Friday, December 27, 2019
નાટ્યકળાનો ઈતિહાસ
Sunday, November 3, 2019
ઉપનામ
Sunday, October 20, 2019
ગુજરાતી સાહિત્ય
Saturday, October 19, 2019
ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ
Monday, September 30, 2019
ગુજરાતી ભાષા સાહિત્યનું જાણવા જેવું
●લોર્ડ લિટનની 'ઝેનોની' કૃતિનો ભાવાનુવાદ કરનાર : મણિલાલ દ્વિવેદી
●મણિલાલ દ્વિવેદીના નાટકને 'તરુણ લેખકની શુદ્ધ સંસ્કારી રસજ્ઞતા' તરીકે બિરદાવનાર : નવલરામ પંડ્યા
●ગુજરાતી સાહિત્યના 'ભીષ્મ પિતામહ' તથા હરિગીત છંદમાં ફેરફાર કરી 'ખંડ હરિગીત' છંદ ઉપજાવનાર : નરસિંહરાવ દિવેટિયા
●નરસિંહરાવ દિવેટિયાએ 'જ્ઞાનબાલ' ઉપનામથી સર્જેલ સાહિત્ય પ્રકાર : નિબંધ
●રમણભાઈ નિલકંઠની રચના 'ગુજરાતનો સંક્ષિપ્ત ઈતિહાસ'નો સાહિત્ય પ્રકાર : વ્યાખ્યાન
●1902માં 'વસંત' માસિક શરૂ કરનાર : આનંદશંકર ધ્રુવ
●1895માં 'શિક્ષણનો ઈતિહાસ' પુસ્તક લખનાર : કવિ 'કાન્ત'
●ન્હાનાલાલની સૌપ્રથમ નાટ્યકૃતિ : ઈન્દુકુમાર
●અગેય સોનેટ અને પ્રવાહી પંક્તિ રચનાર કવિ : બ.ક.ઠાકોર
●બલવંતરાય ઠાકોરે સોનેટમાં સૌપ્રથમવાર પ્રયોજેલો છંદ : પૃથ્વી
●ડોલન શૈલીમાં રચાયેલી સૌપ્રથમ રચના : વસંતોત્સવ
●બ.ક.ઠાકોરે વિવેચન માટે પ્રયોજેલા શબ્દો : કલાસખી અને શાસ્ત્રસખી
●'આજન્મ પ્રયોગકાર' તરીકે નામના મેળવનાર : બ.ક.ઠાકોર
●મુક્તધારા અને મહાછંદનો નવો પ્રયોગ કરનાર : અરદેશર ખબરદાર
●કવિ બોટાદકરનો પ્રિય શબ્દ : પ્રણય
●'જીવન નિષ્ઠાના કવિ' તરીકે જાણીતા બનનાર : દેશળજી પરમાર
●જલિયાંવાલા બાગની કવિતાથી જાણીતા બનેલા સર્જક : ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ
●'બે ઘડી મોજ' સામયિક પ્રગટ કરનાર : હરજી લવજી દામાણી
●ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા સાચા અર્થમાં પ્રગટ કરનાર : નારાયણ હેમચંદ્ર
●ગુજરાતી તરીકે 'ઉત્કટ ગુજરાતી ભક્તિ' દાખવનાર : રણજિતરામ વાવાભાઈ મહેતા
●ગુજરાતી રંગભૂમિને વ્યવસ્થિત પાયા પર મૂકી આપનાર તથા નાટકમાં યુગલ ગીતોની શરૂઆત કરનાર સૌપ્રથમ સર્જક : ડાહ્યાભાઈ ધોળશાજી
●કાકાસાહેબ કાલેલકરની મૂળ અટક : રાજાધ્યક્ષ
●આધુનિક યુગનું આંદોલન ચલાવનાર સર્જક : સુરેશ જોશી
●નિરંજન ભગતે 'આધુનિક અરણ્ય' તરીકે ઓળખાવેલું શહેર : મુંબઈ
