Friday, September 13, 2019

વિશ્વ ના એવા દેશો જેની પાસે કોઈ સૈન્ય જ નથી

૧ ➖ વેટિકન શહેર

જે દુનિયાનો સૌથી નાનો દેશ છે. તેની પાસે તેની કોઈપણ આર્મી(સેના) નથી. જ્યારે અહિંયા પહોલા નોબલ ગાર્ડ હતા. પરંતુ વર્ષ 1970માં આ સંસ્થાએ ધ્વસ્ત કરી દીધું હતુ. આ દેશની સુરક્ષાની જવાબદારી ઈતાલવી સેના કરે છે.

૨ ➖ મોરેશીયસ

મોરેશીયસ એક બહુસાંસ્કૃતિક દેશ છે. આ દેશમાં પણ વર્ષ 1968થી કોઈપણ પ્રકારની સેના નથી. જ્યારે અહિંયા 10,000 પોલીસ કર્મી ફરજ પર હાજર હોય છે. જે દેશની આંતરીક અને બાહ્ય બન્ને પ્રકારની સુરક્ષાની જવાબદારી સંભાળે છે.

૩ ➖ આઇસલેન્ડ

યુરોપનું બીજું મોટું ટાપુ, 1869 પછી પણ તેની સેના નથી. આ દેશ નાટોનો સભ્ય છે અને તેની સુરક્ષાની જવાબદારી યુ.એસ. પર છે.

૪ ➖ મોનેકો

મોનેકો એક નાનકડો દેશ છે. જ્યાં 17મી સદીથીજ કોઈપણ સેના નથી. જોકે અહીંય બે નાની નાની ફોજી ટૂકડીછે. જેમાં એક ટૂકડી રાજકુમારની રક્ષા કરે છે. જ્યારે એક નાગરીકોની રક્ષા કરે છે. ફ્રાન્સની સેના આ દેશને સુરક્ષા પૂરી પાડે છે.

૫ ➖ કોસ્ટા રિકા

મધ્ય અમેરિકાના કેરેબિયન ક્ષેત્રનો દેશ છે, 1948 થી કોઈ સૈન્ય નથી. 1948 માં અહીં એક ભયંકર ગૃહ યુદ્ધ શરૂ થયું, ત્યારબાદ આ દેશે તેની સેનાનો અંત લાવ્યો. આ દેશ લશ્કરી કામગીરી વિનાનો સૌથી મોટો દેશ છે. જો કે, પોલીસ આંતરિક બાબતોને હલ કરવા માટે છે.