Monday, September 30, 2019

52 શક્તિપીઠ

દેવી ભાગવત પુરાણમાં 108, કાલિકા પુરાણમાં 26, શિવચરિત્રમાં 51, દુર્ગા સપ્તશતી અને તંત્ર ચૂડામણીમાં શક્તિપીઠોની સંખ્યા 52 દર્શાવવામાં આવી છે. સામાન્ય રીતે 51 શક્તિપીઠને માનવામાં આવે છે. કહેવાય છે કે આ શક્તિપીઠોના દર્શન માત્રથી ભક્તની મનની ઈચ્છા પૂરી થઈ જાય છે. તો ચાલો આજે જાણો કયા કયા છે આ 52 શક્તિપીઠ.

હિંગળાજ

કરાંચીથી 125 કિમી દૂર છે આ મંદિર. અહીં માતાનું માથું પડ્યું હતું. અહીં શક્તિ કોટરીઅને તે ભૈરવને ભીમ લોચન કહે છે. 

શર્કરરે

પાકિસ્તાનના કરાંચી પાસે આવેલું છે આ શક્તિપીઠ. અહીં માતાની આંખ પડી હતી. તેમને મહિષાસુરમર્દિની તેમજ ભૈરવને ક્રોધિશ કહે છે. 

સુગંધા

બાંગ્લાદેશના શિકારપુર પાસે સોંધ નદી કીનારે આવેલું છે આ સ્થાન. માતાની નાસિકા અહીં પડી હતી. અહીં શક્તિને સુનંદા અને ભૈરવને ત્ર્યંબક કહે છે. 

મહામાયા

ભારતના કાશ્મીમાં પહેલગાવ નજીક માતાનું કંઠ પડ્યું હતું. અહીં શક્તિને મહામાયા અને ભૈરવને ત્રિસંધ્યેશ્વર કહે છે. 

જ્વાલા જી

હિમાચલ પ્રદેશના કાંગડામાં માતાની જીભ પડી હતી. તેમને જ્વાલા સ્થાન પણ કહેવામાં આવે છે. અહીં શક્તિને સિદ્ધિદા અને ભૈરવને ઉન્મત્ત કહે છે. 

ત્રિપુરમાલિની

પંજાબના જાલંધરમાં દેવી તાલાબ, જ્યાં માતાનું ડાબુ સ્તન પડ્યુ હતું. અહીં શક્તિને ત્રિપુરમાલિની અને ભૈરવને ભીષણ કહે છે. 

વૈદ્યનાથ

ઝારખંડના દેવઘરમાં આવેલું છે વૈદ્યનાથધામ. અહીં માતાનું હૃદય પડ્યું હતું. અહીં દેવી શક્તિને દુર્ગા અને ભૈરવને વૈદ્યનાથ કહે છે. 

મહામાયા

નેપાળમાં ગુજરેશ્વરી મંદિર આવેલું છે. અહીં માતાના બંને ઘુટણ પડ્યા હતા. અહીં દેવી શક્તિને મહાશિરા અને ભૈરવને કપાલી કહેવાય છે. 

દાક્ષાયણી

તિબેટમાં કૈલાશ માનસરોવરના માનસા પાસે પાષાણ શિલા પર માતાનો ડાબો હાથ પડ્યો હતો. અહીં શક્તિને દાક્ષાયણી અને ભૈરવને અમર કહે છે. 

વિરજા

ઓરિસ્સાના વિરાજમાં આ શક્તિપીઠ આવેલું છે. અહીં માતાની નાભિ પડી હતી. અહીં શક્તિને વિમલા અને ભૈરવને જગન્નાથ કહે છે. 

ગંડકી

નેપાળમાં મુક્તિ નાથ મંદિર, અહીં માતાનું મસ્તક એટલે કે કનપટી પડી હતી. અહીં શક્તિને ગંડકી ચંડી અને ભૈરવને ચક્રપાણી કહેવાય છે. 

બહુલા

પશ્ચિમ બંગાળની અજેય નદી કીનારે આવેલા બાહુલ સ્થાન પર માતાનો જમણો હાથ પડ્યો હતો. અહીં શક્તિ દેવીને બાહુલા અને ભૈરવને ભીરુક પણ કહે છે. 

ઉજ્જયિની

પશ્ચિમ બંગાળની ઉજ્જયિની નામના સ્થાન પર માતાનું જમણું કાંડુ પડ્યું હતું. અહીં શક્તિને મંગળ ચંદ્રિકા અને ભૈરવને કપિલાંબર કહેવાય છે.

