Monday, September 23, 2019

જનરલ સવાલ

1.બ્રહ્મોસમાજના સ્થાપક કોણ હતા ?
જવાબ: રાજા રામમોહનરાય

2.રાજા રામમોહનરાયે બંગાળી ભાષામાં ક્યું સમાચારપત્ર શરૂ કર્યું હતું ?
જવાબ: સંવાદકૌમુદી

3.ભારતમાં સતીપ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો ?
જવાબ: લોર્ડ વિલિયમ બૅન્ટિંકે

4.રાજા રામમોહનરાયે ફારસી ભાષામાં ક્યું સમાચાર પત્ર શરૂ કર્યું હતું ?
જવાબ: મિરાત-ઉલ-અખબાર

5.દયાનંદ સરસ્વતીએ મથુરામાં કોની પાસે હિંદુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો ?
જવાબ: સ્વામી વિરજાનંદ

6.દયાનંદ સરસ્વતીએ ક્યો ગ્રંથ લખ્યો ?
જવાબ: સત્યાર્થ પ્રકાશ

7.આર્ય સમાજની સ્થાપના કોણે કરી ?
જવાબ: દયાનંદ સરસ્વતી

8.હરદ્વાર પાસે 'કાંગડી' ગુરુકુળ કોણે સ્થાપ્યું ?
જવાબ: સ્વામી શ્રદ્ધાનંદે

9.કોલકાતા નજીક આવેલા દક્ષિણેશ્વર મંદિરમાં કાલીમાતાના પૂજારી કોણ હતા ?
જવાબ: સ્વામી રામકૃષ્ણ પરમહંસ

10.સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું ?
જવાબ: નરેદ્રનાથ

11.સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું હતું ?
જવાબ: સ્વામી રામકૃષ્ણ પરમહંસ

12.સ્વામી વિવેકાનંદે યુ.એસ.એ.ના ક્યા શહેરમાં યોજાયેલી વિશ્વ ધર્મપરિષદમાં હાજરી આપી હતી ?
જવાબ: શિકાગો

13.રામકૃષ્ણ મિશનના સ્થાપક કોણ હતા ?
જવાબ: સ્વામી વિવેકાનંદ

14.સૈયદ અહમદખાને અને શરીઅતુલ્લાએ કયું આંદોલન ચલાવ્યું હતું ?
જવાબ: વહાબી

15.અલીગઢમાં મુસ્લિમ કૉલેજની સ્થાપના કોણે કરી ?
જવાબ: સર સૈયદ અહમદખાને

16.શીખોએ પાશ્ચાત્ય શિક્ષણ આપવા માટે કઈ કૉલેજની સ્થાપના કરી ?
જવાબ: ખાલસા કૉલેજ

17.કોના પ્રયાસોને લીધે અંગ્રેજ સરકારે ઇ.સ. 1891 માં લગ્ન માટે પુખ્ત વયનો કાયદો ઘડ્યો ?
જવાબ: બહેરામજી મલબારીના

18.ઇ.સ. 1857 માં પૂણેમાં કોણે કન્યાશાળા શરૂ કરી ?
જવાબ: જ્યોતિબા ફૂલેએ

19.સત્યશોધક સમાજના સ્થાપક કોણ હતા ?
જવાબ: જ્યોતિબા ફૂલે

20.'પંચમહાલ ભીલ સેવા મંડળ'ની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ: ઠક્કર બાપાએ

21.'અખિલ હિંદ હરિજન સંઘ'ના મંત્રી તરીકે કોણે વર્ષો સુધી સેવાઓ આપી ?
જવાબ: ઠક્કર બાપાએ

22.સામાજિક અને ધાર્મિક સુધારણાનાં આંદોલનો શરૂ કરનાર સૌ પ્રથમ કોણ હતા ?
જવાબ: રાજા રામમોહનરાય

23.રાજા રામમોહનરાયનો જન્મ ક્યારે થયો હતો ?
જવાબ: ઈ.સ. 1772માં

24.રાજા રામમોહનરાયનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: બંગાળના હૂગલી જિલ્લાના રાધાનગર ગામમાં

