Showing posts with label ગુજરાતી વ્યાકરણ. Show all posts
Showing posts with label ગુજરાતી વ્યાકરણ. Show all posts

Sunday, May 3, 2020

અગત્યના રૂઢિપ્રયોગ

તાળી લાગવી
એકતાન થવું.

ભારે હદયે 
દુઃખી હદયે.

આંખ ભીની થવી
લાગણીસભર થવું,
લાગણીશીલ થઈ જવું.

મોમાં ઘી-સાકર
સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી

માથું ધુણાવવું
માથું હલાવી "હા" કે "ના" નો ઈશારો કરવો.

આઠે પહોર આનંદ
હંમેશા પ્રસન્ન રહેવું.

તુરિયાનો તાર જાગી ઊઠવો સમજણશકિતનો ઉદય થવો.

નામ ને રૂપ મિથ્યા કરવું 
નિર્મોહી થઈને જીવવું.

હદય છલકાઈ જવું
આનંદિત થઈ ઊઠવું.

શિખરો સર કરવાં
સફળતા પ્રાપ્ત કરવી.

ધ્વજ ફરકાવવો 
વિજય મેળવવો.

માથે હાથ ફેરવવો 
આશિષ આપવા, કાળજી લેવી.

હાથ દેવો
સહારો આપવો, હૂંફ આપવી.

સૂગ હોવી 
ચીતરી ચડવી.

મનના મેલા હોવું
ખરાબ દાનતના હોવું.

આચરણમાં મૂકવું 
પાલન કરવું, અમલમાં મૂકવું

કદર કરવી 
લાયકાત જોઈ યોગ્ય બદલો આપવો.

ફાંફાં મારવાં 
વ્યર્થ પ્રયત્ન કરવો.

ઘી કેળાં હોવા 
પૈસાદાર હોવું, માલામાલ હોવું.

અરેરાટી અનુભવવી 
ત્રાસી જવું, દુઃખ અનુભવવું.

આર્થિક સંકડામણ હોવી
આર્થિક તકલીફ હોવી,
ગરીબ સ્થિતિ હોવી.

નવે નેજા પડવા 
ખૂબ તકલીફ પડવી.

હદય દ્રવી ઊઠવું 
ખૂબ જ દુઃખી થવું.

સત્તર પંચા પંચાણું 
અજ્ઞાની પ્રજાને છેતરવા માટે પ્રયોજાતુ ખોટું ગણિત.

ચાલતા થવું  
મૃત્યું પામવું.

 પગ જડાઈ જવા
સ્તબ્ધ થઈ જવું, સ્થિર થઈ જવું.

દાઝ ચઢવી 
ગુસ્સો આવવો.

ચકિત થઈ જવું 
આશ્ચર્ય પામવું.

થાકીને લોથ થઈ જવું 
અતિશય થાકી જવું.

કંઠે પ્રાણ આવવા 
ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું.

હાંજા ગગડી જવા 
ખૂબ ગભરાઈ જવું.

ઘોડા ઘડવા 
આયોજન કરવું, વિચારવું

Saturday, December 7, 2019

તળપદા શબ્દો

અતારે-અત્યારે
અભેમાન-અભિમાન
આબોકાર-આવકાર
તાકડે-અણિનાસમયે
ઢોલિયો-ખાટલો
કવેણ-ખરાબવચન
કળજગ-કળિયુગ 
ગણ-ગુણ
ગલઢેરાં-ઘરડા
ગોજ-પાપ
ધીસત-ફોજ
ચંત્યા-ચિંતા
દાગતર-દાકતર
દોથો-ખોબો
પનારો-સાથ
પલ્લો-મુસાફરી
પોંચો-પંજો
બૂતાં-તાકાત
ભોડુ-માથુ    
મલક-મુલક
મોખ-અનુકૂળતા
રત્નાગર- રત્નાકર
લગણ-સુધી
લઠ્ઠ-લાઠી
વાલેસરી-હિતેચ્છુ
વાહે-પાછળ
શાખ-સાક્ષી
સરગ-ર્સ્વગ
સાભરણ-સ્મરણ
હાલરું-ટોળું
છોડી-છોકરી
જાતરા-યાત્રા
જકિત-યુકિત 
ટશિયો-ઉઝરડો
ઢુકડું-નજીક
દખણ-દક્ષિણ
તૈણ-ત્રણ
દન-દિવસ
દાખડો-તકલીફ
નકર-નહિતો
નરી-ચોખ્ખો
નિમાણું-લાચાર
નીમ-નિયમ
પાધરું-સીધુ
પુનઈ-પુય
ફકર-ફિકર
પ્રાગડ-સવાર
બોન-બહેન
મનેખ-મનુષ્ય
માણહ-માણસ
રખોપું-રક્ષણ
રાંધણિયું –રસોડું
વડેરાં-મોટેરા
વરહ-વર્ષ

Sunday, December 1, 2019

ગુજરાતી વ્યાકરણ

1.સાચી જોડણી શોધો.
A. સુનમૂન
B. સૂનમૂન √
C. સુનમુન
D. શુનમુન

2.રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.
ઓછું આવવું..
A. વધારે ન હોવું
B. ખુશ થવું
C. દુઃખ થવું√
D. કરકસર કરવી

