Sunday, April 5, 2020
જનરલ સવાલ
Wednesday, March 25, 2020
GST વિશે પરીક્ષામાં પુછાવાના મહત્વના પ્રશ્નો
Thursday, October 10, 2019
જનરલ સવાલ
Sunday, October 6, 2019
જનરલ સવાલ
નર્મદા નદી કયા શહેરની બન્ને કાંઠે વહેતી હતી?
૧ ચાંદોદ
૨ રાજપીપળા
૩ ભરૂચ √
૪ એક પણ નહિ
# અત્યારે એક જ કાંઠે વહે છે
ભરૂચ શહેરના આધુનિક સ્થાપક કોણ છે?
૧ કનૈયાલાલ મુનશી
૨ ચંદુલાલ દેસાઈ√
૩ રા'ખેંગાર
૪ જામ રાવળ
ત્ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે આવું કોણે કહ્યું છે?
૧ શંકરાચાર્ય√
૨ વિશ્વામિત્ર
૩ પૂજયશ્રી મોટા
૪ શ્રી રંગવધૂત
ઝીલ્યો અમે પડકાર પુસ્તકના લેખક કોણ છે?
૧ કુંદનીકા કપાડીયા
૨ ધ્રુવકુમાર પંડ્યા√
૩ અમૃતલાલ વેગડ
૪ વિનોદ ભટ્ટ
ભારતના બંધારણમાં હાલમાં કુલ કેટલા ભાગ છે?
૧ ૨૫
૨ ૨૪√
૩ ૨૨
૪ ૨૦
#૨૫ હતા પણ ગુજરાત હાઈકોર્ટે ૨૦૧૩ માં (ભાગ ૯ ક ) રદ કર્યો છે જેનો કેસ સુપ્રીમમાં ચાલુ છે એટલે અત્યારે ૨૪ જ ગણવા
ઉત્તરાંચલ નું નામ ફેરવીને કયા વર્ષે ઉત્તરાખંડ થયું?
૧ ૨૦૦૪
૨ ૨૦૦૫
૩ ૨૦૦૬√
૪ ૨૦૦૮
ઇન્ડિયન એવીડેન્ટ્સ એકટના ક્યાં પ્રકરણમાં સાક્ષીઓને તપાસવાની વાત કરવામાં આવી છે?
૧ પ્રકરણ-૮
૨ પ્રકરણ-૯
૩ પ્રકરણ-૧૦√
૪ પ્રકરણ-૧૧
નીચેનામાંથી કોણ આત્મહત્યા કરવા નર્મદા નદીમાં પડ્યું હતું?
૧ અમૃતલાલ વેગડ
૨ ચુનીલાલ આશારામ ભાવસાર√
૩ રંગ અવધૂત મહારાજ
૪ ધ્રુવપંડ્યા
કેળવે તે કેળવણી પુસ્તકના રચયિતા કોણ છે?
૧ આનંદશંકર ધ્રુવ
૨ નરેન્દ્ર મોદી√
૩ ગિજુભાઈ બધેકા
૪ ઇન્દુલાલ યાજ્ઞિક
કલમ નંબર ૩૭૭માં કયા વ્યવહારોને અપવાદમાં ગણવામાં આવેલ છે અથવા એ ગુનો બનતો નથી?
૧ સમલૈંગિક વ્યવહારો ગુનો બનતો નથી
૨ સૃષ્ટિક્રમ વિરુદ્ધનું કૃત્ય
૩ માત્ર ૧√
૪ આપેલ બન્ને
ઇન્ડિયન એવીડેન્ટ્સ એકટની કલમ નંબર ૧૩૮ મુજબ સાક્ષીઓને તપાસવાનો ક્રમ શુ?
૧ સરતપાસ,ઉલટતપાસ,ફેરતપાસ√
૨ ઉલટતપાસ,ફેરતપાસ,સરતપાસ
૩ સરતપાસ,ફેરતપાસ,ઉલટતપાસ
૪ એક પણ નહિ
ભારતનું બંધારણ ૨૦ ભાગો સાથે કેટલા વર્ષ સુધી અમલમાં રહ્યું?
૧ ૪૬
૨ ૩૬
૩ ૨૦√
૪ ૧૬
# સાતમા બંધારણીય સુધારામાં ભાગ -૭ અને ભાગ ૯ રદ થયા હતા 1976 સુધી કોઈ ભાગ સમાવેશ નહતો થયો
લોકસભામા ચૂંટાયેલા સભ્ય કેટલા હોય છે?
૧ ૫૩૦
૨ ૫૪૩√
૩ ૫૪૫
૪ ૫૫૨
લોકસભામાં રાજ્યોમાંથી કેટલા સભ્યો પ્રતિનિધિત્વ ધરાવે છે?
૧ ૫૩૦√
૨ ૫૪૩
૩ ૫૪૫
૪ ૫૫૨
લોકસભામાં હાલના સભ્યોની સંખ્યા કેટલી છે?
૧ ૫૩૦
૨ ૫૪૩
૩ ૫૪૫√
૪ ૫૫૨
પાંડવોની શાળા અને ભીમનું રસોડું ગુજરાતના કયા શહેરમાં આવેલું છે?
૧ જૂનાગઢ
૨ ભદ્રેશ્વર
૩ ધોળકા√
૪ ખંભાત
ગંગાસર તળાવ ગુજરાતના ક્યાં જિલ્લામાં આવેલું છે?
