Friday, December 27, 2019

નાટ્યકળાનો ઈતિહાસ

નાટ્યકળાનો ઉલ્લેખ સૌપ્રથમ ભરતમુનિના નાટ્યશાસ્ત્રમાં જોવા મળે છે. 

ઈ.સ. ૧૮૫૩માં આધુનિક ગુજરાતી રંગભૂમિ અને નાટકની શરૂઆત થઈ હતી.

આ અંતર્ગત મુંબઈના ગ્રાન્ટ રોડ પરના રોયલ થિયેટરમાં 'રૂસ્તમ ઝાબૂલી અને સોહરાબ' નાટક સ્ટેજ પર પ્રથમવાર પ્રસ્તુત થયું.

પારસી ભાષામાં રજૂ થયેલા 'રૂસ્તમ ઝાબૂલી અને સોહરાબ' નાટકના કલાકાર અને લેખક પારસી હતા.

‘રૂસ્તમ ઝાબૂલી અને સોહરાબ' નાટક જે થિયેટરમાં રજૂ કરવામાં આવ્યું હતું તેના માલિક જગન્નાથ શંકર શેઠ હતા.

ઈ.સ. ૧૮૭૬નો સમયગાળો ગુજરાતી નાટક માટે મહત્ત્વનો છે કારણ કે કેખૂશરો કાબરાજી નામના પારસી વ્યક્તિનો નાટકમાં પ્રવેશ થયો.

કેખૂશરો કાબરાજીએ પોતાની નાટક ઉત્તેજક મંડળીમાં સૌપ્રથમ 'હરિશ્ચંદ્ર' નામનું નાટક દાખલ કર્યું હતું.

રણછોડરામ ઉદયરામે 'લલિતા દુઃખદર્શક'નું દિગ્દર્શન કર્યું તે ગુજરાતી ભાષાની શકવર્તી ઘટના છે. કારણ કે બિનપારસી ઉચ્ચારણો અને શબ્દોવાળી રંગભૂમિનો પ્રથમ તબક્કો શરૂ થયો હતો.

રણછોડરામ ઉદયરામને 'ગુજરાતી નાટકના પિતા' તરીકે ઓળખવામાં આવે છે.