●1961માં ભારત સરકાર તરફથી વિદ્ધતા માટે સંસ્કૃત પંડિત તરીકે વિશેષ સન્માન મેળવનાર : પંડિત સુખલાલજી
●'જૈન વિશારદ'ની પદવી પ્રાપ્ત કરનાર સર્જક : દલસુખભાઈ માલવણિયા
●સતત પ્રવાસી જીવન જીવનાર સર્જક : સ્વામી આનંદ
●કનૈયાલાલ મુનશીએ 'ઘનશ્યામ વ્યાસ' ઉપનામથી રચેલી સૌપ્રથમ વાર્તા : મારી કમલા
●મહાદેવભાઈ દેસાઈએ ખાન અબ્દુલ ગફાર ખાન પર આધારિત રચેલી કૃતિ : બેખુદાઈ ખિદમતગાર
●ગુજરાતી અવેતન રંગભૂમિનો પાયો નાખનાર : ચંદ્રવદન ચીમનલાલ મહેતા
●ગુજરાતી કવિતામાં ભાઈબહેનના પ્રેમને સૌપ્રથમવાર સફળ આવિષ્કાર કરનાર : ચંદ્રવદન મહેતા
●ત્રિભુવનદાસ લુહારે 'મરીચિ' ઉપનામથી સૌપ્રથમ લખેલું કાવ્ય : એકાંશ દે
●જયંતી દલાલની સ્વાતંત્ર્ય ચળવળ પર આધારિત નવલકથા : પાદરના તીરથ
●હેલન કેલરની આત્મકથા લખનાર સર્જક : જંયતિ દલાલ
●અસાઈત ઠાકરના વંશજો - ક્યાતરગાળા નામે ઓળખાય છે.
●વસંત કે વર્ષાઋતુનું વર્ણનવાળો કાવ્યપ્રકાર - ફાગુ
●'સ્યુગર કોટેડ ક્વિનાઈન પિલ્સ' તરીકે જાણીતું હાસ્ય - પ્રેમાનંદનું
●'ગુર્જર ભાષા' શબ્દ પ્રયોગ કરનાર - ભાલણ
●પ્રેમાનંદને ' A Prince of Pragiarists' કહ્યા - કનૈયાલાલ મુનશી
●'પંડિતોનો-બ્રાહ્મણોનો કવિ' પ્રેમાનંદને કોણે કહ્યું - નવલરામ પંડ્યા
●અનંતરાય રાવળે કોના કવિત્વને આગિયાના ઝબકારા સાથે સરખાવ્યું - શામળ
●'Most Gujarati of Gujarati Poets' કોના માટે ?- પ્રેમાનંદ માટે
●કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર - દયારામ
●'રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી' , પ્રેમાનંદ માટે કોણે કહ્યું ?- નવલરામ પંડ્યા
●વેદાંતવાદી અને સમાજને ફટકો મારનાર કવિ - અખો
●મધ્યકાલીન સાહિત્યમાં 'જ્ઞાનનો ગરવો વડલો' - અખો
●અખાનું ખડખડા હાસ્ય આપણા સાહિત્યનું મહામૂલુ ધન - ઉમાશંકર જોશી
●દયારામનો ચર્ચાસ્પદ કિસ્સો - રતન સોનારણ સાથે
●"દયારામનું ભક્ત કવિઓમાં સ્થાન નથી, પ્રણયના અમર કવિઓમાં છે" વિધાન - કનૈયાલાલ મુનશી
●માંડણે પોતાના છપ્પાને શું કહ્યું ? - વીશી
●રત્નો ખરેખર સાચું રત્ન હતો - ન્હાનાલાલ
●હડૂલા કાવ્યપ્રકાર આપનાર - દલપતરામ*
●નર્મદને તેના મિત્રો બોલાવતા તે નામ - લાલજી
●નર્મદે અપનાવેલો મુદ્રાલેખ - પ્રેમશૌર્ય