૧ સાબરકાંઠા
૨ અરવલ્લી
૩ અમદાવાદ√
૪ પાટણ
#વિરામગામ અમદાવાદમાં આવેલું છે
ડભોઈના ઐતિહાસિક કિલ્લાનો દક્ષિણનો દરવાજો કઈ ભાગોળ તરીકે ઓળખાય છે?
૧ વડોદરી ભાગોળ (પશ્ચિમ નો દરવાજો)
૨ નાદોરી ભાગોળ (દક્ષિણ નો દરવાજો√
૩ હીરા ભાગોળ (પૂર્વનો દરવાજો)
૪ મુહુડી ભાગોળ (ઉત્તર નો દરવાજો)
ગંગાસર તળાવ કોણે બંધાવ્યું હતું?
૧ વિસલદેવ વાઘેલાએ
૨ ગંગુ વણઝારાએ√
૩ વિરમસિંહે
૪ મીનળદેવીએ
ડૉ જીવરાજ મહેતાનું પૂરું નામ જણાવો?
૧ ડૉ. જીવરાજ શંકરભાઇ મહેતા
૨ ડૉ. જીવરાજ નારાયણભાઈ મહેતા√
૩ ડૉ. જીવરાજ ચંદુભાઈ મહેતા
૪ ડૉ. જીવરાજ બાબુભાઇ મહેતા
નાગાલેન્ડના ગાંધી તરીકે કોણ જાણીતું છે?
૧ નટવર ઠક્કર√
૨ નટવર શાહ
૩ નટવર પરીખ
૪ નટવર પ્રસાદ
ઉત્તરાખંડમાં કઈ જગ્યાએ ગરમપાણી ના ઝરા આવેલા છે?
૧ બદ્રીનાથ
૨ યમનોત્રી
૩ ગંગોત્રી√
૪ ઋષિકેશ
ઉત્તરાખંડમાં કઈ જગ્યાએ ગરમપાણી ના કુંડ આવેલા છે?
૧ બદ્રીનાથ
૨ યમનોત્રી√
૩ ગંગોત્રી
૪ ઋષિકેશ
ભારતનું કયું શહેર રજવાડી સ્થાપત્યો માટે પ્રખ્યાત છે?
૧ ભોપાલ√
૨ વડોદરા
૩ જૂનાગઢ
૪ વિજયવાડા
ટીપું સુલતાનના મહેલ નું નામ શું છે ?
૧ આઈના મહેલ
૨ શીશ મહેલ
૩ દરિયા દોલત મહેલ√
૪ સુલતાન મહેલ
જનરલ સવાલ
બાબુ જગજીવનરામનો જન્મદિવસ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
રાષ્ટ્રીય ક્ષમતા દિવસ
આતંકવાદી વિરોધી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
21 મે
વિશ્વ ડાયાબિટીસ દિન ક્યારે ઉજવવામાં આવે છે ?
14 નવેમ્બર
WHOનું વડુંમથક ક્યાં આવેલું છે ?
જીનીવા
દર્શના ઝવેરી નું નામ ક્યાં નૃત્ય સાથે સંકળાયેલ છે
મણિપુરી
સૌ પ્રથમ ગુજરાતી કરમુક્ત ફિલ્મ
અખંડ સૌભાગ્યવતી
વાસુકી નાગ ની ભૂમિ તરીકે કયો પ્રદેશ ઓળખાય છે
તરણેતર
કાન્જી બારોટ નું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે
લોક વાર્તાકાર
કઈ ગુજરાતી ફિલ્મ 9 ભાષાઓ માં બની હતી
મૈયર ની ચૂંદડી
તરનાઈ ની કલા ક્યાં શહેર સાથે સંકળાયેલ છે
સુરત
શ્રી કૃષ્ણ ની બાબરી ક્યાં થઈ હતી
અંબાજી
નરસિંહ મહેતા ની હૂંડી ક્યાં સ્વીકારવામાં આવી હતી
દામોદર કુંડ
Saturday, October 5, 2019
જનરલ સવાલ
નેપોલીયનનુ મૃત્યુ કયા સ્થળે થયુ હતુ?
1. એલ્બા ટાપુ
2. વોટર લુ મેદાનમાં
3. સેન્ટ હેલેના ટાપુ✅
4. એક પણ નહી
કયા મુઘલના સમયમાં ચિત્રશાળા શરૂ થઈ ??
1. અકબર
2. હુમાયુ
3. બહાદુરશાહ
4. જહાંગીર✅
ગંગા- ગંડક ના સંગમ સ્થાને ક્યો મેળો ભરાય 6?
1. ઉર્સનો મેળો
2. સોનપુર મેળો✅
3. કંસ મેળો
4. પુષ્કર નો મેળો
ઇલોરાની ની કયા નંબર ની ગુફા "વિશ્વકર્મા ની ગુફા" તરીકે ઓળખાય 6?
1. 12
2. 10
3. 15
4. 16✅
કાદંબરી' કથાની રચના કોણે કરી ?
1. બાણ✅
2. ભવભૂતિ
3. શ્રીહર્ષ
4. કાલિદાસ
ગુજરાતમાં પતંગ મ્યૂઝિયમ કયાં આવેલું છે ?
1. સુરત
2. રાજકોટ
3. વડોદરા
4. અમદાવાદ✅
સરહદના ગાંધી'નું બિરુદ કોને મળ્યું છે ?
