Showing posts with label ગુજરાતની ભૂગોળ. Show all posts
Showing posts with label ગુજરાતની ભૂગોળ. Show all posts

Sunday, October 6, 2019

ગુજરાત નદીતંત્ર

કચ્છ ના અખાત ને મળતી સૌરાષ્ટ્ર ની સૌથી મોટી નદી
A. ભાદર
B. શેત્રુંજી
C. આજી√
D. મચ્છુ

અરબ સાગર ને મળતી સૌરાષ્ટ્ર ની સૌથી મોટી નદી
A. ભાદર√
B. શેત્રુંજી
C. આજી
D. મચ્છુ

ખંભાત ના અખાત ને મળતી સૌરાષ્ટ્ર ની સૌથી મોટી નદી
A. ભાદર
B. શેત્રુંજી√
C. આજી
D. મચ્છુ

ચીમનભાઈ બંધ કઈ નદી પર છે
A. સુખી
B. રૂપેણ√
C. કરજણ
D. નાયરા

ઘોડાપુરી કઈ નદી ને કહેવાય  છે
A. તાપી
B. શેઢી
C. દમણગંગા√
D. પૂર્ણા

સુકભાદર કિનારે નીચેના માંથી કયું સ્થળ આવેલું  છે
A. ધોરાજી
B. ઉપલેટા
C. રાણપુર√
D. ધ્રાંગધ્રા

ભાવનગરનુ ઉમરાળાની લોકમાતા કઈ નદી ને કહેવાય છે
A.શેત્રુંજી
B. કાળુભાર
C. રંધોળી√
D. ઘેલો

સંત માંડવ્ય મુનિના તપને લીધે કઈ નદી ને ઉન્મત્ત ગંગા કહેવાય છે
A. શેત્રુંજી
B. ઘેલો√
C. બ્રાહ્મણો
D. ઉંડ

Thursday, September 19, 2019

ગુજરાતની બહુહેતુક યોજનાઓ

સરદાર સરોવર બંધ
નદી :- નર્મદા
જીલ્લો :- નર્મદા (નવાગામ પાસે)

ઉકાઇ
નદી :- તાપી
જિલ્લો :-તાપી (સોનગઢ તાલુકો)

કાકરાપાર
નદી :- તાપી
જિલ્લો :-સુરત (માંડવી તાલુકો)

કડાણા
નદી :- મહી
જીલ્લો :- મહીસાગર (સંતરામપુર તાલુકો)

વણાકબોરી
નદી :- મહી
જીલ્લો :- મહીસાગર (બાલાસિનોર તાલુકો)

દાંતીવાડા
નદી :- બનાસ
જીલ્લો :- બનાસકાંઠા

રાજસ્થાળી
નદી :- શેત્રુંજી
જીલ્લો :- ભાવનગર (પાલીતાણા તાલુકો)

ખોડીયાર બંધ
નદી :- શેત્રુંજી
જીલ્લો :- અમરેલી (ધારી તાલુકો)

નિલાખા
નદી :- ભાદર
જીલ્લો :- રાજકોટ (ગોંડલ તાલુકો)

ધરોઈ
નદી :- સાબરમતી
જીલ્લો :- મહેસાણા (ખેરાલુ તાલુકો)

મચ્છુ
નદી :- મચ્છુ
જીલ્લો :- મોરબી

પાનમ
નદી :- પાનમ
જીલ્લો :- પંચમહાલ

વાત્રક
નદી :- વાત્રક
જીલ્લો :- અરવલ્લી

શામળાજી
નદી :- મેશ્વો
જીલ્લો :- અરવલ્લી

ભિલોડા
નદી :- હાથમતી
જીલ્લો :- અરવલ્લી

ગુહાઈ
નદી :-ગુહાઈ
જીલ્લો :- અરવલ્લી

ધોળીધજા
નદી :- ભોગાવો
જિલ્લો :- સુરેન્દ્રનગર

નાયકા
નદી :- ભોગાવો
જિલ્લો :- સુરેન્દ્રનગર

મુક્તેશ્વર
નદી :- સરસ્વતી
જીલ્લો :- બનાસકાંઠા

સીપુ
નદી :- સીપુ
જીલ્લો :- બનાસકાંઠા

દમણગંગા
નદી :- દમણગંગા
જિલ્લો :- વલસાડ

કરજણ
નદી :- કરજણ
જીલ્લો :- ભરૂચ

ઊંડ
નદી :- ઊંડ
જીલ્લો :- જામનગર

Monday, September 16, 2019

ગુજરાતના જિલ્લાઓનું વિભાજન

ગુજરાતના જિલ્લાઓ
ભારતના ગુજરાત રાજ્યમાં ૩૩ જિલ્લાઓ આવેલા છે. કચ્છ એ સૌથી મોટો અને ડાંગ એ સૌથી નાનો જિલ્લો છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ વસતી અને ડાંગ જિલ્લામાં સૌથી ઓછી વસતી છે. રાજ્યનો સુરત જિલ્લો સૌથી વધુ વસતી ગીચતા ધરાવે છે જ્યારે કચ્છ જિલ્લો સૌથી ઓછી વસતી ગીચતા ધરાવે છે.
ગુજરાતમાં ૨૪૯ તાલુકાઓ આવેલા છે.

