Thursday, September 19, 2019

પ્રજનનતંત્ર અને ઉત્સર્જનતંત્ર

1.પુરુષના પ્રજનનતંત્રનું સહાયક અંગ કયું છે ?
જવાબ: પ્રોસ્ટેટ ગ્રંથિ

2.વૃષણકોથળીમાં કયું અંગ હોય છે ?
જવાબ: શુક્રપિંડ

3.શુક્રપિંડનો આકાર કેવો હોય છે ?
જવાબ: લંબગોળ જેવો

4.શુક્રકોષનો સંગ્રહ ક્યાં થાય છે ?
જવાબ: શુક્રાશયમાં

5.શુક્રપિંડમાં શુક્રકોષો લઈ જતી નલિકાને શું કહે છે ?
જવાબ: શુક્રવાહિની

6.શુક્રપિંડમાંથી નીકળેલી શુક્રવાહિની શામાં ખૂલે છે ?
જવાબ: શુક્રાશયમાં

7.સ્ત્રીના પ્રજનનતંત્રનું અંગ કયું છે ?
જવાબ: અંડપિંડ

8.અંડપિંડ ક્યાં આવેલાં છે ?
જવાબ: ઉદરગુહામાં

9.અંડપિંડનો આકાર કેવો હોય છે ?
જવાબ: બદામ જેવો

10.અંડપિંડ પરિપક્વ બનતાં એકસાથે કેટલા અંડકોષ મુક્ત થાય છે ?
જવાબ: એક

11.ગર્ભાશયનું મુખ શામાં ખૂલે છે ?
જવાબ: યોનિમાર્ગમાં

12.છોકરીઓ ક્યારે તરુણાવસ્થામાં પ્રવેશે છે ?
જવાબ: 10 થી 12 વર્ષે

13.કેટલા વર્ષની ઉંમરે છોકરીમાં માસિકસ્ત્રાવ આવવાની શરૂઆત થાય છે ?
જવાબ: 12 થી 13 વર્ષ

14.સ્ત્રીના ગર્ભાશયમાં ગર્ભ લગભગ કેટલા દિવસમાં વિકાસ પામી બાળકમાં પરિણમે છે ?
જવાબ: 280

15.રુધિરના ગાળણની ક્રિયા કયા અંગમાં થાય છે ?
જવાબ: મૂત્રપિંડ

16.પુરુષના પ્રજનનતંત્રનું મુખ્ય અંગ કયું છે ?
જવાબ: શુક્રપિંડ

17.પુરુષમાં શુક્રપિંડની સંખ્યા કેટલી છે ?
જવાબ: બે

18.ગર્ભાશયના સાંકડા છેડાને શું કહે છે ?
જવાબ: ગ્રીવા

19.ઉત્સર્જન તંત્રનાં અંગોમાં કોનો સમાવેશ થતો નથી ?
જવાબ: અંડપિંડ

20.પુરુષના પ્રજનનતંત્રનાં અંગોમાં કોનો સમાવેશ થતો નથી ?
જવાબ: અંડવાહિની