1. મહમ્મદ અલી ઝીણા
2. ખાન અબ્દુલ ગફારખાન✅
3. લીયાકાત અલીખાન
4. શેક અબ્દુલ્લા
ગુજરાત રાજ્યની સ્થાપના કોના હસ્તે થઈ ?
1. રવિશંકર મહારાજ✅
2. જવાહરલાલ નહેરુ
3. જીવરાજ મહેતા
4. વલ્લભભાઈ પટેલ
ગુજરાતને પ્રથમ શબ્દકોશ કોણે આપ્યો ?
1. નર્મદ✅
2. ન્હાનાલાલ
3. દલપતરામ
4. ગાંધીજી
જયાં જયાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની' એ પંક્તિ કોની છે ?
1. કવિ કલાપી✅
2. કવિ ન્હાનાલાલ
3. કવિ નર્મદ
4. કવિ દલપતરામ
માતૃશ્રાદ્ધ મહિમાનો પૂર્ણિમાનો મેળો કયાં ભરાય છે ?
1. પાટણ
2. સિદ્ધપુર✅
3. કરનાળી
4. શામળાજી
ગુજરાતમાં સૌ પ્રથમ વીજળી આધારિત ટ્રેન કઈ ?
1. અમદાવાદ - દિલ્હી
2. અમદાવાદ - વેરાવળ
3. અમદાવાદ-ત્રિવેન્દ્રમ
4. અમદાવાદ-મુંબઈ✅
વરાહમિહિરનું નામ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે ?
1. શિલ્પકળા
2. સાહિત્ય
3. આરોગ્યચિકિત્સા
4. ખગોળશાસ્ત્ર✅
વૈષ્ણવજન તો તેને રે કહીએ ...' કોણે રચેલી પંક્તિઓ છે ?
1. નરસિંહ મહેતા✅
2. મહાત્મા ગાંધી
3. કવિ દયારામ
4. નરસિંહરાવ
ગુજરાત વિધાનસભા વર્તમાન અધ્યક્ષ છે.
1. રાજેન્દ્ર ત્રિવેદી✅
2. અશોક ભટ્ટ
3. પ્રો. ધીરૃભાઈ શાહ
4. ગણપતભાઈ વસાવા
ગુજરાતની સીમામાંથી કયું વૃત્ત પસાર થાય છે ?
1. વિષુવવૃત્ત
2. મકરવૃત્ત
3. એકપણ નહીં
4. કર્કવૃત્ત✅
ગુજરાતી ગીત 'કોઈનો લાડકવાયો'ના રચયિતા છે.
1. રાવજી
2. કવિ દલપતરામ
3. ઝવેરચંદ મેઘાણી✅
4. કવિ સુંદરમ્
શરીરના કયા અંગ દ્વારા દેડકું પાણી પીએ છે ?
1. જડબું
2. મોં વળે
3. ચામડી✅
4. કાન
નીચે કયો એસિડ પ્રોટીનમાં હોય છે ?
1. ફોલિક
2. એમિનો✅
3. નાઈટ્રિક
4. ફોર્મિક
સાહિત્ય અકાદમીના વર્તમાન અધ્યક્ષ છે.
1. ભોળાભાઈ પટેલ
2. વિષ્ણું પંડ્યા✅
3. વિશ્વનાથ પ્રસાદ તિવારી
4. રઘુવીર ચૌધરી
ધન્વંતરિ એવોર્ડ' કયાં ક્ષેત્રના પ્રદાન માટે અપાય છે ?
1. વિજ્ઞાન
2. કૃષિ
3. સમાજસેવા
4. તબીબી✅
રાજધાની દિલ્હીથી દોલતાબાદ ખસેડનાર બાદશાહ કોણ ?
1. ઔરંગઝેબ
2. અકબર
3. જહાંગીર
4. મહમદબિન તઘલખ✅
ડૉ. વિક્રમ સારાભાઈએ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની અમદાવાદમાં સ્થાપના કયા વર્ષમાં કરી ?
1. 1965
2. 1963
3. 1950
4. 1947✅
વેળાવદર નેશનલ પાર્ક ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?
1. જામનગર
2. અમરેલી
3. જૂનાગઢ
4. ભાવનગર✅
Monday, September 30, 2019
જનરલ સવાલ
★મહાન દાર્શનિક પ્લેટોનો જન્મ અને નિધન ક્યાં થયા હતા❓
✔21 મે, 429 BC-એથેન્સ-ગ્રીસમાં નિધન
★તાજેતરમાં ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે કેટલામી વખત એશિયા કપ જીત્યો❓
✔7મી વખત
★તાજેતરમાં સાઉદીની કઈ ઓઇલ રિફાઇનરી ઉપર યમનના લાડાકુઓએ ડ્રોન હુમલો કર્યો❓
✔અરામકોની અબકીક રિફાઇનરી
★પૃથ્વી પરનું સૌથી ગરમ શહેર કયું ગણાય છે❓
✔પાકિસ્તાનનું જેકોબાબાદ
★"આમુખ એ ભારતના સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાકનું જન્માક્ષર છે." આ વિધાન કોનું છે❓
✔કનૈયાલાલ મુનશી
★રાજકોટના રામકૃષ્ણ મિશનની સ્થાપના કયા વર્ષમાં અને કોની સખાવતથી થયેલી❓
✔ઇ.સ.1927માં મોરબીના મહારાજા લખધીરજીની
★કોણે કહેલું કે આપની સભ્યતાનો નાશ થશે કે તે અસફળ રહેશે તો તેનું મુખ્ય કારણ આપના વહીવટની અસફળતા કહેવાશે❓
✔ડાનેહામ
★ભારતના સંવિધાનનું અર્પણ ક્યારે કરાયું❓
✔26 નવેમ્બર, 1950
★વિધવા વિવાહની તરફેણ કરવા બદલ કોણે ઘર છોડવું પડ્યું હતું❓
✔કરશનદાસ મૂળજી
★સૌપ્રથમ વિશ્વકપ હોકી 1971માં આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું❓
✔સ્પેન
★નોનસ્ટિક વાસણોમાં કયા રસાયણનું પડ હોય છે❓
✔ટેફલોન
★'ફ્લિટ રીવ્યુ' શબ્દ કોની સાથે સંકળાયેલો છે❓
✔નૌકાદળની કવાયત
★ઇ.સ. 1572 થી 1752માં ભારતમાં કઈ મુસ્લિમ સલ્ટનતનું શાસન હતું❓
✔મુઘલ
જનરલ સવાલો
🔰1. મહાત્મા ગાંધી દ્વારા આમાંથી કયો પ્રથમ પ્રારંભ થયો હતો?