*ઇતિહાસ*

*૧૯૬૦*

૧ મે ૧૯૬૦ના રોજ બોમ્બે રાજ્યના ઉત્તર ભાગના ૧૭ જિલ્લાઓમાંથી ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી.
આ જિલ્લાઓ હતા: અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ડાંગ, જામનગર, જુનાગઢ, ખેડા, કચ્છ, મહેસાણા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, અને વડોદરા.
         
*૧૯૬૪*

૧૯૬૪માં ગાંધીનગર જિલ્લો અમદાવાદ અને મહેસાણાના ભાગોમાંથી રચવામાં આવ્યો.

*૧૯૬૬*

સુરતમાંથી વલસાડ જિલ્લો
૧૯૬૬માં છૂટો પાડવામાં આવ્યો.
   
*૧૯૯૭*

૨ ઓક્ટોબર ૧૯૯૭ના રોજ પાંચ નવા જિલ્લાઓની રચના કરવામાં આવી:
આણંદ ખેડામાંથી છૂટો પડાયો.
દાહોદ પંચમહાલમાંથી છૂટો પડાયો.
નર્મદા ભરૂચ અને વડોદરાના પ્રદેશોમાંથી રચાયો.
નવસારી વલસાડમાંથી છૂટો પડાયો.
પોરબંદર જુનાગઢમાંથી છુટો પડાયો

*૨૦૦૦*

૨૦૦૦માં પાટણ જિલ્લો બનાસકાંઠા અને મહેસાણાના પ્રદેશોમાંથી રચાયો.

*૨૦૦૭*

૨ ઓક્ટોબર ૨૦૦૭ ના રોજ સુરત જિલ્લામાંથી તાપી જિલ્લો છૂટો પડાયો જે રાજ્યનો ૨૬મો જિલ્લો બન્યો.

 *૨૦૧૩*

૧૫ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ સાત નવાં જિલ્લાઓ રચવામાં આવ્યા:
અરવલ્લી સાબરકાંઠામાંથી છૂટો પાડવામાં આવ્યો.
બોટાદ અમદાવાદ અને ભાવનગર જિલ્લાઓના પ્રદેશોમાંથી રચાયો.
છોટા ઉદેપુર વડોદરા જિલ્લામાંથી છૂટો પડાયો.
દેવભૂમિ દ્વારકા જામનગરમાંથી છૂટો પડાયો.
મહીસાગર ખેડા અને પંચમહાલમાંથી રચાયો.
મોરબી રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લાઓમાંથી રચાયો.
ગીર સોમનાથ જુનાગઢમાંથી રચાયો.
૯ સપ્ટેમ્બર ૨૦૧૩ ના રોજ ૨૩ નવા તાલુકાઓની રચના કરવામાં આવી.
૨૮ ઓક્ટોબર ૨૦૧૩ ના રોજ ગરૂડેશ્વર તાલુકાની રચના કરવામાં આવી.

Monday, September 9, 2019

સુરેન્દ્રનગર જિલ્લો

📎 ચુડા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?
📝 સુરેન્દ્રનગર

📎 ચિનાઇ માટીના વેપાર માટે પ્રસિધ્ધ થાનગઢ ક્યા જિલ્લામાં છે ?
📝 સુરેન્દ્રનગર

📎 લીંબડી તાલુકો ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલ છે ?
📝 સુરેન્દ્રનગર

📎 દસાડા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લા માં આવેલ છે ?
📝 સુરેન્દ્રનગર

📎 ' તરણેતરનો મેળો ' ક્યા મહિનામાં યોજાય છે ?
📝 ભાદરવા

📎 સુરેન્દ્રનગર જિલ્લા ને ક્યાં જિલ્લાની હદને સ્પર્શતી નથી ?
(A) અમરેલી (B) અમદાવાદ (C) મોરબી (D) બોટાદ
📝 અમરેલી

📎 ખારાઘોડા શું છે ?
📝 સ્થળનું નામ છે

📎 ક્રાંતિવીર સરદારસિંહ રાણા નું જન્મ સ્થળ જણાવો.
📝 લીંબડી

📎 ગુજરાતનું કયું ગામ ' ભગવતનું ગામ ' તરીકે પ્રખ્યાત છે ?
📝 સાયલા

📎 તરણેતરનો મેળો ક્યાં જિલ્લામાં ભરાય છે ?
📝 સુરેન્દ્રનગર

📎 વઢવાણ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં છે ?
📝 સુરેન્દ્રનગર

દેવભૂમિ દ્વારકા

💠 ડૂબી ગયેલ દ્વારકાની શોધ કરવાનું શ્રેય ક્યાં ભારતીય પુરાતત્ત્વવિદને ફાળે જાય છે ? ➡ એસ. આર. રાવ

💠 દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે ? ➡ જગત મંદિર

💠 દ્વારકા ખાતે ગોમતી નદીના તટ અને પંચનાદ તીર્થને જોડતા પુલનું નામ જણાવો ? ➡ સુદામા સેતુ

