Sunday, December 1, 2019

ગુજરાતી વ્યાકરણ

1.સાચી જોડણી શોધો.
A. સુનમૂન
B. સૂનમૂન √
C. સુનમુન
D. શુનમુન

2.રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.
ઓછું આવવું..
A. વધારે ન હોવું
B. ખુશ થવું
C. દુઃખ થવું√
D. કરકસર કરવી

3.સંધિ જોડો.
સ + અંગ + ઉપ + અંગ
A. સંગોપાગ
B. સાંગોપાંગ√
C. સંગોંપાંગ
D. સાંગઉપાંગ

4.વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય - 
A. અવલી
B. કવલી√
C. સાવલી
D. ઝાવલી

5.નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખવો
નરસિંહ
A. તત્પુરુષ
B.ઉપપદ
C. કર્મધારય√
D.દ્વંદ્વ

6.તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો.
ભાઠો
A.પથરો√
B. ભાલ
C. દલાલી
D.કલેડું

7.અલંકાર જણાવો.
મારા ભાઈનું બારમું પતી ગયું.
A.ઉપમા
B. વ્યતિરેક
C.શ્લેષ√
D.વ્યાજસ્તુતિ

8.સમાનાર્થી શબ્દ જણાવો.
શ્રુતિ-
A.શ્વેત
B. વેદ√
C. શ્રમ
D. વિલાસી

9.શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ-સૂત્ર કયું છે❓
A. જ સ જ સ ય લ ગા
B. ય મ ન સ ભ લ ગા
C.મ સ જ સ ત ત ગા√
D.મ ર ભ ન ય ય ય

10.વિરોધાર્થી શબ્દ જણાવો.
મ્લાન
A.ભયભીત
B. નિરર્થક
C.પ્રફુલ્લ√
D.નિરપેક્ષ

11. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
'સ્વર પછી ઉચ્ચારાતો અનુનાસિક વર્ણ'
A.અનુસ્વર
B. અનુસ્વાર√
C.સ્વરાનુનાસીક
D.સ્વરાનુનાસિક

12.નિપાત જણાવો.
બસ ગામ બહાર જ ઉભી રહી ગઈ.
A. જ√
B. રહી
C. બસ
D. ગામ

13.વિશેષણ શોધો.
દરેકને એમના ઉપર અટલ શ્રદ્ધા હતી.
A. શ્રદ્ધા
B. અટલ√
C. દરેક
D. ઉપર

14.'અઠે દ્વારકા' એટલે....
A.દ્વારકાની યાત્રા કરવી
B.અહીં જ દ્વારકા છે
C.દ્વારકા તરફ જવું
D.લાંબા વખત ધામા નાખવા√

15.'અક્ષય લેશન કરે છે.'પ્રેરક વાક્ય બનાવો.
A.અક્ષયથી લેશન કરાય છે.
B. અક્ષય લેશન કરાવશે.
C.અક્ષય લેશન કરાવે છે.√
D.અક્ષય લેશન કરશે.

16.સંધિ છૂટી પાડો.
લાભાલાભ
A.લાભ + લાભ
B. લાભ + અલાભ√
C. લાભા + લાભ
D. એકેય નહીં

17.છંદ જણાવો.
મને બોલાવે ઓ ગિરિવર તણો મૌન શિખરો..
A. પૃથ્વી
B. શિખરિણી√
C. મંદાક્રાંતા
D.અનુષ્ટુપ

18.કર્તરિ વાક્યરચના શોધો.
A. મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું√
B. મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા
C. મહારાજે તરત ભાણું તૈયાર કરવું
D. મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા

19. મામાનું ઘર કેટલે દીવો બળે એટલે - કહેવતનો અર્થ
A. વખત આવે ખરેખર શું તેની ખબર પડી જવી√
B. મામાને ઘેર મોજ મસ્તી
C. આંખોની સામે હોવું
D. ખૂબ જ નજીક હોવું

20. ઇન્દિરા પાણી રેડે છે. - કર્મણિ વાક્યરચના શોધો.
A. ઈન્દિરાને પાણી રેડવું છે.
B. ઇન્દિરા પાણી રેડાવે છે.
C. ઇન્દિરા પાણી રેડે
D. ઇન્દિરાથી પાણી રેડાય છે√