25.કઈ ઘટનાએ રાજા રામમોહનરાયને ખૂબ અસર કરી ?
જવાબ: ભાભીની સતી થવાની

26.રાજા રામમોહનરાયે કોલકાતામાં કઈ કૉલેજની સ્થાપના કરી ?
જવાબ: હિંદુ કૉલેજની

27.કઈ સાલમાં સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડાયો ?
જવાબ: ઈ.સ. 1829માં

28.કોના જાગીરી હક અંગેના કેસ બાબતે રાજા રામમોહનરાય ઈંગ્લૅન્ડ ગયા ?
જવાબ: દિલ્લીના બાદશાહના

29.કઈ સાલમાં રાજા રામમોહનરાયનું મૃત્યું થયું ?
જવાબ: ઈ.સ. 1833માં

30.રાજા રામમોહનરાયનું મૃત્યું ક્યાં થયું ?
જવાબ: બ્રિસ્ટોલ મુકામે

31.દયાનંદ સરસ્વતીનો જન્મ કયાં થયો હતો ?
જવાબ: સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં

32.સ્વામી દયાનંદ સરસ્વતીએ કેટલા વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કર્યું ?
જવાબ: 15

33.આર્યસમાજે હિંદુઓને હિંદુ ધર્મમાં પાછા લાવવા માટે કઈ ચળવળ શરૂ કરી ?
જવાબ: શુદ્ધિ ચળવળ

34.સ્વામી દયાનંદ સરસ્વતીએ વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિનાં દર્શન કર્યા તેથી તેમણે લોકોને શાનો બોધ આપ્યો ?
જવાબ: વેદો તરફ પાછા વળો

35.રામકૃષ્ણ પરમહંસનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: બંગાળના હૂગલી જિલ્લાના કામારપુકૂર ગામમાં

36.સ્વામી વિવેકાનંદે કયું સૂત્ર ભારતીયોને આપ્યું ?
જવાબ: ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો

37.ગુજરાતમાં કઈ જગ્યાએ આર્યકન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવી ?
જવાબ: વડોદરા

38.સર સૈયદ અહમદખાને કયું સામયિક શરૂ કર્યું ?
જવાબ: તહઝિબ-ઉલ-અખલાક

39.ઠક્કરબાપાનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: ભાવનગર

40.અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજસુધારણા માટે કઈ સભાની સ્થાપના કરી ?
જવાબ: રહનુમા-ઈ-મઝદયરબન

41.ગુરૂદ્વારાઓમાં પ્રવેશેલાં દૂષણો દૂર કરવા માટે અને સારી વ્યવસ્થા માટે કઈ સમિતિ બનાવવામાં આવી ?
જવાબ: શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ

42.નીચેના પૈકી ક્યો રોગ જળ-પ્રદૂષણથી ફેલાય છે ?
જવાબ: કૉલેરા

43.વાતારણમાં ક્યો વાયુ વધવાથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઊભી થઈ છે ?
જવાબ: કાર્બન ડાયૉક્સાઇડ

44.વાતાવરણના ઓઝોન સ્તરને સૌથી વધુ નુકસાન કરતો વાયુ ક્યો છે ?
જવાબ: CFC

45.વૃક્ષો ઓછાં થવાથી ક્યા વાયુનું પ્રમાણ વધી ગયું છે ?
જવાબ: કાર્બન ડાયૉક્સાઇડ

46.નીચેના પૈકી ક્યા વાયુથી ઍસિડનો વરસાદ થાય છે ?
જવાબ: નાઇટ્રસ ઑક્સાઇડ

47.વાહન માટેનું કયું બળતણ પ્રદૂષણમુક્ત છે ?
જવાબ: CNG

48.આમાંથી ક્યો રોગ હવાના પ્રદૂષણથી થાય છે ?
જવાબ: દમ

49.માનવનિર્મિત સમસ્યાઓમાં ક્યું પ્રદૂષણ અગ્રસ્થાને છે ?
જવાબ: પાણીનું

50.ક્યો રોગ જળ પ્રદૂષણથી થાય છે ?
જવાબ: કમળો

51.આમાંથી શું જમીનમાં સડી અને ભળી જતું નથી ?
જવાબ: પ્લાસ્ટિક

52.'જળ, જમીન અને જંગલ એ સામૂદાયિક સ્ત્રોતો છે. એની ઉપર સૌનો સમાન હક છે. એને 'વેપારની વસ્તુ' બનાવવી નૈતિક ગુનો છે.' એવું કોણે કહ્યું હતું ?
જવાબ: ગાંધીજીએ