💠 શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલ છે ? ➡ દ્વારકા

💠 દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક ? ➡ ખંભાળિયા

Monday, August 5, 2019

ગુજરાતના સાંસ્કૃતિક વનો

🌴 *પુનિત વન*
➖ ગાંધીનગર
➖55મો
➖2004

🌴 *માંગલ્ય વન*
➖બનાસકાંઠા
➖56મો
➖2005

🌴 *તીર્થંકર વન*
➖ મહેસાણા
➖57મો
➖2006

🌴 *હરિહર વન*
➖ગીર સોમનાથ
➖58મો
➖2007

🌴 *ભક્તિ વન*
➖ સુરેન્દ્રનગર
➖59મો
➖2008

🌴 *શ્યામલ વન*
➖ અરવલ્લી
➖ 60મો
➖2009

🌴 *પાવક વન*
➖ભાવનગર
➖ 61મો
➖ 2010

🌴 *વિરાસત વન*
➖ પંચમહાલ
➖62મો
➖2011

🌴 *ગોવિંદસિંહ સ્મુતિ વન*
➖ મહિસાગર
➖63મો
➖2012

🌴 *નાગેશ વન*
➖દેવભૂમિ દ્વારકા
➖64મો
➖ 2013

🌴 *શક્તિ વન*
➖રાજકોટ
➖ 65મો
➖2014

🌴 *જાનકી વન*
➖ નવસારી
➖ 66મો
➖2015

🌴 *મહીસાગર વન*
➖ આણંદ
➖ 67મો
➖2016

🌴 *આમ્ર વન*
➖ વલસાડ
➖ 67મો
➖ 2016

🌴 *એકતા વન*
➖ સુરત
➖ 67મો
➖2016

🌴 *શહીદ વન*
➖ જામનગર
➖ 67મો
➖ 2016

🌴 *વિરાંજલી વન*
➖ સાબરકાંઠા
➖68મો
➖ 2017

🌴 *રક્ષક વન*
➖કચ્છ
➖ 69મો
➖2018.

🌴 *જડેશ્વર વન*
➖અમદાવાદમાં
(ઓઢવ વિસ્તારમાં )
➖ 70મો
➖2019

Saturday, June 29, 2019

ગુજરાતની નદીઓ અને તેની લંબાઈ

💥 નર્મદા - ૧૬૦ કિ. મી.

💥 પૂર્ણા - ૮૦ કિ.મી.

💥 સાબરમતી - ૩૭૧ કિ.મી.

💥 મચ્છુ - ૧૧૩ કિ.મી.

💥 લીંબડી ભોગાવો - ૧૧૩ કિ.મી.

💥 અંબિકા - ૬૪ કિ.મી.

💥 વઢવાણ ભોગાવો - ૧૦૧ કિ.મી.

💥 તાપી - ૨૨૪ કિ.મી.

💥 પાર - ૮૦ કિ.મી.

💥 ભાદર - ૧૯૪ કિ.મી.

💥 કાળુભાર - ૯૫ કિ.મી

💥 મહી - ૧૮૦ કિ.મી.

💥 શેત્રુંજી - ૧૭૩ કિ.મી.

💥 ઘેલો - ૮૦ કિ.મી.

Thursday, March 28, 2019

કન્ફ્યુઝન કરતાં બધા તાલુકા ની નોટ્સ

લખપત - કચ્છ
લખતર - સુરેન્દ્રનગર

કેશોદ.   -    જુનાગઢ
આમોદ  -    ભરૂચ

લાલપુર   -   જામનગર
માલપુર   -    અરવલ્લી

મહુવા - ભાવનગર , સુરત
મહુધા  -  ખેડા

માંડવી - સુરત , કચ્છ

માંગરોળ - જુનાગઢ , સુરત

ડેસર - વડોદરા
જેસર - ભાવનગર

શિહોરી(કાંકરેજ)  - બનાસકાંઠા
શિહોર     -     ભાવનગર

શંખેશ્વર - પાટણ
ગરુડેશ્વર - નર્મદા

કલોલ - ગાંધીનગર
કાલોલ - પંચમહાલ

ઘોઘા - ભાવનગર
ઘોધંબા - પંચમહાલ

રાણપુર - બોટાદ
રાણાવાવ - પોરબંદર

ઉમરગામ - વલસાડ
ખેરગામ - નવસારી

બગસરા - અમરેલી
બરવાળા - બોટાદ
ગરબાડા  - દાહોદ

કુતિયાણા - પોરબંદર
કુંકાવાવ.  - અમરેલી

વિરપુર - મહીસાગર
વિરપુર - આ તાલુકો નથી રાજકોટ માં જલારામ બાપા નું સ્થાનક છે નોંધ લેવી 🤪પરીક્ષામાં ભૂલ ન કરતા

