Monday, September 9, 2019

ગુજરાતી સાહિત્ય

Q) ગુજરાતી ભાષાનું પ્રથમ એકાંકી લોમહર્ષિણીના લેખક કોણ છે?
--- બટુભાઈ ઉમરવાડીયા

Q) ગુજરાતી ભાષાનું પ્રથમ સામાજિક કરુણાંત નાટક ક્યુ છે?
--- લલિતા દુઃખ દર્શક -રણછોડભાઈ

Q) ગુણવંતલાલ આચાર્ય શાના માટે જાણીતા  છે?
--- દરિયાઈ સાહસકથા

Q) ટૂંકીવાર્તા ના કસબી તરીકે કોણ જાણીતું છે?
---- ધૂમકેતુ (ગૌરીશંકર )

Q) કયો સાહિત્યકાર "હાસ્તો ફિલસૂફ "તરીકે ઓળખાય છે?
--- અખો

🔻🔻 એક જ શબ્દના અનેક અર્થ  🔻🔻🔻

🎲 અક્ષર - અવિનાશી, વર્ણ(ભાષા), હરફ, બોલ, દસક્ત, વિધિ ના લેખ, બ્રહ્મ

🎲 અજ - અનાદિ, નહિ જન્મેલું, બ્રહ્મા, કામદેવ, બકરો, ચંદ્ર

🎲 અજન્મા - લક્ષ્મી, સીતા, માયા, ઈશ્વર

🎲 અદા - અભિનય, નખરા, અદાવત, પૂરું , ચૂકતે

🎲 અધિકાર - સત્તા, પદવી, પાત્રતા, હક્ક

🎲 અનય - અનીતિ, આફત, દુર્ભાગ્ય, અન્યાયી

🎲 અનંત - અપાર, વિષ્ણુ, રુદ્ર, બ્રહ્મા, શેષનાગ, બળરામ, આકાશ, જૈનો ના ચૌદમાં તીર્થંકર

🎲 અમલ - હકુમત, વહીવટ, કેફી વસ્તુ, સમયનો શુમાર

🎲 અમી - અમૃત, મીઠાશ, કૃપા, થૂંક, રસકસ, પાણી

🎲 અરુણ - સોનેરી, સૂર્ય નો સારથિ, પ્રભાત, રતાશ પડતો રંગ

*શબ્દ સમૂહ માટે એક શબ્દ*

🔷 કારણ વિનાનું –નિષ્કારણ

🔷 વેદો અને સ્મૃતિગ઼ંથ – શ્રુતિ

🔷 દુઃખ આપનાર – દુઃખદ

🔷 મનને મોહિત કરે તેવું – મનમોહિત

🔷 ગુપ્ત રાખવા યોગ્ય – ગોપનીય

🔷 પાણીમાં સમાધી લેવી
– જળસમાધી

🔷 ભજનગાનાર – ભજનિક

🔷 પાંદડાં ખખડાવાનો ધ્વનિ- પર્ણમર્મર

🔷 જેની ભીતરરસ ભરેલો હોય તેવું –રસગર્ભ

🔷 જ્યાંથી ત્રણ રસ્તાના ફાંટા પડતાં હોય તે જગ્યા – ત્રિભેટ

🔷 સ્વર્ગના ધન ભંડારનો અધ્યક્ષ દેવ
– કુબેર

🔷 અમુક પ્રદેશ છોડીને ચાલ્યા જવાની સજા – તડીપાર

🔷 વનસ્પતિમાંથી બનતી દેશી દવા – જડીબુટ્ટી

🔷 ગાડાના પાંજરાને આધાર આપવા માટે મુકાતું આડું લાકડું – ખલવું

🔷 જયાં  અનેક પ્રવાહો મળતા હોય તેવું સ્થળ – સંગમસ્થળ