Saturday, October 16, 2021

સામાન્ય વિજ્ઞાન

🔵 વજન માપવા માટેનો એકમ કયો છે?
✔જવાબ:- ન્યુટન(N)

🔵 વાતાવરણમાં સૌથી વધારે પ્રમાણ કયાં વાયુનું છે?
✔જવાબ:- નાઈટ્રોજન

🔵 વાતાવરણનો સૌથી ભારે વાયુ કયો છે?
✔જવાબ:- કાર્બન ડાયોકસાઈડ

🔵 પ્રાણવાયુ તરીકે કયો વાયુ ઓળખાય છે?
✔જવાબ:- ઓક્સિજન

🔵 વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયાં વાયુનો ઉપયોગ કરે છે?
✔જવાબ:- કાર્બન ડાયોક્સાઇડ

🔵 ગેસના ફુગ્ગામાં કયાં વાયુનો ઉપયોગ થાય છે?
✔જવાબ:- હાઈડ્રોજન અને હિલિયમ

🔵 સૌથી હલકો વાયુ કયો છે?
✔જવાબ:- હાઈડ્રોજન

🔵 દહનશીલ વાયુ કયો છે?
✔જવાબ:- હાઈડ્રોજન

🔵 સુકો બરફ એ શું છે?
✔જવાબ:- કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ

🔵 આગ બુઝાવવા માટે કયો વાયુ ઉપયોગી છે?
✔જવાબ:- કાર્બન ડાયોક્સાઇડ

🔵 ઓઝોન વાયુનું સ્તર વાતાવરણમાં કયાં ભાગમાં આવેલું છે?
✔જવાબ:- સ્ટ્રેટોસ્ફિયર(સમતાપ આવરણ)

🔵 કયો વાયુ ગ્રીન હાઉસ અસર માટે સૌથી વધારે જવાબદાર છે?
✔જવાબ:- કાર્બન ડાયોક્સાઇડ

🔵 ગ્રીન હાઉસ અસર માટે વાતાવરણનું  કયું ઘટક જવાબદાર છે?
✔જવાબ:-બાષ્પ

🔵 વાહનોની ટયુબમાં કયાં વાયુનો ઉપયોગ થાય છે?
✔જવાબ:- નાઈટ્રોજન

🔵 ફુલોનો રંગ કયો વાયુ ઉડાડી દે છે?
✔જવાબ:- ફલોરિન વાયુ

🔵 માર્સ વાયુ તરીકે કયો વાયુ ઓળખાય છે?
✔જવાબ:- મિથેન

🔵 લીંબુ,નારંગીમાં કયો એસિડ હોય છે?
✔જવાબ:- સાઈટ્રિક એસિડ

🔵 આંબલીમાં કયો એસિડ હોય છે?
✔જવાબ:- ટાર્ટરિક એસિડ

🔵 ટામેટાંમાં કયો એસિડ હોય છે?
✔જવાબ:- ઓકઝેલિક એસિડ

🔵 મધમાખીના ડંખમાં કયું એસિડ હોય છે?
✔જવાબ:-મેથેનોઈક એસિડ/ફોર્મિક એસિડ

🔵 મધમાખીના ઝેરમાં કયો ઝેરી પદાર્થ રહેલો હોય છે?
✔જવાબ:- મેલિટીન

🔵 રેશમના કીડા કયા વૃક્ષ પર ઉછેરવામાં આવે છે?
✔જવાબ:- શેતુર

🔵 અવકાશમાં જનારા સૌપ્રથમ માનવી કોણ છે?
✔જવાબ:- યુરી ગાગરીન

🔵 અવકાશમાં જનારી પ્રથમ મહિલા કોણ છે?
✔જવાબ:- વેલેન્ટીના ટેરિશકોવા(રશિયા દ્વારા વર્ષ 1963માં)

🔵 ચંદ્ર પર પગ મુકનાર પ્રથમ માનવી તરીકે કોને ઓળખવામાં આવે છે?
✔જવાબ:- નીલ આર્મસ્ટ્રોંગ