પલસાણા - સુરત
સતલાસણા - મહેસાણા

ગઢડા - બોટાદ
ગિરગઢડા - ગીર સોમનાથ

જેતપુર - રાજકોટ
જેતપુર-પાવી - છોટા ઉદેપુર

ડેડીયાપાડા - નર્મદા
તીલાકવાળા - નર્મદા
સાગબારા - નર્મદા
ગરબાડા - દાહોદ

સંતરામપુર - મહીસાગર
સાંતલપુર  - પાટણ

ધાનપુર - દાહોદ
ખાનપુર - મહીસાગર

ઉમરપાડ - સુરત
ઉમરગામ - વલસાડ
ઉમરાળા - ભાવનગર

માળીયા મિયાણાં -  મોરબી
માળિયા હાટીના  - જુનાગઢ

Wednesday, February 20, 2019

ગુજરાતની આબોહવા

🔴 ગુજરાત મોસમી આબોહવાવાળો પ્રદેશ છે

.👉 રાજ્યના ઉતર ભાગમાંથી કર્કવૃત્ત પસાર થઇ છે. અહી કચ્છ, પાટણ અને બનાસકાંઠા જીલ્લામાં રણપ્રદેશો છે. ગુજરાતના વિશિષ્ટ આકારને લીધે આબોહવામાં વૈવિધ્ય છે. દરિયાકિનારાના પ્રદેશોમાં દરિયાઈ આબોહવા અનુભવાય છે

૧. શિયાળો :

👉ડીસેમ્બર થી ફેબ્રુઆરી માસ દરમિયાન ગુજરાતનું તાપમાન નીચું રહે છે. જાન્યુઆરી માસ સૌથી ઠંડો હોય છે. દરિયાઈ લહેરોની અસરના પરિણામે દક્ષીણ ગુજરાતમાં તાપમાન વધુ નીચું જતું નથી. હિમાલયમાં હિમવર્ષા થતા સમગ્ર ગુજરાતમાં સખત ઠંડીનો અનુભવ થાય છે. ક્યારેક હિમ પણ પડે છે..( ક્યારેક શિયાળામાં થોડો વરસાદ પણ પડે છે, જેને ‘માવઠું’ કહે છે. ). ગુજરાતનો શિયાળો આરોગ્યપ્રદ અને ખુશનુમા છે.

૨. ઉનાળો:

👉માર્ચથી મે માસ દરમિયાન ગુજરાતમાં તાપમાન ઊંચું રહે છે. મે માસ સૌથી વધુ ગરમ હોય છે. દરિયાકિનારાના પ્રદેશમાં ઉનાળો પ્રમાણમાં ઓછો ગરમ રહે છે. ઉતર ગુજરાતમાં ક્યારેક ‘લૂ’ ની પરીસ્થિતિ પણ અનુભવાય છે. ગુજરાતનો ઉનાળો ગરમ અને સુકો છે.

૩. ચોમાસું:

જુનથી સપ્ટેમ્બરનો સમયગાળો ‘ચોમાસાની ઋતુ’ છે. ગુજરાતમાં ઘણોખરો વરસાદ જુલાઈ અને ઓગસ્ટ માં પડે છે.ચોમાસા ની ઋતુ દરમિયાન અરબ સાગર પરથી આવતા વંટોળ ભારે નુકશાન કરે છે. ગુજરાતમાં મોસમી પવનો દ્વારા મળતો વરસાદ ઘણી અનિયમિતતાઓ અને અનિશ્ચિતતાઓ ધરાવતો હોવાથી કેટલીકવાર અતિવૃષ્ટિ અથવા અનાવૃષ્ટિની પરીસ્થિતિ સર્જાય છે. કોઈકવાર સતત સાતથી દસ દિવસ સુધી વરસાદ પડે છે, જેને ‘હેલી’ કહે છે

૪. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ:

ઓક્ટોમ્બર-નવેમ્બરના સમયગાળાને ‘ઋતુ પરિવર્તનનો ગાળો’ કહે છે. ઓક્ટોમ્બરની ગરમી લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે. નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં ઠંડીનો અનુભવ થાય છે.

ગુજરાતમાં વરસાદનું પ્રમાણ અને તેનું વિસ્તરણ:

૧. ૧૦૦ સેમીથી વધુ વરસાદ:

વલસાડ,ડાંગ, નવસારી, સુરત, તાપી, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા અને વડોદરા જીલ્લાનો પૂર્વ વિસ્તાર

૨. ૮૦ થી ૧૦૦ સેમી સુધી વરસાદ:

ભરૂચ અને વડોદરા જીલ્લાનો પશ્વિમનો વિસ્તાર, દાહોદ, પંચમહાલ, આણંદ, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, ખેડા અને સાબરકાંઠા જીલ્લાનો વિસ્તાર

૩. ૪૦ થી ૮૦ સેમી સુધી વરસાદ:

અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના તમામ જીલ્લાઓ

૪. ૪૦ સેમીથી ઓછો વરસાદ:

બનાસકાંઠા અને પાટણ જીલ્લાનો પશ્વિમ વિસ્તાર અને સમગ્ર કચ્છ જીલ્લો

Monday, February 18, 2019

ગુજરાતનાં 23 અભયારણ્ય

*◆કચ્છ જિલ્લો:-*
1.નારાયણ સરોવર પક્ષી (ચિંકારા) અભયારણ્ય, તાલુકો-લખપત
2.કચ્છ ઘોરાડ અભયારણ્ય, તાલુકો-અબડાસા
3.સુરખાબનગર પક્ષી અભયારણ્ય, તાલુકો-રાપર (ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય)

