Sunday, May 3, 2020

અગત્યના રૂઢિપ્રયોગ

તાળી લાગવી
એકતાન થવું.

ભારે હદયે 
દુઃખી હદયે.

આંખ ભીની થવી
લાગણીસભર થવું,
લાગણીશીલ થઈ જવું.

મોમાં ઘી-સાકર
સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી

માથું ધુણાવવું
માથું હલાવી "હા" કે "ના" નો ઈશારો કરવો.

આઠે પહોર આનંદ
હંમેશા પ્રસન્ન રહેવું.

તુરિયાનો તાર જાગી ઊઠવો સમજણશકિતનો ઉદય થવો.

નામ ને રૂપ મિથ્યા કરવું 
નિર્મોહી થઈને જીવવું.

હદય છલકાઈ જવું
આનંદિત થઈ ઊઠવું.

શિખરો સર કરવાં
સફળતા પ્રાપ્ત કરવી.

ધ્વજ ફરકાવવો 
વિજય મેળવવો.

માથે હાથ ફેરવવો 
આશિષ આપવા, કાળજી લેવી.

હાથ દેવો
સહારો આપવો, હૂંફ આપવી.

સૂગ હોવી 
ચીતરી ચડવી.

મનના મેલા હોવું
ખરાબ દાનતના હોવું.

આચરણમાં મૂકવું 
પાલન કરવું, અમલમાં મૂકવું

કદર કરવી 
લાયકાત જોઈ યોગ્ય બદલો આપવો.

ફાંફાં મારવાં 
વ્યર્થ પ્રયત્ન કરવો.

ઘી કેળાં હોવા 
પૈસાદાર હોવું, માલામાલ હોવું.

અરેરાટી અનુભવવી 
ત્રાસી જવું, દુઃખ અનુભવવું.

આર્થિક સંકડામણ હોવી
આર્થિક તકલીફ હોવી,
ગરીબ સ્થિતિ હોવી.

નવે નેજા પડવા 
ખૂબ તકલીફ પડવી.

હદય દ્રવી ઊઠવું 
ખૂબ જ દુઃખી થવું.

સત્તર પંચા પંચાણું 
અજ્ઞાની પ્રજાને છેતરવા માટે પ્રયોજાતુ ખોટું ગણિત.

ચાલતા થવું  
મૃત્યું પામવું.

 પગ જડાઈ જવા
સ્તબ્ધ થઈ જવું, સ્થિર થઈ જવું.

દાઝ ચઢવી 
ગુસ્સો આવવો.

ચકિત થઈ જવું 
આશ્ચર્ય પામવું.

થાકીને લોથ થઈ જવું 
અતિશય થાકી જવું.

કંઠે પ્રાણ આવવા 
ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું.

હાંજા ગગડી જવા 
ખૂબ ગભરાઈ જવું.

ઘોડા ઘડવા 
આયોજન કરવું, વિચારવું