Friday, September 13, 2019

પૃથ્વી ના આવરણો

💡 પૃથ્વીના મુખ્ય ચાર આવરણોછે
1-મૃદાવરણ 2-જલાવરણ 3-વાતાવરણ 4-જીવાવરણ

✍ મૃદાવારણ ની સમજ...

➖ મૃદા એટલે માટી એટલે કે  પૃથ્વી ના પોપડા ના ઉપલા ભાગને મૃદાવરણ કહે છે.
➖ પૃથ્વી સપાટી નો આશરે 29 ટકા ભાગ મુદાવરણ ને રોકેલો છે.
➖ આ ભાગમાં પર્વતો મેદાનો ઉચ્ચ પ્રદેશો નો સમાવેશ થાય છે.
➖ મૃદાવરણ ની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે.
➖ સામાન્ય રીતે દર 1 કિ.મી.ની ઊંડાઈએ જતા આશરે 30 સેલ્સિયસ તાપમાન નો વધારો થાય છે.
➖ વધારે ગરમી ને કારણે અંદરના ખડકો પીગળી જાય છે આં ખડકો ના પીગળેલા દ્રવ્યોને મેગ્મા  કહે છે.

➖ ટૂંકમાં કહીએ તો આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ મૃદાવરણ.