53.ગટરનાં પાણીથી કયું પ્રદૂષણ થાય છે ?
જવાબ: પાણીનું પ્રદૂષણ

54.રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ શાનું પ્રદૂષણ ફેલાવે છે ?
જવાબ: જમીનનું પ્રદૂષણ

55.80 ડેસિમલનો અવાજ શાનું પ્રદૂષણ ફેલાવે છે ?
જવાબ: ધ્વનિનું પ્રદૂષણ

56.દવાખાનાં, હૉસ્પિટલ, પ્રસૂતિગૃહ વગેરે સ્થળોએ દરદીની સારવારમાં વપરાયેલી સાધનસામગ્રીનો કચરો શું કહેવાય ?
જવાબ: મેડિકલ વેસ્ટ

57.આપણું જીવન ટકાવી રાખવા માટે કયું તત્ત્વ મહત્વનું નથી ?
જવાબ: જસત

58.શું આવવાથી પર્યાવરણને અસર કરતાં અનેક પ્રકારનાં પ્રદૂષણો વધ્યાં છે ?
જવાબ: ઉદ્યોગો

59.શાના અમર્યાદિત ઉપયોગથી પાણી, હવા અને વનસ્પતિમાં અશુદ્ધિઓ પેદા થઈ છે ?
જવાબ: કુદરતી સ્ત્રોતોના

60.પાણીનું પ્રદૂષણ થવાનું કારણ કયું નથી ?
જવાબ: શહેરોનું ચોખ્ખુ પાણી જળાશયમાં ઠાલવતા

61.જળપ્રદૂષણની અસર શું થાય છે ?
જવાબ: ગંદા પાણીથી શાકભાજી પ્રદૂષકોથી ભરેલા પાકે

62.જળપ્રદૂષણથી બચવાનો ઉપાય કયો છે ?
જવાબ: ઉદ્યોગોનું પાણી શુદ્ધ કરી જળાશયમાં ઠાલવવું

63.હવાનું પ્રદૂષણ થવાનું કારણ કયું છે ?
જવાબ: ઔધોગિક એકમ નો ધુમાડો, વાહન નો ધુમાડો ફટાકડા નો ધુમાડો વગેરે

64.હવાના પ્રદૂષણની અસર શું થાય છે ?
જવાબ: ગુંગળાઈને પ્રાણીઓનું મૃત્યુ થાય

65.હવાનું પ્રદૂષણ અટકાવવાનો ઉપાય કયો છે ?
જવાબ: પર્યાવરણ જાગૃતિ અભિયાન ચલાવવું

66.જમીનનું પ્રદૂષણ થવાનું કારણ કયું છે ?
જવાબ: ઉધોગો નો કચરો

67.જમીન પ્રદૂષણથી શું અસર થાય છે ?
જવાબ: સ્વાસ્થય પર અસર

68.નીચેનામાંથી જમીન પ્રદૂષણથી કયો રોગ થાય છે ?
જવાબ: ક્ષય

69.જમીન પ્રદૂષણ અટકાવવાનો ઉપાય કયો છે ?
જવાબ: ઉધોગ નો કચરો દુર ફેંકવો, જમીન ને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું

70.ધ્વનિનું પ્રદૂષણ થવાનું કારણ કયું છે ?
જવાબ: કારખાનામાં ચાલતા યંત્રોથી

71.ધ્વનિ પ્રદૂષણથી થતી અસર કઈ છે ?
જવાબ: બહેરાશ આવે

72.ધ્વનિ પ્રદૂષણ અટકાવવા કયો ઉપાય કરવો જોઈએ ?
જવાબ: ઓછો અવાજ, ઉધોગ શહેર થી દુર રાખવા અને કારખાનામાં ચાલતા યંત્રોને ઓછા અવાજ કરે તેને સર્વિસ કરવા.