●નર્મદને 'આજીવન યોદ્ધા' કહેનાર - વિશ્વનાથ ભટ્ટ
●અંગ્રેજી પદ્ધતિના નિબંધો લખવાનો પ્રારંભ - નવલરામથી
●ગુજરાતીમાં સૌપ્રથમ પ્રતિકાવ્યોનો સફળ પ્રયોગ કરનાર - કવિ ખબરદાર
● 'વિવેચક તે કવિનો જોડિયો ભાઈ જ છે' વિધાન - નરસિંહરાવ દિવેટિયા
●ગોવર્ધનરામ દ્વારા ચંદા અને મેઘના કવિનું બિરુદ - આનંદશંકર ધ્રુવને
●ઝવેરચંદ મેઘાણીનો પ્રથમ કાવ્ય સંગ્રહ - વેણીના ફૂલ
●ગુજરાતી ભાષાને ગર્ભદશાનો કાળ કહ્યો - ગોવર્ધનરામ ત્રિપાઠી
●ગુજરાતી ભાષાને અંતિમ અપભ્રંશ કહી - નરસિંહરાવ દિવેટિયા
●સૌરાષ્ટ્રના ગિરનાર પર્વતનો વિસ્તૃત ઇતિહાસ આપનાર કવિ - વિજયસેન સૂરિ
●'સંદેશકરાસ' નામની કૃતિ લખનાર મુસ્લિમ કવિ - અબ્દુર રહેમાન
●ભાલણને પોતાનો ગુરુ ગણાવતો કવિ - ભીમ
●આખ્યાન લખનાર સૌરાષ્ટ્રનો સૌપ્રથમ કવિ - સુરદાસ
●'કલૌકા વ્યાસ'ના બિરુદથી ડભોઈ છોડનાર કવિ - રતનેશ્વર
●પ્રેમાનંદના અધૂરા રહેલા આખ્યાનને પુરા કરનાર કવિ - સુંદર મેવાડો
●વલ્લભ મેવાડાને 'પહેલી ટુકડીમાં મુકવા જોગ' કહેનાર સર્જક - નર્મદ
●'ત્યાગ ટકે રે ન વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી' પંક્તિના સર્જક - નિષ્કુલાનંદ
●ગરબીના કારણે 'ગુજરાતનો જયદેવ' તરીકે ઓળખાતા કવિ - દયારામ
●'મારી હકીકત' આત્મકથા પ્રગટ થયાનું વર્ષ - 1833
●સૌથી નાની વયે દિલ્હી દરબારમાં વિશિષ્ટ સન્માન સાથે 'રાવ બહાદુર'નો ખિતાબ મેળવનાર - નંદશંકર મહેતા
●ગુજરાતી ભાષાનો સૌપ્રથમ વિવેચન ગ્રંથ - નવલગ્રંથાવલિ
●રોજનીશી દ્વારા ગુજરાતીમાં આત્મકથાનું કાચું સ્વરૂપ તૈયાર કરનાર સૌપ્રથમ સર્જક તથા શિષ્ટ ગુજરાતી ગદ્ય લેખનની શરૂઆત કરનાર સૌપ્રથમ સર્જક - દુર્ગારામ મહેતાજી
●'શાંતિદાસ' વાર્તાથી વિશેષ જાણીતા બનનાર સર્જક - અંબાલાલ સાકરલાલ દેસાઈ
●ગાયકવાડ સરકાર તરફથી 'સાહિત્યમાર્તડ' પુરસ્કાર મેળવનાર - હરગોવિંદદાસ કાંટાવાળા
●ગુજરાતી ભાષાનો પ્રથમ શુદ્ધ નમૂનો આપનાર સર્જક - ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ
●'છોટમવાણી' નામે રચના કરનાર કવિ - કવિ છોટમ
●ગોવર્ધનરામ ત્રિપાઠીના જન્મ દિવસની તિથિ - વિજયાદશમી
●ગોવર્ધનરામ ત્રિપાઠીએ પત્નીના અવસાનના કારણે લખેલ દીર્ઘકાવ્ય - સ્નેહમુદ્રા
Friday, September 13, 2019
શબ્દ સમુહ માટે એક શબ્દ