(એ) અસહકાર
(બી) નાગરિક આજ્ઞાપાલન
(સી) ભારત છોડો ચળવળ
(ડી) ચંપારણ
🔥જવાબ: (ડી)
🔰2. મહાત્મા ગાંધીએ પ્રથમ વાર ભૂખ હડતાળ માટે શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો હતો-
(એ) ખેડા સત્યગ્રહ
(બી) અમદાવાદ સ્ટ્રાઈક
(સી) બારડોલી સત્યગ્રાહ
(ડી) ચંપારણ સત્યગ્રહ
🔥જવાબ: (બી)
🔰3. દાંડી માર્ચ સાથે સંકળાયેલ છે-
(એ) બંગાળનો ભાગ
(બી) ખિલાફત ચળવળ
(સી) અસહકાર ચળવળ
(ડી) નાગરિક આજ્ઞાભંગ ચળવળ
🔥જવાબ: (ડી)
🔰4. નીચેનામાંથી કયા નેતાએ 'ખિલાફત ચળવળ' ને ટેકો આપ્યો ન હતો?
(એ) સ્વામી શ્રદ્ધાંદ
(બી) મદન મોહન માલવીયા
(સી) મોહમ્મદ અલી જીન્નાહ
(ડી) જવાહર લાલ નેહરુ
🔥જવાબ: (સી)
🔰5. અલી ભાઈઓ નીચેનામાંથી કઈ સાથે સંબંધિત છે?
(એ) ખિલાફત મુવમેન્ટ
(બી) ભારત છોડો મુક્તિ
(સી) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
(ડી) ફાશીવાદ
🔥જવાબ: (એ)
6. ખિલાફત ચળવળના મુખ્ય નેતાઓ હતા-
(એ) સૈયદ અહમદ ખાન અને અઘા ખાન
(બી) મોહમ્મદ અલી અને શૌકત અલી
(સી) મુહમ્મદ ઇકબાલ અને સલીમુલ્લાહ ખાન
(ડી) મુહમ્મદ અલી જીન્નાહ અને સિકંદર હયાત ખાન
🔥જવાબ: (બી)
🔰7. 1919 માં યોજાયેલી ઓલ ઇન્ડિયા ખિલાફત કોન્ફરન્સ ક્યાં છે?
(એ) લખનઊ
(બી) દિલ્હી
(સી) અલીગઢ
(ડી) પોરબંદર
🔥જવાબ: (બી)
🔰8. સત્યાગ્રહ સભા કોણ યોજાય છે જેના સભ્યો રોવલ્ટ અધિનિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી છે?
(એ) સૈફુદ્દીન કિચલેવ
(બી) મોતીલાલ નેહરુ
(સી) મૌલાના શૌકત અલી
(ડી) મહાત્મા ગાંધી
🔥જવાબ: (ડી)
🔰9. બ્રિટીશ સરકારે ગાંધીજીને ધરપકડ કરવાની અને બિનસાંપ્રદાયિક ચળવળના સસ્પેન્શન પછી તેમને દોષિત ઠેરવવા શું કહ્યું?
(એ) તે અન્ય રાષ્ટ્રવાદીઓના હૃદયમાં ત્રાસવાદ ઊભો કરવા માંગે છે
(બી) તે ખાતરી કરવા માંગે છે કે આંદોલનની પુનર્જીવન ન થાય
(સી) આંદોલનને સ્થગિત કરવા બદલ ગાંધીને જાહેર અપમાનમાંથી બચાવવા માગે છે
(ડી) બિનસાંપ્રદાયિક ચળવળના સસ્પેન્શનને લીધે રાષ્ટ્રવાદી દળો વચ્ચે વિભાજનનો લાભ થયો.