*◆બનાસકાંઠા જિલ્લો:-*
4.જેસોર રીંછ અભયારણ્ય. તાલુકો-ધાનેરા
5.બાલારામ રીંછ અભયારણ્ય. તાલુકો-પાલનપુર

*◆મહેસાણા:-*
6.થોળ પક્ષી અભયારણ્ય. તાલુકો-કડી

*◆પંચમહાલ:-*
7.જાંબુઘોડા રીંછ અભયારણ્ય. તાલુકો-જાંબુઘોડા

*◆દાહોદ:-*
8.રતનમહાલ રીંછ અભયારણ્ય. તાલુકો-લીમખેડા

*◆નર્મદા:-*
9.ડૂમખલ/સૂરપાણેશ્વર રીંછ અભયારણ્ય. તાલુકો- દેડિયાપાડા

*◆ડાંગ:-*
10.પૂર્ણા / બરડીપાડા અભયારણ્ય

*◆અમદાવાદ - સુરેન્દ્રનગર:-*
11.નળ સરોવર પક્ષી અભયારણ્ય. તાલુકો-લખતર , જિલ્લો- સુરેન્દ્રનગર અને તાલુકો- સાણંદ, જિલ્લો-અમદાવાદ.

*◆સુરેન્દ્રનગર*
12.ઘૂડખર અભયારણ્ય તાલુકો-ધ્રાંગધ્રા

*◆અમરેલી*
13.પનિયા અભયારણ્ય તાલુકો-ધારી
14.મિતિયાલા અભયારણ્ય

*◆ગીર-સોમનાથ*
15.ગીર અભયારણ્ય. તાલુકો-ઉના

*◆જૂનાગઢ*
16.ગિરનાર વન્યપ્રાણી અભયારણ્ય. તાલુકો-જૂનાગઢ

*◆પોરબંદર*
17.પોરબંદર પક્ષી અભયારણ્ય. તાલુકો - પોરબંદર (ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય 0.09 ચો.કિમી.)
18.બરડા અભયારણ્ય. તાલુકો-રાણાવાવ

*◆રાજકોટ*
19.હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય. તાલુકો-જસદણ

*◆દેવભૂમિ દ્વારકા*
20.દરિયાઈ અભયારણ્ય (પિરોટન) તાલુકો-ઓખામંડળ
21.મહાગંગા પક્ષી અભયારણ્ય. તાલુકો-કલ્યાણપુર

*◆જામનગર*
22.ખીજડિયા પક્ષી અભયારણ્ય તાલુકો-જોડિયા

*◆મોરબી*
23.રામપરા પક્ષી અભયારણ્ય. તાલુકો-વાંકાનેર

*●ગેમ રિઝર્વ/કન્ઝર્વેશન રિઝર્વ:-*
➖છારી-ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ, જિલ્લો-કચ્છ

Sunday, January 6, 2019

ગુજરાતની ખેતી

ધાન્યપાકો

🏆બાજરી-બનાસકાંઠા

🥇ઘઉં-અમદાવાદ

🔰 ડાંગર-ખેડા

🏆 જુવાર- ભાવનગર (વાવેતર)

🥫 સુરત (ઉત્પાદન)

🌽મકાઈ-દાહોદ જિલ્લામાં સૌથી વધુ પાકે

રોકડીયા પાકો

🥇કપાસ-સુરેન્દ્રનગર (વાવેતર)

🥫 વડોદરા (ઉત્પાદન),

🥇મગફળી-જૂનાગઢ

🏆તમાકુ-ખેડા,

🥇જીરૂ- બનાસકાંઠા

🏆વરિયાળી-સાબરકાંઠા

🥇ઈસબગુલ-મહેસાણા

🏆શેરડી-સુરત જિલ્લામાં સૌથી વધુ પાકે

બાગાયતીઃ

🏆બટાકા-ડીસા 🥔

🥇ડુંગળી-ભાવનગર જિલ્લામાં સૌથી વધુ પાકે

ફળફળાદી

🏆કેરી-વલસાડ (હાફૂસ). 🍋

🥇 જુનાગઢ (કેસર), 🍋

🥇ચીકુ-વલસાડ,

🏆જામફળ-અમદાવાદ 🍏

🥇દાડમ-ભાવનગર

🏆 પપૈયુ-ખેડા,

🥇કેળા-ખેડા,  🍌

🏆ખારેક-કચ્છ જિલ્લામાં વધુ પાકે

🍏ગુજરાત દેશમાં ફળફળાદિમાં ૧૨મા ક્રમે,

🌻ફૂલોમાં ૯ માં ક્રમે

સેવંતીના ફુલોમાં છઠ્ઠા ક્રમે છે.

Thursday, January 3, 2019

અમદાવાદ વિશે સામાન્ય જ્ઞાન

*શું તમે ક્યારેય વિચાર્યું છે કે નવરંગપુરાનું નામ કેવી રીતે પડ્યું? કે પછી શાહીબાગ નામ કોણે પાડ્યું હશે? મીઠાખળી નામ કોના દિમાગમાં આવ્યું હશે? અમદાવાદમાં દરેક વિસ્તારના નામ પાછળ કોઈને કોઈ રસપ્રદ કિસ્સો રહેલો છે. જાણો અમદાવાદના જાણીતા વિસ્તારના નામ કેવી રીતે પડ્યા.