1. અણીના વખતે - તાકડે
2. અવાજની સૃષ્ટિ - ધ્વન્યાલોક
3. આંખ આગળ ખડું થઇ જાય તેવું - તાદ્શ
4. આખા દેશ માટેની ભાષા - રાષ્ટ્રભાષા
5. કુરાનના વાક્યો - આયાત
6. કૂવામાંથી પાણી કાઢવાનું ચામડાનું સાધન - કોસ
7. કોઇ પવિત્ર કે યાત્રાની જગા - તીર્થ
8. ખરાબ રીતે જાણીતો - નામચીન
9. ઘઉં વગેરેના ભરડેલા કકડા કે તેની વીની - થૂલી
10. ચમકની છાંટવાળો આરસપહાણ - સંગેમરમર
11. ચાલવાનો અવાજ - પગરવ
12. જગતનું નિયંત્રણ કરનાર - જગતનિયતા
13. જેની કોઇ સીમા નથી તે - અસીમ
14. જેની પત્ની મૃત્યુ પામી છે તે - વિધુર
15. જેની બુદ્ધિ સ્થિર છે તે - સ્થિતપ્રજ્ઞ
16. જ્ઞાનરૂપી નેત્રવાળી વ્યક્તિ - પ્રજ્ઞાચક્ષુ
17. ડાબે હાથે બાણ ફેંકી શકે તેવો - સવ્યસાચી
18. તત્વને જાણનાર - તત્વજ્ઞ
19. ધર્મમાં અંધ હોવું - ધર્માંધ
20. ધીરધારનો ધંધો કરનાર - શરાફ
21. નદીની કાંકરાવાળી જાડી રેતી - વેકરો
22. પગ વેડે કરવામાં આવેતો પ્રહાર - પદાઘાત
23. પગે ચાલવનો રસ્તો - પગદંડી
24. પરાધીન હોવાનો અભાવ - ઓશિયાળું
25. પશુપંખીની ભાષા સમજવાની વિદ્યા - કાગવિદ્યા
26. પાંદડાનો ધીમો અવાજ - પર્ણમર્મર
27. પાણીના વાસણ મૂકવાની જગ્યા - પાણિયારું
28. પૂર્વ તરફની દિશા - પ્રાચી
29. પ્રજાની માલિકીનું કરવું તે - રાષ્ટ્રીયકરણ
30. પ્રયત્ન કર્યા વિના - અનાયાસ
31. પ્રયાસથી મેળવી શકાય એવું - યત્નસાધ્ય
32. બપોરનું ભોજન - રોંઢો
33. બારણું બંધ કરવાની કળ - આગળો
34. ભેંશોનું ટોળું _ ખાડું
35. ભોજન પછી ડાબે પડખે સૂવું તે - વામકુક્ષી
36. મધુર ધ્વનિ - કલરવ
37. મરઘીનું બચ્ચું - પીલુ
38. મરણ પાછળ રોવું-કૂટવું તે - કાણ
39. રાત્રિનું ભોજન - વાળુ
40. લગ્ન કે એવા શુભપ્રસંગે સ્વજનોને સામે લેવા જવું તે - સામૈયું
41. લાંબો સમ્ય ટકી શકે તેવું - ચિરસ્થાયી
42. લોટને ચાળવાથી નીકળતો ભૂકો - થૂલું
43. વહાણ ચલાવનાર - ખલાસી
44. વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર - શાલિગ્રામ
45. વેપારીએ રાખેલ વાણોતર - ગુમાસ્તો
46. શેર-કસબામાં ભરાતું બજાર - ગુજરી
47. સગાસંબંધીમાં જન્મ મરણ વગેરેથી પાળવામાં આવતી આભડછેટ - સૂતક
48. સવારનો નાસ્તો - શિરામણ
49. સહેલાઇથી મળી શકે તેવું - સુલભ
50. સ્પૃહા વિનાનું - નિ:સ્પૃહ.
