Thursday, September 19, 2019

જનરલ સવાલ

➡️ બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે' - એવું કયા કવિએ કહ્યું છે ?
(A) પ્રેમાનંદ
(B) દયાનંદ
(C) અખો ✔️
(D) શામળ

➡️ ડાંગ જિલ્લાના આદિવાસીઓ દ્વારા કરવામાં આવતું નૃત્ય કયા નૃત્ય તરીકે ઓળખાય છે ?
(A) ચાળો ✔️
(B) મેરાયો
(C) જાગ
(D) રૂમાલ

➡️ અમદાવાદમાં દેશી નાટક સમાજની સ્થાપના કોણે કરી હતી ?
(A) રણછોડભાઈ ઉદયરામ
(B) ડાહ્યાભાઈ ઝવેરી ✔️
(C) સોહરાબૂ કાબરાજી,
(D) વાઘજીભાઈ ઓઝા

➡️ દિગ્વીર નિવાસ પેલેસ ગુજરાતમાં ક્યાં આવેલો છે ?
(A) ઈડર
(B) છોટા ઉદેપુર
(C) વાંસદા ✔️
(D) વઢવાણ

➡️ ગુજરાતમાં સૌથી વધુ મેળા કયા જિલ્લામાં ભરાય છે ?
(A) સુરત ✔️
(B) ડાંગ
(C) અમદાવાદ
(D) કરછ

➡️ જયશંકર સુંદરીએ પોતાની કારકિર્દી દરમિયાન કેટલી વખત પુરુષનું પાત્ર ભજવ્યું હતું ?
(A) 2 વખત ✔️
(B) 4 વખત
(C) 6 વખત
(D) 3 વખત

➡️ બંધારણના કયા અનુચ્છેદમાં ‘રાજભાષા આયોગ’ની જોગવાઈ કરવામાં આવી છે ?
(A) અનુચ્છેદ-348
(B) અનુચ્છેદ-351
(C) અનુચ્છેદ-343
(D) અનુચ્છેદ-344 ✔️

➡️ ‘કાયદા દ્વારા પ્રસ્થાપિત પ્રક્રિયા’ વિષય કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ?
(A) બ્રિટન
(B) અમેરિકા
(C) જાપાન ✔️
(D) જર્મની

➡️ બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ રાજયપાલની નિમણૂક કરે છે ?
(A) અનુચ્છેદ-152
(B) અનુચ્છેદ-153
(C) અનુચ્છેદ-154
(D) અનુચ્છેદ-155 ✔️

➡️ બંધારણના કયા ભાગમાં ચૂંટણીઓ અંગેની જોગવાઈ કરવામાં આવી છે ?
(A) ભાગ - 14
(B) ભાગ - 15 ✔️
(C) ભાગ - 17
(D) ભાગ - 18

➡️ બંધારણના કયા અનુચ્છેદ મુજબ ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજયસભાના સભાપતિ છે ?
(A) અનુચ્છેદ-630
(B) અનુચ્છેદ-64 ✔️
(C) અનુચ્છેદ-66
(D) અનુચ્છેદ-69

➡️ નીચેનામાંથી એક ગ્રાફિક્સનો પ્રકાર છે તે જણાવો.
(A) Photo
(B) Raster ✔️
(C) Clipart
(D) Coraldraw

➡️ નીચેનામાંથી કયા પ્રકારની મેમરીને ફક્ત વાંચી શકાય છે ?
(A) RAM
(B) ROM ✔️
(C) A અને B બંને
(D) એક પણ નહિ

➡️ નીચે જણાવેલી કઈ ફૉન્ટ સ્ટાઇલ  નથી ?
(A) બોલ્ડ
(B) ઇટાલિક
(C) સુપરસ્ક્રિપ્ટ ✔️
(D) રેગ્યુલર

➡️ કોઈ ડોક્યુમેન્ટમાં નામ અને સરનામાં ભેગાં કરવાની ક્ષમતાને ...... કહેવાય છે.
(A) ફોર્મેટિંગ
(B) ડેટાબેઝ મર્જ
(C) મેઇલ મર્જ ✔️
(D) ફોર્મ લેટર્સ

➡️ લોજિકલ અને એરિથમેટિક ઓપરેશન્સ કરતાં પ્રોસેસરને શું કહેવાય ?
(A) કંટ્રોલ
(B) ALU ✔️
(C) રજિસ્ટર
(D) કેશ મેમરી

➡️ ભારતના વડાપ્રધાન બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ?
(A) 25 વર્ષ ✔️
(B) 30 વર્ષ
(C) 35 વર્ષ
(D) બંધારણ દર્શાવતું નથી.