*શાહીબાગ:*

શહેનશાહ શાહજહાંએ 1630માં દુકાળ પડ્યો ત્યારે રાહત કાર્ય માટે આ વિસ્તાર બનાવ્યો હતો. અહી 12 બુરજ (કિલ્લા) આવેલા હતા અને તેની અંદર રાજા તથા તેના અધિકારીઓ માટે મહેલો, કમાનો, બાગ બગીચા બનાવવામાં આવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે શાહજહાંએ શાહીબાગ તો બનાવ્યો પરંતુ પ્રવેશ દ્વાર નીચો હોવાથી તે તેમાં હાથી પર બેસીને પ્રવેશી શક્યો નહતો. આથી તે મોં ફેરવીને ગુસ્સામાં જતો રહ્યો હતો અને પછી ક્યારેય આ વિસ્તારમાં આવ્યો નહતો. પ્રવેશ દ્વાર ફરી બન્યો ત્યાં સુધીમાં તો સત્તા બદલાઈ ચૂકી હતી અને શાહજહાંનો પુત્ર ઔરંગઝેબ સત્તા પર આવી ગયો હતો. કપિલ રાય મહેતાએ એડિટ કરેલા પુસ્તક અમદાવાદ 1958 મુજબ શાહજહાં ફરી ક્યારેય અમદાવાદ આવ્યો નહતો.

*મીઠાખળી:*

મીઠાખળી અગાઉ ચંગીઝપુર તરીકે જાણીતુ હતુ. તે મહેમૂદના ગુલામ ચંગીઝખાને બનાવ્યું હતું. આ વિસ્તારમાં મીઠુ એટલે કે નમક વિપુલ માત્રામાં ઉપલબ્ધ હતુ. આ વિસ્તારમાં મીઠાના અનેક ખળા હોવાને કારણે તેનું નામ મીઠાખળી પડી ગયુ હતુ.

*કોચરબ-પાલડી:*

આ વિસ્તારનું નામ દેવી કોચ્ચરવાના નામ પરથી પડ્યું છે. કરણદેવ સોલંકી આ વિસ્તારના સ્થાપક હતા.

*સી.જી.રોડ:*

આ રોડનું નામ શહેરના અગ્રણી મોભી ચીમનલાલ ગિરધરલાલના નામ પરથી પડ્યું છે.

*પ્રિતમનગર:*

આ અમદાવાદની સૌપ્રથમ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી હતી અને તેનું નામ સરદાર પટેલે સોસાયટી બાંધનાર પ્રિતમરાય વ્રજરાય દેસાઈના નામ પરથી પાડ્યું હતું.

*આંબાવાડી:*
આંબાવાડી એટલે આંબાના અઢળક ઝાડ હોય તે વિસ્તાર. આ વિસ્તારમાં અનેક આંબા હોવાથી તેનું નામ આંબાવાડી પડ્યું હતુ પરંતુ હવે આ વિસ્તારમાં આંબા નથી રહ્યા.

*સેટેલાઈટ:*

ઘણાને એવુ લાગે છે કે આ વિસ્તાર નવુ અમદાવાદ હોવાને કારણે તેનું નામ સેટેલાઈટ પાડવામાં આવ્યું છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે અહીં ISROની સ્થાપના થતા વિસ્તારનું નામ સેટેલાઈટ પડી ગયુ હતુ.

*આસ્ટોડીયા:*

એવી ધારણા છે કે આ વિસ્તારમાં આસ્ટોડિયન, અસોરિયમ નામનું સબર્બ હતુ. તેના પરથી આસ્ટોડિયા દરવાજા નામ પાડવામાં આવ્યું છે.

*કાંકરીયા:*

કાંકરિયાનો અર્થ થાય છે બહુ કાંકરા વાળી જગ્યા. સુલતાન કુતુબુદ્દીન તેના સાવકા ભાઈ ફતેહ ખાનને મારવા માંગતો હતો. તેનો સાવકો ભાઈ તેની માતા બીબી મોઘલી સાથે હઝરત ઈ શાહ એલાનની નજરબંધીમાં હતો. સુલતાને તળાવ અને નગીના વાડી બનાવાનું શરૂ કર્યું. તેને આશા હતી કે ફતેહ ખાન ત્યાં ફરવા આવશે તો તે તેને કેદ કરી લેશે પરંતુ શહેઝાદો એ વિસ્તારમાં ક્યારેય આવ્યો જ નહિં. હઝરત-ઈ-શાહ આલમ ખોદકામ ચાલતુ હતુ ત્યારે આ વિસ્તારમાંથી પસાર થયા હતા અને તેમને પગમા કાંકરો વાગતા બોલી ઉઠ્યા હતા કે કેવો કાંકરો છે! આ ઘટના પરથી તળાવનું નામ કાંકરિયા પાડવામાં આવ્યું હતું.

*મણિનગર:*
એક વખત અમદાવાદમાં સૌથી વધારે બાગ આ વિસ્તારમાં હતા. આ વિસ્તાર શેઠ મણિલાલ રણછોડલાલની યાદમાં માણેકલાલ મણિલાલ અને છોટાલાલ કેશવલાલ દ્વારા સ્થાપવામાં આવ્યો હતો. આ વિસ્તાર મુંબઈની સરકારના સર્વેયર એ.ઈ મીરા અને કમિશનર એફ.જી પ્રત તથા ચેટફિલ્ડના કલેક્ટર દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.

