Monday, October 14, 2019

શબ્દસમૂહ માટે એક શબ્દ

અતિ મૂશ્કેલ કે મોટું કામ
જગન

અવધિ કે હદ બહારનું
નિરવધિ

કાગળ બનાવનાર કારીગર
કાગદી

કિલ્લાની આસપાસ રક્ષણ માટે કરાતી પાણીની ખાડી
પરિખા

ખજૂરીના પાંદડાંની ગૂંથેલી ઝોળી
જંબીલ

ખોદીને પડતર રાખેલું ખેતર
ચારુ

ગદ્ય અને પદ્ય બંન્નેવાળી સાહિત્યકૃતિ
ચંપૂ

ઘસડાઇને આવેલો કાદવ
ચગું

ઘોડાનો દાબડાનો અવાજ
પડઘી
    
ચતુર, સુંદર અને ગુણવાન સ્ત્રી
ચિત્રિણી

ચિત્રકામ કરનારો
ચિતારો

ચીરેલો લાકડાનો ટૂકડો
ચિતાળ

ચોરનું પગલું
પગેરૂ

જન્મ આપનારી
જનયિત્રી

જમાઉધારનું તારણ
તારીજ

તપ વડે પાપ ક્ષીણ કરવું તે
નિર્જરા

ત્રણ થાંભલાવાળું વહાણ
તરકોશી

દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડનું મિશ્રણ
પંચામૃત

દેવોને ધરાવેલી ખાવાની વસ્તુ
નેવેદ

ધાર કાઠેલું
નિશિત

નદી પાસેની નીચી જમીન
કાછઇ

નદીના પ્રવાહની વચ્ચે તરી આવેલો
પુલિન

નદીમાં દૂરથી વહી આવતો કાષ્ઠસમૂહ
તરાપો

નવી ખેડાયેલી જમીનનું પ્રથમ વર્ષ
તાવરસું

નાશ પામે તેવું
નશ્વર

પડછાયારૂપ આકૃતિ
પ્રતિચ્છંદ

પવિત્ર હોવાનો ઢોંગ કરતું
ચાગલું

પહાડની તળેટીનો પ્રદેશ
તરાઇ 
    
પાછા આવવું તે
પ્રત્યાગમન

પાણી ભરી લાવવાની ચામડાની ગૂણ કે થેલી
પખાલ

પાણીમાં બાંધેલો કિલ્લો
જંજીરો 

પૈસાનો ચોથો ભાગ
દમડી

બળદને અપાતો સૂકો દાણો
ચંદી

બે પાંપણ મળવી કે ભેગી થવી તે
કસો

માખીઓ વિનાનું
નિર્માક્ષિક

માત્ર એક જ
તન્માત્ર

મોરના પીંછનો સમૂહ
કલાપ

રણમા રેતી ઊડીને થતો ઢગલો
ઢૂવો

વાક્યના શબ્દનો વર્ગ કહેવો તે
પદચ્છેદ