🔥જવાબ: (ડી)
🔰10. બિન-સહકાર માટેનું ઠરાવ પસાર કરવામાં આવ્યું હતું-
(એ) કોંગ્રેસ દ્વારા 1920 માં કલકત્તામાં યોજાયેલા વિશેષ સત્રમાં
(બી) ખિલાફત સમિતિ દ્વારા
(સી) જલિયાનવાલા બાગ ટ્રેજેડી પછી તરત જ ગાંધી દ્વારા
(ડી) એક સાથે કોંગ્રેસ અને ખિલાફત સમિતિ દ્વારા
🔥જવાબ: (એ)
🔰અરસપરસ ચળવળ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર-
(એ) લોકો માટે સંમત ન હતી
(બી) 1921-22 માં વિદેશી કાપડની આયાતના મૂલ્યમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો
(સી) અર્થતંત્ર પર થોડી અસર હતી
(ડી) સરકારે ભારતીય માલની નિકાસ પર નિયંત્રણોને આરામ આપ્યો
🔥જવાબ: (બી)
🔰12. અસહકાર ચળવળએ કૉંગ્રેસને કેવી રીતે અસર કરી?
(એ) કાર્યકારી સમિતિ અને બંધારણ સાથે તે શરીર જેવા વધુ વ્યવસાય બન્યો
(બી) એકવાર ફરીથી નિયંત્રણ મધ્યસ્થીથી ઉગ્રવાદીઓ તરફ સ્થળાંતર થયું
(સી) બંધારણીય આંદોલનથી તે તેના પદ્ધતિને નિષ્ક્રિય પ્રતિકારમાં બદલ્યો
(ડી) બ્રિટિશ શાસનથી સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે રાષ્ટ્રવાદી સંઘર્ષમાં તે જનતાના નેતા બન્યા
🔥જવાબ: (ડી)
🔰13. ગાંધીજીના માર્ચ સાથે સંકળાયેલ દાંડી કયા જિલ્લામાં સ્થિત છે?
(એ) મહેસાણા
(બી) ભુજ
(સી) નવસારી
(ડી) દ્વારકા
🔥જવાબ: (સી)
🔰14. મહાત્મા ગાંધીની દાંડી માર્ચ વિશે નીચે આપેલામાંથી કોણ સાચું નથી?
(એ) તે એક રાહદારી માર્ચ હતો
(બી) તે 8 સત્યાગ્રહથી શરૂ થયું જેમાં હિન્દુઓ, મુસ્લિમો અને ખ્રિસ્તીઓ શામેલ છે
(સી) તેનો હેતુ મીઠું કાયદો ભંગ કરવાનો છે
(ડી) સમુદ્ર કિનારે પહોંચતા મહાત્મા ગાંધીએ મીઠું બનાવ્યું નહીં
🔥જવાબ: (ડી)
🔰15. ગાંધીવાદી ચળવળોનો સાચો કાળક્રમ શું છે?
1. રોલ્લેટ અધિનિયમ ચળવળ
2. ખેરા ચળવળ
3. ચંપારણ મુવમેન્ટમેન
🔥321√√
🔰16. નાગરિક આજ્ઞાભંગ ચળવળ કઈ ઘટનાથી શરૂ થઈ?
(એ) દારૂનો પ્રતિબંધ
(બી) મીઠું કાયદો તોડવો
(સી) ઉચ્ચ જમીન મહેસૂલનો વિરોધ
(ડી) વિદેશી કપડાં boycotting
🔥જવાબ: (બી)
🔰17. કયા પ્રસંગે 'નાગપુર ચલો' નામનો સૂત્ર ઉઠાવવામાં આવ્યો હતો?
(એ) દાંડી માર્ચ
(બી) અસહકાર ચળવળ
(સી) ભારત છોડો મુવમેન્ટ
(ડી) ઝાંડા સત્યાગ્રહ
🔥જવાબ: (ડી)
🔰18. કસ્તુરબા ગાંધી જેલમાં ક્યારે મૃત્યુ પામ્યા હતા?
(એ) 1905
(બી) 1919
(સી) 1934
(ડી) 1944
🔥જવાબ: (ડી)
🔰19. ગાંધી-ઇરવીન સંધિની ટીકા કરવાનો મુખ્ય કારણ-
(એ) કોમ્યુનિકલ મતદાર
(બી) શાંતિપૂર્ણ પ્રક્રિયાઓ પર પ્રતિબંધ
(સી) સ્વાતંત્ર્ય લડવૈયાઓની અટકાયત બચાવવા માટેની જોગવાઈને અવગણના કરી
(ડી) રાજકીય કેદીઓ માટે એમ્નેસ્ટી
🔥જવાબ (સી)
🔰20. સોલ્ટ સત્યાગ્રહ અને દાંડી માર્ચ સરકારની તાત્કાલિક પ્રતિક્રિયા શું હતી?
(એ) સરકાર દમનકારી પગલાંઓનો ઉપયોગ કરે છે
(બી) આ દુર્ઘટનાને ફેલાતા અટકાવવા માટે પગલાં લેવામાં આવ્યા હતા
(સી) તે ગંભીરતાથી લેતા નથી
(ડી) કોંગ્રેસ પર પ્રતિબંધ મૂક્યો હતો
🔥જવાબ: (સી)
Monday, September 23, 2019
જનરલ સવાલ
1.બ્રહ્મોસમાજના સ્થાપક કોણ હતા ?
જવાબ: રાજા રામમોહનરાય
2.રાજા રામમોહનરાયે બંગાળી ભાષામાં ક્યું સમાચારપત્ર શરૂ કર્યું હતું ?
જવાબ: સંવાદકૌમુદી
3.ભારતમાં સતીપ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો ?
જવાબ: લોર્ડ વિલિયમ બૅન્ટિંકે
4.રાજા રામમોહનરાયે ફારસી ભાષામાં ક્યું સમાચાર પત્ર શરૂ કર્યું હતું ?