*નવરંગપુરાઃ*
ઔરંગઝેબના સુબા નવરંગમિયાંના નામ પરથી આ વિસ્તારનું નામ પડ્યુ છે. આ વિસ્તાર લગભગ 240 વર્ષ પહેલા બાંધવામાં આવ્યો હતો.

*ઉસ્માનપુરાઃ*

આ વિસ્તાર કુતુબ-ઈ-આલમના વારસદાર સૈયદ ઉસ્માન દ્વારા સ્થાપવામાં આવ્યો હતો. આ વિસ્તાર ઘી અને ભારતીય ઔષધોના વેપાર માટે જાણીતો હતો.

*સરસપુરઃ*

અમદાવાદનું આ સૌથી મોટુ સબર્બ હતુ. આ વિસ્તારનો કિલ્લો 1848માં બાંધવામાં આવ્યો હતો. તે સારુ હોવાથી આ વિસ્તારને સરસપુર નામ આપવામાં આવ્યું હતું.

*કાળુપુરઃ*

મહેમુદ બેગડાના અમીર અબા હાજી કાળુના નામ પરથી આ વિસ્તારનું નામ પાડવામાં આવ્યું છે.

Tuesday, December 25, 2018

ગુજરાતના બંદરો

*📌 કંડલા બંદર - કચ્છ 📌*

✨ કંડલા બંદર નું નવું નામ
*પંડિત દીનદયાળ બંદર*

✨ સૌ પ્રથમ જેટી બંદર બાંધવાની શરૂયાત કરનાર
*કચ્છ ના ખેંગરજી ત્રીજા*

✨ ભારત પાકિસ્તાન ભગલાનું બાળક *કંડલા*

✨ કંડલા બંદર નો વહીવટ *કંડલા પોર્ટ ટ્રસ્ટ* (ભારત સરકાર)

