Saturday, December 7, 2019

ચૂંટણી પંચ

ભારતના બંધારણના ક્યા ભાગમાં ચૂંટણી અંગે જોગવાઈ કરવામાં આવી છે?
ભાગ -૧૫

ભારતના બંધારણમાં ચૂંટણીપંચમાં કેટલી સભ્ય સંખ્યા દર્શાવવામાં આવી છે?
બંધારણમાં સભ્ય સંખ્યા વિશે કોઈ માહિતી નથી.

વર્તમાન ચૂંટણીપંચ કેટલા સભ્યો ધરાવતી સંસ્થા છે?
ત્રણ

ચૂંટણીપંચના મુખ્ય ચૂંટણી કમિશ્નર નો કાર્યકાળ કેટલો છે?
૬ વર્ષ અથવા ૬૫ વર્ષ બંનેમાંથી જે વહેલા થાય તે.

અન્ય બે ચૂંટણી કમિશ્નરોનો કાર્યકાળ કેટલો છે?
૬ વર્ષ અથવા ૬૨ વર્ષ બંનેમાંથી જે વહેલા થાય તે.

ચૂંટણીપંચના અધ્યક્ષ અને અન્ય કમિશ્નરોને હટાવવા માટે કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે?
રાષ્ટ્રપતિને હટાવવા જેવી મહાભિયોગ પ્રક્રિયા.

ભારતનું ચૂંટણીપંચ કોની કોની ચૂંટણી ઓનું નિયંત્રણ અને નિયમન કરે છે?
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, વિધાનપરિષદ.

ભારતમાં કોઈ પણ રાજકીય પક્ષને માન્યતા અને ચિહ્ન કોણ પ્રદાન  કરે છે?
ભારતનું ચૂંટણીપંચ.

સંસદ અથવા રાજ્યવિધાનમંડળની ચૂંટણીમાં ઉમેદવારને ફોર્મ ભરવા માટે કેટલા દિવસનો સમય આપવામાં આવે છે?
૮ દિવસ

સંસદ અને રાજ્યવિધાનમંડળની ચૂંટણીમાં મતદાનના કેટલા સમય પહેલા ચૂંટણી પ્રચાર બંધ કરી દેવામાં આવે છે?
૪૮ કલાક

ભારતના સૌપ્રથમ ચૂંટણી કમિશ્નર કોણ હતા?
સુકુમાર સેન

ભારતની ચૂંટણી વ્યવસ્થામાં સુધારા માટે કઈ સમિતિઓની ભલામણો જાણીતી છે?
તારાકુંડે સમિતિ તથા ગોસ્વામી સમિતિ

ભારતમાં સૌપ્રથમ લોકસભાની સામાન્ય ચૂંટણીઓ ક્યારે થઈ હતી?
ઈ.સ. ૧૯૫૨

ભારતમાં સાર્વજનિક મતાધિકારના આધારે સૌપ્રથમ ચૂંટણી ક્યારે કરવામાં આવી?
ઈ.સ. ૧૯૫૨

ભારતની ચૂંટણી પદ્ધતિ ક્યા દેશમાંથી લેવામાં આવી છે?
બ્રિટન

ભારતમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય બે ચૂંટણી કમિશ્નરોની નિમણૂક તથા  તેઓ પોતાનું રાજીનામું કોને આપે છે?
રાષ્ટ્રપતિ

રિટર્નિન્ગ અધિકારી કોને કહેવાય છે?
એવો અધિકારી જે કોઈ ચૂંટણી ક્ષેત્રમાં ચૂંટણી માટે જવાબદાર હોય તથા પરિણામની જાહેરાત કરે છે.

"પરિસીમન (સિમાંકન) આયોગ" નો અધ્યક્ષ કોણ હોય છે?
મુખ્ય ચૂંટણી કમિશ્નર

ભારતમાં વિવિધ રાજકીય પક્ષોને
' રાષ્ટ્રીય પક્ષ '  અને  ' રાજ્ય પક્ષ ' નો દરજ્જો કોણ આપે છે?
ચૂંટણીપંચ

પેટા ચૂંટણી ક્યારે કરાવવામાં આવે છે?
ગમે ત્યારે.

કોઈ પણ વ્યક્તિ લોકસભા કે વિધાનસભામાં કેટલી બેઠકો પરથી ચૂંટણી લડી શકે છે?
બે થી વધુ નહીં.

ભારતમાં પ્રથમ વાર મહિલાઓને મતાધિકાર ક્યારે આપવામાં આવ્યો?
૧૯૨૬

કોઈ ચૂંટણી દરમિયાન કોઈ રાજકીય પક્ષના ઉમેદવારનું મૃત્યુ થતાં કેટલા દિવસ માં બીજો ઉમેદવાર ઊભો કરવો જરૂરી બને છે?
૭ દિવસ

લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવાર ક્યારે પોતાની ડીપોઝીટ ગુમાવે છે?
જ્યારે તે કુલ મતદાનના ૧/૬ મત પણ ન પ્રાપ્ત કરી શકે ત્યારે.

ભારતમાં કઈ ચૂંટણીથી EVM નો પ્રયોગ શરૂ થયો?
ઈ.સ. ૧૯૯૮