જવાબ: મિરાત-ઉલ-અખબાર
5.દયાનંદ સરસ્વતીએ મથુરામાં કોની પાસે હિંદુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો ?
જવાબ: સ્વામી વિરજાનંદ
6.દયાનંદ સરસ્વતીએ ક્યો ગ્રંથ લખ્યો ?
જવાબ: સત્યાર્થ પ્રકાશ
7.આર્ય સમાજની સ્થાપના કોણે કરી ?
જવાબ: દયાનંદ સરસ્વતી
8.હરદ્વાર પાસે 'કાંગડી' ગુરુકુળ કોણે સ્થાપ્યું ?
જવાબ: સ્વામી શ્રદ્ધાનંદે
9.કોલકાતા નજીક આવેલા દક્ષિણેશ્વર મંદિરમાં કાલીમાતાના પૂજારી કોણ હતા ?
જવાબ: સ્વામી રામકૃષ્ણ પરમહંસ
10.સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું ?
જવાબ: નરેદ્રનાથ
11.સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું હતું ?
જવાબ: સ્વામી રામકૃષ્ણ પરમહંસ
12.સ્વામી વિવેકાનંદે યુ.એસ.એ.ના ક્યા શહેરમાં યોજાયેલી વિશ્વ ધર્મપરિષદમાં હાજરી આપી હતી ?
જવાબ: શિકાગો
13.રામકૃષ્ણ મિશનના સ્થાપક કોણ હતા ?
જવાબ: સ્વામી વિવેકાનંદ
14.સૈયદ અહમદખાને અને શરીઅતુલ્લાએ કયું આંદોલન ચલાવ્યું હતું ?
જવાબ: વહાબી
15.અલીગઢમાં મુસ્લિમ કૉલેજની સ્થાપના કોણે કરી ?
જવાબ: સર સૈયદ અહમદખાને
16.શીખોએ પાશ્ચાત્ય શિક્ષણ આપવા માટે કઈ કૉલેજની સ્થાપના કરી ?
જવાબ: ખાલસા કૉલેજ
17.કોના પ્રયાસોને લીધે અંગ્રેજ સરકારે ઇ.સ. 1891 માં લગ્ન માટે પુખ્ત વયનો કાયદો ઘડ્યો ?
જવાબ: બહેરામજી મલબારીના
18.ઇ.સ. 1857 માં પૂણેમાં કોણે કન્યાશાળા શરૂ કરી ?
જવાબ: જ્યોતિબા ફૂલેએ
19.સત્યશોધક સમાજના સ્થાપક કોણ હતા ?
જવાબ: જ્યોતિબા ફૂલે
20.'પંચમહાલ ભીલ સેવા મંડળ'ની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ: ઠક્કર બાપાએ
21.'અખિલ હિંદ હરિજન સંઘ'ના મંત્રી તરીકે કોણે વર્ષો સુધી સેવાઓ આપી ?
જવાબ: ઠક્કર બાપાએ
22.સામાજિક અને ધાર્મિક સુધારણાનાં આંદોલનો શરૂ કરનાર સૌ પ્રથમ કોણ હતા ?
જવાબ: રાજા રામમોહનરાય
23.રાજા રામમોહનરાયનો જન્મ ક્યારે થયો હતો ?
જવાબ: ઈ.સ. 1772માં
24.રાજા રામમોહનરાયનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: બંગાળના હૂગલી જિલ્લાના રાધાનગર ગામમાં
25.કઈ ઘટનાએ રાજા રામમોહનરાયને ખૂબ અસર કરી ?
જવાબ: ભાભીની સતી થવાની
26.રાજા રામમોહનરાયે કોલકાતામાં કઈ કૉલેજની સ્થાપના કરી ?
જવાબ: હિંદુ કૉલેજની
27.કઈ સાલમાં સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડાયો ?
જવાબ: ઈ.સ. 1829માં
28.કોના જાગીરી હક અંગેના કેસ બાબતે રાજા રામમોહનરાય ઈંગ્લૅન્ડ ગયા ?
જવાબ: દિલ્લીના બાદશાહના
29.કઈ સાલમાં રાજા રામમોહનરાયનું મૃત્યું થયું ?
જવાબ: ઈ.સ. 1833માં
30.રાજા રામમોહનરાયનું મૃત્યું ક્યાં થયું ?
જવાબ: બ્રિસ્ટોલ મુકામે
31.દયાનંદ સરસ્વતીનો જન્મ કયાં થયો હતો ?
જવાબ: સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં
32.સ્વામી દયાનંદ સરસ્વતીએ કેટલા વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કર્યું ?
જવાબ: 15
33.આર્યસમાજે હિંદુઓને હિંદુ ધર્મમાં પાછા લાવવા માટે કઈ ચળવળ શરૂ કરી ?
જવાબ: શુદ્ધિ ચળવળ
34.સ્વામી દયાનંદ સરસ્વતીએ વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિનાં દર્શન કર્યા તેથી તેમણે લોકોને શાનો બોધ આપ્યો ?
જવાબ: વેદો તરફ પાછા વળો
35.રામકૃષ્ણ પરમહંસનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: બંગાળના હૂગલી જિલ્લાના કામારપુકૂર ગામમાં
36.સ્વામી વિવેકાનંદે કયું સૂત્ર ભારતીયોને આપ્યું ?
જવાબ: ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો
37.ગુજરાતમાં કઈ જગ્યાએ આર્યકન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવી ?