ત્રિપુર સુંદરી 

ત્રિપુરાના રાધાકિશોરપુર ગામમાં બાઢી પર્વતના શિખર પર માતાનો જમણો પગ પડ્યો હતો. અહીં શક્તિને ત્રિપુર સુંદરી અને ભૈરવને ત્રિપુરેશ કહેવાય છે. 

ભવાની

બાંગ્લાદેશ ચંદ્રનાથ પર્વત પર છત્રાલમાં માતાની જમણી ભુજા પડી હતી. અહી શક્તિને ભવાની અને ભૈરવને ચંદ્રશેખર કહે છે. 

ભ્રામરી

પશ્ચિમ બંગાળના જલપાઈગુડીના ત્રિસ્ત્રોત સ્થાન પર માતાનો ડાબો પગ પડ્યો હતો. અહીં શક્તિને ભ્રામરી અને ભૈરવને અંબર અને ભૈરશ્વેર કહે છે. 

કામાખ્યા

આસામના કામગિરિમાં નીલાંચલ પર્વત પર કામાખ્યા સ્થાન પર માતાનો યોનિનો ભાગ પડ્યો હતો. અહીં કામાખ્યા શક્તિ અને ભૈરવને ઉમાનંદ કહે છે. 

પ્રયાગ

ઉત્તર પ્રદેશના ઈલાહાબાદના સંગમ તટ પર માતાના હાથની આંગળી પડી હતી. અહીં શક્તિ લલિતા અને ભૈરવને ભવ કહેવાય છે. 

જયંતી

બાંગ્લાદેશના ખાસી પર્વત પર જયંતી મંદિર આવેલું છે જ્યાં માતાની જાંઘ પડી હતી. અહીં શક્તિ જયંતી છે અને ભૈરવ ક્રમદીશ્વર છે. 

યુગાદ્યા

પશ્ચિમ બંગાળના યુગાદ્યા સ્થાન પર માતાના પગનો અંગૂઠો પડ્યો હતો. અહીં શક્તિ ભૂતધાત્રી અને ભૈરવ ક્ષીર ખંડક છે. 

કાલીપીઠ

કલકત્તાના કાલીઘાટમાં માતાના ડાબા પગનો અંગૂઠો પડ્યો હતો. અહીં શક્તિ કાલિકા અને ભૈરવ નકુશીલ છે. 

કિરીટ

પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદ જિલ્લાના કિટીરકોટ ગ્રામ પાસે માતાનું મુકુટ પડ્યું હતું. અહીં શક્તિને વિમલા અને ભૈરવને સંવ્ત્ર્ત કહે છે. 

વિશાલાક્ષી

યૂપીના કાશીમાં મણિકાર્ણિકા ઘાર પર માતાના કાન પડ્યા હતા. અહીં શક્તિ વિશાલાક્ષી મણિકર્ણી તેમજ ભૈરવને કાલ ભૈરવ કહે છે. 

કન્યાશ્રમ

કન્યાશ્રમમાં માતાનો પુષ્ઠનો ભાગ પડ્યો હતો. અહીં શક્તિને સર્વાણી અને ભૈરવને નિમિષ કહે છે. 

સાવિત્રી

હરિયાણાના કુરુક્ષેત્રમાં માતાની એડી પડી હતી. અહીં શક્તિને સાવિત્રી અને ભૈરવને સ્થાણુ કહે છે. 

ગાયત્રી

અજમેર નજીક પુષ્કરમાં ગાયત્રી પર્વત પર બે મણિબંધ પડ્યા હતા. અહીં શક્તિને ગાયત્રી અને ભૈરવને સર્વાનંદ કહે છે. 

શ્રીશૈલ

બાંગ્લાદેશના શૈલ નામના સ્થાન પર માતાનું ગળુ પડ્યું હતું. અહીં શક્તિ મહાલક્ષ્મી અને ભૈરવ શમ્બરાનંદ છે. 

દેવગર્ભા

પશ્ચિમ બંગાળના કોપઈ નદીના કીનારે કાંચી નામના સ્થાન પર માતાની અસ્થિ પડી હતી. અહીં શક્તિ દેવગર્ભા અને ભૈરવને રુરુ કહે છે. 

કાલમાધવ

મધ્યપ્રદેશના સોન નદી કીનારે માતાનું ડાબું