Monday, February 18, 2019

જનરલ સવાલ

1) 13 ફેબ્રુઆરી ક્યાં દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
જવાબ.. વર્લ્ડ રેડિયો દિવસ*લ

2) વર્લ્ડ રેડિયો દિવસ - 2019 ની થીમ શું રાખવામાં આવી છે?
જવાબ.. સંવાદ,સહનશીલતા અને શાંતિ..

3) 13 ફેબ્રુઆરી 1879 ના દિવસે "ભારતની બુલબુલ" તરીકે જાણીતા ક્યાં વ્યક્તિનો જન્મદિવસ છે?
જવાબ.. સરોજિની નાયડુ

4) "શ્રમ કરતે હૈ હમ,કિ સમુદ્ર હો તુમ્હારી જાગૃતિ કા ક્ષણ.." પ્રખ્યાત પંક્તિ કોની છે?
જવાબ.. સરોજિની નાયડુ

5) "કોંગ્રેસ નાં પ્રથમ મહિલા પ્રમુખ" કોણ હતાં?
જવાબ.. સરોજિની નાયડુ

6) ભારતનાં પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતાં?
જવાબ.. સરોજિની નાયડુ

7) 13 ફેબ્રુઆરી નાં દિવસને "રાષ્ટ્રીય મહિલા દિવસ" કોની યાદમાં ઉજવવામાં આવે છે?
જવાબ.. સરોજિની નાયડુ

8) સરોજિની નાયડુ ની 2019 માં કેટલામી જન્મજયંતી છે?
જવાબ.. 140 મી

9) "International day of women and Girls in science" કઈ તારીખે ઉજવવામાં આવ્યો?
જવાબ.. 11 ફેબ્રુઆરી

10) હાલમાં અબુધામી માં અરબી, અંગ્રેજી પછી કઈ ભાષાને અદાલતોની 3જી સત્તાવાર ભાષા તરીકે સામેલ કરાઈ છે?
જવાબ.. હિન્દી ને

11) અબુધામી ક્યાં દેશની રાજધાની છે?
જવાબ.. UAE ની

12) શ્રી દયાનંદ સરસ્વતી નું મૂળ નામ શું હતું?
જવાબ.. મૂળશંકર કરશનદાસ તિવારી

13) હાલમાં વડનગર ખાતે તાના-રીરી સંગીત મહોત્સવમાં 4 મિનિટ માં 21 રાગ ગાવાનો રેકોર્ડ કોણે બનાવ્યો છે?
જવાબ.. ડો. ધારી પંચમદાએ

14) તાજેતરમાં "કટલાસ એક્સપ્રેસ - 2019" નામનાં બહુરાષ્ટ્રીય યુદ્ધ અભ્યાસ માં ભારત વતી ક્યાં નૌકાદળ જહાજે ભાગ લીધો હતો?
જવાબ.. INS -ત્રિખંડ