3.સંધિ જોડો.
સ + અંગ + ઉપ + અંગ
A. સંગોપાગ
B. સાંગોપાંગ√
C. સંગોંપાંગ
D. સાંગઉપાંગ

4.વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય - 
A. અવલી
B. કવલી√
C. સાવલી
D. ઝાવલી

5.નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખવો
નરસિંહ
A. તત્પુરુષ
B.ઉપપદ
C. કર્મધારય√
D.દ્વંદ્વ

6.તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો.
ભાઠો
A.પથરો√
B. ભાલ
C. દલાલી
D.કલેડું

7.અલંકાર જણાવો.
મારા ભાઈનું બારમું પતી ગયું.
A.ઉપમા
B. વ્યતિરેક
C.શ્લેષ√
D.વ્યાજસ્તુતિ

8.સમાનાર્થી શબ્દ જણાવો.
શ્રુતિ-
A.શ્વેત
B. વેદ√
C. શ્રમ
D. વિલાસી

9.શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ-સૂત્ર કયું છે❓
A. જ સ જ સ ય લ ગા
B. ય મ ન સ ભ લ ગા
C.મ સ જ સ ત ત ગા√
D.મ ર ભ ન ય ય ય

10.વિરોધાર્થી શબ્દ જણાવો.
મ્લાન
A.ભયભીત
B. નિરર્થક
C.પ્રફુલ્લ√
D.નિરપેક્ષ

11. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
'સ્વર પછી ઉચ્ચારાતો અનુનાસિક વર્ણ'
A.અનુસ્વર
B. અનુસ્વાર√
C.સ્વરાનુનાસીક
D.સ્વરાનુનાસિક

12.નિપાત જણાવો.
બસ ગામ બહાર જ ઉભી રહી ગઈ.
A. જ√
B. રહી
C. બસ
D. ગામ

13.વિશેષણ શોધો.
દરેકને એમના ઉપર અટલ શ્રદ્ધા હતી.
A. શ્રદ્ધા
B. અટલ√
C. દરેક
D. ઉપર

14.'અઠે દ્વારકા' એટલે....
A.દ્વારકાની યાત્રા કરવી
B.અહીં જ દ્વારકા છે
C.દ્વારકા તરફ જવું
D.લાંબા વખત ધામા નાખવા√

15.'અક્ષય લેશન કરે છે.'પ્રેરક વાક્ય બનાવો.
A.અક્ષયથી લેશન કરાય છે.
B. અક્ષય લેશન કરાવશે.
C.અક્ષય લેશન કરાવે છે.√
D.અક્ષય લેશન કરશે.

16.સંધિ છૂટી પાડો.
લાભાલાભ
A.લાભ + લાભ
B. લાભ + અલાભ√
C. લાભા + લાભ
D. એકેય નહીં

17.છંદ જણાવો.
મને બોલાવે ઓ ગિરિવર તણો મૌન શિખરો..
A. પૃથ્વી
B. શિખરિણી√
C. મંદાક્રાંતા
D.અનુષ્ટુપ

18.કર્તરિ વાક્યરચના શોધો.
A. મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું√
B. મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા
C. મહારાજે તરત ભાણું તૈયાર કરવું
D. મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા

19. મામાનું ઘર કેટલે દીવો બળે એટલે - કહેવતનો અર્થ
A. વખત આવે ખરેખર શું તેની ખબર પડી જવી√
B. મામાને ઘેર મોજ મસ્તી
C. આંખોની સામે હોવું
D. ખૂબ જ નજીક હોવું

20. ઇન્દિરા પાણી રેડે છે. - કર્મણિ વાક્યરચના શોધો.
A. ઈન્દિરાને પાણી રેડવું છે.
B. ઇન્દિરા પાણી રેડાવે છે.
C. ઇન્દિરા પાણી રેડે
D. ઇન્દિરાથી પાણી રેડાય છે√

Thursday, October 17, 2019

શબ્દ સમૂહ માટે એક શબ્દ

જળ ઉપર બેસીને જવાનો માર્ગ 
- જળમાર્ગ

બીજાની જોખમદારી પોતાના પર લે તે
 – જામીન

આરોપ મૂક્યો બાબતનું લખાણ 
– તહોમતનામું

મુખપરંપરાથી ચાલી આવતી વાર્તા
 - દંતકથા

કોઇ ના દુ:ખ જોઇ દિલમાં થતી લાગણી 
- દિલસોજી

ધર્મની બાબતમાં વિચારી આગ્રહ વાળુ
 - ધર્માંધ

ત્રણેય કાળ નું જ્ઞાન ધરાવનાર 
- ત્રિકાળજ્ઞાની

પંચ સમક્ષ કરેલ તપાસ ની નોંધ 
- પંચનામુ (પંચક્યાસ)

