Monday, September 30, 2019

મહાસાગરો વિશે આટલું જાણો

પૃથ્વીની સપાટી પર ૭૧ ટકા વિસ્તારમાં સમુદ્રોનું ખારું પાણી છવાયેલું છે. પૃથ્વી પર પાંચ મહાસાગર છે. એકબીજા સાથે જોડાયેલા છે પરંતુ નજીકના ખંડ પ્રમાણે તેને નામ અપાયા છે.

પૃથ્વી પરનો સૌથી મોટો પેસેફિક મહાસાગર પૃથ્વીની સપાટીનો ત્રીજો ભાગ રોકે છે.

પેસેફિક એટલે પ્રશાંત મહાસાગર. તેનું નામ સાગરખેડુ મેગેલને પાડેલું.

'માર પેસિફિકો' એટલે સ્પેનિશ ભાષામાં 'શાંત સમુદ્ર'.

પેસિફિક સમુદ્રમાં મેરિયાના ટ્રેન્સ સૌથી ઊંડી છે તેની ઊંડાઈ ૩૫૭૯૭ ફૂટ છે.

બીજા નંબરનો સૌથી મોટો મહાસાગર એટલાન્ટિક છે. યુરોપ અને આફ્રિકાને અમેરિકાથી જુદા પાડતા આ સાગરમાં ગરમ પાણીના પ્રવાહો છે.

હિંદ મહાસાગર કદમાં ત્રીજા નંબરનો છે. તે ગરમ પાણીના પ્રવાહો ધરાવે છે.

હિંદ મહાસાગરમાં માડાગાસ્કર અને શ્રીલંકા જેવા મોટા ટાપુ દેશો આવેલા છે.

આર્કટિક મહાસાગર એટલે ઉત્તર ધ્રુવની આસપાસનો બરફનો દરિયો. સૌથી છીછરો અને નાનો આ મહાસાગર બરફનો જ બનેલો છે.

સધર્ન કે દક્ષિણ મહાસાગર દક્ષિણ ધ્રુવ પર આવેલો બરફનો દરિયો છે.

મહાસાગરોની સરેરાશ ઊંડાઈ ૧૨૨૦૦ ફૂટ છે. પૃથ્વી પરનું ૯૭ ટકા પાણી મહાસાગરોમાં સચવાય છે. પૃથ્વી પરનું સૌથી મોટું પ્રાણી વ્હેલ સમુદ્રમાં રહે છે.