જવાબ: વડોદરા
38.સર સૈયદ અહમદખાને કયું સામયિક શરૂ કર્યું ?
જવાબ: તહઝિબ-ઉલ-અખલાક
39.ઠક્કરબાપાનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: ભાવનગર
40.અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજસુધારણા માટે કઈ સભાની સ્થાપના કરી ?
જવાબ: રહનુમા-ઈ-મઝદયરબન
41.ગુરૂદ્વારાઓમાં પ્રવેશેલાં દૂષણો દૂર કરવા માટે અને સારી વ્યવસ્થા માટે કઈ સમિતિ બનાવવામાં આવી ?
જવાબ: શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ
42.નીચેના પૈકી ક્યો રોગ જળ-પ્રદૂષણથી ફેલાય છે ?
જવાબ: કૉલેરા
43.વાતારણમાં ક્યો વાયુ વધવાથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઊભી થઈ છે ?
જવાબ: કાર્બન ડાયૉક્સાઇડ
44.વાતાવરણના ઓઝોન સ્તરને સૌથી વધુ નુકસાન કરતો વાયુ ક્યો છે ?
જવાબ: CFC
45.વૃક્ષો ઓછાં થવાથી ક્યા વાયુનું પ્રમાણ વધી ગયું છે ?
જવાબ: કાર્બન ડાયૉક્સાઇડ
46.નીચેના પૈકી ક્યા વાયુથી ઍસિડનો વરસાદ થાય છે ?
જવાબ: નાઇટ્રસ ઑક્સાઇડ
47.વાહન માટેનું કયું બળતણ પ્રદૂષણમુક્ત છે ?
જવાબ: CNG
48.આમાંથી ક્યો રોગ હવાના પ્રદૂષણથી થાય છે ?
જવાબ: દમ
49.માનવનિર્મિત સમસ્યાઓમાં ક્યું પ્રદૂષણ અગ્રસ્થાને છે ?
જવાબ: પાણીનું
50.ક્યો રોગ જળ પ્રદૂષણથી થાય છે ?
જવાબ: કમળો
51.આમાંથી શું જમીનમાં સડી અને ભળી જતું નથી ?
જવાબ: પ્લાસ્ટિક
52.'જળ, જમીન અને જંગલ એ સામૂદાયિક સ્ત્રોતો છે. એની ઉપર સૌનો સમાન હક છે. એને 'વેપારની વસ્તુ' બનાવવી નૈતિક ગુનો છે.' એવું કોણે કહ્યું હતું ?
જવાબ: ગાંધીજીએ
53.ગટરનાં પાણીથી કયું પ્રદૂષણ થાય છે ?
જવાબ: પાણીનું પ્રદૂષણ
54.રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ શાનું પ્રદૂષણ ફેલાવે છે ?
જવાબ: જમીનનું પ્રદૂષણ
55.80 ડેસિમલનો અવાજ શાનું પ્રદૂષણ ફેલાવે છે ?
જવાબ: ધ્વનિનું પ્રદૂષણ
56.દવાખાનાં, હૉસ્પિટલ, પ્રસૂતિગૃહ વગેરે સ્થળોએ દરદીની સારવારમાં વપરાયેલી સાધનસામગ્રીનો કચરો શું કહેવાય ?
જવાબ: મેડિકલ વેસ્ટ
57.આપણું જીવન ટકાવી રાખવા માટે કયું તત્ત્વ મહત્વનું નથી ?
જવાબ: જસત
58.શું આવવાથી પર્યાવરણને અસર કરતાં અનેક પ્રકારનાં પ્રદૂષણો વધ્યાં છે ?
જવાબ: ઉદ્યોગો
59.શાના અમર્યાદિત ઉપયોગથી પાણી, હવા અને વનસ્પતિમાં અશુદ્ધિઓ પેદા થઈ છે ?
જવાબ: કુદરતી સ્ત્રોતોના
60.પાણીનું પ્રદૂષણ થવાનું કારણ કયું નથી ?
જવાબ: શહેરોનું ચોખ્ખુ પાણી જળાશયમાં ઠાલવતા
61.જળપ્રદૂષણની અસર શું થાય છે ?
જવાબ: ગંદા પાણીથી શાકભાજી પ્રદૂષકોથી ભરેલા પાકે
62.જળપ્રદૂષણથી બચવાનો ઉપાય કયો છે ?
જવાબ: ઉદ્યોગોનું પાણી શુદ્ધ કરી જળાશયમાં ઠાલવવું
63.હવાનું પ્રદૂષણ થવાનું કારણ કયું છે ?
જવાબ: ઔધોગિક એકમ નો ધુમાડો, વાહન નો ધુમાડો ફટાકડા નો ધુમાડો વગેરે
64.હવાના પ્રદૂષણની અસર શું થાય છે ?
જવાબ: ગુંગળાઈને પ્રાણીઓનું મૃત્યુ થાય
65.હવાનું પ્રદૂષણ અટકાવવાનો ઉપાય કયો છે ?
જવાબ: પર્યાવરણ જાગૃતિ અભિયાન ચલાવવું
66.જમીનનું પ્રદૂષણ થવાનું કારણ કયું છે ?
જવાબ: ઉધોગો નો કચરો
67.જમીન પ્રદૂષણથી શું અસર થાય છે ?
જવાબ: સ્વાસ્થય પર અસર
68.નીચેનામાંથી જમીન પ્રદૂષણથી કયો રોગ થાય છે ?