✨ મહાબંદર તરીકે *1955*

✨ મુક્ત વ્યાપાર ક્ષેત્ર તરીકે જાહેર *7 માર્ચ 1965*

✨ બંદર ની પસંદગી માટે સમિતિ *કસ્તુરભાઈ સમિતિ*

✨ કંડલા બંદર મદદત કરવા વિકસાયેલ નાનું બંદર *ટુના*

*📌 નવલખી બંદર -મોરબી📌*

✨ *કંડલા થી દ્વારકા* વચ્ચે સબંધિત દરિયાકિનારો

✨ નકલખી બંદર નો વિકાસ સહાય કરનાર *મોરબી ના વાઘજી ઠાકોર ત્રીજા*

✨ સૌરાષ્ટ્ર ના ઈસાન ખૂણે આવેલ બંદર

*📌 મુન્દ્રા બંદર - કચ્છ 📌*

*✨  માંડવી થી કંડલા બંદર સુધી દરિયાકિનારો*

✨ કઈ નદી ના મુખ પાસે આવેલ *ભૂખી*

✨ મુન્દ્રા નો વિકાસ *અદાણી  પોર્ટ લિમિટેડ* સયુંકત સહાય થી

✨ જૂનું મુન્દ્રા બંદર *બોચા ક્રિક* મા હતું

✨ મુન્દ્રા બંદરે આંતરરાષ્ટ્રીય કન્ટેનનર ટર્મિનલ સ્થાપના *2003*

✨ મુન્દ્રા બંદર રક્ષણ આપતો ટાપુ *નવીનાલ ટાપુ*

✨ કચ્છ નો હરિયાળો પરદેશ *મુન્દ્રા*

*📌 અલંગ - ભાવનગર 📌*

✨ અલંગ નો વિક્રમ *વિશ્વ નું સૌથી મોટું જહાંઝ ભાંગવાનું કેન્દ્ર*

✨ ભારત ના અંદાજીત શિપબ્રેકીગ કાર્ય *૯૦%*

✨ અલંગ પાસે આવેલ જાણીતું ગામ *સોસિયા*

✨ અલંગ અને સોસિયા માં જહાંઝ ભાંગવાના પ્લોટ *183*

✨ સબંધિત દરિયાકિનારો *ગોપનાથ થી ભાવનગર*

*📌 ઘોઘા બંદર -ભાવનગર*📌

✨ ખંભાત ના અખાતમાં જીલા માં આવેલ બંદર *ભાવનગર*

*✨ ગોપનાથ થી ભાવનગર દરિયાકિનારો*

✨ દક્ષિણ એશિયા ની પ્રથમ રોરો ફેરી  *ઘોઘા દહેજ*

✨ રો રો *રોલ ઓન ,રોલ ઓફ*

*✨ સાગરમાલા પ્રોજેકટ નો એક ભાગ*

✨ લો લો નો અર્થ *લિફ્ટ ઓન લિફ્ટ ઓફ*

✨ ગુજરાત મેરેટાઇમ બોર્ડ ની રચના *૧૯૮૨*

✨ સાગર માલા પ્રોજેકટ વિકાસ વિજન *2035*

*📌માંડવી બંદર -કચ્છ 📌*

✨ માંડવી નો અર્થ *જકાતનાકુ*

✨માંડવી ની સ્થાપના *કચ્છ ના ખેંગરજી પ્રથમ*

✨ જૈન ગ્રંથો માં નામ *રિયાણ પતન*

✨ દરિયા ખેડૂત ની ભૂમિ *માંડવી*

Saturday, December 22, 2018

ગુજરાત ના ડુંગરો

🎁ગુજરાત. ના ડુંગરાળ પ્રદેશમાં પાચ ભાગ🎁

🎪કચ્છ ના ડુંગરો🎪

🌎ઉતર ધાર માં સૌથી ઊંચો ડુંગર⁉
⏳કાળો ૪૩૭

🌎મધ્ય ધાર માં સૌથી ઊંચો⁉
⏳ધીનોધર ૩૮૮

🌎દક્ષિણ ધાર માં સૌથી ઊંચો⁉
⏳નાનામો

🌎કચ્છના નાના રણ અને મોટા રણ વચે નો પ્રદેશ વાગડના મેદાન અમાં સૌથી ઊંચો ⁉
⏳અધોઈ

🌎કચ્છ નો સૌથી ઊંચો ડુંગર⁉
⏳કાળો

🎪સૌરાષ્ટ્ર. ના ડુંગરો🎪

🎁મડવિની ટેકરી અને ગીર ની ટેકરી🎁

🌎માડવિની ટેકરી માં ઊંચો⁉
⏳ચોટીલા ૩૪૦

🌎ગીરની ટેકરીમાં ઉંચી ટેકરી⁉
⏳સરકલા ૬૪૩ અમરેલીમાં

🌎પોરબંદર પાસે બરડા ડુંગર નું ઉંચુ શિખર ⁉
⏳આભ પરા

🎪ઉતર ગુજરાત ના ડુંગર માં
સૌથી ઊંચો( અર્વલી ગિરિમાળા⁉
⏳Satpado ( જેષોર) નો

🎪મધ્ય ગુજરાત નો સૌથી ઊંચો( વિધ્યાંચલ ગિરિમાળા)⁉
⏳પાવાગઢ

🎪રાજપીપલાની ટેકરી  માં સૌથી ઊંચી ટેકરી( સાતપુડા પર્વતમાળાની)⁉
⏳માંથાસર

🎪દક્ષિણ ગુજરાત નો ઊંચો ( શ્યાડી પર્વત માળા)⁉
⏳સાપુતારા (ડાંગ)

💧ગુજરાત નો સૌથી ઊંચો 💧
🔨ગિરનાર ૧૧૫૩.૨

💧ગુજરાત નું સૌથી ઊંચું શિખર💧
🔨ગોરખનાથ ૧૧૧૭

ગુજરાત ના રાજ્યો

🤹🏻‍♂ *1 જિલ્લા ની સરહદને* સ્પર્શ કરતા હોય તેવા જિલ્લા ની સંખ્યા➖1

🤹🏻‍♂ *2 જિલ્લા ની સરહદને* સ્પર્શ કરતા હોય તેવા જિલ્લા ની સંખ્યા➖3

🤹🏻‍♂ *3 જિલ્લા ની સરહદને* સ્પર્શ કરતા હોય તેવા જિલ્લા ની સંખ્યા➖2

🤹🏻‍♂ *4 જિલ્લા ની સરહદને* સ્પર્શ કરતા હોય તેવા જિલ્લા ની સંખ્યા➖16

🤹🏻‍♂ *5 જિલ્લા ની સરહદને* સ્પર્શ કરતા હોય તેવા જિલ્લા ની સંખ્યા➖5

🤹🏻‍♂ *6 જિલ્લા ની સરહદને* સ્પર્શ કરતા હોય તેવા જિલ્લા ની સંખ્યા➖2

🤹🏻‍♂ *7 જિલ્લા ની સરહદને* સ્પર્શ કરતા હોય તેવા જિલ્લા ની સંખ્યા➖4

Friday, December 21, 2018

ક્યું શહેર કોણે વસાવ્યું?

*👉પાલનપુર - પ્રહલાદદેવ (રાજવંશ)*
*👉પાટણ- વનરાજસિંહ ચાવડા*
*👉 મહેસાણા-મેસોજી ચાવડા*
*👉હિંમતનગર - નસરૂદિન અહમદશાહ*
*👉ભરૂચ - ભુગૃરૂચિ*
*👉સુરત - ગોપી નામના નાગર બ્રાહ્મણો*
*👉ભાવનગર - મહારાજ ભાવસિંહજી પહેલા*
*👉દ્વારકા - ભગવાન શ્રી કૃષ્ણ*
*👉જામનગર - જામ રાવળ*
*👉રાજકોટ - વિભાજી જાડેજા*
*👉સુરેન્દ્રનગર - સુરેન્દ્રનસિંહજી*
*👉અમદાવાદ - સુલતાન અહમદશાહ*
*👉વડોદરા - પીલાજી ગાયકવાડ(મરાઠી શાસન લગાવનાર)*
*👉ભુજ - મહારાજ શંખેગારજી*