73.વિશ્વમાં આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ ક્યાં થયો હતો ?
જવાબ: યુરોપમાં

74.અંગ્રેજોની કઈ નીતિએ ભારતને પાયમાલ કર્યું ?
જવાબ: આર્થિક નીતિ

75.અમેરિકન સ્વાતંત્ર્ય વિગ્રહમાંથી ભારતને શાની પ્રેરણા મળી ?
જવાબ: લોકશાહીની

76.કઈ ક્રાંતિમાંથી ભારતને સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી‌ ?
જવાબ: ફ્રાન્સની

77.હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ?
જવાબ: વ્યોમેશચન્દ્ર બેનરજી

78.'ભાગલા પાડો અને રાજ કરો' એ નીતિ કોણે અમલમાં મૂકી ?
જવાબ: લૉર્ડ કર્ઝને

79.બંકિમચંદ્રનું ક્યું ગીત બંગભંગના અંદોલનનો નારો બન્યું ?
જવાબ: 'વંદે માતરમ્'

80.'વંદે માતરમ્' નામનું રાષ્ટ્રીય ગીત બંકિમચંદ્રની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?
જવાબ: આનંદમઠ

81.બંગાળાના ભાગલાના અમલનો દિવસ ક્યા દિવસ તરીકે ઊજવવામાં આવ્યો ?
જવાબ: 'શોકદિન'

82.કોણ મવાળવાદી નેતા ન હતા ?
જવાબ: લોકમાન્ય ટિળક

83.જહાલવાદના મુખ્ય નેતા કોણ હતા ?
જવાબ: લોકમાન્ય ટિળક

84.'સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તે મેળવીને જ જંપીશ.' આ મંત્ર કોણે આપ્યો હતો ?
જવાબ: લોકમાન્ય ટિળકે

85.'શેર-એ-પંજાબ' તરીકે કોણ જાણીતા બન્યા હતા ?
જવાબ: લાલા લજપતરાય

86.સાયમન કમિશનના વિરોધ પ્રદર્શન વખતે પોલીસના લાઠીચાર્જને કારણે કોનું અવસાન થયું ?
જવાબ: લાલા લજપતરાય

87.સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: કટકમાં

88.સુભાષચંદ્ર બોઝે ક્યો પક્ષ સ્થાપ્યો ?
જવાબ: ફોરવર્ડ બ્લૉક

89.'આઝાદ હિંદ ફોજ'ની રચના કોણે કરી હતી ?
જવાબ: કૅપ્ટન મોહનસિંગે

90.'આઝાદ હિંદ ફોજ'ના વડા બન્યા પછી સુભાષબાબુ ક્યા નામે ઓળખાયા ?
જવાબ: નેતાજી

91.સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજને ક્યું સૂત્ર આપ્યું ?
જવાબ: 'ચલો દિલ્લી'

92.દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન કયા દેશ પર અણુબૉમ્બ ફેંકવામાં આવ્યા ?
જવાબ: જાપાન

93.કયા પાશ્ચાત્ય પુરાતત્ત્વવિદે ભારતની સંસ્કૃતિની ગૌરવગાથાના અવશેષો શોધી કાઢ્યા ?
જવાબ: કનિંગહામે

94.કયા નિવૃત્ત અંગ્રેજ અધિકારીના પ્રયત્નોથી હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ ?
જવાબ: એ. ઓ. હ્યુમના

95.હિંદી રાષ્ટ્રીય મહાસભાએ શરૂઆતમાં અંગ્રેજ સરકાર સમક્ષ કરેલી માગણીઓમાં નીચેનામાંથી કઈ માગણી ન હતી ?
જવાબ: અદાલતોમાં હિંદી ન્યાયાધીશો નીમવા.

96.વાઇસરૉય લૉર્ડ કર્ઝને બંગાળાના ભાગલા ક્યારે પાડ્યા ?
જવાબ: ઈ.સ. 1905માં

97.ઈ.સ. 1901માં શાંતિનિકેતનમાં વિશ્વભારતી વિદ્યાલય કોણે શરૂ કરી ?
જવાબ: રવીન્દ્રનાથા ટાગોરે

98.જહાલવાદ એટલે શું ?
જવાબ: ઉગ્ર અને સક્રિય આંદોલનમાં માનનારા.

99.નીચેનામાંથી કોણ જહાલવાદી નેતા ન હતા ?
જવાબ: ગોપાલકૃષ્ણ ગોખલે

100.મવાળવાદ એટલે શું ?
જવાબ: નરમ કાર્યશૈલીમાં માનનારા.