જવાબ: ક્ષય
69.જમીન પ્રદૂષણ અટકાવવાનો ઉપાય કયો છે ?
જવાબ: ઉધોગ નો કચરો દુર ફેંકવો, જમીન ને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું
70.ધ્વનિનું પ્રદૂષણ થવાનું કારણ કયું છે ?
જવાબ: કારખાનામાં ચાલતા યંત્રોથી
71.ધ્વનિ પ્રદૂષણથી થતી અસર કઈ છે ?
જવાબ: બહેરાશ આવે
72.ધ્વનિ પ્રદૂષણ અટકાવવા કયો ઉપાય કરવો જોઈએ ?
જવાબ: ઓછો અવાજ, ઉધોગ શહેર થી દુર રાખવા અને કારખાનામાં ચાલતા યંત્રોને ઓછા અવાજ કરે તેને સર્વિસ કરવા.
73.વિશ્વમાં આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ ક્યાં થયો હતો ?
જવાબ: યુરોપમાં
74.અંગ્રેજોની કઈ નીતિએ ભારતને પાયમાલ કર્યું ?
જવાબ: આર્થિક નીતિ
75.અમેરિકન સ્વાતંત્ર્ય વિગ્રહમાંથી ભારતને શાની પ્રેરણા મળી ?
જવાબ: લોકશાહીની
76.કઈ ક્રાંતિમાંથી ભારતને સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી ?
જવાબ: ફ્રાન્સની
77.હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ?
જવાબ: વ્યોમેશચન્દ્ર બેનરજી
78.'ભાગલા પાડો અને રાજ કરો' એ નીતિ કોણે અમલમાં મૂકી ?
જવાબ: લૉર્ડ કર્ઝને
79.બંકિમચંદ્રનું ક્યું ગીત બંગભંગના અંદોલનનો નારો બન્યું ?
જવાબ: 'વંદે માતરમ્'
80.'વંદે માતરમ્' નામનું રાષ્ટ્રીય ગીત બંકિમચંદ્રની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?
જવાબ: આનંદમઠ
81.બંગાળાના ભાગલાના અમલનો દિવસ ક્યા દિવસ તરીકે ઊજવવામાં આવ્યો ?
જવાબ: 'શોકદિન'
82.કોણ મવાળવાદી નેતા ન હતા ?
જવાબ: લોકમાન્ય ટિળક
83.જહાલવાદના મુખ્ય નેતા કોણ હતા ?
જવાબ: લોકમાન્ય ટિળક
84.'સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તે મેળવીને જ જંપીશ.' આ મંત્ર કોણે આપ્યો હતો ?
જવાબ: લોકમાન્ય ટિળકે
85.'શેર-એ-પંજાબ' તરીકે કોણ જાણીતા બન્યા હતા ?
જવાબ: લાલા લજપતરાય
86.સાયમન કમિશનના વિરોધ પ્રદર્શન વખતે પોલીસના લાઠીચાર્જને કારણે કોનું અવસાન થયું ?
જવાબ: લાલા લજપતરાય
87.સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: કટકમાં
88.સુભાષચંદ્ર બોઝે ક્યો પક્ષ સ્થાપ્યો ?
જવાબ: ફોરવર્ડ બ્લૉક
89.'આઝાદ હિંદ ફોજ'ની રચના કોણે કરી હતી ?
જવાબ: કૅપ્ટન મોહનસિંગે
90.'આઝાદ હિંદ ફોજ'ના વડા બન્યા પછી સુભાષબાબુ ક્યા નામે ઓળખાયા ?
જવાબ: નેતાજી
91.સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજને ક્યું સૂત્ર આપ્યું ?
જવાબ: 'ચલો દિલ્લી'
92.દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન કયા દેશ પર અણુબૉમ્બ ફેંકવામાં આવ્યા ?
જવાબ: જાપાન
93.કયા પાશ્ચાત્ય પુરાતત્ત્વવિદે ભારતની સંસ્કૃતિની ગૌરવગાથાના અવશેષો શોધી કાઢ્યા ?
જવાબ: કનિંગહામે
94.કયા નિવૃત્ત અંગ્રેજ અધિકારીના પ્રયત્નોથી હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ ?
જવાબ: એ. ઓ. હ્યુમના
95.હિંદી રાષ્ટ્રીય મહાસભાએ શરૂઆતમાં અંગ્રેજ સરકાર સમક્ષ કરેલી માગણીઓમાં નીચેનામાંથી કઈ માગણી ન હતી ?
જવાબ: અદાલતોમાં હિંદી ન્યાયાધીશો નીમવા.
96.વાઇસરૉય લૉર્ડ કર્ઝને બંગાળાના ભાગલા ક્યારે પાડ્યા ?
જવાબ: ઈ.સ. 1905માં
97.ઈ.સ. 1901માં શાંતિનિકેતનમાં વિશ્વભારતી વિદ્યાલય કોણે શરૂ કરી ?
જવાબ: રવીન્દ્રનાથા ટાગોરે
98.જહાલવાદ એટલે શું ?
જવાબ: ઉગ્ર અને સક્રિય આંદોલનમાં માનનારા.
99.નીચેનામાંથી કોણ જહાલવાદી નેતા ન હતા ?
જવાબ: ગોપાલકૃષ્ણ ગોખલે
100.મવાળવાદ એટલે શું ?
જવાબ: નરમ કાર્યશૈલીમાં માનનારા.