શબ્દ સમૂહ માટે એક શબ્દ
1. અંગૂઠા પાસેની આંગળી - તર્જની
2. ઇન્દ્રનો અમોઘ શસ્ત્ર - વજ્ર
3. કમળની વેલ - મૃણાલિની
4. કરિયાણું વેચનાર વેપારી - મોદી
5. ઘરની બાજુની દિવાલ - કરો
6. ઘરનો સરસામાન - અસબાબ
7. ઘી પીરસવા માટેનું વાસણ - વાઢી
8. ચંદ્ર જેવા મુખવાળી - શશીવદની
9. ચૌડ પાતાળમાંનું પાંચમું પાતાળ - રસાતલ
10. છાપરાનો છેડાવાળો ભાગ - નેવું
11. છોડી દેવા યોગ્ય - ત્યાજ્ય
12. જીત સૂચવનારું ગીત - જયગીત
13. જેનું મૂલ્ય આંકી ન શકાય તેવું - અણમોલ
14. જોઇ ન શકાય તેવું - અદીઠું
15. ઝાડની છાલનું વસ્ત્ર - વલ્કલ
16. દહીં વલોવવાથી નીકળતું સત્વ - ગોરસ
17. દિશા અને કાળનો સમૂહ - દિસકાલ
18. દેવોની નગરી - અમરાપુરી
19. દોઢ માઇલ જેટલું અંતર - કોશ
20. ધનુષ્યની દોરી - પણછ
21. નાશ ન પામે એવું - અવિનાશી
22. નિયમમાં રાખનાર - નિયંતા
23. પાણીનો ધોધ - જલધોધ
24. પ્રવાહની મધ્યધારા - મઝધારા
25. બીજા કશા પર આધાર રાખતું - સાપેક્ષ
26. બેચેની ભરી શાંતિ - સન્નાટો
27. ભંડાર તરીકે વપરાતો ભાગ - ગજાર
28. માથે પહેરવાનું વસ્ત્ર - શિરપાઘ
29. માથે બાંધવાનો છોગાવાળો સાફો - શિરપેચ
30. મૂળમાં હોય એના જેવી જ કૃતિ - પ્રતિકૃતિ
31. મોહ પમાડનાર શ્રીકૃષ્ણ - મોહન
32. યુદ્ધે ચડેલી વિરાંગના - રણચંડી
33. રથ હાંકનાર - સારથિ
34. રહીરહીને પડતા વરસાદનું ઝાપટું - સરવડું
35. લાકડું વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર - સંઘાડો
36. વપરાશમાં ન રહેલો હોય તેવો - ખાડિયો
37. વસંત જેવી સુંદર ડાળી - વિશાખા
38. વસંત જેવી સુંદર સ્ત્રી - ફાલ્ગુની
39. વિનાશ જન્માવનાર કેતુ - પ્રલયકેતુ
40. વેદનાનો ચિત્કાર - આર્તનાદ
41. શબ્દની મૂળ ઉત્પત્તિ - વ્યુત્પત્તિ
42. શાસ્ત્રનો જાણકાર મીમાંસક
43. સંપૂર્ણ પતન થાય તે - વિનિપાત
44. સંસારની આસક્તિનો અભાવ - વૈરાગ્ય
45. સમગ્ર જગતનું પોષણ કરનાર - વિશ્વંભર
46. સાંભળી ન શકનાર - બધિર
47. સામાન્યથી વધારે જ્ઞાન - અતિજ્ઞાન
48. સૂકા ઘાસના પૂળાની ગંજી - ઓઘલી
49. હવાઇ કિલ્લા ચણનાર - શેખચલ્લી
50. હાથીનો ચાલક - મહાવત.