અધૂરો શ્લોક પૂરો કરી આપવો તે 
- પાદપૂર્તિ

એકની એક વાત વારંવાર કરવી તે 
– પિષ્ટપેષણ

ઉપકાર ના બદલામાં સામે ઉપકાર 
- પ્રત્યુપકાર

મરણ તિથી કે તેની ઉજવણી
 - પુણ્યતિથી

લોકો માં ચાલતો વ્યવહાર કે રૂઢિ 
- લોકાચાર

જેનો પતિ મૃત્યુ પામ્યા હોય તેવી સ્ત્રી 
- વિધવા

ગામ નો વહીવટ કરનારી સંસ્થા 
- ગ્રામપંચાયત

પાપી મનુષ્ય ને પવિત્ર કરનાર 
- પતિત પાવન

જેમાંથી રસ ચાલ્યો ગયો હોય તેવું
 - રસહીન ( નીરસ)

મરી ગયેલ માણસ ને ઓઢાડવાનું કાપડ
 - કફન

ઈન્દ્રિયો વડે ન અનુભવી શકાય તેવું 
– અતીન્દ્રિય

બીજા ને સારું ન ખમાય તેવી લાગણી 
- અદેખાઈ

આંગળીથી દર્શાવવાની ક્રિયા
 - અંગુલીનિર્દેશ

પાછળથી અધિકાર પર આવનારી
 - ઉત્તરાધિકારી

મુખ્ય કથાઓમાં આવતી નાની કથા
 – ઉપકથા

આ એ જ વ્યક્તિ છે એવું પ્રમાણ પત્ર
 - ઓળખપત્ર

પોતાના કર્તવ્ય નિષ્ઠા પૂર્વક કરનાર
 - કર્તવ્યનિષ્ઠ

વૃદ્ધા અવસ્થા કે મૃત્યુ ન આવે તેવું
 - અજરામર

પોતાના વખાણ પોતે કરવા તે
 – આત્મશ્લાઘા

આંખ આગળ ખાડા થઈ જાય તેવું
 – આબેહૂબ

ઉપકાર ઉપર અપકાર કરનાર
 – કૃતઘ્ન - કૃતઘ્ની

અમુક વસ્તુ જોવા જાણવા ઉત્કંઠા 
- કુતૂહલ

વર્તમાનપત્રોમાં સમાચાર મોકલનાર 
- ખબર પત્રી

Monday, October 14, 2019

શબ્દસમૂહ માટે એક શબ્દ

અતિ મૂશ્કેલ કે મોટું કામ
જગન

અવધિ કે હદ બહારનું
નિરવધિ

કાગળ બનાવનાર કારીગર
કાગદી

કિલ્લાની આસપાસ રક્ષણ માટે કરાતી પાણીની ખાડી
પરિખા

ખજૂરીના પાંદડાંની ગૂંથેલી ઝોળી
જંબીલ

ખોદીને પડતર રાખેલું ખેતર
ચારુ

ગદ્ય અને પદ્ય બંન્નેવાળી સાહિત્યકૃતિ
ચંપૂ

ઘસડાઇને આવેલો કાદવ
ચગું

ઘોડાનો દાબડાનો અવાજ
પડઘી
    
ચતુર, સુંદર અને ગુણવાન સ્ત્રી
ચિત્રિણી

ચિત્રકામ કરનારો
ચિતારો

ચીરેલો લાકડાનો ટૂકડો
ચિતાળ

ચોરનું પગલું
પગેરૂ

જન્મ આપનારી
જનયિત્રી

જમાઉધારનું તારણ
તારીજ

તપ વડે પાપ ક્ષીણ કરવું તે
નિર્જરા

ત્રણ થાંભલાવાળું વહાણ
તરકોશી

દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડનું મિશ્રણ
પંચામૃત

દેવોને ધરાવેલી ખાવાની વસ્તુ
નેવેદ

ધાર કાઠેલું
નિશિત

નદી પાસેની નીચી જમીન
કાછઇ

નદીના પ્રવાહની વચ્ચે તરી આવેલો
પુલિન

નદીમાં દૂરથી વહી આવતો કાષ્ઠસમૂહ
તરાપો

નવી ખેડાયેલી જમીનનું પ્રથમ વર્ષ
તાવરસું

નાશ પામે તેવું
નશ્વર

પડછાયારૂપ આકૃતિ
પ્રતિચ્છંદ

પવિત્ર હોવાનો ઢોંગ કરતું
ચાગલું

પહાડની તળેટીનો પ્રદેશ
તરાઇ 
    
પાછા આવવું તે
પ્રત્યાગમન

પાણી ભરી લાવવાની ચામડાની ગૂણ કે થેલી
પખાલ

પાણીમાં બાંધેલો કિલ્લો
જંજીરો 

પૈસાનો ચોથો ભાગ
દમડી

બળદને અપાતો સૂકો દાણો
ચંદી

બે પાંપણ મળવી કે ભેગી થવી તે
કસો

માખીઓ વિનાનું
નિર્માક્ષિક

માત્ર એક જ
તન્માત્ર

મોરના પીંછનો સમૂહ
કલાપ

રણમા રેતી ઊડીને થતો ઢગલો
ઢૂવો

વાક્યના શબ્દનો વર્ગ કહેવો તે
પદચ્છેદ