર વ્યાસ – મિસ્કીન
155.રામચંદ્ર બબલદાસ પટેલ – સુક્રિત
156.રામનારાયણ વિશ્વનાથ પાઠક – દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી, જાત્રાળુ, ભૂલારામ
157.રમણલાલ પીતાંબરદાસ સોની – ‘સુદામો’
158.રમણલાલ વસંતલાલ દેસાઈ –યુગમૂર્તિ
159.રસિકલાલ છોટાલાલ પરીખ – ‘મૂસિકાર’, ‘સંજય’
160.રણજિતરામ મોહનલાલ પટેલ – ‘અનામી’
161.રઘુવીર દલસિંહ ચૌધરી – ‘લોકાયતસૂરિ’, ‘વૈશાખનંદન’
162.રૂપશંકર ઉદયશંકર ઓઝા – ‘પાન્થ’, ‘સંચિત્’
163.હસુ વ્રજલાલ યાજ્ઞિક –ઉપમન્યુ, પુષ્પધન્વા, બી.કાશ્યપ, વ્રજનંદન જાની, શ્રીધર
164.હરજી લવજી દામાણી – શયદા
165.હરિનારાયણ આચાર્ય – વનેચર
166.હરિપ્રસાદ ગો. ભટ્ટ – મસ્ત ફકીર
167.હરિલાલ વિઠ્ઠલદાસ પંચાલ – નિમિત્તમાત્ર
168.હરિશ્વંદ્ર અમૃતલાલ બ્રહ્મભટ્ટ – હરીશ વટાવવાળા
169.હરીશકુમાર પુરુષોત્તમભાઈ મહેતા – સોલિડ મહેતા
170.હર્ષદ મણિલાલ ત્રિવેદી – પ્રાસન્નેય
171.હસમુખભાઈ દેસાઈભાઈ પટેલ – શૂન્યમ્
172.હિંમતલાલ મ. પટેલ – શિવમ્ સુંદરમ્
173.હિંમતલાલ રામચંદ્ર દવે – સ્વામી આનંદ
174.વેણીભાઈ જમનાદાસ પુરોહિત – ‘સંત ખુરશીદાસ’
175.વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદી – ‘પ્રેરિત’
176.ચુનીલાલ કાળિદાસ મડિયા – ‘અખો રૂપેરો’, ‘કુલેન્દુ’, ‘વક્રગતિ’, ‘વિરંચી’
177.ચાંપશી વિઠ્ઠલદાસ ઉદેશી –ચંદ્રાપીડ’
178.ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ – ‘આર્યપુત્ર’, ‘નંદ સામવેદી’, ‘બાલચંદ્ર’
179.ચંદ્રકાન્ત હરિશંકર મહેતા – ‘શશિન્’
180.ચંદ્રવદન ચીમનભાઈ મહેતા- ચાંદામામા
181.ચિનુ ચંદુલાલ મોદી – ‘ઇર્શાદ’
182.ચંદુલાલ મણીલાલ દેસાઈ – વસંત વિનોદી
183.ચંદુલાલ શંકરલાલ ઓઝા – ચંદુ મહેસાનવી
184.ચંદ્રકાન્ત રેવાશંકર જોષી – પ્રસૂન
185.ચંદ્રકાન્ત શેઠ – નંદ સામવેદી, આર્યપુત્ર, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ
186.ચંદ્રવદન બૂચ – સુકાની
187.ચંદ્રશંકર પુરુષોત્તમ ભટ્ટ – શશિશિવમ્
188.ચંપકલાલ હી. ગાંધી – સુહાસી
189.ચાંપશી વિ. ઉદ્દેશી – ચંદ્રાપીડ
190.ચિનુભાઈ પટવા – ફિલસૂફ
191.ચીમનલાલ ગાંધી – વિવિત્સુ
192.ચુનિલાલ વર્ધમાન શાહ – સાહિત્યપ્રિય
193.ચુનીભાઈ દેસાઈભાઈ પ
ટેલ – દ્યુમાન્
194.ચુનીલાલ આશારામ ભગત – પૂ.મોટા
195.ચીનુભાઈ ભોગીલાલ પટવા- ફિલસૂફી
196.ચીમનલાલ ગાંધી – વિવીત્સ, સુહાગી
197.પીતાંબર નરસિંહભાઈ પટેલ – ‘પિનાકપાણિ’, ‘રાજહંસ’, ‘સૌજન્ય’
198.પ્રફુલ્લ નંદશંકર દવે – ‘ઈવા ડેવ’
199.પરમાનંદ મણીશંકર ભટ્ટ – ત્રાપજકર
200.પ્રહલાદસિંહજી જો. ગોહિલ – રાજહંસ
201.પ્રાણજીવન પાઠક – આરણ્યક
202.પ્રિયકાન્ત પરીખ – કલાનિધિ
203.પ્રેમાનંદ સ્વામી – પ્રેમસખી
204.ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર – ‘કોયા ભગત’, ‘ત્રિશૂળ’, ‘મરીચિ’, ‘સુન્દરમ્’
205.ત્રિભુવનદાસ પીતાંબર ભટ્ટ – મસ્તકવિ
206.તારક મહેતા – ઈન્દુ
207.ઝવેરચંદ કાળીદાસ મેઘાણી – ‘વિરાટ’, ‘વિલાપી’, ‘શાણો’, ‘સાહિત્યયાત્રી’,રાષ્ટ્રીય શાયર
208.ઝીણાભાઈ રતનજી દેસાઈ – ‘સ્નેહરશ્મિ’
209.ભીખાલાલ( બાલાભાઇ) વીરચંદ દેસાઈ – જયભિખ્ખુ
210.ભગવતીકુમાર શર્મા – ભગીરથ, નિર્લેપ
211.ભાનુશંકર વ્યાસ – બાદરાયણ
212.ભોગીલાલ ગાંધી – ઉપવાસી
213.યશવંત શુકલ – સંસારશાસ્ત્રી, તરલ
214.યશવંત સવાઈલાલ પંડયા – હું, યશ, જગજીવન, શિવશંકર પાઠક, રાહુ, સાક્ષર, જયવિજય
215.વિજયરાય કલ્યાણજીરાય વૈધ – મયુરાનંદ, વિનોદ્કાંત,શિવનંદન કશ્યપ
216.વજીરૂદ્દીન સઆદુદ્દીન – વ્રજ માતરી
217.વારિસહુસેન હુરોજાપીર અલવી – વારિસ અલવી
218.વિજયકુમાર વ. વાસુ – હિમાલય
219.વિશ્વનાથ મગનલાલ ભટ્ટ – મધુકર
220.વેણીભાઈ પુરોહિત – આખાભગત
221.વાલેસ કાર્લોસ જોસે – ‘ફાધર વાલેસ’
222.લાભુબેન મોહનલાલ મહેતા- પ્રિયદર્શના
223.લક્ષ્મીનારાયણ ર. વ્યાસ – સ્વપ્નસ્થ
224.લલ્લુભાઈ મોહનલાલ ઠક્કર – ભિક્ષુ અખંડાનંદ
225.લાભશંકર જાદવજી ઠાકર – ‘પુનર્વસુ’