Monday, September 9, 2019
ગુજરાતી સાહિત્ય
Q) ગુજરાતી ભાષાનું પ્રથમ એકાંકી લોમહર્ષિણીના લેખક કોણ છે?
--- બટુભાઈ ઉમરવાડીયા
Q) ગુજરાતી ભાષાનું પ્રથમ સામાજિક કરુણાંત નાટક ક્યુ છે?
--- લલિતા દુઃખ દર્શક -રણછોડભાઈ
Q) ગુણવંતલાલ આચાર્ય શાના માટે જાણીતા છે?
--- દરિયાઈ સાહસકથા
Q) ટૂંકીવાર્તા ના કસબી તરીકે કોણ જાણીતું છે?
---- ધૂમકેતુ (ગૌરીશંકર )
Q) કયો સાહિત્યકાર "હાસ્તો ફિલસૂફ "તરીકે ઓળખાય છે?
--- અખો
🔻🔻 એક જ શબ્દના અનેક અર્થ 🔻🔻🔻
🎲 અક્ષર - અવિનાશી, વર્ણ(ભાષા), હરફ, બોલ, દસક્ત, વિધિ ના લેખ, બ્રહ્મ
🎲 અજ - અનાદિ, નહિ જન્મેલું, બ્રહ્મા, કામદેવ, બકરો, ચંદ્ર
🎲 અજન્મા - લક્ષ્મી, સીતા, માયા, ઈશ્વર
🎲 અદા - અભિનય, નખરા, અદાવત, પૂરું , ચૂકતે
🎲 અધિકાર - સત્તા, પદવી, પાત્રતા, હક્ક
🎲 અનય - અનીતિ, આફત, દુર્ભાગ્ય, અન્યાયી
🎲 અનંત - અપાર, વિષ્ણુ, રુદ્ર, બ્રહ્મા, શેષનાગ, બળરામ, આકાશ, જૈનો ના ચૌદમાં તીર્થંકર
🎲 અમલ - હકુમત, વહીવટ, કેફી વસ્તુ, સમયનો શુમાર
🎲 અમી - અમૃત, મીઠાશ, કૃપા, થૂંક, રસકસ, પાણી
🎲 અરુણ - સોનેરી, સૂર્ય નો સારથિ, પ્રભાત, રતાશ પડતો રંગ
*શબ્દ સમૂહ માટે એક શબ્દ*
🔷 કારણ વિનાનું –નિષ્કારણ
🔷 વેદો અને સ્મૃતિગ઼ંથ – શ્રુતિ
🔷 દુઃખ આપનાર – દુઃખદ
🔷 મનને મોહિત કરે તેવું – મનમોહિત
🔷 ગુપ્ત રાખવા યોગ્ય – ગોપનીય
🔷 પાણીમાં સમાધી લેવી
– જળસમાધી
🔷 ભજનગાનાર – ભજનિક
🔷 પાંદડાં ખખડાવાનો ધ્વનિ- પર્ણમર્મર
🔷 જેની ભીતરરસ ભરેલો હોય તેવું –રસગર્ભ
🔷 જ્યાંથી ત્રણ રસ્તાના ફાંટા પડતાં હોય તે જગ્યા – ત્રિભેટ
🔷 સ્વર્ગના ધન ભંડારનો અધ્યક્ષ દેવ
– કુબેર
🔷 અમુક પ્રદેશ છોડીને ચાલ્યા જવાની સજા – તડીપાર
🔷 વનસ્પતિમાંથી બનતી દેશી દવા – જડીબુટ્ટી
🔷 ગાડાના પાંજરાને આધાર આપવા માટે મુકાતું આડું લાકડું – ખલવું
🔷 જયાં અનેક પ્રવાહો મળતા હોય તેવું સ્થળ – સંગમસ્થળ