Wednesday, February 20, 2019

ગુજરાતની આબોહવા

🔴 ગુજરાત મોસમી આબોહવાવાળો પ્રદેશ છે

.👉 રાજ્યના ઉતર ભાગમાંથી કર્કવૃત્ત પસાર થઇ છે. અહી કચ્છ, પાટણ અને બનાસકાંઠા જીલ્લામાં રણપ્રદેશો છે. ગુજરાતના વિશિષ્ટ આકારને લીધે આબોહવામાં વૈવિધ્ય છે. દરિયાકિનારાના પ્રદેશોમાં દરિયાઈ આબોહવા અનુભવાય છે

૧. શિયાળો :

👉ડીસેમ્બર થી ફેબ્રુઆરી માસ દરમિયાન ગુજરાતનું તાપમાન નીચું રહે છે. જાન્યુઆરી માસ સૌથી ઠંડો હોય છે. દરિયાઈ લહેરોની અસરના પરિણામે દક્ષીણ ગુજરાતમાં તાપમાન વધુ નીચું જતું નથી. હિમાલયમાં હિમવર્ષા થતા સમગ્ર ગુજરાતમાં સખત ઠંડીનો અનુભવ થાય છે. ક્યારેક હિમ પણ પડે છે..( ક્યારેક શિયાળામાં થોડો વરસાદ પણ પડે છે, જેને ‘માવઠું’ કહે છે. ). ગુજરાતનો શિયાળો આરોગ્યપ્રદ અને ખુશનુમા છે.

૨. ઉનાળો:

👉માર્ચથી મે માસ દરમિયાન ગુજરાતમાં તાપમાન ઊંચું રહે છે. મે માસ સૌથી વધુ ગરમ હોય છે. દરિયાકિનારાના પ્રદેશમાં ઉનાળો પ્રમાણમાં ઓછો ગરમ રહે છે. ઉતર ગુજરાતમાં ક્યારેક ‘લૂ’ ની પરીસ્થિતિ પણ અનુભવાય છે. ગુજરાતનો ઉનાળો ગરમ અને સુકો છે.

૩. ચોમાસું:

જુનથી સપ્ટેમ્બરનો સમયગાળો ‘ચોમાસાની ઋતુ’ છે. ગુજરાતમાં ઘણોખરો વરસાદ જુલાઈ અને ઓગસ્ટ માં પડે છે.ચોમાસા ની ઋતુ દરમિયાન અરબ સાગર પરથી આવતા વંટોળ ભારે નુકશાન કરે છે. ગુજરાતમાં મોસમી પવનો દ્વારા મળતો વરસાદ ઘણી અનિયમિતતાઓ અને અનિશ્ચિતતાઓ ધરાવતો હોવાથી કેટલીકવાર અતિવૃષ્ટિ અથવા અનાવૃષ્ટિની પરીસ્થિતિ સર્જાય છે. કોઈકવાર સતત સાતથી દસ દિવસ સુધી વરસાદ પડે છે, જેને ‘હેલી’ કહે છે

૪. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ:

ઓક્ટોમ્બર-નવેમ્બરના સમયગાળાને ‘ઋતુ પરિવર્તનનો ગાળો’ કહે છે. ઓક્ટોમ્બરની ગરમી લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે. નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં ઠંડીનો અનુભવ થાય છે.

ગુજરાતમાં વરસાદનું પ્રમાણ અને તેનું વિસ્તરણ:

૧. ૧૦૦ સેમીથી વધુ વરસાદ:

વલસાડ,ડાંગ, નવસારી, સુરત, તાપી, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા અને વડોદરા જીલ્લાનો પૂર્વ વિસ્તાર

૨. ૮૦ થી ૧૦૦ સેમી સુધી વરસાદ:

ભરૂચ અને વડોદરા જીલ્લાનો પશ્વિમનો વિસ્તાર, દાહોદ, પંચમહાલ, આણંદ, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, ખેડા અને સાબરકાંઠા જીલ્લાનો વિસ્તાર

૩. ૪૦ થી ૮૦ સેમી સુધી વરસાદ:

અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના તમામ જીલ્લાઓ

૪. ૪૦ સેમીથી ઓછો વરસાદ:

બનાસકાંઠા અને પાટણ જીલ્લાનો પશ્વિમ વિસ્તાર અને સમગ્ર કચ્છ જીલ્લો